૧૯૪૩નાં યુગલ ગીતોની ચર્ચાને એરણે સૌ પ્રથમ જ અંદાજ આવી જાય છે કે આ વર્ષે યુગલ ગીતોની સંખ્યા અન્ય વર્ષો કરતાં ઠીક ઠીક માત્રામાં વધારે છે. સોંગ્સ ઑફ યોરના પ્રવેશક લેખમાં રજુ થતા આંકડાઓમાં જેમનાં ગાયકોની ઓળખ થઈ શકી છે એવાં ૫૪૨ ગીતોમાંથી ૧૭૨ યુગલ ગીતો, કુલ ગીતોનો ૩૧.૪૪% હિસ્સો હોવું આ બાબતને પુષ્ટિ કરે છે.
જોકે, આ ૧૭૨ ગીતોમંથી ચર્ચાની એરણે આપણી સમક્ષ માંડ ૬૦ જેટલાં ગીત આવ્યાં. માં બીજાં ૨૭ ગીતોનો સમાવેશ થયેલ છે. આમ કુલ ઉપલબ્ધ ગીતોનો માંડ અર્ધો હિસ્સો આપણે અહીં સાંભળી શક્યાં છીએ. તદુપરાંત, જે ૬૦ ગીતો અપણે ચર્ચાની એરણે સાંભળ્યા તેમાં પણ માત્ર અરૂણ કુમારનાં ૮ અને જી એમ દુર્રાનીનાં ૬ એમ બે પુરુષ ગાયકોનાં જે બેથી વધરે યુગલ ગીતો છે. બીજા બે ત્રણ ગાયકોનાં એક થી વધારે યુગલ ગીતો છે. આમ લગભગ ત્રીજા ભાગનાં ગીતો એક એક ગાયક જોડીનાં જ યુગલ ગીતો છે.અત્યાર સુધીની આપણી પદ્ધતિ મુજબ જો આ બધાં એક એક યુગલ ગીતને અહીં સમાવીને આ યાદી લાંબી લાચક કરવાનો કોઈ ફાયદો નથી.
તેથી વર્ષનાં સૌથી વધારે સાંભળવા લાયક યુગલ ગીતોની યાદીને વધારે સંતુલિત બનાવવાના આશયથી Best songs of 1943: Wrap Up 3 નાં Special Songs અને Best Ten Duetsમાંના યુગલ ગીતોનો પણ અહીં સમાવેશ કરેલ છે.
આમ હવે પ્રસ્તુત છે, ફિલ્મનાં નામના બારાખડી મુજબના ક્રમ અનુસાર, મારી પસંદના વર્ષ ૧૯૪૩નાં યુગલ ગીતો.
જી એમ દુર્રાની, સિતારા - ગોરી બાંકે નયન સે ચલાયે જાદુઆ - આબરૂ - ગીતકાર હસરત લખનવી- સંગીત - ગોવિંદ રામ
મોતીલાલ , અંજલિ - કાંટો સા ચુભતા હૈ - આગે કદમ - કૈલાસ મતવાલા - મસ્ટર માધવલલ, આર સી પાલ
માસ્ટર અમૃતલાલ, લીલા પવાર - હો મત પિયો છેલા તંબાકુ રે - આગે કદમ - કૈલાસ મતવાલા - માસ્ટર માધવલલ, આર સી પાલ
જી એમ દુર્રાની, કૌશલ્યા - નૈનોંમેં મૈ નૈનાં દિન્હો ડાલ, ઓ બાંકે નૈનાવાલે - અંગુરી - રામમૂર્તિ - ગુલામ મુસ્તફા ( જી એમ) દુર્રાની
વિષ્ણુપત પગનીસ, કૌશલ્યા - જો હમ ભલે બુરે હો તેરે - ભક્ત રાજ - ડી એન મધોક - સી રામચંદ્ર
ઈશ્વરલાલ, કૌશલ્યા - દો બોલ મહોબ્બતવાલે બોલો - ચિરાગ - ડી એન મધોક - ખેમચંદ પ્રકાશ
અરૂણ કુમાર, સરૈયા - બિસ્તર બીછા દિયા હૈ તેરે ઘર કે સામને - હમારી બાત - વલી સાહબ - અનિલ બિશ્વસ A
અરૂણ કુઆમર, અમીરબાઈ કર્ણાટકી - હમ ઐસી કિસ્મતકો ક્યા કહેં હાયે જો એક દિન હંસાયે એક દિન રૂલાયે - કિસ્મત - પ્રદીપ - અનિલ બિશ્વાસ
ચિતળકર, પારૂલ ઘોષ - મોરે રાજા કી ઊંચી અટરિયા - મુસ્કુરાહટ - ઈશ્વરચંદ્ર કપુર - સી રામચંદ્ર
પરેશ બેનર્જી, રાજકુમારી - ધુએંકી ગાડી ઉડાયે લિયા જાયે - નઈ કહાની - વલી સાહબ - શ્યામ સુંદર
પરેશ બેનર્જી, રાજકુમારી - મન મંદિરમેં આયે બાલમ - નઈ કહાની - વલી સાહબ - શ્યામ સુંદર
પારૂલ ઘોષ , સિતારા - ફ્સલે બહાર ગાએ જા દિલમેં ગમ રૂલાએ જા - નજમા - અંજુમ પીલીભીતી - રફીક઼ ગઝનવી બી એ
એસ એન ત્રિપાઠી, રાજકુમારી - પનઘટ પર પાની ભરને - પનઘટ - રમેશ ગુપ્તા એસ એન ત્રિપાઠી
રફીક઼ ગઝનવી, મેનકા - પંછી ઊડ ચલા અપને દેશ... - પૃથ્વી વલ્લભ - પંડિત સુદર્શન - રફીક઼ ગઝનવી
કિશોર સાહુ, પ્રતિમા દાસગુપ્તા - નિરાલી દુનિયા હમારી - રાજા - રામમુર્તિ - ખાન મસ્તાના
સરસ્વતી રાણે, અમીરબઈ કર્ણાટકી - આઓ રી સુહાગન નારી મંગલ ગાઓ રે - રામ રાજ્ય - રમેશ ગુપ્તા - શંકર રાવ વ્યાસ
કમલ દાસગુપ્તા, અનિમા દાસગુપ્તા - સાવનમેં બુંદોંકી ઝાલર ડાલી - રાની - પંદિત મધુર - કમલ દાસગુપ્તા
નુર મોહમ્મ્દ ચાર્લી, સુરૈયા - ઉડતે પંછી કૌન ઉનકો બતાયે - સંજોગ - ડી એન મધોક - નૌશાદ અલી
જયશ્રી, ઝોહરાબાઈ અંબાલેવાલી - ચાંદ સા નન્હા આયે ફુલો સા ખિલ ખિલ જાયે - શકુંતલા - રતન પિયા - વસંત દેસાઈ
ખાન મસ્તાના, ઝોહરાબાઈ અંબાલેવાલી - સુહાની સુહાની હો ગયી સુહાની, સાજન અપની ઝિંદગી હો ગયી સુહાની - તલાશ - એ ક઼રીમ - ખાન મસ્તાના
આસિત બરન, બિનોતા રોય (?) - જીવન હૈ બેક઼રાર બીના તુમ્હારે - વાપસ - પંડિત ભુષણ - આર સી બોરાલ
આસિત બરન, ઈંદ્રાણી (?) - ભુલ ન જાના આજકી બાતેં - વાપસ - મુંશી ઝાકિર હુસૈન - આર સી બોરાલ
આ, અને અહીં ન સમાવયેલાં અન્ય પણ કેટલાંક યુગલ ગીતો બેશક પહેલી જ વાર સાંભળતાં ધ્યાન આકર્ષે છે, પરંતુ Best songs of 1943: Wrap Up 3 ના તારણમાં સોંગ્સ ઑફ યોર નોંધ લે છે તેમ વર્ષ ૧૯૪૩માં મોરે બાલાપનકે સાથી ભુલ જઈયો ના (કે એલ સાયગલ, ખુર્શીદ - તાનસેન - સંગીત ખેમચંદ પ્રકાશ), ધીરે ધીરે આ રે બાદલ ધીરે ધીરે ધીરે આ - ખુશીનું અને કરૂણ વર્ઝન - (અરૂણ કુમાર / અશોક કુમાર, અમીરબાઈ કર્ણાટકી -કિસ્મત - સંગીત અનિલ બિશ્વાસ) અને ભારતકી એક સન્નારીકી હમ કથા સુનાતે હૈં (યશવંત બુઆ જોશી, યશવંત નિકમ - રામ રાજ્ય - સંગીત શંકર રાવ વ્યાસ) એ ત્રણ ગીતો આજે પણ એટલી જ લોકચાહના મેળવતાં રહ્યાં છે. આ વાત સાથે મારી પણ સંપુર્ણ સહમતિ છે.