નૂરજહાંનાં સૉલો ગીતો
વર્ષ ૧૯૪૩ માટે નુર જહાંના 'દુહાઈ'નાં બે અને 'નાદાન;નાં (એક
જોડીયાંગીત સહિતનાં) ત્રણ સૉલો ગીત યુ ટ્યુબ પર મળી નથી શક્યાં, તો Memorable
Songs of 1943 માં 'નાદાન'નાં દિલ દું
કે ના દું અને રોશની
અપની ઊમંગો કી મિટાકર ચલ દિયે આવરી લેવાયાં છે.
અબ તો નહીં દુનિયા મેં કહીં અપના ઠિકાના - નાદાન -
ગીતકાર: જિયા સરહદી - સંગીત: દત્તા કોરેગાંવકર
એક અનોખા ગમ એક અનોખી મુસીબત હો ગયી - નાદાન - ગીતકાર: જિયા સરહદી - સંગીત: દત્તા કોરેગાંવકર
જિન્હેં કરના થા આબાદ વો બરબાદ હૈ - નૌકર - ગીતકાર: અખ્તર સેરાની - સંગીત: રફીક઼ ગઝનવી
સુરૈયાનાં સૉલો ગીતો
વર્ષ ૧૯૪૩ માટે સુરૈયાનાં એક તુ હો એક મૈં હું ઔર નદીકા કિનારા હો
(કાનુન), આ મોરે સાંવરે સૈંયા મોરા
જિયા લહરાયે અને મોરી
ગલી, મોરે રાજા મોરી કસમ આજા રે (સંજોગ) Memorable Songs of 1943માં આવરી લેવાયાં છે.
'કાનુન'અને'સંજોગ' માટે નૌશાદે સુરૈયાનો સ્વર મહેતાબ માટે
પાર્શ્વ ગાયન તરીકે પ્રયોજેલ છે. આજે હવે કદાચ નવાઈ લાગે પણ ૧૯૪૩માં સુરૈયા માત્ર
૧૩ વર્ષનાં હતાં અને મહેતાબ માંડ ૧૭-૧૮ વર્ષનાં.
પનઘટ પે, પનઘટ પે મુરલિયા બાજે - ઈશારા - ગીતકાર: ડી એન મધોક - સંગીત: ખુર્શીદ અન્વર
કોઈ ચુટકી સી મેરે દિલ મેં લિયે જાયે - સંજોગ - ગીતકાર: ડી એન મધોક - સંગીત: નૌશાદ અલી
ખુર્શીદનાં સૉલો ગીતો
વર્ષ ૧૯૪૩ માટે ખુર્શીદનાં કોયલિયા
કાહે બોલે રી, મોરા નાજ઼ુક નાજ઼ુક જિયરા અને આંખોં કે
ખેલ ખેલમેં આંખેં કોઈ ચુરાકે લે ગયા (નર્સ) અને અબ રાજા
ભયે મોરે બાલમ વો દિન ભુલ ગયે, બરસો રે
બરસો કાલે બદરવા, ઘટા
ઘનઘોર મોર મચાયે શોર અને હો
દુખીયા જિયરા રોતે નૈના (આ ગીતનું સંગીત બુલો સી રાનીએ આપ્યું હતું એમ
હિંદી ફિલ્મ ગીત કોશ નોંધે છે. Memorable
Songs of 1943માં આવરી
લેવાયેલ છે. તદુપરાંત 'નર્સ'નું એક ગીત યુ ટ્યુબ પર મળેલ નથી.
કહાની બન ગયી મોરી તુમ સંગ આંખ મીલાની - નર્સ - ગીતકાર: ડી એન
મધોક - સંગીત: જ્ઞાન દત્ત
મેરે દિલ કી સુનો પુકાર, દિલ મોરા બોલ રહા હૈ - નર્સ - ગીતકાર: ડી એન મધોક - સંગીત: જ્ઞાન દત્ત