Showing posts with label Vishni Lal. Show all posts
Showing posts with label Vishni Lal. Show all posts

Thursday, November 10, 2022

ચર્ચાની એરણે : ૧૯૪૩નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - જયશ્રી, બેબી માધુરી, વિશ્ની લાલ, વાસંતી, ગૌહર સુલ્તાના અને અન્ય ગાયિકાઓ

 

જયશ્રીનાં સૉલો ગીતો

વર્ષ ૧૯૪૩નાં બે સૉલો ગીતો = જીવનકી નાવ ના ડોલે, હાં તેરે હૈ તેરે હવાલે અને મેરે બાબાને બાત મેરી સુન લી (શકુંતલા)  Memorable Songs of 1943માં આવરી લેવાયાં છે.

કમલ હૈ મેરે સામનેકમલ હૈ મેરે સાથ - શકુંતલા - ગીતકાર: દીવાન શરાર - સંગીત: વસંત દેસાઈ

ઝૂલુંગી ઝૂલુંગી જીવન ભર તે જીવન ઝૂલા  - શકુંતલા ગીતકાર: રતન પિયા - સંગીત: વસંત દેસાઈ

બેબી માધુરીનાં સૉલો ગીતો

ઔરત હૈ એક કહાની - વિશ્વાસ - ગીતકાર: પંડિત ઈન્દ્ર - સંગીત: ફિરોઝ નિઝામી

ભોજન કે નજારે હૈ = વિશ્વાસ - ગીતકાર: મુન્શી શામ જિલાની સંગીત: ફિરોઝ નિઝામી

વિશ્ની લાલનાં સૉલો ગીતો

બરબાદ હૈ હમ, યે કિસ્મત હમારી - ચિરાગ - ગીતકાર: પંડિત ઈન્દ્ર  - સંગીત: ખેમચંદ પ્રકાશ

જોગન તેરી નગરી કહાં, તુ કૌન સી ગલીયાં ચલી - ક઼ુરબાની - ગીતકાર: વલી સાહબ - સંગીત: ખેમચંદ પ્રકાશ

વાસંતીનાં સૉલો ગીતો

કહાં કાલા કાલા, મૈં તેરા મતવાલા બંસરીવાલા - ભક્ત રાજ - ગીતકાર: ડી એન મધોક - સંગીત: સી રામચંદ્ર

હિંદિ ફિલ્મ ગીત કોશની નોંધ મુજબ આ ગીત ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવ્યું હતું.

કૈસા સુંદર સમા સુહાના, આહા આહા - ભક્ત રાજ - ગીતકાર: ડી એન મધોક - સંગીત: સી રામચંદ્ર

ગૌહર સુલ્તાનાનાં સૉલો ગીતો 

શબનમ ક્યું નીર બહાયે (ઈશારા) Memorable Songs of 1943માં આવરી લેવાયું છે.

હમેં ગમ દે કે ન જાઓ સાજન, મોરે આઓ સાજન - ઈશારા - ગીતકાર: ડી એન મધોક - સંગીત: ખુર્શીદ અન્વર

મીનાક્ષીનાં સૉલો ગીતો - આંખ મિલતે હી મોહબ્બત હો ગઈ, પ્યાર કરને કો તૈયાર  અને બીજલી ચમકને લગી, લગી રામા બીજલી ચમકને લગી (આંખકી શર્મ - ગીતકાર: પંડિત ઈન્દ્ર - સંગીત:  વસંત દેસાઈ)  Memorable Songs of 1943માં આવરી લેવાયાં છે.

વર્ષ ૧૯૪૩ માટેનાં સ્ત્રી સૉલો ગીતોની હવે લાંબી પુંછડી આવી રહી છે.

જે ગાયિકાઓનાં માત્ર એક  જ સૉલૉ ગીત મળી શકયાં છે તે આ મુજબ છે.

કે સુંદરમાનું  સૉલો ગીત એક બેવફાસે પ્યાર કિયા, હાય યે ક્યા કિયા (દુનિયા દિવાની - ગીતકાર: અર્શદ ગુજરાતી - સંગીત: કે નારાયણ) Memorable Songs of 1943માં આવરી લેવાયું છે. આ જ ફિલ્મનું બીજું એક સૉલો ગીત, ઉમ્મીદ નહીં વસી સે દિલશાદ કરેંગે - નથી મળી શક્યું.

વૃજમાલા - સાંવરે સતા ના, બાંસરી બજા ના - ગૌરી - ગીતકાર: કેદાર શર્મા - સંગીત: ખેમચંદ પ્રકાશ 

અંજલી દેવી - યે કૈસા હૈ ધરમ તુમ્હારા, યે કૈસા ઈન્સાન - આગે કદમ - ગીતકાર: કૈલાશ મતવાલા - સંગીત: માસ્ટર માધવ લાલ / રામચંદ્ર પાલ (?)

કલ્યાણી - ક્યોં દિલ મીલા હમારા જવાબ દો - કોશિશ - ? - સંગીત: બશીર દહલવી

તે ઉપરાંત આ સૉલો ગીતો - મનુઆ કાહે ફિર તડપાયે - બિનોતા રોય (ગીતકાર: અખ્તર ચુગતાઈ), અલબેલા મસ્તાના એક હંસ કા જોડા - સુપ્રોવા સરકાર (ગીતકાર: પંડિત ભુષણ) અને  જીવન હૈ બેકાર બીના તુમ્હારે - અજ્ઞાત ગાયિકા (બધા ગીતોઃ ફિલ્મ વાપસ; સંગીત: આર સી બોરાલ)  માં આવરી લેવાયાં છે.

આ ઉપરાંત મુમતાઝ શાન્તી (બદલતી દુનિયા - ૩ ગીતો), શાન્તા આપ્ટે (દુહાઈ - ૨ ગીતો), ગૌહર સુલ્તાના (ઇશારા - ૩ ગીતો), રમોલા (મનચલી - ૩ ગીતો), આરતી બોઝ અને દીન અગાંધી,(બન્નેનાં પરાયા ધન માટે એક એક ગીતો)  જેવાં ગાયિકાઓ જેમનાં ગીતો હિંદી ફિલ્મ ગીત કોશમાં નોંધાયા હોવા છતાં યુ ટ્યુબ પર અપલોડ કરનાર વર્ગની બહુ જુનાં ગીતો મેળવી શકવાની બહુ આશ્ચર્યજનક ક્ષમતાની પહોંચની બહાર રહી જવા પામ્યાં છે.

વળી, આ ઉપરાંત પણ હજુ કોઈ રડ્યાંખડ્યાં સ્ત્રી સૉલો ગીત મારી નજરમાં ન આવ્યાં હોય તેમ બનવાની શકયતા પણ છે. પરંતુ, ૧૯૪૩ નાં વર્ષ માટેનાં મારાં સાવ નગણ્ય જ્ઞાનની તે મર્યાદા સ્વીકારીને ૧૯૪૩ નાં સ્ત્રી સૉલો ગીતોની એરણે લીધેલી આ ચર્ચાને અહીં પુરી કરૂં છું.