Showing posts with label Sahir's Songs of Romance. Show all posts
Showing posts with label Sahir's Songs of Romance. Show all posts

Sunday, March 27, 2022

સાહિરનાં પ્રેમાનુરાગનાં ગીતો : ૧૯ ફિલ્મોનો સંગાથ - રવિ સાથે

 

સાહિર લુધિયાનવી એવા વિરલ કવિઓ પૈકીના કવિ છે જેમણે પોતાનાં પદ્યને  ફિલ્મ સંગીત માટે જરા સરખી પણ ઓઝપ ન આવવા દીધી. સમાજની અસમાનતાઓ માટેનાં તેમનાં ઉગ્ર ભાવોમાં લખાયેલાં ગીતો ભલે તેમની આગવી ઓળખ હતી, પણ ફિલ્મ સંગીતના માધ્યમને અનુરૂપ હલકાં ફુલકાં કૉમેડી ગીતોથી લઈને છેડછાડ અને રૂસણાંમનામણાંનાં મસ્તીભર્યાં ગીતો જેવા વિષયોમાં પણ તેઓ ઉર્દુ બોલને બહુ જ સહજ રીતે પ્રયોજતા. તેમનાં પ્રેમાનુરાગનાં ગીતોમાં ભળતાં તેમનાં કવિ હૃદયનાં સ્પંદનો એ ગીતોને ઉર્દુ જબાનો અનોખો આપતાં. '૫૦ના દાયકાથી કરીને છેક '૭૦ના દાયકા સુધી તેમણે અલગ અલગ પેઢીના સંગીતકારો સાથે કામ કર્યું, સમયની સાથે ફિલ્મોમાં ગીતોની બદલતી તાસિર કે શ્રોતાવર્ગની બદલતી પસંદગી સાથે તાલ મેળવતા રાખવાની સાથે તેમણે પોતાની શૈલીને પણ બરકરાર રાખી.

સંગીતકાર રવિ સાથેનો તેમનો લગભગ દોઢ દાયકાનો, ૧૯ ફિલ્મોમાં પથરાયેલો, સંગાથ ફિલ્મોના વિષયોની સાથે સાથે ગીતોની સીચ્યુએશનનાં વૈવિધ્યને કારણે હિંદી ફિલ્મ સંગીતની તવારીખનાં એક મહત્ત્વપૂર્ણ પ્રકરણ તરીકે અંકિત થયેલું છે.

રવિ (શંકર શર્મા) - જન્મ ૩ માર્ચ ૧૯૨૬ - અવસાન ૭ માર્ચ ૨૦૧૨) તેમની સરળ ગીતરચનાઓ જેવા જ નિરાભિમાની પણ હતા. તેમની કારક્રિદીમાં તેઓ જેમની પણ સાથે કામ કરત અગયા, એ દરેક સાથે તેમના સંબંધો બહુ દીર્ઘકાલીન રહ્યા, જેમ કે 'વચન' (૧૯૫૫)થી શરૂ કરીને દેવેન્દ્ર ગોયલ સાથે  તેમની છેલ્લી ફિલ્મ 'આદમી સડક કા'(૧૯૭૭), કે દક્ષિણનાં નિર્માણ ગૃહો સાથે લાઈનબંધ સામાજિક ફિલ્મો. આવો જ એક સંબંધ હતો ચોપડા ફિલ્મ્સ સાથે પણ જેમને માટે તેમણે ગુમરાહ (૧૯૬૩)થી શરૂ કરીને 'તવાયફ' (૧૯૮૫) સુધીની નવ ફિલ્મો. તેમના સંબંધો તેમના સાથી ગીતકારો સાથે પણ એટલા જ દીર્ઘ અને સફળ રહ્યા - જેમ કે રાજેન્દ્ર કૃષ્ણ સાથે ૨૧ ફિલ્મો, શકીલ બદાયુની સાથે ૧૫ ફિમો અને સાહિર લુધિયાનવી સાથે ૧૯ ફિલ્મો.

કદાચ તેમનાં સંગીતની સાદગીને કારણે ઘણી વાર રવિની ગણના હિંદી ફિલ્મોના પ્રથમ શ્રેણીના પ્રખર ગણાતા સંગીતકારો સાથે નથી કરાતી. પરંતુ મોહમ્મદ રફીનો ચૌદહવીકા ચાંદ હો માટે (પહેલો ફિલ્મફેર ઍવૉર્ડ), મહેન્દ્ર કપૂરના ચલો એક બાર ફિર સે અજનબી બન જાયેં અને નીલે ગગન કે તલે ધરતીકા પ્યાર પલે, લતા મંગેશકરનો તુમ્હી મેરે મંદિર તુમ્હી મેરી પૂજા, આશા ભોસલેનો ગરીબોંકી સુનો વો તુમ્હારી સુનેગા કે સલમા આગાનો દિલકે અરમાં આંસુઓમેં ઢલ ગયે જેવા ફિલ્મફેર એવૉર્ડ રવિનાં સંગીતની સફળતાની જડબેસલાક સાબિતી છે.

સહિર લુધિયાનવી અને રવિએ ચોપડા ફિલ્મ્સનાં સંગીત માટે ગુમરાહ (૧૯૬૩), વક્ત (૧૯૬૫), હમરાઝ (૧૯૬૭) જેવી ફિલ્મો માટે કરેલો સહયોગ એટલો સફળ રહ્યો કે આ ફિલ્મોનાં ગીતોની અહીં ફરીથી યાદ કરવાની કોઇ આવશ્યકતા જ નથી જણાતી. પછીની 'આદમી ઔર ઈન્સાન' (૧૯૬૯) અને 'ધુંદ' (૧૯૭૩)નાં ગીતો પણ સારાં એવાં પ્રચલિત થયાં હતાં, પણ એમાનાં કેટલાંક ગીતો એ સમયે મેં બહુ અછડતાં જ સાંભળ્યાં હતાં, એટલે એ ફિલ્મોનાં એવાં ઓછાં સાંભળેલાં ગીતોમાંથી પ્રેમાનુરાગનાં ગીતો અહીં રજુ કર્યાં છે.

આ ઉપરાંત પણ આ બન્ને કલાકારોના સહયોગમાં કાજલ (૧૯૬૫) અને નીલકમલ (૧૯૬૮) પણ એ ફિલ્મો છે જેનાં ગીતોએ ત્યારે પણ ખુબ લોકચાહના મેળવી હતી અને આજે પણ યાદ કરાય છે.

એક ખાસ ધ્યાન આપવા જેવી બાબત એ છે કે બે ફિલ્મો અમાનત (૧૯૭૭)- દુર રહ કર ન કરો બાત ક઼રીબ આ જાઓઃમોહમ્મદ રફી - અને ચીનગારી(૧૯૮૯) ખરેખર બની હતી બહુ પહેલાં પણ આકસ્મિક કારણોસર રીલીઝ બહુ  મોડી થઈ.

સાહિર લુધિયાનવી અને રવિના ૧૯ ફિલ્મના સંગાથમાં નીપજેલાં બાકીનાં પ્રેમાનુરાગનાં ગીતો પૈકી મારી પસંદના કેટલાંક પ્રતિનિધિ ગીતો અહી રજુ કરેલ છે.

ઈતની હસીં ઈતની જવાં રાત ક્યા કરેં, જાગે હૈ કુછ અજીબ સે જઝબાત ક્યા કરેં - આજ ઔર કલ (૧૯૬૩) - મોહમ્મદ રફી

પેડોંકે બાજુઓમેં લચકતી હૈ ચાંદની

બેચૈન હો રહે હૈં ખયાલાત ક્યા કરેં

સાંસો મેં ઘુલ રહી જૈ કિસીકે સાંસકી મહક

….    …..  ……   …….  ……………

દામન કો છુ રહા હૈ કોઈ હાથ ક્યા કરેં

શાયદ તુમ્હારે આને સે ભેદ ખુલ સકે

હૈરાં હૈ કી આજ નયી બાત ક્યા કરેં


રંગીન ફિઝાં હૈ …. આજા કે મેરા પ્યાર તુઝે ઢુંઢ રહા હૈ …. તે કિસકી સદા હૈ...,યે કૌન મુઝે અપની તરફ ખીંચ રહા હૈ …. - બહુ બેટી (૧૯૬૫) મહેન્દ્ર કપૂર, આશા ભોસલે 

તેરી ભી હૈ યે મેરી આવાજ઼ નહીં હૈ

……  …. …. ……       …..

અય જાન-એ-તમન્ના યે કોઈ રાઝ નહીં હૈ

તુ મુજ઼સે જુદા હોકે ભી કબ મુજ઼સે જુદા હૈ

દિલ દિલ સે મિલા હૈ

તુમ મુજ઼કો બુલા લો તો ટાલા નહીં જાતા

…. …. ….. ….  …. … …….

અપને કો કિસી તરહ સંભાલા નહીં જાતા

જ઼ુલ્ફોંકા મુજ઼સે હોશ ન આંચલ કા પતા હૈ

યે કૈસા નશા હૈ

દુનીઆ કો ભુલાકો મેરી બાહોંમેં ચલી આ

… …… …… ….. ….. …...

જજ઼બાત કી બેફીક઼્ર પનાહોંમેં ચલી આ

કહતે હૈં જિસે ઇશ્ક઼ વો જિને કી અદા હૈ

અચ્છા ન બુરા હૈ


મિલતી હૈ જ઼િંદગીમેં મુહબ્બત કભી કભી….. હોતી હૈ દિલબરોં કી ઈનાયત કભી કભી - આંખેં (૧૯૬૮) - લતા મંગેશકર

શરમા કે મુંહ ન ફેર, નઝરકે સવાલ પર

………… ………. ….. …………

લાતી હૈ ઐસે મોડ પે કિસ્મત કભી કભી

ખુલ્તે નહીં હૈ રોજ઼ દરીચે બહાર કે

     …….  …. ……….. ……..

આતી હૈ જાન-એ-મન યે ક઼યામત કભી કભી

તનહા નહીં કટ સકેગી જવાની કી રાસ્તે

….  …..  …..  . …….. .

પેશ આયેગી કિસીકી ઝરૂરત કભી કભી

ફિર ખો ન જાયેં હમ કહીં દુનિયાકી ભીડમેં

….          …. ….. ……..

મિલતી હૈ પાસ આનેકી મોહલત કભી કભી

યે  સમા યે રૂત યે નઝારે, દિલ મેરા મચલને લગા, જાન-એ-વફા, રોક લેં નિગાહોં કે ઈશારે, તન મેરા પિઘલને લગા, મૈં હું તેરી તુ હૈ મેરા, આ મેરે દિલકી પનાહોંમેં આ - દો કલિયાં (૧૯૬૮) - મોહમ્મદ રફી, લતા મંગેશકર

શાને પે મેરે ગીરા દે ઝુલ્ફેં

આંખોં પે મેરે બીછા દે ઝુલ્ફેં

ઐસા જગા દે પ્યાર કા જાદુ

સારે જહાં પે છાયે નશા


ઈજ઼ાજ઼ત હો પુછેં આપ હી સે કે હમ મિલકર ભી હૈ ક્યું અજનબીસે, મિલે હમ યું ઈસે યું હીં ન સમજ઼ો, કોઈ મિલતા નહીં યું હી કીસીસે - આદમી ઔર ઈન્સાન (૧૯૬૯) - આશા ભોસલે, મહેન્દ્ર કપૂર 

હઝારોં શૌખ ક઼ુરબાન ઉસ પર

જો તુમને કેહ દિયા હૈ સાદગી સે

અજબ સા લગ રહા હૈ તુમસે કહકર

યે બાતેં હમ ના કહતે થે કિસીસે

મેરી મંઝિલકી રાહેં જગમાગા દો

મોહબ્બત કી સુનહરી રોશનીસે

સફરકી ઈન્તિહા હોને ના પાયે

સદાકા સાથ લે લે ઝિંદગીસે

જાને ક્યું બાર બાર મેરા દિલ મુજ઼ે કહે ઉસ સે મિલ - પૈસા યા પ્યાર (૧૯૬૯) - આશા ભોસલે

જિસસે મિલતે નહીં બિલ્કુલ હી ખયાલાત તેરે

ક્યું પરેશાં હૈ ઉસકે લિયે જ઼જબાત તેરે

જબ ભી વોહ મુઝસે મિલા ઉસને સતાયા મુજ઼ે

મુજ઼કો બુરા તો લગા ફિર ભી વો ભાયા મુજ઼ે

જો તેરે હુસ્ન કી તૌહીન કરે ઉસ સે ના મિલ

જો કિસી દુસરી સજ઼ધજ઼ પે મરે ઉસ સે ના મિલ

મુજ઼કો તો જો ભી દેખે રાહોમેં આહેં  ભરે

મૈં ક્યું કિસી પે મરૂં  મુજ઼પે ઝમાના મરે

હો સકે તો કોઈ સંગીન સઝા દો ઉસકો

તીર કાબિલ નહીં વો દિલ સે ભુલા દો ઉસકો

ઉસકો બુલાઉં કૈસે ઈતના બતા દો મુજ઼કો 

ઉસકા ઈરાદા ક્યા હૈ કુછ તો બતા દો મુજ઼કો


તારોંકી છાઓં મેં સપનોં કે ગાંવમેં પરીયોંકે સંગ તુમ્હેં જાના હૈ, સો જાઓ ચૈન સે ઇસ કાલી રૈન સે આગે જો દેશ સુહાના હૈ - સમાજ કો બદલ ડાલો (૧૯૭૦) - મોહમ્મદ રફી, લતા મંગેશકર

ગગન તલે પવન ચલે ઠંડી સુહાની

ધીમી ધીમી લય મેં કહે મનકી કહાની

આયી રે આયી રે આયી હૈ હિંડોલ લે કે નિંદીયાં કી રાની

સો જાઓ, સો જાઓ, સો જાઓ

ભંવે તેરી પિતા જૈસી માં જૈસી અખિયાં

ગજ઼બ કરેં જિયા હરે ઢુંઢે કનકીયાં

આયી રે આયી રે આયી હૈ તુમહેં લેને ફુલોંકી સખીયાં

સો જાઓ, સો જાઓ સો જાઓ

ખીલી રહે સજી રહે યું હી યે ક્યારી

હસીં ખુશી જિયો સભી મા તુમ પે વારી

આયી રે આયી રે આયી હૈ ચંદાકે રથકી સવારી

સો જાઓ, સો જાઓ સો જાઓ


ઈસ ધરતી ઈસ ખુલે ગગન કા ક્યા કહના મદમાતી મદભરી પવન કા ક્યા કહના, ફુલોં ભરે યે ગુલશન હરે મગન હુઆ તન મન ક્યા કહના - ગંગા તેરા પાની અમૃત  (૧૯૭૧) - મોહમ્મદ રફી, લતા મંગેશકર

ગ્વાલનોંકા  રૂપ ઘુંઘટોકી આડમેં

પંછીયોં કા પ્યાર બૈરીયોંકે ઝાડમેં

બાંસુરીકી ધુન ખેતીયોંકે પરસે

પનઘટોં કી નાર ડોલે ઈસ પુકારસે

ધડકન બઢે નશા સા ચડે

થીરક ઊઠે ગગન ક્યા કહના

ચંપુઓંકે રાગ કહ રહેં હૈ પ્યાર સે

…… …. …. … … …

જુડ ગયે હૈ આજ કસ્તિયોંકે તાર સે

જા રહા હૈ જાને કૌન કિસીકી ચાહમેં

બસ રહા હૈ કૌન જાને કિસ નિગાહમેં

…… …. …. … … …

…… …. …. … … …

બસ ગયી હૈ નિગાહેં જબ તુમ આયે હો

ક્યા મેરી પુકાર સુનકે ભી પરાયે હો

…. ….. ….. ….. ….. … …….. …

…… ……….. ….. …… …….. . …

ઈતના ઈંતઝાર રોજ કર ના પાઉંગી

રોક લુંગી આજ યા મૈં સાથ જાઉંગી

દુરી ઘટી તો યે દુવિધા હટે તો

ફિર મેરે સાજન ક્યા કહના


જુબના સે ચુનરીયા કિસક ગયી રે, દુનિયાકી નજરીયા બહક ગયી રે - ધુંધ (૧૯૭૩) - આશા ભોસલે મન્ના ડે

નાજુક તન ઔર ઉસપે જવાની

હાયે પતલી કમરીયા

હાયે રે હાયે પતલી કમરીયા

લચક ગયી રે

બલખાતી જ઼ુલ્ફેં જો દુનિયાને દેખી

દલ ફસી ગલેમેં લટક ગયી રે

ગુસ્સેમેં ઈનકે યે તેવર તો દેખો

જૈસે બાદલમેં બીજલી

હાયે રે હાયે રે જૈસે બાદલમેં બીજલી

કડક ગયી રે


મેરી ચાહત રહેગી હમેશાં જવાં, જિસમ ઢલનેસે જ઼જ઼બાત ઢલતે નહીં, મૌત આને સે ભી પ્યાર મરતા નહીં, દમ નિકલને સે અરમાં નિકલતે નહીં - મેહમાન (૧૯૭૫) - મોહમ્મદ રફી

લાખ તૂફાં હો હમ ના ઘબરાયેંગે

તુ ના આયેગી મિલને તો હમ આયેંગે

જાં પર ખેલને સે જ઼િજ઼કતે હૈ જો

વો મોહબ્બત કી રાહોં પે ચલતે નહીં

હમને છોડા ન છોડેંગે દામન તેરા

જિસકો અપના લિયા ઉસકો અપના લિયા

જો હો સકે તો હમેં ઉમ્ર ભર આઝમા

મૌસમોં કી તરહ હમ બદલતે નહીં

તુ મિલે ના મિલે પર સલામત રહે

દુર હી કી સહી તુજ઼સે નિસ્બત રહે

ઝિંદગી ભર તેરી મુજ઼કો હસરત રહે

હસરતોંકે બિના ખ્વાબ પલતે નહીં


સાયકલ પર હસીનોંકી ટોલી દેખી તો … …. …. …. …. ….. …. … તબિયત યું બોલી, અય કાશ કે હમ સાયકલ હોતે ઈન હાથોંમેં હેન્ડલ હોતે, પૈરોંકે તલે પેન્ડલ હોતે દબતી ઊઠતી સેંડલ હોતી, ભર જાતી મુરાદોંકી જોલી - અમાનત (૧૯૭૫) - મોહમ્મદ રફી, આશા ભોસલે, મન્ના ડે, સાથીઓ

સાયકલ પે જવાનોંકી ટોલી દેખી તો … …. …. ….. તબિયત યું બોલી 

અય કાશ હમ સેંડલ હોતે, સોડે કી ભરી બોતલ હોતેં

તબ ઠીકસે તુમ દખલ હોતે ઝઘડે સભી અબ સેટલ જોતે

પછતાયેં અબ કી નિયત ક્યું ડોલી.. … … …

સડકોંપે યે પરેડ ફેશનકી એક શકલ હૈ ઇન્વીટેશનકી

જાત કુછ ભી બનાઓ નેશનકી તુમ જાન હો ઉસ જનરેશનકી

જો દિલ પે ચલતી હૈ ગોલી… …. …. ….

ક્યા બાત હૈ એજ્યુકેશન કી કી ક્યા હાલત હૈ યે સિવિલાઈઝેશનકી

કુછ શરમ કરો પોઝીશન કી યું હમસે જો  જો કન્વર્ઝેશનકી

કરવાઓગે ખોપડીયાં ખોલી …  …. ….. …. …

કુચ નાઝ અદાકે રૂલ બને રોમાંસ કે કુછ સ્કૂલ બનેં

ટપોરી હૈ હમ ક્યું ટૂલ બનેં દિલ દેકે તુમ્હેં ક્યું ફૂલ બનેં

ઈસ નીંદ હમેં સમજો ગોલી … ….. …. ……….


દિલમેં કીસીકે પ્યારકા જલતા હુઆ દિયા, દુનિયાકી આંધિયોંસે ભલા યે બુઝેગા કયા - એક મહલ હો સપનોંકા (૧૯૭૫) - કિશોર કુમાર

સાંસોકી આંચ પા કે ભડકતા રહેગા યે

સીનેમેં દિલકે સાથ ધડકતે રહેગા યે



લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલ ગીતમાં આ બે કડીઓ ઉમેરાયેલી છે

વો નક઼્શ ક્યા હુઆ જો મિટાયે મિટ ગયા

વો દર્દ ક્યા હુઆ જો દબાયે દબ ગયા

યે જિંદગી ભી ક્યા હૈ અમાનત ઉનકી હૈ

યે શાયરી ભી ક્યા હૈ ઈનાયત ઉન્હીંકી હૈ

અબ વો કરમ કરે કે સિતમ ઉનકા ફૈસલા

હમને તો દિલમેં પ્યારકા શોલા જગા લિયા



હર વક઼્ત તેરે હુસ્નકા હોતા હૈ સમા ઔર, હર વક઼્ત મુઝે ચાહિયે અંદાજ-એ-બયાં ઔર - ચિનગારી (૧૯૮૯) - મહેન્દ્ર કપૂર

ફૂલોં સા કભી નરમ હૈ સોલોં સા કભી ગરમ

મસ્તાના અદા મેં કભી શોખી હૈ કભી શરમ

હર સુબહ ઘુમાં ઔર હર રાત ઘુમાં ઔર

હર વક઼્ત તેરે હુસ્નકા હોતા હૈ સમા ઔર

ભરને નહી પાતી તેરે જલવોંસે નિગાહેં

થકને નહીં પાતી તુઝે લિપટા કે યે બાહેં

છૂ લેને સે હોતા હૈ તેરા જિસ્મ જવાં ઔર


+                     +                     +

સાહિર લુધિયાનવી મૂળતાઃ સમાજની અસમાનતાઓ સામે પ્રજ્વળતા રહેતા શાયર હતા. પરંતુ તેમનાં પદ્યનાં આ સિવાયનાં અન્ય પરિમાણો પણ એટલાં જ હૃદયસ્પર્શી હતાં તે આપણે સાહિર લુધિયાનવીની જન્મશતાબ્દી નિમિત્તે આપણે સાહિરનાં પ્રેમાનુરાગના ભાવનાં કેટલાંક ગીતોને તેમના બોલની વિગત સાથે તાજાં કર્યાં. તેમ છતાં દિલની અંદર હજુ પણ એમ તો થયા જ કરે છે કે

કોઈ ભી ઉસકા રાઝ ન જાને
એક હક઼ીક઼ત લાખ ફસાને

સાહિર લુધિયાનવીનાં અલગ અલગ સંગીતકારો સાથે રચાયેલાં પ્રેમાનુરાગનાં ગીતોના બધા મણકા 'સાહિર લુધિયાનવી જન્મશતાબ્દી સ્મરણોત્સવ - સાહિરનાં પ્રેમાનુરાગનાં ગીતો' પર ક્લિક કરવાથી વાંચી  / ડાઉનલોડ કરી શકાય છે

Sunday, March 6, 2022

સાહિરનાં પ્રેમાનુરાગનાં ગીતો : ૧૮ ફિલ્મોનો સંગાથ : એન દત્તા સાથે

સાહિર લુધિયાનવીને, વ્યક્તિ તરીકે (દેખીતી રીતે), કવિ તરીકે કે ગીતકાર  તરીકે દુનિયાએ તેમની કડવાશ (તલ્ખિ), તેમના ચોક્કસ ગમા-અણગમા, તેમના અહં, તેમની તેજાબી વાણી કે ગીતમાં બોલનું મહત્ત્વ જેવી બાબતો વિશેની બહુ સ્પષ્ટ માન્યતાની નજરે જ જોયા. તેમનાં વ્યક્તિત્વના આ સહજ પાસાંઓને કારણે કદાચ વ્યાવસયિક બાબતોમાં તેમ ઘણી બાબતોમાં અળખામણા પડી જતા મનાયા છે.  તેમનાં વ્યક્તિત્વનાં આવાં અમુક ધારદાર પાસંઓને કારણે કદાચ ઓ પી નય્યર જેવા એટલા જ ચોક્કસ વિચારસરણી ધરાવતા સંગીતકાર સાથે તેમના સંબંધ લાંબું નહીં ટક્યા હોય. પણ તો પછી સુરાવલીને જ પ્રાધાન્ય આપતા એસ ડી બર્મન સાથેની તેમની આટલી સળંગ, સફળ અને કાલાતીત ઈનિંગ્સ માટે શું કારણ અપાશે? રોશન, એન દત્તા કે રવિ સાથેનાં સાહિર લુધિયાનવીના સંગાથને ટાંકીને એમ કહેતો એવો એક વર્ગ  પણ રહ્યો છે જે એવું માનતો રહ્યો કે સંગીતની જાણકારી વિશે ગુણી પણ બાકી 'નરમ' સ્વભાવવાળા સંગીતકારો સાથે સાહિરને વધારે બનતું.

વિવાદોને બાજુએ રાખો કે ન રાખો, એન દત્તા (મૂળ નામ દત્તારામ બાબુરાવ નાઈક - જન્મ ૧૨ ડિસેમ્બર ૧૯૨૭ - અવસાન ૩૦ ડિસેમ્બર ૧૯૮૭) અને સાહિર લુધિયાનવીનો (વ્યાવસાયિક) સંગાથ અનેક દૃષ્ટિએ અનોખો હતો એ વિશે તો કોઇ વિવાદ ન હોઈ શકે. ફિલ્મ સંગીતના ક્ષેત્રે પ્રવેશના સમયે થોડો સમય ગુલામ હૈદર સાથે કામ કર્યા બાદ એન દત્તા એસ ડી બર્મનના સહાયક તરીકે તેમની ટીમમાં જોડાયા. જાલ (૧૯૫૨)નાં નિર્માણ સમયે તેમનો સંપર્ક રાજ ખોસલા સાથે થયો. રાજ ખોસલાએ જ્યારે સ્વતંત્ર દિગ્દર્શક તરીકે સૌ પહેલી ફિલ્મ 'મિલાપ' - યે બહારોંકા સમા ચાંદ તારોંકા યે સમા ખો ન જાયે કહીં આ ભી જા -(૧૯૫૫)ની બાગડોર સંભાળી ત્યારે તેમણે એન દત્તાને યાદ કર્યા અને સ્વતંત્ર સંગીતકાર તરીકે તેમને તક આપી. ફિલ્મ તો ખાસ ન ચાલી, પણ એ જ વર્ષે જી પી સિપ્પી નિર્મિત આવેલી 'મરીન ડ્રાઈવ' (અબ વો કરમ કે સિતમ મૈં નશેમેં હૂં) અને તે પછીની 'ચંદ્રકાંતા'  -મૈંને ચાંદ ઔર સિતારોંકી તમના કી થી - (૧૯૫૬)ની સફળતાએ એન દત્તાનું સ્થાન જરૂર બનાવી આપ્યું.


એટલે, જ્યારે બી આર ચોપડા તેમની નવી ફિલ્મ સાધના (૧૯૫૮)નું નિર્માણ કરી રહ્યા હતા ત્યારે એસ ડી બર્મન અને ઓ પી નય્યરથી વિખૂટા પડી ચુકેલા સાહિર લુધિયાનવીએ એન દતાની ભલામ્ણ કરી. મનમાં ધરબાઈ રહેલ વિદ્રોહના ભાવને અનુરૂપ માર્દવ સાથે રજુ કરતાં ઔરતને જનમ દિયા મરદોંકો અને વિરહની તડપને વ્યકત કરતાં સંભલ અય દિલ તડપને ઔર તડપાને સે ક્યા હોગા ના રૂપમાં  એન દત્તાએ પણ એ વિશ્વાસને વધુ ગાઢ બનાવ્યો.  લગભગ બધા વિવેચકો અને ઇતિહાસકારો એકમત છે કે સાહિર લુધિયાનવી અને એન દતાનો સંગાથ બી આર ફિલ્મ્સની પછીની ફિલ્મ 'ધૂલકા ફૂલ' (૧૯૫૯) જેવી એ સમય માટે ક્રાંતિકારી વિષય સાથે બનેલી ફિલ્મનાં તેરે પ્યારકા આશરા ચાહતા હું, ઝુકતી ઘટા ગાતી હવા સપને જગાયે, દામનમેં દાગ લગા બૈઠે, કે તુ હિંદુ બનેગા ન મસલમાન બનેગા જેવાં શ્રેષ્ઠ ગીતોની સફળતાના રૂપમાં સર્વોત્તમ ઊંચાઈને આંબી રહ્યો. બી આર ફિલ્મ્સની તે પછીની જ ફિલ્મ ધર્મપુત્ર (૧૯૬૧)માં પણ આ જોડીનો જાદુ મહેન્દ્ર કપૂરનાં શ્રેષ્ઠ ગીતોમાં ગણના પામતાં રાગ બિલાવલ થાટનાં ભુલ સકતા હૈ ભલા કૌન યે પ્યારી આંખેં અને આજ કી રાત નહીં શીક઼વે શિક઼ાયત કે લિયે કે મનમાં ઘુંટાતાં દર્દને સંકોરતાં મૈં જબ ભી અકેલી હોતી હું જેવાં ગીતો દ્વારા પ્રસરી રહ્યો. 

બી આર ફિલ્મ્સમાં જ્યારે હવે એન દતાનું સ્થાન પણ કાયમી બની ચુક્યું હતું ત્યારે બી આર ફિલ્મ્સની નવી ફિલ્મ 'ગુમરાહ' (૧૯૬૩) પહેલાં જ એન દતાને, માત્ર છત્રીસ વર્ષની ઉમરે, હૃદય રોગનો હુમલો આવ્યો. એમાથી એ બહાર તો આવ્યા પણ તેમણે માત્ર બી આર ફિલ્મ્સ્નું તેમનું સ્થાન જ નહીં પણ પોતાનો આત્મવિશ્વાસ પણ ગુમાવી દીધાં હતા. કારકિર્દીની ગાડી પાટા પરથી સાવ ઉતરી  ન જાય એટલે એન દત્તા બી ગ્રેડની દિલ્મો પણ સ્વીકારતા રહ્યા. એ સમયે સાહિર તો તેમની કારકિર્દીની ટોચ પર હતા , તેમ છતાં એન દતાનો સાથ તેમણે આવી બી ગ્રેડની ફિલ્મોમાં પણ એટલી જ નિષ્ઠાથી નિભાવ્યો.  એક તરફ, ૧૯૬૪માં તલત મહમૂદનો સિતારો અસ્તાચળ ભણી હતો ત્યારે એન દત્તાએ તલત મહમૂદનાં શ્રેષ્ઠતમ ગીતોમાં સ્થાન પામતું અશ્કોંને જો પાયા હિ વો ગીતોને દિયા હૈ (ચાંદી કી દિવાર) રચ્યું, તો બીજી તરફ છેક ૧૯૭૦માં પણ પોંછ કર અશ્ક઼ અપની આંખોંસે મુસ્કરાઓ તો કોઈ બાત બને (નયા રાસ્તા) આપ્યું. આ સમયમાં એન દતાએ જાં નિસ્સાર અખ્તર અને મજરૂહ સુલાતનપુરી સાથે પણ વિવિધ ભાવોની યાદગાર રચનાઓ આપી. આમ એન દત્તાનું હીર તો આ ફિલ્મોમાં પણ ઝળકતું જ રહ્યું. પણ હવે નસીબનો તેમને સાથ નહોતો. '૭૦ના દાયકાં તેમની પાસે બહુ જ પાંખુ કામ આવ્યું.   

એન દતાની રચનાઓમાં ખાસ ધ્યાન ખેંચે છે તેની પાશ્ચાત્ય વાદ્યો સાથેની રચનાઓ. કદાચ તેમના ગોવાની સંસ્કૃતિ સાથેનાં જોડાણને કારણે તેમની પાસેથી એ પ્રકારનાં ગીતો આગ્રહ પણ રખાતો હશે ! ખેર, પરંતુ એન દત્તાનાં ગીતોના આ પ્રકારમાં સાહિર લુધિયાનવી અને એન દત્તાના સંગાથનું એક અનોખું પરિમાણ જોઈ શકાય છે. સાહિર લુધિયાનવીએ અન્ય સંગીતકારો માટે પણ હળવા મિજાજનાં કે જરૂર પડ્યે ક્લબ નૃત્યો જેવાં પાશ્ચાત્ય સંગીત જેવાં ગીતો માટે ખુબ સહજતાથી બોલ તો લખ્યા છે, પરંતુ એન દત્તા સાથે રચાયેલાં આ પ્રકારનાં ગીતોમાં સાહિરની જે બાજુ ખુલે છે તે અનોખી છે.

આજના આ મણકા માટે એટલે જ સાહિર લુધિયાનવી-એન દત્તાના સંગાથની નીપજનાં લોકપ્રિય ગીતોનો ઉલ્લેખ જ કરીને બધું ધ્યાન ઓછાં જાણીતાં પણ બન્ને કલાકારોની આગવી  જ પ્રતિભા જોવા મળતી હોય એવાં પ્રેમાનુરાગનાં ગીતોની પસંદગી પર ભાર મુક્યો છે. તે સાથે એન દત્તાએ પ્રયોજેલા ગાયકોમાં પણ વધારેને વધારે ગાયકોનાં ગીતો પણ સમાવી લેવાનો પ્રયાસ કર્યો છે.

બચના ઝરા યે ઝમાના હૈ બુરા …. કભી મેરી ગલીમેં ન આના - મિલાપ (૧૯૫૫) - ગીતા દત્ત મોહમ્મદ રફી, સાથીઓ

મેરી ગલી મેં આનેવાલે

હો જાતે હૈં ગ઼મકે હવાલે

ઈન રાહોં સે જો ભી ગુઝરે

સોચ સમઝ કર દિલકો ઉછાલે

બડે બડે દિલ યહાં બને હૈં નિશાના

ચુપકે ચુપકે નૈન લડાના

નૈન લડા કર દિલ કો લુભાના

દિલકો લુભા કર પાસ બુલાના

પાસ બુલાકર ખુદ ઘબરાના

હો તેરા જવાબ નહીં

ખુદ ઘબરાકર આંખ ચુરાના

આંખ ચુરાકર દિલ કો જલાના

દિલકો જલાકર હોશ ભુલાના

હોશ ભુલાકર અરે મજનુ બનાના

ઈન લયલાઓંકા હૈ ખેલ પુરાના

શોખી સમજેં શર્મ-ઓ-હયાકો

દાવત સમજેં નાઝ અદાકો

ઈન દીવાનોં કા ક્યા કહના

આપ બુલાયેં અપની કજ઼ાકો

ઔર ફિર માંગે હમસે હરઝાના

મોહબ્બત યું ભી હોતી હૈ ….. તબીયત યું ભી આતી હૈ … મુસીબત યૂં ભી હોતી હૈ - મરીન ડ્રાઈવ (૧૯૫૫) - મોહમ્મદ રફી, આશા ભોસલે 

જો મિલતેં હૈં તો આપસમેં

નિગાહેં તક નહીં મિલતીં

અગર ચલતે હૈં તો કદમોંકો

રાહેં તક નહીં મિલતીં

મોહબ્બત પહલી પહલી હો

તો હાલત યૂં હી હોતી હૈ

કઈ ઐસે ભી મજનું હૈં

જો આહેં ભરતે રહતે હૈં

કોઈ ચાહે ના ચાહે

આપ યૂં હી મરતે રહતે હૈં

સમજ઼તે હૈં કે લયલાઓંમેં

શોહરત યૂં  ભી હોતી હૈ

જહાં દેખી ભોલી સુરત

મચલ જાતે હૈં દીવાને

વાહ

ઉઠાકર મુંહ

પહુંચ જાતે હૈં સર પર જૂતિયાં ખાને

શરારત હી શરારતમેં

હજ઼ામત યૂં ભી હોતી હૈ

મુઝકો લગા હૈ સાલ સોલવાં હાયે નહીં છેડના - ચંદ્રકાંતા (૧૯૫૬) - શમશાદ બેગમ

મૈં વો ડાલી હૂં કે જો

છૂને સે કુમ્હલાતી હૈ

ઐસી નઝરોંસે તબીયત મેરી

ઘબરાતી હૈ

છેડખાની મુઝે

ગૈરોંસે કહાં ભાતી હૈ

મૈં તો આઈના દેખું તો

હયા આતી હૈ

હાથાપાયી ન કરો

જાઓ જી રસ્તા છોડો

અપને જૈસી કિસીસે

શર્મસે નાતા જોડો

મૈં  હૂં ભોલી

મુઝે ક્યા ઈલ્મ ચાહત ક્યા હૈ

.. … …  ….. 

ઈશ્ક઼ કેહતે હૈ કિસે

ઔર મોહબ્બત ક્યા હૈ

ઓ ગુમ્બા રુમ્બા ગુમ્બા રુમ્બા ગેલો … કલકી બાત કલ તક છોડો આજ મઝા લે લો - લાઈટ હાઉસ (૧૯૫૯) - મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર

તુઝે કસમ હૈ

.. ….. ….. …  .

ક્યા

જહાં કા ગમ હૈ

દિલવાલોંકો ઈસ મેલેમેં

મૌજ મના લો યારોં

કસ્ટમ વસ્ટમ કલ્ચર વલ્ચર

સબ કો ગોલી મારો

દિલવાલોંકે ઈસ મેલેમેં

મૌજ મના લો યારોં

…. ….. ….   …..

મુફત મિલે જબ દિલકી ગુડીયા

ફીર તકલીફ ક્યોં ઝેલો

નઝારેં હૈ જવાન

….. …. … 

તુ ગુમ હૈ કહાં

ખીલે ખીલે મુર્ઝા ન જાયે

યે ફુલોં કે ચેહરે

ઈન ફૂલોંકો ગુંથ કે પહનો

સર પર બાંધો સેહરે

  ….    …..  ….

દુનિયા તુમ સે ખેલ રહી હૈ

તુમ દુનિયાસે ખેલો

મઝા લે લો

ઐસે વૈસે ઠિકાનોં પે જાના બુરા હૈ …. બચ કે રહેનામેરી જાન ઝમાના બુરા હૈ , … …  દિલ લગાના બુરા હૈ - સાધના (૧૯૫૮) - લતા મંગેશકર

સાખી

જો હમમેં હૈ વો મતવાલી અદા

સબમેં નહીં હોતી 

મોહબ્બત સબમેં હોતી હૈ

વફા સબમેં નહીં હોતી

---

ઝુલ્ફ લહરાયે તો

ઝંઝીર ભી બન જાતી હૈ

આંખ શર્માયે તો

એક તીર ભી બન જાતી હૈ

દિલ લુભાનેકો જો

દિલદાર બના કરતે હૈં

દિલ ઉરા કર વહી

તલવાર બના કરતે હૈં

યે વો મહેફિલ હૈ જહાં

પ્યાર ભી લુટ જાતા હૈ

દિલ તો ક્યા ચીઝ હૈ

ઘર બાર ભી લુટ જાતા હૈ

… ….. …..

ઈસિલીયે તો કેહતી હું

ઐસે વૈસે ઠિકાનોં

પે જાના બુરા હૈ

તકકે હંસતે હૈં તો

મસ્તાના બના દેતે હૈં

ઔર

હંસકે તકતે હૈં તો

દીવાના બના દેતે હૈં

કોઈ નગમેમેં કોઈ

સાઝમેં ખો જાતા હૈ

ઇનસે જો બચતા હૈ

વો નાઝ મેં ખો જાતા હૈ

યું તો ગર્દનને લિપટ જાતી હૈં બાહેં ઈનકી

…… ….. ….. ….

દિલ નહીં જેબ પર હૈં નિગાહેં ઈનકી

ઈસિલીયે તો કેહતી હું

ઐસે વૈસે ઠિકાનોં

પે જાના બુરા હૈ

હમ સિતમ ઢાતે હૈં

બેદાદ કિયા કરતેં હૈં

દિલ લિયા કરતેં હૈં

ઔર દર્દ દિયા કરતેં હૈં

દર્દ લેના હો તો

મેહફિલ મેરી આબાદ કરો

વરના જાઓ જી

કિસી ઔર કા ઘર યાદ કરો

આજ જાઓગે તો કલ લૌટ કે ફિર આઓગે

…. ….. ….. ….. …..

હમ સા માશુક઼ ન દુનિયામેં કહીં પાઓગે

ઈસિલીયે તો કેહતી હું

ઐસે વૈસે ઠિકાનોં

પે જાના બુરા હૈ

જાતે જાતે ઈશારોંસે માર ગયી રે, મૈં તો ઐસે લફંગોસે હાર ગયી રે – ભાઈ બહેન (૧૯૫૯) - મોહમ્મદ રફી, ગીતા દત

બન સંવર કર જિન દમ ચલે

હો દેખનેવાલા દિલ કો મલે

છોડ પીછા

અર્રે મન જલે હો

પડ કિસી દૂસરે કે ગલે

સારે નખરે હૈં જાદુ ભરે

હાયે કોઈ કૈસે ના તુઝ પે મરે

ગાલીયાં દુંગી હટ જા પરે હો

મુઝકો ક્યા તુ જિયે યા મરે

ક્યું જલાતી હૈ ઈતના મુઝે

હાયે

હાય કિસકી તો બનના તુઝે

ચોર લે જાયે ચાહે મુઝે હો

પાસ આને ન દુંગી તુઝે હાયે

તેરે શે્હેરોંસે રાજા હમેં બન હી ભલે, વહાં ચૈન સે તો સોતે થે - નાચ ઘર (૧૯૫૯) - મોહમમ્દ રફી, લતા મંગેશકર

તુઝકો ભી દેખ લિયા

શેહેર ભી તેરા દેખા

જગમગાહટકી હર ઈક તહ મેં અંધેરા દેખા

ઐશ કરતેં હૈં તેરે શેહેર મેં દૌલતવાલે

ઔર ફાંકોકે સિતમ સેહતે હૈં મેહનતવાલેં

તેરે શેહેરોમેં ઝુબાન જૂઠી હૈં

દિલ ખોટે હૈં

બિલ્ડિંગ્સ ઊંચી હૈં

ઈન્સાન બહોત છોટે હૈં

શોર ઈતના હૈં કે દિલકી સદા ખો જાયે

ભીડ ઐસી હૈં કે ખુદ અપના પતા ખો જાયે

ઈશ્ક઼ વાલોંકો યહાં રસ્મ-એ-વફા યાદનહીં

હુસ્ન કો હુસ્નકી શર્મ ઔર હયા યાદ નહીં

જિસ્મ સે રૂહ કા હૈં બૈર તેરે શેહેરોં મેં

નઝર આતેં હૈં સભી ગૈર તેરે શેહેરોં મેં

રિમઝિમ રિમઝિમ સાવન બરસે .. તુમ્હરે મિલન કો જિયરા તરસે, છમ છમ છમ છમ પાયલ છનકે, બોલ સજન કૈસે નીકલું મૈં ઘરસે = દિલ્લી કા દાદા (૧૯૬૨) - મન્ના ડે, આશા ભોસલે

ચંચલ શીતલ પવન જ઼કોરે

વ્યાકુલ મનમેં  અગન લગાયે

ગરજ ગરજ કર કારે બદરવા

દેહકી સોયી પીર જગાયે

નૈન હટત નહીં તુમ્હરી ડગર સે

તુમ્હરે મિલન કો જિયરા તરસે

મોરે આંગનવા લાજ કા પહેરા

બંદ કિવડીયાં ખોલ ન પાઉં

ગીલી લકડીયાં બન બન સુલગું

મુખ સે કુછ ભી ન બોલ પાઉં

મર મર જાઉં જગ કે ડર સે

બોલ સજન કૈસે નીકલું મૈં ઘરસે

અય મેરે મહેરબાન અબ ન લે ઈમ્તિહાન, હમ ભી તેરે હુયે, દિલ ભી તેરા હુઆ અબ હમેં આઝમાના ક્યા - સચ્ચે મોતી (૧૯૬૨) - સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર

શામ કે સાયે ઢલને લગે

દર્દ કરવટ બદલને લગે

જબ ચલી ઠંડી ઠંડી હવા

દિલ કે અરમાં મચલને લગે

સાંસ ઘૂટને લગી

આસ છુટને લગી

ઈસ ક઼દર ભી સતાના હૈ ક્યા

જબ પુકારો ચલે આયેંગેં

દિલકી ધડાકનમેં લહરાયેંગે

હમ કિસી હાલ મેં ભી રહેં

દૂર તુમસે ના રેહ પાયેંગેં

તુમ બુલાતી રહો

જી બુલાતી રહો

તો ખુશી કા ઠીકાના હૈ ક્યા

તુમ રૂકો તો જ઼માના રૂકે

તુમ ચલો તો ચલે ઝિંદગી

તુમ જો હમસે મિલે

મિટ ગયે સબ ગિલે

અબ હમેં ઔર પાના હૈ ક્યા

લાગે તો સે નૈના લાગે …. દરસ બિના ન પાઉં ચૈન…. જાગું સારી રૈન - ચાંદી કી દિવાર (૧૯૬૪) - તલત મહમૂદ, આશા ભોસલે

જબ સે લગી

લગન તિહારી

ભૂલ ગયી સુધ બુધ સારી

કલ ના પડે દિન હો કે રૈન

મનમેં બસી

પીર અનજાની

તનમેં જગી અગન સુહાની

ગયો રે મોરે જિયરાકા ચૈન

ઉમર મોરી કોરી કોરી, ઉમર મોરી બાલી બાલી, ધીરે રંગ ડારો કરો ના જોરા જોરી …… બરસ ભર બીતે તબ આયે કહીં હોરી, જ઼ીજક નહીં હમસે નીકટ આ જા ગોરી - નયા રાસ્તા (૧૯૭૧) - મોહમ્મદ રફી, આશા ભોસલે

ધીરે ધીરે પીચકારી મારો

નહીં મારો બેદર્દી સો કસ કે

દેખો દેખો બૈયાં ન ખીંચો

મેરી રેશમ કી ચોલી ન મસકે

મોહે તુમરી ક઼સમ

મોહે લાગે શરમ

માનો માનો અરઝ માનો મોરી

ચુનર મોરી કોરી

ભીગી ભીગી ચુનરી સે ઝાંકે

તોરે મતવાલે અંગોકે જાદુ

આજા મેરી બાંહોંમેં છુપ જા

ગોરી ઘબરા કે યું ન સિમટ તુ

મિલે તન સે જો તન

બુજે તનકી અગન

કહેં હમ ભી કી આયી હૈ હોરી

આજ સોચા હૈ ખયાલોમેં બુલાકર તુમકો, પ્યાર કે નામ થોડી સી શિકાયત કર લેં - ચેહરે પે ચેહરા (૧૯૮૧) - સુલક્ષણા પંડિત, મોહમમ્દ રફી

ઐસે બીછડે હો કે જૈસે કભી મિલના હી નહીં

ઐસે ભૂલે હો કી જૈસે કભી જાના હી ન થા

અજનબી બન કે અગર યૂં હી સિતમ ઢાના થા

પાસ આના હી ન થા પાસ બુલાના હી ન થા

રંજિશેં ભી વહીં પલતી હૈં

જહાં પ્યાર પલે

પ્યાર હી જિસ સે નહીં

ઉસ સે ગિલા ક્યા હોગા

મેરી ઉમ્મીદ હૈ તુ

તેરી તમન્ના મૈં હૂં

ઔર ચાહત કા સિલા ક્યા હોગા

રંજિશેં ભૂલ કે

ખ્વાબોંકો હક઼ીકત કર લેં

આજ સોચા થા ક્યા કહું મૈં તુમ્હેં

ક્યા સમજ઼ા હૈ ક્યા માના હૈ 

મેરી ચાહતને તુમ્હેં

અપના ખુદા માના હૈ

અપના હિસ્સા હી તુમ્હેં મૈને સદા માના હૈ

જાન કો કીસ ને ભલા તન સે જુદા માના હૈ

જાન ઔર તન સે

જાન ઔર તનસે નયા અહદ-એ-મોહબ્બત કર લેં

સાહિર લુધિયાનવી અને એન દત્તાના ૧૮ ફિલ્મોના સંગાથમાં એક ફિલ્મ, પિકનિક, હતી જે રીલીઝ ન થઈ શકી કેમકે તે પુરી થાય તે પહેલાં ગુરુ દત્તે આત્મહત્યા કરી લીધી હતી. એનાં એકાદ બે ગીતો યુ ટ્યુબ પર મળી આવે છે, તેમાંથી કિતના રંગીન હૈ ચાંદ સિતારોંકા સમા (આશા ભોસલે, મોહમ્મદ રફી) લખ્યું છે તો મજરૂહ સુલ્તાનપુરીએ પણ અહીં ઉલ્લેખ એટલે કરેલ છે કે ધર્મપુત્ર (૧૯૬૧)નાં ગીત આજ કી રાત નહીં શિકવે શિકાયત કે લિયે  સાથે ગીતની ધુન અદ્‍ભૂત સરખાપણું ધરાવે છે.

સાહિર લુધિયાનવી અને એન દત્તાના ૧૮ ફિલ્મોના સંગાથની આજની વાત પુરી કરીએ એ સંગાથનાં એ અનન્ય પાસાંથી, જેમાં એન દત્તાની કારકિર્દીની શરૂઆત આ જોડીની સૌ પ્રથમ (પંજાબી) ફિલ્મ 'બાલો'થી થઈ અને પુરી થઈ આ જોડીની પણ અંતિમ ફિલ્મ ચેહરે પે ચેહરા (૧૯૮૧)થી. એન દત્તાએ '૭૦ના દાયકામાં ભલે બહુ ફિલ્મો ન કરી પણ તવારીખ તો આ સંગાથની સફર ત્રીસ વર્ષની જ ગણે છે.

હવે પછીના, આ શ્રેણીના અંતિમ, મણકામાંપણ આપણે સાહિર લુધિયાનવી અને રવિન એવા જ દીર્ઘકાળના ૧૯ ફિલ્મના સંગાથનાં પ્રેમાનુરાગનાં ગીતોને યાદ કરીશું.