Showing posts with label Risk-based auditing. Show all posts
Showing posts with label Risk-based auditing. Show all posts

Sunday, September 23, 2018

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - સપ્ટેમ્બર, ૨૦૧૮


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં સપ્ટેમ્બર, ૨૦૧૮ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
ISO 19011: 2018નો એક સૌથી મહત્ત્વનો કહી શકાય તેવો ફેરફાર છે ઑડીટમાં જોખમ આધારિત અભિગમ. જેના વિષે અપ્ણે આજના આ સપ્ટેમ્બર, ૨૦૧૮ના અંકમાં વાત કરીશું.
What is risk-based auditing? – Meaning, process and importance of risk-based auditing માં પ્રતુત વિષયની રજૂઆત સાવ સરળ ભાષામાં કરવામાં આવી છે.
Risk-based Auditing - પરિવર્તનો અને જોખમો બાબતે સચેત રહેવું એ આજનાં કોર્પોરેટ અભિગમની તેમજ આંતરિક ઑડીટની એક આદર્શ લાક્ષણિકતા છે. InternalAuditor.org પરના છેલ્લા વિડીયો બ્લૉગમાં IIA પ્રેસીડેન્ટ અને મુખ્ય સંચાલક રિચાર્ડ ચેમ્બર્સ જોખમ આધારિત ઑડીતની ચર્ચા દરમ્યાન જોખમ આધારિત ઑડીટના ત્રણ ઘટકો અને જોખમ પર દેખરેખ રાખવા માટેનીત્રણ વ્યૂહરચનાઓની ચર્ચા કરે છે.

Managing Risks in Management Systems Auditing Frameworks – Jacob McLean

ISO 19011: 2018માં પણ હવે હવે બહુ સ્પ્ષ્ટપણે Risk-based auditing પર ભાર મુકવામાં આવ્યો છે, એટલે કે સંચાલન વ્યવસ્થા માટે મહત્ત્વની બાબતો પર વધારે ધ્યાન અપાવું જોઈએ એ વિષે ખાસ આવસ્ય્કતાઓ નક્કી કરવામાં આવી છે.
-          હવે પછીથી ઑડીટનો સમય, ઑડી કરવું અને ઓડીટનો અહેવાલ તૈયાર કરવો અને રજૂ કરવો એ બાબતો વિષે ઑડીટ આધારિત અભિગમની દૃષ્ટિએ વિચારવાનું  મહત્ત્વનું નિર્ણાયક પરિબળ બની રહેશે.
આને કારણે ઑડીટર્સે સંસ્થાનાંઅલગ અલગ સ્તરનાં સંચાલકો તેમનાં કામનાં નિયમન માટે શું  શું કરે છે તે વિષે સમજ્યા વિના ઑડીટ કરવા માટે કુદી પડવાની ઉતાવળ કરવાનું અચૂકપણે ટાળશે.

-          કલમ ૫.૩ સાથેની અહીં નીચે બતાવેલ આકૃતિમાં ઑડીટ કાર્યક્રમનાં જોખમો અને તકો નક્કી કરવાં અને તેમનું મૂલ્યાંકન કરવું એ ઑડીટ કાર્યક્રમ પ્રક્રિયાનું મહત્ત્વનું ઘટક બની રહે છે.
-          ઑડીટ માટેનું આયોજન (કલમ ૬.૩) પણ સ્વીકૃતિ માપદંડનું સ્તર ઉંચું લઈ જાય છે.
-          ઓડીટરની ઉચ્ચ કક્ષાની વ્યાવસાયિક નિર્ણય શક્તિને કામે લગાડવાની વાત અહીં કરવામાં આવી છે. ઑડીટરની વ્યાવસાયિક વિવેક બુધ્ધિ હવે ઑડીટરની એક બહુ મહત્ત્વની આવશ્યક ખાસીયત બની રહેશે.
-          સંચાલન વયવસ્થાના ઑડીટરમાં હવે શું શું લાયકાતો / ક્ષમતાઓ વધારે મહત્ત્વની ગણાવી જોઈએ એ બાબતે પણ ઘણા સુધારાઓ કરવામાં આવ્યા છે. ઓડીટનાં પરિણામો ગ્રાહકને વધારે ને વધારે ઉપયોગી નીવડે તેવાં ઑડીટ કરતા રહેવા માટે ઑડીટરે પોતાનાં કૌશલ્ય, જ્ઞાન અને અભિગમમાં સતત સુધારા કરતાં રહેવું અતિઆવશ્યક બની ગયું છે.
 Incorporating Risk-Based Thinking into Internal Quality Audits for ISO 9001 - આ વેબિનારમાં જાણીતા નિષ્ણાત, ડ્યુક ઑક્સ, જોખમ આધારિત વિચારસરણીનો ઉપયોગ ગુણવત્તા સંચાલન તંત્ર વ્યવસ્થામાં શી રીતે કરી શકાય તે સમજાવશે. QMS પ્રક્રિયાઓમાં જોખમનું મૂલ્યાંકન કરવાની સરળ રીતો પણ અહી સમજાવી છે. તદુપરાંત ઓડીટની આવશ્યકતાત્રુટીઓને પણ જોખમ આધારિત વિચારસરણીના દૃષ્ટિકોણથી કેમ સમજાવવી તે પણ સમજાવાયું છે.

હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીશું.
Management Matters Network પરની કોલમ Essential Management for Doers, Doubters and Darers માંનો Jim Champy નોલેખ Keeping it Simple આપણે આજના બ્લૉગોત્સ્વના અંક માટે પસંદ કરેલ છે. …. મૅનેજમૅન્ટના સિધ્ધાંતોને બહુ જ સરળ સ્વરૂપે રજૂ કરી શકવા એ પીટર ડકરની આગવી ખૂબી હતી.જેમ કે તેઓ 'વ્યૂહરચના'ને આ રીતે સમજાવતા  - ૧. આજે તમે ક્યાં છો એ સમજો; ૨. હવે તમારે ક્યાં જવું છે?, અને ૩. ત્યાં પહોંચવા માટે તમારે શું શું કરવું પડે? સરળતાની અગત્ય સમજાવતા અને તેને સરળ રીતે સમજાવવા માટેના કેટલાક સિધ્ધાંતો આ મુજબ ગણી શકાય :
          I.        આપણે શું કહેવા માગીએ છે સ્પષ્ટ હોવું જોઈએ;
         II.        કારણ વગરના અઘર શબો કે પારિભાષિક સંજ્ઞાઓનો ઉપયોગ શકય બને ત્યાં સુધી ટાળો;
        III.        તમારા મૌલિક વિચારો કેળવો;
          IV.            તમારા વિચારોને વાસ્તવિક સ્તરના રાખો.
આપણા આજના અંકના ASQ TV પરનાં વૃતાંત:

  • Blockchain and Quality -  ગુણવત્તા ૪.૦ કે ઇન્ડસ્ટ્રી ૪.૦ ની વાતમાં બ્લૉકચેઇન શબ્દ વારંવાર વપરાતો જોવા મળે છે.અત્યારે એનો સૌથી વધારે જાણીતો વપરાશ  કદાચ બીટ્કોઈન તરીકે કહી શકાય. બ્લોકચેઈન શું છે તેનો ગુણવત્તા ક્ષેત્રમાં શું ઉપયોગ છે તે અહીં સમજાવાયું છે.


  • Digital Transformation - ઈન્ડસ્ટ્રી ૪.૦ કે ગુણવત્તા ૪.૦ જેવા શબ્દો આજે મોટ અભાગની સંસ્થાઓ માટે 'અમને હજૂ લાગુ નથી પડતા'ની કક્ષાના ગણાય છે એમ કહી શકાય. જો એ દિશામાં શરૂઆત કરવી હોય તો ક્યાંથી કરવી? એક એવું ક્ષેત્ર છે ડિજિટલ રૂપાંતરણ….


Jim L. Smithનાં ઓગસ્ટ, ૨૦૧૮ની Jim’s Gems પૉસ્ટ:

  • Commit to Success - સફળતા મેળવવા માટે શિસ્ત, મહેનત, ખંત, લગન, ઈચ્છાશક્તિ, હિંમત અને શ્રધ્ધા જરૂરી છે. સારા ખેલાડીઓ અને સફળ ખેલાડીઓની વચ્ચેની ભેદ રેખા અંકત કરે છે
    તેમની સફળતા માટેની પ્રતિબધ્ધતા. સફળ થવા માટે જે કરવું પડે તે કરી છૂટવા એ લોકો તૈયાર હોય છે
    , બશર્તે તેનાથી બીજાંને નુકસાન ન થતું હોય. એ લોકોના દરેક નિર્ણય અને દરેક પગલાંમાં આ પ્રતિબધ્ધતા પ્રતિબિંબિત થતી જોવા મળે છે.
  • Creativity - મગજ બીજા બધા સ્નાયુઓની જેમ જેટલું વધારે વપરાય એટલું વધારે સશક્ત બનતું રહે છે. સર્જકતા એટલે કોઈ પણ વસ્તુ જૂદી જૂદી રીતે કરી શકવાની ક્ષમતા. એ માટે જેટલી જરૂર છે સફળ થતં રહેવાની તેનાથી વધારે જરુર છે નિષ્ફળ થતાં રહેવાની અને એ બન્ને સંજોગોમાં નવા નવ માર્ગ વિચારીને અમલ કરતા રહેવાની.

રોજબરોજનાં અંગત તેમ જ વ્યવાસાયિક જીવનને લગતા ગુણવત્તાને લગતા લેખો દ્વારા બ્લૉગપોસ્ટસના આપણા બ્લૉગોત્સવને વધારે ને વધારે રસપ્રદ અને ઉપયોગી બનાવવા માટે આપનાં સૂચનો, ટિપ્પણીઓ, ટીકાઓ કે નવા વિચારો જરૂરથી મોકલશો.
આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.