Showing posts with label Leela Chitnis. Show all posts
Showing posts with label Leela Chitnis. Show all posts

Thursday, September 2, 2021

ચર્ચાની એરણે : ૧૯૪૪ નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - શમશાદ બેગમ + સીતારા + લીલા ચીટણીસ

 શમશાદ બેગમનાં સૉલો ગીતો

હિંદી ફિલ્મ ગીત કોશમાં રાજકુમારીએ જણાવ્યું છે કે 'પન્ના'નાં ગીતો ફિલ્મમાં શમસાદ બેગમના સ્વરમાં હતં પણ પહીથી રેકોર્ડ રાજકુમારીનાં સ્વરમાં થયાં હતાં. એ ફિલ્મ હાલ પુરતી ગણતરીમાં ન લઈએ તો વર્ષ ૧૯૪૪ માટે શમશાદ બેગમના સ્વરની હાજરી બે ફિલ્મોમાં જ જોવા મળે છે.

Memorable Songs of 1944માં તે પૈકી બે સૉલો ગીતો - મૈં જોગન બન જાઉંગી...મીરે દેવતા લો મેરી આરતી (ચલ ચલ રે નવજવાન) અને જાઓ સજન મેરે હરજાઈં, બાલ્મ મોરે સાજન મોરે, છેડો ના (દાસી - સંગીત પંડિત અમરનાથ)- આવરી લેવાયેલ છે.

તે સિવાયનાં બીજાં કેટલાંક ગીતો અહીં સાંભળીએ

લાયે….બાલમવા મેરે લિયે ફૂલોંકા હાર - ચલ ચલ રે નૌજવાન - ગીતકાર: પ્રદીપજી - સંગીતકાર: ગુલામ હૈદર

હો ગોરી પ્યાર ભરા દિલ, પ્રીત કે નૈના, કોઈ છુપાયે….અપને બાલમે અપને સાજનસે મિલ કે આયી હો - ચલ ચલ રે નૌજવાન - ગીતકાર: પ્રદીપજી - સંગીતકાર: ગુલામ હૈદર

સો જા મેરી લાડલી સો જા - ચલ ચલ રે નૌજવાન - ગીતકાર: પ્રદીપજી - સંગીતકાર: ગુલામ હૈદર


સીતારાનાં સૉલો ગીતો

Memorable Songs of 1944 માં સીતારાનું એક ગીત - મેરે દિલરૂબા આ જા મેરે દિલરૂબા (ચાંદ) - આવરી લેવાયેલ છે. આ ગીત એક નૃત્ય ગીત છે  એટલે ગાયિકા પ્રખ્યાત નર્તક સીતારા દેવી છે એમ માની શકાય.

ચુપકે ચુપકે મેરે દિલમેં આયે હૈ મુરારી - ચાંદ - ગીતકાર: ક઼મર જલાલાબાદી - સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ 

હિંદી ફિલ્મ ગીત કોષમાં  'મનકા મીત'નાં પાંચ ગીત સીતારાના નામે છે. પરંતુ એ સીતારા નર્તક ગાયિકા સીતારા દેવી છે કે પાર્શ્વગાયિકા સિતારા કાનપુરી છે તે સ્પષ્ટ નથી થતું. આ પાંચ પૈકી બે ગીતો - નગરી મેરી કબ તક યું હી બરબાદ રહેગી અને પરદેસી ક્યું યાદ આતા હૈ -Memorable Songs of 1944માં પણ આવરી લેવાયેલ છે. પરંતુ સીતારા દેવી કે સીતારા કાનપુરીએ સ્પષ્ટતા નથી થતી. અન્ય કેટલા સંદર્ભમાં આ બધાં ગીતો સીતારા કાનપુરીએ ગાયાં છે તેવું દર્શાવાયું છે. આટલી અસ્પષ્ટતાની સ્પષ્ટતા સાથે બાકીનાં બધાં ગીતો અહીં રજુ કરેલ છે.  

મન કાહે ઘબરાયે - મનકા મીત - ગીતકાર: જોશ મલીહાબાદી - સંગીતકાર: એસ કે પાલ

અય ચાંદ ન ઈતરાના, આતે હૈ મેરે સાજન - મનકા મીત - ગીતકાર:  ભરત વ્યાસ - સંગીતકાર: એસ કે પાલ



અય ચાંદ ઉમ્મીદોંકો મેરી શમા દીખા દે - મનકા મીત - ગીતકાર: જોશ મલીહાબાદી - સંગીતકાર: એસ કે પાલ

હિંદી ફિલ્મ ગીતકોશમાં 'નગરી મેરી કબ તક બરબાદ રહેગી'ને અલગ જોડીયાં ગીત તરીકે દર્શાવાયેલ છે. અહીં ક્લિપમાં આ બન્ને વર્ઝન સામેલ છે.


લીલા ચીટણીસનાં સૉલો ગીતો

અમારી પેઢીએ તો લીલા ચીટણીસને (દુઃખમાં ગરકાવ જ રહેતાં) મા તરીકે જ પરદા પર જોયાં છે. અહીં તેમને તેમની ભર યુવાનીના દીવસોમાં હીરોઈન-ગાયિકા તરીકેની બેવડી ભૂમિકામાં જોવા સાંભળવાનો લ્હાવો મળે છે.

હમેં યાદ આ રહી હૈ ઉનકી, બહ રહી હવા ફાગુનકી - ચાર આંખેં - ગીતકાર:  નરેન્દ્ર શર્મા - સંગીતકાર: અનિલ બિશ્વાસ

દો ઐસે વરદાન પ્રભુ, મેરે સપને સચ હો જાયે - ચાર આંખેં - ગીતકાર:  નરેન્દ્ર શર્મા - સંગીતકાર: અનિલ બિશ્વાસ

મૈં રોઉં તું રુલાયે જા,જો ચાહે જ઼ુલ્મ ઢાયે જા - ચાર આંખેં - ગીતકાર:  નરેન્દ્ર શર્મા - સંગીતકાર: અનિલ બિશ્વાસ

હમ ક્યોં બતાયે હમેં કિસકા ઈંતઝાર હૈ - ચાર આંખેં - ગીતકાર:  નરેન્દ્ર શર્મા - સંગીતકાર: અનિલ બિશ્વાસ