Showing posts with label Quality of Organization. Show all posts
Showing posts with label Quality of Organization. Show all posts

Sunday, October 21, 2018

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ઓક્ટોબર, ૨૦૧૮


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ઓક્ટોબર, ૨૦૧૮ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
ઓગસ્ટ, ૨૦૧૮ના આપણા બ્લૉગોત્સવના અંકમાં આપણે ISO 9004: 2018માંના ત્રણ પૈકી બે સંષોધનો વિષે વાત કરવાનું નક્કી કરેલ હતું.
આ બે સંશોધનો છે -
-     સંસ્થાની ગુણવત્તા' પર વિશેષ ભાર;
-     સંસ્થાની ઓળખ' પર ખાસ ધ્યાન
આજના આપણા ઑક્ટોબર, ૨૦૧૮ના અંકમાં આપણે 'સંસ્થાની ગુણવત્તા'ની ચર્ચા પર વિશેષ ભાર મુકીશું.
ISO 9000:2015ની ગુણવત્તાની વ્યાખ્યાનો આધાર લઈને ISO 9004: 2018  'સંસ્થાની ગુણવત્તા'ની વ્યાખ્યા કરતાં કહે છે કે, 'સંસ્થાની ગુણવત્તા એટલે સંસ્થાની સહજ લાક્ષણિકતાઓ દ્વારા સંસ્થની સંપોષિત સફળતામાટે કરીને સંસ્થાનાં ગ્રાહકો અને અન્ય હિતધારકોની જરૂરિયાતો અને અપેક્ષાઓની જે માત્રામાં સંતુષ્ટિ થવી તે.'…બીજા શબ્દોમાં કહીએ તો સંસ્થાની ગુણવત્તાની કામગીરીનું એક મહત્ત્વનું સૂચક છે સંસ્થાની સંપોષિત સફળતા.
બહુ જ જટિલ,મહેનત માગી લેનાર અને સદાય બદલતાં રહેતાં વાતાવરણમાં સંપોષિત સફળતા માની લેવી એ ખોટું છે. જેમકે. the 2018 Corporate Longevity Forecast માં એમ ધારણા કરાઈ છે કે ૨૦૨૩ સુધીમાં Standard & Poor’s 500માં જોવા મળતી સંસ્થાઓની, આવરદા આ આંકમાં, સરેરાશ ૧૨ વર્ષ રહેશે. નવી ટેક્નોલોજીઓ, આર્થિક ઝટકાઓ, વિધ્વંસકારી હરીફો અને, તે બધાં ઉપરાંત,  ભવિષ્યના પડકારોને પારખવા અને તેમની સાથે કામ પાર પાડવાની અક્ષમતા આ શરતી સંપોષિતા માટે કારણભૂત બની રહેશે.
આ ચર્ચાને ISO 9001: 2015માં જણાવાયેલ આવશ્યકતાઓ સાંકળીશું તો જણાશે કે સંસ્થાના સંદર્ભ અને સંસ્થના હિતધારકોની જરૂરિયાતો અને અપેક્ષાઓ સમજવામાં સંસ્થાની પોતાની સંસ્કૃતિ અને જ્ઞાનનો ઉપયોગ કેટલી અસરકારકતાથી સંસ્થા કરે છે. તે ઉપરાંત સંસ્થાની ગુણવત્તાને ચકાસવામાટે સંસ્થાનાં જોખમો અને તકો માટે કરીને સંસ્થાએ લીધેલાં પગલાંઓની અસરકારકતાના સંદર્ભમાં સંસ્થાની કામગીરીની પરિપક્વતા એક બહુ જ ઉપયુક્ત સૂચકાંક બની રહે છે. 
The Top 10 Characteristics of a Healthy Organizationમાં Rose Johnson સંસ્થાની સંસ્કૃતિમાં વણાઈ ગયેલ કેટલીક લાક્ષણિકતાનું વર્ણન કરે છે, જેને ઓળખવાથી અને સમજવાથી સંસ્થા કેવા પ્રશ્નોનો સામનો કરશે અને એતેની સામે ટકી રહેવ અમાટે કેવાં કેવાં સુધારણા પગલાંઓ ભરી શકશે તેનો અંદાજ લગાવી શકાય છે.
તંદુરસ્ત, સક્ષમ સંસ્થાના વિષયને લગતા બીજા પણ કેટલાક લેખો આલેખની સાથે જોવા મળી શકે છે
હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીશું.
Management Matters Network પરની કોલમ Essential Management for Doers, Doubters and Darers માંનો Jim Champy નો લેખ When a Company Goes Astrayઆપણે આજના બ્લૉગોત્સ્વના અંક માટે પસંદ કરેલ છે. …. તાજેતરની કેટલીક ઘટનાઓને વર્ણવતાં વર્ણવતાં લેખક સાચા સવાલ પૂછવાનાં મહત્ત્વને ફરી એક વાર દોહરાવે છે. તેમાં પણ, જ્યારે કંપની લથડીયાં ખાવાની સ્થિતિ હોય ત્યારે તો ખાસ. તેઓ આ ચાર સવાલને સૂચવે છે :
·         સંસ્થાની મૅનેજમૅન્ટ ટીમ પાસે પરિવર્તન માટે આવશ્યક કૌશલ્ય, મનોવૃત્તિ અને ભૂખ છે?
·         બજારની બદલતી રહેતી જરૂરિયાતોનો પડઘો કંપનીનાં ઉત્પાદનો અને સેવાઓમાંકેવો પડે છે?
·         કંપનીએ વિજાણુકરણને કૅટલી હદે અપનાવેલ છે ?
·         કંપનીની કામગીરીઓ કેટલી અસરકારક અને નક્કર રહેતી આવી છે?
આપણા આજના અંકના ASQ TV પરનાં વૃતાંત, Why Continuous Improvement Teams Fail માં સતત સુધારણા ટીંઅની ભૂમિકા શું હોવી જોઈએ, તેમાં કોને કોને સમાવવાં જોઈએ અને તેઓએ શું શું પ્રકારનાં કામ કરવાં જૉઇએ તે સમજાવાયેલ છે.
Jim L. Smithનાં સપ્ટેમ્બર, ૨૦૧૮ની Jim’s Gems પૉસ્ટ:

  • Soft Skills are Underrated - ગુણવત્તા વ્યાવસાયિકોપાસે ટીંમનાં અન્ય સભ્યો સાથે આપસી આદાનપ્રધાન માટે જરૂરી હોય એ કક્ષાનું પ્રબળ કૌશલ્ય હોવું જરૂરી છે. - સંસ્થાને તેની કામગીરીની શ્રેષ્ઠ કક્ષાએ લઈ જવા માટે ગુણવત્તા વ્યાવસાયિકોપાસે ગુણવત્તા તકનીકો અને સાધનો પાસે સારૂં એવું પ્રભુત્વ હોય તે તો આવશ્યક છે જ. પરંતુ આજના સમયમાં એટલું પૂરતું નથી. આપસી આદાનપ્રદાન પ્રક્રિયાઓમાં માહિર ન હોય એવાં વ્યાવસાયિકોને ટીમનાં સારાં સભ્યો નથી માનવામાં આવતાં. જે વ્યાવસાયિક પોતાની ટીંમ સાથે હળી મળીને કામ કરી શકે છે તે સામાન્ય રીતે પોતાની સાથે એક સકારાત્મ્ક વાતવરણ પણ લાવે છે. ઉત્કૃષ્ટ ઉત્પાદકતા માટે આવાં સકારાત્મક વાતાવરણનું ઘણું મહત્ત્વ હોય છે. આ પ્રકારની મનોસ્થિતિવાળાં વ્યાવસાયિકો વધારે રચનાત્મક અભિગમ દર્શાવ્તાં હોય છે, અને અન્ય સભ્યોને ઉપાયો શોધવામાં સક્રિયાત્મકપણે મદદરૂપ બનતાં હોય છે. આપસી આદાનપ્રદાન પ્રક્રિયાને લગતી ખાસીયતોની યાદી તો બહુ લાંબી બની શકે, પરંતુ કેટલીક મહત્ત્વની બાબ્તો કહેવી હોય તો સાથસહકારથી કામ કરનાર, ભરોસાપાત્ર, સામી વ્યક્તિને માનની નજરે જોનાર, કળથી કામ લેનાર, મૈત્રિપૂર્ણ,
    સહાનુભૂતિ દાખવનાર, પ્રમાણીક, મદદગાર, (બોલેલે, લખેલ, બોલ્યા સિવય )મુક્ત સંવાદમય રહેવું, ખુલ્લાં મનનું હોવું, સકારાત્મ્ક રહેવું જેવી બાબતો આવરી લઈ શકાય...આમાંથી પોતાની અંદર ખૂટતી કોઈ પણ બાબતને ચોક્કસ પ્રયત્નો દ્વારા વિકસાવી શકાય છે, બસ એના માટે જોઈએ  સંન્નિષ્ઠ પ્રતિબધ્ધતા અને કડી મહેનત.
  • Impulse Decisions - આવેગ એ આમ તો કંઈ પણ કરવાની પ્રબળ ઈચ્છા કહી શકાય. આપણાં અર્ધચેતન મનમાંથી કોઈ એક સ્ફુરણા (અચાનક) જાગે છે જે ચેતન મગજને કંઈક કરવાની સુચના રૂપે સમજાય છે.  મોટા ભાગે આવેગને કારણે વર્તન કરવું એ નકારાત્મ્ક સ્વરૂપે જોવામાં આવતું હોય છે, કેમકે તેની સાથે જરૂરી તર્ક ન હોવાથી તેનાં પરિણામોનો વિચાર ન કરાયો હોય એવી શક્યતાઓ વધારે રહેતી હોય છે. આવેગથી કામ કરતાં લોકો ભલે પરિણામનો વિચાર ન કરતાં હોય, પણ લીધેલું કામ પૂરૂં જરૂર કરે તે પણ સારી જ વાત છે. આવાં લોકો લાગણી શીલ જરૂર વધારે હશે,પણ તેમનાં લક્ષ્યની બાબતે જરૂર ચોક્કસ કહી શકાય. લક્ષ્ય સિધ્ધિમાં તર્ક ન હોય પણ લાગણીનો જુસ્સો હોય તો પણ લક્ષ્ય સિધ્ધિની સંભાવનાઓ વધી તો જતી જ હોય છે.આવેગને તર્કની એરણે ચકાસવા જરૂર પણ તર્કનાં દબાણ હેઠળ દબાવી ક્યારે પણ દેવા જોઈએ.

રોજબરોજનાં અંગત તેમ જ વ્યવાસાયિક જીવનને લગતા ગુણવત્તાને લગતા લેખો દ્વારા બ્લૉગપોસ્ટસના આપણા બ્લૉગોત્સવને વધારે ને વધારે રસપ્રદ અને ઉપયોગી બનાવવા માટે આપનાં સૂચનો, ટિપ્પણીઓ, ટીકાઓ કે નવા વિચારો જરૂરથી મોકલશો.

આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.