ફુર્સત એ ઇશ્વરીય ભેટ છે. આ પળોને કુટુંબસાથે માણો કે સારી સોબતમાં ગાળો કે આ પળોમાં મનને પ્રફુલ્લિત કરે તેવું વાંચો કે દિલ ઝુમી ઉઠે તેવું સંગીત સાંભળો કે તમે હંમેશ જે કરવા ધારતા હતા પણ કરી નહોતા શકતા તે બધું જ કરો.
દર વર્ષની જેમ, આ વર્ષે પણ આપણે ૧૯૪૫ નાં ગીતોને ચર્ચાની એરણે લેવાની શરૂઆત પુરુષ સૉલો ગીતોથી કરીશું.
૧૯૪૫નાં પુરુષ સૉલો ગીતોને આપણે ત્રણ વર્ગમાં વહેંચી કાઢ્યાં છે –
સુવર્ણ કાળ સાથે વધારે સંકળાયેલ પુરુષ
ગાયકોનાં સૉલો ગીતો,
જેમાં મોહમ્મદ રફી, મુકેશ, મન્ના ડે જેવા, જેને આપણે સામાન્યપણે હિંદી ફિલ્મ
સંગીતના '૫૦ અને '૬૦ના દાયકાના સુવર્ણ કાળ સાથે વધારે યાદ કરીએ છીએ તેવા ગાયકોને આવરી
લઈશું.
વિન્ટેજ એરા સાથે વધારે સંકળાયેલા
પુરુષ ગાયકોનાં સૉલો ગીતો, જેમાં જી એમ દુર્રાની, સુરેન્દ્ર જેવા ગાયકોને આવરી લીધા છે.
કે એક સાયગલનાં સૉલો ગીતો - કે એલ
સાયગલ તો વિન્ટેજ એરાના ગાયકો માટે માપદંડ અને સુવર્ણ કાળના ગાયકો માટે આદર્શ
રહ્યા છે, એટલે તેમનાં સૉલો ગીતો માટે તો અલગ કક્ષા જ બને.
મેં આપહેલાંનાં વર્ષોમાં જે ક્રમ રાખ્યો છે તે જ રાખ્યો છે.
સુવર્ણ કાળ સાથે વધારે સંકળાયેલ પુરુષ ગાયકોનાં
સૉલો ગીતો
મોહમ્મદ રફી
મોહમ્મદ રફીએ ફિલ્મ જગતમાં પહેલ
વહેલો પગ મુક્યો વર્ષ ૧૯૪૪માં એક સમુહ ગીતથી. તે પછી તરત જ એમના ભાગે પુરુષ પુરુષ
યુગલ ગીત આવ્યું,
જે ફિલ્મ રજૂ થઈ
૧૯૪૫માં. આમ, સૉલો ગીતની દૃષ્ટિએ, ૧૯૪૫નું વર્ષ મોહમ્મદ રફી માટે સાવ જ
નવીસવી શરૂઆતનું વર્ષ છે.
મુકેશનું
સર્વ પ્રથમ હિંદી ફિલ્મ સૉલો ગીત દિલ હી બુઝા હુઆ હો તો (નિર્દોષ, ૧૯૪૧; સંગીતકાર
અશોક ઘોષ- ગીતકાર એમ નીલકંઠ) હતું જે તેમણે જ પર્દા પર ગાયું હતું. આમ તેમનું
પહેલું પાર્શ્વ ગીત ૧૯૪૫નાં વર્ષમાં આવ્યું .
૧૯૪૯માં મુંબઈ આવ્યા પહેલાં પણ તલત મહમૂદ
ફિલ્મ જગત સાથે કલકત્તા દ્વારા સંલાયેલા રહ્યા હતા. તેમણે પોતે અભિનિત કરેલી પહેલી
ફિલ્મ 'રાજ લક્ષ્મી' પણ કલકત્તામાં જ
નિર્માણ પામી શશે. તેમનું સૌ પહેલું રેકોર્ડ થયેલ ગીત સબ દિન એક સમાન નહીં થા (૧૯૪૧) ગૈર ફિલ્મ ગીત હતું.
૧૯૪૬નાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોની ચર્ચાની એરણે આપણે પહેલા મણકામાં મોહમ્મ્દ રફી અને જી એમ દુર્રાનીનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો સાંભાળ્યાં.
મુકેશનાં સ્ત્રી ગાયકો સાથેનાં યુગલ ગીતો
૧૯૪૬નાં આ સ્ત્રી_પુરુષ યુગલ ગીતોમાં મુકેશ તેમની
વિન્ટેજ એરાવાળી સાયગલની અસરના પ્રભાવ હેઠળની અને આપણે જેનાથી વધારે પરિચિત છીએ
તેવી સુવર્ણ યુગની તેમની ગાયન શૈલીના બન્ને રંગમાં સાંભળવા મળે છે.
મુકેશ,
શમ્શાદ બેગમ - ક્યા જાદુ હૈ તેરે પાસ પિયા,
સુરત દેખી
દિલ હાર દિયા - ચેહરા - સંગીતકાર એમ એ મુખ્તાર - ગીતકાર ઈશ્વર ચંદ્ર કપૂર
અહીં બન્ને યુગલ ગીતોમાં અશોક
કુમારના ફાળે ધુનનો ખાસો અઘરો હિસ્સો આવ્યો છે એમ કહી શકાય,
જોકે તેમણે
તેમને ન્યાય કરવામાં જરા પણ ક્ચાશ નથી દાખવી તેની નોંધ પણ લેવી જ જોઈએ.
સુરેન્દ્રના બે અલગ અલગ યુગલ ગીતોમાં એકમાં તેમનો સાથે ખુબ
પ્રતિષ્ઠિત થઈ ચૂકેલ અને બીજામાં પ્રમાણમાં નવોદિત કહી શકાય તેવાં ગાયિકાઓ છે.
બન્ને યુગલ ગીત પર્દા પર પણ એ ગીતનાં ગાયકોએ જ અદા કર્યાં છે.
દર વર્ષની જેમ, આ વર્ષે પણ આપણે ૧૯૪૬નાં ગીતોને ચર્ચાની એરણે લેવાની શરૂઆત પુરુષ
સૉલો ગીતોથી કરીશું.
૧૯૪૬નાં પુરુષ સૉલો ગીતોને આપણે ત્રણ વર્ગમાં
વહેંચી કાઢ્યાં છે –
સુવર્ણ
કાળ સાથે વધારે સંકળાયેલ પુરુષ ગાયકોનાં સૉલો ગીતો, જેમાં મોહમ્મદ રફી, મુકેશ, મન્ના ડે જેવા, જેને આપણે સામાન્યપણે
હિંદી ફિલ્મ સંગીતના '૫૦ અને '૬૦ના દાયકાના સુવર્ણ
કાળ સાથે વધારે યાદ કરીએ છીએ તેવા ગાયકોને આવરી લઈશું. આ વર્ષે આ ગાયકો હજૂ ઉભરતા
ગાયકો કહી શકાય.
વિન્ટેજ
એરા સાથે વધારે સંકળાયેલા પુરુષ ગાયકોનાં સૉલો ગીતો, જેમાં જી એમ દુર્રાની, સુરેન્દ્ર જેવા ગાયકોને આવરી લીધા છે.
કે એક
સાયગલનાં સૉલો ગીતો - કે એલ સાયગલ તો વિન્ટેજ એરાના ગાયકો માટે માપદંડ અને સુવર્ણ
કાળના ગાયકો માટે આદર્શ રહ્યા છે,
એટલે તેમનાં સૉલો ગીતો માટે તો
અલગ કક્ષા જ બને.
મેં આપહેલાંનાં વર્ષોમાં જે
ક્રમ રાખ્યો છે તે જ રાખ્યો છે.આ વર્ષે પણ જ્યાં શકય
થશે ત્યાં આપણે ગાયકોનાં સૉલો ગીતોને લોકપ્રિય થયેલાં ગીતો અને બહુ જાણીતાં ન
થયેલાં ગીતો એમ બે ભાગમાં વહેંચીશું.
સુવર્ણ કાળ સાથે વધારે
સંકળાયેલ પુરુષ ગાયકોનાં સૉલો ગીતો
મોહમ્મદ રફીનાં સૉલો ગીતો
એક ઉભરતા ગાયક તરીકે મોહમ્મદ રફીનાં સૉલો
ગીતોની ૧૯૪૬નાં વર્ષ પુરતી સંખ્યા સાવ નગણ્ય નથી..
લોકપ્રિય થયેલાં
ગીતો
જે ગીતો અહીં 'લોકપ્રિય થયેલાં ગીતો' તરીકે મૂકી શકાયાં છે તે ગીતોના સંગીતકારોપછીના '૫૦ અને '૬૦ના દાયકામાં પણ ગણમાન્ય સંગીતકાર તરીકે હાજરી નોંધાવતા રહ્યા. કદાચ તેથી
તેમણે રચેલાં ૧૯૪૬નાં મોહમ્મદ રફીનાં ગીતો મારા જેવા '૬૦ના દાયકાના હિંદી ફિલ્મના શ્રોતાએ વધારે સાંભળ્યા હોઈ શકે.
કહ કે ન આયે તુમ અબ છુપને લગે તારે - સફર – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: જી એસ નેપાલી
બહુ જાણીતાં ન
થયેલાં ગીતો
'મોહમ્મદ રફી સાથે સંગીતકારનું પહેલવહેલું સૉલો ગીત' શ્રેણીના પહેલ વહેલા અંકમાં ૧૯૪૪-૧૯૪૬ના ગીતો સાંભળતી વખતે આ ગીતો સાંભળ્યાં છે એટલે સાવ અજાણ્યાં
પણ નથી, પરંતુ એ પછીથી ફરીથી આજે જ સાંભળ્યાં છે એટલે બહુ
જાણીતાં પણ કહી શકાય તેમ નથી.
મુકેશનાં બે સૉલો ગીત જ ૧૯૪૬નાં વર્ષમાં જોવા
મળે છે. બન્ને ગીત મારા માટે નવાં છે. મુકેશનો સ્વર, સ્વાભાવિકપણે, હજૂ ઓછો "ધડાયેલો"જરૂર
લાગે છે, પણ કે એલ સાયગલની અસર વિનાનો, આપણે '૫૦ અને '૬૦ના દાયકામાં સાંભળતાં
આવ્યાં છીએ તેઓ 'આગવો' પણ લાગે છે.
ઓ...પ્રાણી ક્યા સોચે ક્યા હો ગયા - ચેહરા – સંગીતકાર: એમ એ મુખ્તર – ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર
મન્ના ડેનાં સૉલો ગીતો
૧૯૪૬માં મન્ના ડેનાં ગીતોની સંખ્યા ઠીક ઠીક
સન્માનજનક કહી શકાય તેવી છે, પરંતુ ગીતોનો પ્રકાર બિક્ષુક ગીત, બેક્ગ્રાઉન્ડ ગીત, શસ્ત્રીય રાગ પર આધારિત ગીત જેવા 'વિશેષ' પ્રકારનાં ગીતોને પાટે ચડી ગઈ છે. મન્નાડેની
કારકીર્દી આગળ જતાં પણ આ પાટાની રેખા ઉતરીને, તેમના સ્વરની
સર્વતોમુખીતાને ન્યાય આપી શકે તેવીજનસામાન્યના - હીરોને લાયક - ગાયકની વાણિજ્યિક કક્ષાએ તેજ ગતિએ ન જ દોડી
શકી.આપણે એટલો જ સંતોષ લેવો રહ્યો કે તેઓ તેમના હકદાર સન્માન અને પ્રેઅમ હંમેશાં
મેળવતા રહ્યા અને તેમના આપણા જેવા 'વિશેષ' ચાહક વર્ગ માટે 'બહુ ખાસ' બની રહ્યા.
અલ્લાહ ખતા ક્યા હૈ ગરીબોંકી બતા દે - દિલ -
ગાયક તરીકે 'પી. ડે'નું નામ - સંગીતકાર: જ઼ફર ખુર્શીદ
દિલ ચુરાને કે લિયે કોઈ આ રહ હૈ - દૂર ચલેં -
ગાયક તરીકે 'પી. ડે'નું નામ - સંગીતકાર: કે
સી ડે
યુગલ
ગીતોમાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોનું સ્થાન લગભગ સ્ત્રી કે પુરુષ સૉલો ગીતો જ રહ્યું
છે. હિંદી ફિલ્મ સંગીતના ઈતિહાસમાં મહદ અંશે સીમાચિન ગીતો રૂપે સામાન્યતઃ (સ્ત્રી
કે પુરુષ) સૉલો ગીતોને સ્થાન જ મળતું રહ્યું છે. સંખ્યાની દૃષ્ટિએ યુગલ ગીતો એ
સીમાચિહ્ન ગીતોની યાદીમાં ભલે ઓછાં રહ્યાં હશે, પણ સ્થાનની દૃષ્ટિએ તેમની ગણના
સન્માનીય તો જરૂર જ રહી છે.
૧૯૪૭નાં
વર્ષનાં ગીતોની કાચી યાદી કરતાં કરતાં મુકેશનાં, અને ઘણે અંશે, મોહમ્મદ રફીનાં યુગલ ગીતો તેમની
સંખ્યાને કારણે તરત જ અલગ અરી આવ્યાં,
આ યુગલ ગીતોની એક બીજી મારા માટે નોંધપાત્ર બાબત એ હતી કે, બીજાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોની
સરખામણીમાં, આ
ગીતો મેં બહુ સાંભળ્યાં હતાં
મુકેશનાં સ્ત્રી ગાયકો સાથેનાં યુગલ ગીતો
૧૯૪૭ નાં વર્ષમાં મૂકેશનાં સ્ત્રી
ગાયિકાઓ સાથેનાં ગીતોની સંખ્યાનો દબદબો રહ્યો છે. આવો જ દબદબો આ ગીતોનાં સંગીતકારો
અને સહગાયિકાઓનાં વૈવિધ્યમાં પણ, એટલો જ, નોંધપાત્ર કક્ષાએજણાઈ આવે છે.આને કારણે મુકેશના સ્વરની મૂળભુત
ખુબીઓની પિછાન પણ થતી જાય છે.
હવે પછી આપણે ૧૯૪૭નાં
મોહમ્મદ રફીનાં અને જી એમ દુર્રાનીનાંસ્ત્રી ગાયિકાઓ સાથેનાં યુગલ ગીતોને
ચર્ચાને એરણે સાંભળીશું.