ગુણવત્તા
સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં જાન્યુઆરી, ૨૦૧૬સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
૨૦૧૫નાં
વર્ષના અંતિમ સંસ્કરણમાં આપણે સપ્ટેમ્બર
૨૦૧૫માં પ્રકાશિત થયેલ ISO 9001:2008 ની સંવર્ધિત આવૃતિ, ISO 9001:2015 માં
કરાયેલા મુખ્ય ફેરફારો નો પરિચય
કર્યો હતો.
આ
મહિનાથી ISO 9001:2015માં
કરાયેલા ફેરફારોની એક એક કરીને ચર્ચા કરવાની સાથે આપણે અન્ય બ્લૉગસની પણ મુલાકાત
કરતાં રહીશું.
આ મહિને
આપણે 'ISO 9001:2015માં પ્રક્રિયા
અભિગમ' વિષે વાત
કરીશું.
ISO 9001નું આ
સંવર્ધિત સંસ્કરણ હવે 'ગ્રાહકની
જરૂરિયાતો પૂરી કરીને તેમના સંતોષની માત્રા વધારવા માટે ગુણવત્તા સંચાલન તંત્રના
વિકાસ, અમલ અને અસરકારકતામાં સુધારા કરવા માટે
પ્રક્રિયા અભિગમના ઉપયોગને પ્રોત્સાહિત કરે છે.{સંદર્ભ
માટે :Introduction -
Clause 0.3.1} સંસ્થાની ગુણવત્તા નીતિ અને વ્યૂહાત્મક દિશાના
માર્ગમાં અપેક્ષિત પરિણામો સિદ્ધ કરવા માટે પ્રક્રિયાનાં સુવ્યવસ્થિત
વ્યાખ્યાયીકરણ તેમજ પ્રક્રિયાનાં
વ્યવસ્થાપન અને તેમની પારસ્પરિક અસરોનાં વ્યવસ્થાપનને પ્રક્રિયા અભિગમમાં આવરી
લેવાયેલ છે. પ્રક્રિયાઓનું તેમ જ સમગ્રપણે સંસ્થાનું વ્યવસ્થાપન PDCA ચક્ર (0.3.2) દ્વારા
શકય બની રહે છે. સાથે સાથે સંભવિત તકોનો લાભ લેવાની સાથે અવાંછિત પરિણોમોને ટાળવા
માટે કરીને એકંદરે જોખમ આધારિત વિચારસરણી (0.3.3) પર ધ્યાન આપવા પર પણ સ્ટાન્ડર્ડ ભાર મૂકે છે.
કોઈ એક પ્રક્રિયાનાં ઘટકોનું સચિત્ર નિરૂપણ |
ISO TC/176/SC2 (જાહેર માહિતી)નાં ગૃહ પૃષ્ઠ પરThe
PROCESS APPROACH in ISO 9001: 2015 (ISO/TC 176/SC 2/N1289) અને The
PROCESS APPROACH in ISO 9001:2015 એક
પ્રેઝન્ટેશન પણ મૂકવામાં આવેલ છે. આ
બંનેની સરળ સમજૂતી માટે મૂળ અંગ્રેજી લેખ તેમ જ પ્રેઝન્ટેશનને 'ISO
9001:2015માં પ્રક્રિયા અભિગમ' એ શીર્ષક
હેઠળ અનુક્રમે લેખ
અને પ્રેઝન્ટેશન
સ્વરૂપે તરીકે ગુજરાતીમાં અનુવાદિત કરેલ છે.
ISO’s Process Approach માં પણ બહુ સરળતાથી Process Approach, Process Definition, Process Examples,
Inputs and Outputs - નિપજ એ
માત્ર સેવાઓ કે સોફ્ટવેર કે પ્રક્રિયાકૃત માલસામાન જ હોય તેમ જરૂરી નથી. તે
નિર્ણયો, દિશાનિર્દેશો, સુચનાઓ, આયોજનો, અપેક્ષાઓ, નિયમનો, જરૂરિયાતો, ભલામણો, ફરીયાદો, ટિપ્પણીઓ, માપણીઓ
કે અહેવાલો જેવાં કોઈ પણ સ્વરૂપે પણ હોઈ શકે છે- Process interactions, Process-based QMS જેવા
વિષયો બાબતે વિષે સમજ પાડવામાં આવી છે.
ISO 9001 મુજબ
તૈયાર કરવાને બદલે ગુણવત્તા સંચાલન તંત્ર સંસ્થાની પોતાની આગવી કામગીરીઓને અનુસાર
ઘડાવું જોઈએ. પ્રક્રિયા અભિગમ તો સંસ્થાની ખરી, ચાવીરૂપ કામગીરીઓની પ્રક્રિયાઓને the plan-do-check-act (PDCA)ચક્રના "આયોજન/plan” તબક્કા મુજબ
વિકસાવવી જોઇએ તેમ કહે છે. અહીં ગુણવત્તા સંચાલન તંત્રના સરકારક અમલ માટે
જરૂરી બધી જ પ્રક્રિયાને આવરી લેવાની વાત છે.
તે
ઉપરાંત, ‘Introduction, sub-clause 0.3 -Process approach’માં સ્ટાન્ડર્ડ ડબલ્યુ એડવર્ડ ડેમિંગનાં નામ
સાથે સમજાવે છે કે પ્રક્રિયા અભિગમ તેમ જ સ્ટાન્ડર્ડનું માળખું અને સ્ટાન્ડર્ડની
દરેક કલમનું આલેખન ખુદ પણ PDCA ચક્ર પર
જ આધારિત છે.
તેમ જ ISO 9001:2008ની પેટા કલમ 4.1—General Requirementમાં જણાવાયેલી જરૂરિયાતો પણ પ્રક્રિયા અભિગમ
અમલ કરાયો છે કે કેમ તે જોઈ જવાનું કહે છે. તે જ રીતે ૨૦૧૫નાં સંવર્ધિત સંસ્કરણની
કલમ ૪.૪માં, સંસ્થાના સંદર્ભના પરિપ્રેક્ષ્યમાં, સંસ્થાની ગુણવત્તા સંચાલન તંત્ર સંબંધી
પ્રક્રિયાઓ અને તેમની પારસ્પરિક અસરોનું વ્યવસ્થાપન કરવાનું જણાવાયેલ છે.
Process Approach
ગુણવત્તા
સંચાલન તંત્ર ગ્રાહક અભિમુખ પ્રક્રિયાઓ \Customer Oriented Processes (COPs),આધાર પૂરો પાડતી બાબતોને લગતી પ્રક્રિયાઓ \ Support Oriented Processes (SOPs), સંચાલનને લગતી પ્રક્રિયાઓ \Management Oriented Processes (MOPs), ગુણવત્તા સંચાલનને લગતી પ્રક્રિયાઓ \Quality Managed Processes (QOPs), બહાર સોંપી દેવાયેલી પ્રક્રિયાઓ \ Outsourced Processes (OPs)જેવી એકબીજા સાથે સાંકળતી, જોડતી
અને પરસ્પર અસર કરતી મૂલ્યવૃદ્ધિ કરતી પ્રક્રિયાનું જીવંત અને ગતિશીલ નેટવર્ક છે, જે સામુહિક સ્તરે ગ્રાહકની જરૂરિયાત અનુસાર
પેદાશો અને સેવાઓ પૂરી પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ પ્રક્રિયાઓ એકબીજા પર
આધાર રાખે છે જેનું નિરૂપણ સંકુલ પારસ્પરિક અસરો વડે કરી શકાય છે. ગુણવત્તા સંચાલન
તંત્રનાં 'પ્રક્રિયા અભિગમ' અનુસાર
આયોજન અને અમલ માટે :
•
ગુણવત્તા
સંચલન તંત્ર સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ નક્કી કરો
•
તેમનો
ઘટનાક્રમ અને પારસ્પરિક અસરો નક્કી કરો. આ માટે ઉચ્ચસ્તરીય ફ્લૉચાર્ટ કે પ્રક્રિયા
નકશા જેવા બહુ બધા વિકલ્પો વિચારી શકાય.
•
ગુણવત્તા
સંચાલન તંત્રની પ્રક્રિયાઓ સંસ્થામાં ક્યાં અમલમાં હોવી જોઈએ તે પણ નક્કી કરો. MOP’s; SOP’s અને QMP’s કઈ કઈ COPની સાથે તેમજ એકબીજા સાથે નિવિષ્ટિ \ Inputs, નિપજ \ Output કે મૂળ કામગીરીમાં ક્યાં ક્યાં અને કઈ કઈ રીતે
સંકળાય છે તે પણ નક્કી કરો.આ રજૂઆત માટે પણ જૂદી જૂદી સચિત્ર પદ્ધતિઓ પ્રયોગ કરાતી
હોય છે જેમાં પ્રક્રિયા નકશાઓ \ Process Maps સૌથી વધારે પ્રચલિત પદ્ધતિ છે.
•
ગુણવત્તા
સંચાલન તંત્રની દરેક પ્રક્રિયા માટે જરૂરી એવા માપદંડો, કાર્યપદ્ધતિઓ, માહિતી, નિયંત્રણો
અને સંસાધનો નક્કી કરી અને તેને લગતું આયોજન કરો.
•
આંતરિક
અને બાહ્ય ગ્રાહકોની જરૂરિયાત સંબંધિત નિપજો નક્કી કરો.
•
નિપજ
પેદા કરતી પ્રક્રિયા પ્રવૃત્તિનું વર્ણન કરો.
•
પ્રક્રિયા
પ્રવ્રુત્તિઓ માટે જરૂરી સંસાધનો નક્કી કરો
•
પ્રકિયા
માટે માહિતી, સામગ્રીઓ, પુરવઠાઓ જેવા જરૂરી નિવિષ્ટિઓ નક્કી કરો.
•
પ્રક્રિયાની
નિપજ પેદા કરતી કાર્યપદ્ધતિઓ, કાર્યરીતિઓ
તેમ જ પરિણામોની નોંધણી કરવામાટે ઉચિત ફોર્મ્સ સ્પષ્ટરૂપે નક્કી કરો.
•
પ્રક્રિયાઓની
પ્રવૃત્તિઓમાંની ત્રુટિઓ, ભૂલચૂકો
કે આવશ્યકતાપૂર્તતા-ત્રુટિ \ Nonconformityનાં નિવારણ માટે જરૂરી નિયંત્રણો પરિભાષિત કરો.
નિયંત્રણો જૂદા જૂદા પ્રકારનાં
સ્ટાન્ડર્ડ્સ, ગ્રાહકોની અને નિયમન સંબંધિત કે
વૈધાનિક જરૂરિયાતો તેમજ સંસ્થાની પોતાની જરૂરિયાતોનાં રૂપમાં હોઈ શકે છે.
•
પ્રક્રિયાની
કામગીરીઓ કરવા માટે જરૂરી આંતરિક પ્રક્રિયાઓ અને બાહ્ય ગ્રાહકો જેવાં આગત સંસાધનો
પૂરાં પાડતાં કે અલગ અલગ પ્રક્રિયાઓની નિપજને વાપરતાં સંસાધનો કે સ્ત્રોતની સાથેની
પારસ્પરિક ક્રિયાઓપ્રતિક્રિયાઓ નક્કી કરો
•
યોજના કર્યા
મુજબ ગુણવત્તા સંચાલન તંત્રવ્યવસ્થાને અમલમાં મૂકો.
•
ગુણવત્તા
સંચાલન તંત્રની દરેક પ્રક્રિયા અને તેમની પારસ્પરિક ક્રિયાપ્રતિક્રિયાઓપર દેખરેખ
રાખો, માપણીઓ કરો અને તેમાં સુધારણાઓ કરો. કામગીરીની
અસરકારકતાનાં સૂચકો વિવિધ સ્ટાન્ડર્ડ્સ તેમ જ ગ્રાહકોની અને નિયમન સંબંધિત કે
વૈધાનિક જરૂરિયાતો તેમજ સંસ્થાની પોતાની જરૂરિયાતોનાં રૂપમાં મળી શકે છે. આ સૂચકો કાર્યપદ્ધતિની કામગીરીને લગતી
પ્રવૃત્તિઓ તેમ જ નિપજોને લગતાં હોઈ શકે છે.
•
પ્રક્રિયાની
નિપજોને લગતાં સૂચકો ગ્રાહકની, નિયમન
તેમ જ વૈધાનિક સંબંધિત જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રીત કરે તે મહત્ત્વનું છે. તે જ
રીતે પ્રક્રિયાને કામગીરીને લગતાં સૂચકો પ્રક્રિયાની કાર્યક્ષમતા અને અસરકારકતા
માપવા પર ધ્યાન કેન્દ્રિત કરતાં હોય તે મહત્ત્વનું છે.
PROCESS
MANAGEMENT REQUIREMENTS IN ISO 9001 (2015) – Lennart Brandt - 'પ્રક્રિયા'ની વ્યાખ્યાને
અમલમાં લાવવાથી, ISO/CD 9001એ જે જરૂરિયાતો જણાવી છે તેનાથી ૨૭૫ કેટલી પ્રક્રિયાઓને અસર પડી શકે
છે.
ISO 9001:2015 - The
Process Approach Approacheth - સ્ટાન્ડર્ડનાં નવાં સંસ્કરણની 'પ્રક્રિયા
અભિગમ' વિષેની જરૂરિયાતો, હાલનાં
સંસ્કરણથી એ કેટલી જૂદી પડે છે તેમ જ કંપનીઓ અને ઑડીટર્સને તેનાં અર્થઘટનમાં જે
મુશ્કેલીઓ પડી શકે તેની પર ધ્યાન કેન્દ્રીત કરે છે.
ISO
9001 series, Part 3: The Process Approach in ISO 9001:2015 - Ben Saxton, Business Development Manager and Alastair Atcheson, Digital Marketing
Executive @ Qualsys - કાર્યરીતિનાં અનુપાલન કરતાં ઑડીટર્સે
પ્રક્રિયાઓની અસરકારકતા કેટલી રહી છે તેના પર વધારે ધ્યાન આપવું જોઈએ. પ્રક્રિયા અભિગમના મૂળમાં જે PDCA ચક્ર છે
તેનું પણ મૂળ હાર્દ તો એ જ છે. ગુણવત્તા સંચાલન તંત્રનાં વ્યવસ્થાપનમાં, માત્ર
ઑડીટની દૃષ્ટિએ જ નહીં પણ વ્યાવસાયિક વ્યૂહરચનાની દૃષ્ટિએ પ્રક્રિયા અભિગમ એક બહુ જ ઉપયોગી રીત છે.
ઑડીટર્સ અને સંસ્થાઓએ ભૂલવું ન જોઈએ કે તે કામની વાત હોવાથી જ પ્રક્રિયા અભિગમ પર
ભાર મુકાયો છે.
The
Joy of Process - સુસાન્નહ
ક્લાર્કૅનું કહેવું છે કે પ્રક્રિયા અભિગમ પણ નવોત્થાન અને સર્જનાત્મકતા પ્રેરી
શકે છે. આ વાતનાં ઉદાહરણ તરીકે તેમણે Morecambe & Wise Make Breakfast વિડીયો ક્લિપ ટાંકી છે.
હવે આપણે
આપણા નિયમિત વિભાગો તરફ વળીએઃ
૧૯૯૬થી લઈને આજ સુધી, Future
of Quality વિષય પર ASQ સાત
અહેવાલ પ્રકાશિત કરી ચૂકેલ છે. ૨૦૧૫ની છેલ્લી આવૃત્તિમાં ગ્રાહકો, વ્યાપાર
જગત અને સમાજને સ્પર્શતા ૧૧ એવા વિષયો
પરના લેખો રજૂ કરાયા છે, જે
ગુણવત્તાનાં ભવિષ્ય પર બહુ મોટે પાયે અસર કરી શકે છે. આ વિચારપ્રેરક, અંગત અને
વિગતવાર લેખો વિશ્વના ખ્યાતનામ વિશેષજ્ઞોએ લખેલ છે. "2015 ASQ Future of
Quality Report: Quality Throughout \ ૨૦૧૫ ASQ ગુણવત્તાનું
ભાવિ અહેવાલ : સર્વત્ર ગુણવત્તા" પડકાર
પણ છે અને પ્રકાશ પણ નાખવાની સાથે પગલાં લેવા માટે ઉત્તેજિત પણ કરે છે. ASQ CEO, Bill Troy ASQ’s Influential Voice આ મહિને Top 11
Insights From ASQ’s Future of Quality Studyમાં ગુણવત્તાનાં ભાવિનાં આ સંશોધનાત્મક ૧૧
લેખોની હાર્દ સમી મુખ્ય બાબતોને પ્રસ્તુત કરે છે.
Strategic
Thinking – Business Skills - ASQ® TVનાં આ વૃતાંતમાં વ્યૂહાત્મક વિચારસરણીની તપાસ
રજૂ કરાઈ છે. સિદ્ધાંત અને વ્યવહારમાં વ્યૂહાત્મક વિચારસરણી કેમ અલગ પડે છે તે
શીખવાની નિર્ણય પ્રક્રિયાને સરખામણીઓની શ્રેણીમાં ફેરવી નાખતી વિશ્લેષ્ણાત્મક
અધિક્રમ પ્રક્રિયા \ analytic
hierarchy process નો પરિચય
કરો. સાથે સાથે આ પણ જોશો:
Strategy and
Leadership: આ વૃતાંતની મદદથી આખી સંસ્થાનાં કર્મચારીઓમાં
એકબીજામાં હળી મળીને કામ કરવાની અને સામર્થ્યની ભાવના વિકસાવવા માટે ચાર પગલાંવાળી
રીત શીખી શકાય છે.સાથે સફળતા હાંસલ કરવા માટે વ્યૂહરચનાની જાણ કરવા માટે જરૂરી
સંસ્થાનાં માળખાંની રચના કેમ કરવી તે પણ શીખવા મળશે. વાંચો : Peter
Merrill's QP article on self-managed teams.
Making Strategy
Visual - સંસ્થાના
ઉદ્દેશ્યો, કામગીરીની માપણીનાં કોષ્ટકો અને પરિયોજનાઓ સાથે
કર્મચારીઓ સંસ્થાની વ્યૂહરચના સાંકળી શકે તે મહત્ત્વનું છે. આ વૃતાંતમાં
ઑન્ટારીઓનાં North Bay
Regional Health Centerમાં આ
મહત્ત્વના ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે ગ્રાહકો અને કર્મચારીઓ વ્યૂહરચના જોઈ શકે
તેમ શી રીતે કર્યું તે સાંભળીએ.
Dealing
with Challenges: આપણી
મુશ્કેલીઓને અતિક્રમવાની ટેવ આપણાં ચારિત્ર્ય અને ઉલ્લસિત વૃત્તિ \ Resilience ને ખીલવતી રહે છે.
· Stated Versus
Revealed Preference (2013)
· How to Get a New
Management Strategy, Tool or Concept Adopted (2010) One factor at a
time (OFAT) Versus Factorial Designs (2011)
આપણા આ
બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ અને રસપ્રદ બનાવવામાટે આપનું યોગદાન પણ આવકાર્ય
છે....