દર વર્ષની જેમ, આ વર્ષે પણ આપણે ૧૯૪૬નાં ગીતોને ચર્ચાની એરણે લેવાની શરૂઆત પુરુષ
સૉલો ગીતોથી કરીશું.
૧૯૪૬નાં પુરુષ સૉલો ગીતોને આપણે ત્રણ વર્ગમાં
વહેંચી કાઢ્યાં છે –
- સુવર્ણ કાળ સાથે વધારે સંકળાયેલ પુરુષ ગાયકોનાં સૉલો ગીતો, જેમાં મોહમ્મદ રફી, મુકેશ, મન્ના ડે જેવા, જેને આપણે સામાન્યપણે હિંદી ફિલ્મ સંગીતના '૫૦ અને '૬૦ના દાયકાના સુવર્ણ કાળ સાથે વધારે યાદ કરીએ છીએ તેવા ગાયકોને આવરી લઈશું. આ વર્ષે આ ગાયકો હજૂ ઉભરતા ગાયકો કહી શકાય.
- વિન્ટેજ એરા સાથે વધારે સંકળાયેલા પુરુષ ગાયકોનાં સૉલો ગીતો, જેમાં જી એમ દુર્રાની, સુરેન્દ્ર જેવા ગાયકોને આવરી લીધા છે.
- કે એક સાયગલનાં સૉલો ગીતો - કે એલ સાયગલ તો વિન્ટેજ એરાના ગાયકો માટે માપદંડ અને સુવર્ણ કાળના ગાયકો માટે આદર્શ રહ્યા છે, એટલે તેમનાં સૉલો ગીતો માટે તો અલગ કક્ષા જ બને.
મેં આ પહેલાંનાં વર્ષોમાં જે
ક્રમ રાખ્યો છે તે જ રાખ્યો છે. આ વર્ષે પણ જ્યાં શકય
થશે ત્યાં આપણે ગાયકોનાં સૉલો ગીતોને લોકપ્રિય થયેલાં ગીતો અને બહુ જાણીતાં ન
થયેલાં ગીતો એમ બે ભાગમાં વહેંચીશું.
સુવર્ણ કાળ સાથે વધારે
સંકળાયેલ પુરુષ ગાયકોનાં સૉલો ગીતો
મોહમ્મદ રફીનાં સૉલો ગીતો
એક ઉભરતા ગાયક તરીકે મોહમ્મદ રફીનાં સૉલો
ગીતોની ૧૯૪૬નાં વર્ષ પુરતી સંખ્યા સાવ નગણ્ય નથી..
લોકપ્રિય થયેલાં
ગીતો
જે ગીતો અહીં 'લોકપ્રિય થયેલાં ગીતો' તરીકે મૂકી શકાયાં છે તે ગીતોના સંગીતકારો પછીના '૫૦ અને '૬૦ના દાયકામાં પણ ગણમાન્ય સંગીતકાર તરીકે હાજરી નોંધાવતા રહ્યા. કદાચ તેથી
તેમણે રચેલાં ૧૯૪૬નાં મોહમ્મદ રફીનાં ગીતો મારા જેવા '૬૦ના દાયકાના હિંદી ફિલ્મના શ્રોતાએ વધારે સાંભળ્યા હોઈ શકે.
તેરા ખિલોના ટૂટા બાલક તેરા ખિલોના ટૂટા - અનમોલ ઘડી - સંગીતકાર: નૌશાદ – ગીતકાર: તનવીર નક઼્વી
અબ વો હમારે હો ગયે ઈક઼રાર કરેં યા ન કરેં - સફર – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: જી એસ નેપાલી
કહ કે ન આયે તુમ અબ છુપને લગે તારે - સફર – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: જી એસ નેપાલી
બહુ જાણીતાં ન
થયેલાં ગીતો
'મોહમ્મદ રફી સાથે સંગીતકારનું પહેલવહેલું સૉલો ગીત' શ્રેણીના પહેલ વહેલા અંકમાં ૧૯૪૪-૧૯૪૬ના ગીતો સાંભળતી વખતે આ ગીતો સાંભળ્યાં છે એટલે સાવ અજાણ્યાં
પણ નથી, પરંતુ એ પછીથી ફરીથી આજે જ સાંભળ્યાં છે એટલે બહુ
જાણીતાં પણ કહી શકાય તેમ નથી.
તોડૉ તોડો તોડો દિલ કે તીર ટૂટૅં તો સંગીત
લૂટેં - અમર રાજ – સંગીતકાર: ફિરોઝ નિઝામી – ગીતકાર:
ઈશ્વર ચંદ્ર કપૂર
પ્રાણ ત્યાગ કર તૂને દિવાની, જગમેં બના દી અમર - અમર રાજ - - સંગીતકાર: ફિરોઝ નિઝામી – ગીતકાર:
ઈશ્વર ચંદ્ર કપૂર
રહે તો કૈસે રહે દિલ પે ઈખિયાર મુઝે - રૂમ નં ૯ – સંગીતકાર: રશીદ અત્રે – ગીતકાર: નક્શાબ જારચવી
દાતા જી તેરા ભેદ ન પાયા - સોના ચાંદી – સંગીતકાર: તુફૈલ ફારૂક઼ી – ગીતકાર: શમીમ
મુકેશનાં સૉલો ગીતો
મુકેશનાં બે સૉલો ગીત જ ૧૯૪૬નાં વર્ષમાં જોવા
મળે છે. બન્ને ગીત મારા માટે નવાં છે. મુકેશનો સ્વર, સ્વાભાવિકપણે, હજૂ ઓછો "ધડાયેલો" જરૂર
લાગે છે, પણ કે એલ સાયગલની અસર વિનાનો, આપણે '૫૦ અને '૬૦ના દાયકામાં સાંભળતાં
આવ્યાં છીએ તેઓ 'આગવો' પણ લાગે છે.
કિયો ના પ્યાર, ન હિમત હાર, કભી ઈન્કાર કભી
ઈક઼રાર - રાજપુતાની –
સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર
ઓ...પ્રાણી ક્યા સોચે ક્યા હો ગયા - ચેહરા – સંગીતકાર: એમ એ મુખ્તર – ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર
મન્ના ડેનાં સૉલો ગીતો
૧૯૪૬માં મન્ના ડેનાં ગીતોની સંખ્યા ઠીક ઠીક
સન્માનજનક કહી શકાય તેવી છે, પરંતુ ગીતોનો પ્રકાર બિક્ષુક ગીત, બેક્ગ્રાઉન્ડ ગીત, શસ્ત્રીય રાગ પર આધારિત ગીત જેવા 'વિશેષ' પ્રકારનાં ગીતોને પાટે ચડી ગઈ છે. મન્નાડેની
કારકીર્દી આગળ જતાં પણ આ પાટાની રેખા ઉતરીને, તેમના સ્વરની
સર્વતોમુખીતાને ન્યાય આપી શકે તેવી
જનસામાન્યના - હીરોને લાયક - ગાયકની વાણિજ્યિક કક્ષાએ તેજ ગતિએ ન જ દોડી
શકી.આપણે એટલો જ સંતોષ લેવો રહ્યો કે તેઓ તેમના હકદાર સન્માન અને પ્રેઅમ હંમેશાં
મેળવતા રહ્યા અને તેમના આપણા જેવા 'વિશેષ' ચાહક વર્ગ માટે 'બહુ ખાસ' બની રહ્યા.
અલ્લાહ ખતા ક્યા હૈ ગરીબોંકી બતા દે - દિલ -
ગાયક તરીકે 'પી. ડે'નું નામ - સંગીતકાર: જ઼ફર ખુર્શીદ
દિલ ચુરાને કે લિયે કોઈ આ રહ હૈ - દૂર ચલેં -
ગાયક તરીકે 'પી. ડે'નું નામ - સંગીતકાર: કે
સી ડે
નયનોંકે બદ્લ બરસ રહે, રામ તુમ્હારે દર્સ કો તરસ રહે - ઈન્સાફ - સંગીતકાર: એચ પી દાસ - ગીતકાર: ડી
એન મધોક
યે જગત જૈ મતલબ કા ડેરા ક્યોં કહેતા હૈ મેરા
મેરા રૂપા - સંગીતકાર: ગોવિંદ રામ
રામ નામ સે સબ કે મન કે હો જાતા હૈ સુધ્ધ
વિચાર - વાલ્મિકી - સંગીતકાર: શંકર રાવ
વ્યાસ - ગીતકાર: મહેશ ગુપ્તા એમ એ
આ ગીતની સૉફ્ટ લિંક નથી મળી શકી
- ઓ ધરતી ક્યો રૂઠ ગઈ માં ધરતી - ધરતી - સંગીતકાર બુલો સી રાની - ગીતકાર પંડિત ઈન્દ્ર
- ગાંવ સે ચલ દું ઓ ભારત કે સંવારિયા – શ્રવણ કુમાર - સંગીતકાર બુલો સી રાની -ગીતકાર વલી સાહબ
અન્ય ગાયકો
ઉમ્મીદ ભરા પંછી ક્યા કહ રહા હૈ સજની - આઠ દિન
- ગાયક અને સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: જી એસ નેપાલી
No comments:
Post a Comment