Showing posts with label Saumitra Chatterjee. Show all posts
Showing posts with label Saumitra Chatterjee. Show all posts

Sunday, May 2, 2021

હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ …. મગર હમ તુમ્હારે રહેંગે - અંક ૯ : હેમંત કુમારની કારકિર્દીનાં પોતમાં અનોખી ભાત પાડતા કેટલાક મહત્ત્વના સંબંધોના તાણાવાણા :: સૌમિત્ર ચેટર્જી

 


સૌમિત્ર ચેટર્જી ઉત્તમ કુમારથી લગભગ સાડા આઠ વર્ષ નાના હતા. તેમણે બંગાળી ફિલ્મોમાં પદાર્પણ સત્યજિત રાયની અપુત્રયીની ત્રીજી ફિલ્મ અપુર સંસાર (૧૯૫૯)થી કર્યું. સત્યજિત રાયની ૨૮ બંગાળી ફિલ્મોમાંથી ૧૪ ફિલ્મોમાં સૌમિત્ર ચેટર્જીએ કામ કર્યું છે.

કોઈ પણ બંગાળીને સત્યજિત રાય  કે ઋત્વિક ઘટક કે સૌમિત્ર ચેટર્જી કે ઉત્તમ કુમાર વચ્ચે પસંદગી કરવા વિશે પુછીશું તો મોહન બગાન અને ઈસ્ટ બંગાળ વચ્ચે પસંદગી કરવા જેટલા જ અલગ અલગ મતમતાંતરો સાંભળવા મળશે. નીચે દર્શાવેલી એક તસવીર સત્યજિત રાય, સૌમિત્ર ચેટર્જી , ઉત્તમ કુમાર અને હેમંત કુમારને અલગ અલગ ભૂમિકાઓમાં એક તાંતણે બાંધે છે.

 


ઉત્તમ કુમાર અને સૌમિત્ર ચેટર્જીની સમાતરે ચાલેલી કારકિર્દીમાં માત્ર આઠ જ ફિલ્મોમાં બંને એ સાથે કામ કર્યું છે, જેમાંથી માત્ર એક જ ફિલ્મ - પંખીરાજ (૧૯૭૯) - માં હેમંત કુમારે સંગીત આપ્યું હતું.

આમરા તિનીતી જોન એક પ્રાણ (આપણે  ત્રણ જાન એક પ્રાણ) - પંખીરાજ (૧૯૭૯) - હેમંત કુમાર

આ ગીતની ઓડીયો કડી જ મળી છે.


ઓઈ દૂરે બહુ દૂરે - એ તો દૂર બહુ દૂર છે - પંખીરાજ - મન્ના ડે

ગીતને પરદા પર સમિત ભંજે ગાયું છે.

કેવો કરૂણ યોગાનુયોગ કે જે વર્ષે પંખીરાજ રીલીઝ થયું એ જ વર્ષે ઉત્તમ કુમારનું અવસાન થયું. તેમની ઉમર માત્ર ૫૩ વર્ષ હતી.

પરંતુ, હેમંત કુમાર અને સૌમિત્ર ચેટર્જીના સહયોગની આગળ વાત કરતાં પહેલાં સ્ત્રી (૧૯૭૨)નાં એક ગીતની વાત કરવી જોઈએ.

'સ્ત્રી'માં સૌમિત્ર ચેટર્જી અને ઉત્તમ કુમાર બન્ને સાથે હતા. ફિલ્મે ટિકિટબારી પર ટંકશાળ પાડી હતી. હેમંત કુમારના સ્વરમાં ચાર ગીત હતાં જે પરદા પર સૌમિત્ર ચેટર્જીએ ગાયાં હતાં.  અહીં જે ગીત રજૂ કર્યું છે તેમાં મન્ના ડે ઉત્તમ કુમાર માટે અને હેમંત કુમાર સૌમિત્ર ચેટર્જી માટે પાર્શ્વગાયન કરે છે. ઉત્તમ કુમાર અને હેમંત કુમારના સહયોગને લગતા ગયા અંકમાં આપણે જોયું હતું તેમ '૭૦ના દાયકામાં ઉત્તમ કુમાર માટે મન્ના ડે પાર્શ્વસ્વર બનતા ગયા હતા.

હાજર ટાકર જારબાતી તા (હજાર રૂપિયાનું તે ઝુમ્મર છે) - સ્ત્રી (૧૯૭૨) - મન્ના ડે સાથે – સંગીતકાર: નચિકેતા ઘોષ – ગીતકાર: ગૌરીપ્રસન્ન મજુમદાર


૧૯૫૯માં 'નીલ આકાશાનેર નીચે' સાથે હેમંત કુમાર બંગાળી ફિલ્મ સંગીતમાં પોતાનું આગવું સ્થાન જમાવી ચૂક્યા હતા. એ સ્થાનને હજુ વધારે ઊંચાઇએ  લઈ જવામાં આસિત સેન દ્વારા દિગ્દર્શિત, સૌમિત્ર ચેટર્જી અભિનિત,  'સ્વરલિપિ' (૧૯૬૧)ની ભૂમિકા મહત્ત્વની ગણી શકાય. સૌમિત્ર ચેટર્જીનું નામ હવે પછીનાં વીસ વર્ષોમાં ઉત્તમ કુમારની સાથે જ લેવાવાનું હતું. એ સમય ગાળામાં હેમંત કુમારે સૌમિત્ર ચેટર્જી અભિનિત ૨૯ ફિલ્મોમાં સંગીત આપ્યું. તેમાંથી ૧૪ ફિલ્મો ૧૯૬૧-૭૦ના દાયકામાં , ૧૨ ફિલ્મો ૧૯૭૧-૮૦ના દાયકામાં અને ૩ ફિલ્મો ૧૯૮૧-૮૯ના દાયકામાં નિર્માણ પામી.. આપણે તે પૈકી કેટલાંક ગીતો અહીં યાદ કરીશું

ખિરકી ઠેકે સિંહ દ્વાર એઇ તોમાદેર પૃથ્વી (પાછલા દરવાજેથી સિંહ દ્વારે, એ તમારૂ વિશ્વ છે) - સ્ત્રી (૧૯૭૨) – સંગીતકાર: નચિકેત ઘોષ – ગીતકાર: પુલક બંદોપાધ્યાય


ઓ આકાશ સોના સોના એ માટી સબુજ સબુજ (આ આકાશ સોનું સોનું, આ ધરતી લીલી લીલીછમ)- અજાન પથ (૧૯૬૭) – સંગીતકાર: હેમંત કુમાર – ગીતકાર: મિન્ટુ ઘોષ

દોયાલ રે કાટો લીલા જાનો (દયાળૂ રે તમે કેટલા ચંચળ) - સ્વરલિપિ (૧૯૬૧) – સંગીતકાર: હેમંત કુમાર – ગીતકાર: ગૌરીપ્રસન્ન મજુમદાર

આમી હોતો પારિની આકાશ, તુમી દિન શેશે આલોર આબેશ નિયે છાડ હોલે,(હું આકાશની જેમ પ્રકાશ નથી ફેલાવી શક્તોદિવસને અંતે તમે ચંદ્રને પ્રકાશનો વળગાડ થયો હોય તેમ ઝળહળો છો - મોનીહર (૧૯૬૬) – સંગીત: હેમંત કુમાર

હવે પછીના અંકમાં હેમંત કુમારના કેટલાક મુખ્ય ગીતકારો સાથેના સહયોગની વાત કરીશું.


Acknowledgements & References:

1. Anandadhara (as told by Hemanta Mukhopadhyay) by Abhik Chattopadhyay; Saptarshi Prakashan, Kolkata (2013) - Published earlier by New Bengal Press Pvt. Ltd. 1975
2. Amaar Swami Hemanta: (as told by Bela Mukhopadhyay) by Partha Ghosh; Sahityam, Kolkata, 1999
3. V. Shantaram: The Man Who Changed Indian Cinema by Madhura Pandit Jasraj, Hay House India, 2015

4. Lata Geet Kosh, Vol I, compiled and edited by Snehasis Chatterjee, Parul Prakashani 2008

5. List of songs & films: Compilation by Jaydeep Chakraborty; Assistance Sanjay Sengupta