'૫૦/'૬૦નાં ગીતોની રચના શૈલીથી જ તેનો સંગીતનો શોખ કેળવાયો છે એવી મારા જેવી વ્યક્તિ માટે વિન્ટેજ એરાની શૈલીની રચના એક કે બે વાર જ સાંભળીને પુરેપુરી સમજવી કે ગમતી થઈ જાય તેમ થવું થોડું મુશ્કેલ છે.
૧૯૪૩નાં વર્ષનાં ગીતોમાં 'તાનસેન'નાં ગીતો સિવાય બીજાં બધાં જ ગીતો સાંભળવાનો મારો પહેલો જ
અવસર રહ્યો. એટલે ૧૯૪૬નાં વર્ષથી પાછળ જતાં દરેક વર્ષ માટે મને સૌથી વધારે ગમેલાં
ગીતોની રજુઆત માટે જે પદ્ધતિ
અપનાવી છે તે જ પદ્ધતિ અનુસાર જે ગાયકનાં એકથી વધારે ગીતો સાંભળવા મળ્યાં
છે તેમાંથી એક કે બે વાર જ સાંભળતાં વધારે ગમ્યું તેવું દરેક ગાયક દીઠ એક ગીત અહીં
રજુ કર્યું છે. જે કિસ્સામાં ગાયકનું એક જ ગીત મળ્યું તેમાં તો એ એક જ ગીતને જ
અહીં રજુ કર્યું છે.
'તાનસેન' ફિલ્મના કિસ્સામાં કે એલ સાયગલનાં બધાં
ગીતો અમુક ગીતો હજુ સુધી ઘણી જ વાર સાંભળવાની તક મળતી રહી છે, એટલે જે ગીતો બહુ જ ઓછાં સાંભળ્યાં છે
તેમાંથી વધારે પસંદ પડેલું એક ગીત અહીં મૂક્યું છે.
ગીતોની રજુઆત ફિલ્મનાં અંગ્રેજી
નામના બારાખડીના ક્રમમાં કરેલ છે.
યાકુબ - ઈન્હીં લોગોને છીના દુપટ્ટા મોરા - આબરૂ - ગીતકાર - પારંઅપારિક - સંગીત પંડિત ગોવિંદરામ
પાંડેજી (વસંત દેસાઈ) - ભાઈ ભજ લે શ્રી ભગવાન - આંખકી શરમ - પંડિત ઈન્દ્ર -
વસંત દેસાઈ
જી એમ દુર્રાની - પી કહાં …. ગાયે જા બાંવરે - છેડ છાડ - ગીતકાર: તન્વીર - મુસ્તાક઼ હુસ્સૈન
આસિત બરન - હમ ચલેં વતનકી ઓર -કાશીનાથ -
પંડિત ભુષણ - પંકજ મલ્લિક
કે સી ડે - ચાંદની રાત હૈ ચાંદની રાત - મનચલી - ગીતકાર ? - સંગીત: એચ પી દાસ
વિષ્ણુપંત પગનીસ – જગતમેં ખીલી પ્રેમ ફુલવારી – મહાત્મા વિદુર – ગીતકાર: નરોત્તમ વ્યાસ - સંગીત: હરિશ્ચંદ્ર બાલી
ખાન મસ્તાના
- ફસલ-એ-બહાર આ ગઈ,
હંસને લગી કલી કલી - મોહબ્બત કી જીત - ગીતકાર: એહસાન રિઝ્વી - સંગીત: વસંત કુમાર
અશોક કુમાર - ક્યા મોહબ્બત કા યહી અંજામ હૈ - નજમા - ગીતકાર: અંજુમ પીલીભીતી - સંગીત: રફીક઼ ગઝનવી બી એ
એસ એન ત્રિપાઠી
- પનઘટ પે ઘાયલોંકા પનઘટ હી હૈ ઠિકાના - પનઘટ - રમેશ ગુપ્ત અ- એસ એન ત્રિપાઠી
મન્ના ડે - અજબ હૈ વિધિકા લેખ કિસીસે પઢા ન જાયે - રામ રાજ્ય - ? - શંકર રાવ વ્યાસ
નૂર મોહમ્મદ
ચાર્લી - કિસ તરફ હૈ ધ્યાન હૈ તેરા - સંજોગ - ગીતકાર: ડી એન મધોક - સંગીત: નૌશાદ અલી
શ્યામ કુમાર - જાન બચી લાખોં પાયે - સંજોગ - ગીતકાર: ડી એન મધોક - સંગીત: નૌશાદ અલી
કે એલ સાયગલ - બીના પંખ કા પંછી હું મૈં - તાનસેન - ડીન મધોક / પંડિત ઈન્ન્દ્ર (?) - ખેમચંદ
પ્રકાશ
સુરેન્દ્ર - મુસાફિર હંસી ખુશી હો પાર - વિશ્વાસ - ગીતકાર: ડૉ. સફદર 'આહ'
- સંગીત: ફિરોઝ નિઝામી બી એ
ઈશ્વરલાલ - પિયા દેશ હૈ જાના - જ઼ુબાન - ગીતકાર:
મહરૂલ ક઼ાદરી – સંગીત: સી રામચંદ્ર
સોંગ્સ ઑફ યોર દ્વારા વિષદ વિશ્લેષણની મદદથી Best songs
of 1943: Wrap Up 1 માં વર્ષના શ્રેષ્ઠ ગાયકની પસંદગીની ચર્ચા કરે
છે અને 'તાનસેન' માટે કે એલ સાયગલને
વર્ષના શ્રેષ્ઠ ગાયક તરીકે વિભૂષિત કરે છે.