સ્નેહલ
ભાટકર - હમારી યાદ આયેગી
હિંદી ફિલ્મનાં
ગીતોનાં ચાહકો માટે 'કભી તન્હાઈયોંમેં...
હમારી યાદ આયેગી'નાં ગાયિકા મુબારક બેગમ છે તે યાદ
કરવામાં જરા સરખી પણ તસ્દી લેવાની જરૂર ન હોય, પરંતુ કદાચ એ ગીતના
રચયિતા સ્નેહલ ભાટકર છે એ યાદ દેવડાવવું પડે તો અચરજ ન પણ થાય !
સ્નેહલ ભાટકર (૧૭
જુલાઈ,
૧૯૧૯
// ૨૯ મે ૨૦૦૭) તો તેમનાં અનેક તખ્ખલુસોમાંનું એક હતું. આ પહેલાં તેમનાં મૂળ નામ, વાસુદેવ ગંગારામ
ભાટકર,ને બદલે તેઓ વાસુદેવ, બી. વાસુદેવ,સ્નેહલ અને વી જી
ભાટકર જેવાં નામોના પણ પ્રયોગ કરી ચૂક્યા હતા. તેમની કારકીર્દી દરમ્યાન તેમણે ૧૭
હિંદી અને ૧૨ મરાઠી ફિલ્મો માટે સંગીત નીદર્શન સંભાળ્યું હતું. બીન ફિલ્મી મરાઠી
ગીતો સંદર્ભે તેમનાં યોગદાનની બહુમાનથી નોંધ લેવાય છે.
તકનીકી દૃષ્ટિએ
સ્નેહલ ભાટકરની સૌથી પહેલી ફિલ્મ ૧૯૪૬માં રજૂ થયેલ 'રૂકીમણી સ્વયંવર' કહેવાય, તેમાં તેમણે સુધીર
ફડકે સાથે 'વાસુદેવ-સુધીર'નાં નામથી ગીતો
રચ્યાં એ પછીથી આ બન્ને સંગીતકારોએ પોતપોતાની આગલી કારકીર્દી કંડારી.
મેરા સંદેશા લે જા - રૂકીમણી સ્વયંવર
(૧૯૪૬) - લલિતા દેઉલકર
પોતાનાં એકલાં નામથી
જેમાં તેમણે સંગીત પીરસ્યું તેવી પહેલી ફિલ્મ હતી 'નીલકમલ' (૧૯૪૭). હવે તેમણે બી.
વાસુદેવ નામાભિધાન કર્યું હતું. આ ફિલ્મ દ્વારા રાજ કપૂર અને મધુબાલાએ પણ ફિલ્મ
જગતમાં પ્રવેશ કર્યો હતો.
જૈયો ના બિદેસ મોરા
જિયા ભર આયેગા
- નીલ કમલ (૧૯૪૭) - રાજકુમારી, બી. વાસુદેવ - ગીતકાર કેદાર શર્મા
આ ફિલ્મમાં રાજ કપૂરે
જે કોઈ ગીત પર્દા પર ગાયાં છે તેનું પાર્શ્વગાન બી. વાસુદેવે કર્યું છે. મુકેશના
સ્વરમાં જે કોઈ ગીતો છે તે અન્ય કલાકારો પર ફિલ્માવાયાં હતાં.
આ પછીની તેમની બે
ફિલ્મો - 'સુહાગ
રાત'
અને
'ઠેસ'-માં પણ તેમણે બી.
વાસુદેવના નામથી જ કામ કર્યું.
યે બુરા કિયા જો સાફ
સાફ કહ દિયા કે મેરે સાંવરે પિયા, તોસે દૂર રહ કે ચૈન ન
પાયે જિયા
- સુહાગ રાત (૧૯૪૮) - રાજકુમારી, મુકેશ - ગીતકાર કેદાર શર્મા
આ ફિલ્મમાં ભારત ભુષણ
અને ગીતા બાલીનો હિંદી ફિલ્મ જગતમાં પ્રવેશ થયો હતો.
સ્નેહલ ભાટકરનાં
સંગીતમાં ગીતા રોય (દત્તે) બહુ ગીતો નથી ગાયા. એટલે આપણે આ જ ફિલમનાં અન્ય એક
ગીતમાં ગીતા દત્તનના સ્વરમાં બી. વાસુદેવની સ્ત્રી યુગલ ગીત તરીકે સ્વરબધ્ધ થયેલ
રચના સાંભળીએ.
મેરે દિલકી હો મેરે
સીને કી મેરે ધડકનોમેં સખી કૌન આ સમાયા - સુહાગ રાત (૧૯૪૮) - ગીતા રોય, શમશાદ બેગમ - ગીતકાર કેદાર શર્મા
૧૯૫૦માં શોભના સમર્થે
પોતાનાં નિર્માણ અને દિગ્દર્શન હેઠળ ફિલ્મ - હમારી બેટી - બનાવી જેનાં સંગીત માટેની ધુરા વાસુદેવ ભાટકરને
સોંપાઈ. એ સમયે તેમનાં ઘેર સ્નેહલતા નામક પુત્રીરત્નનો જન્મ થયો હતો, જેને કારણે હવે
વાસુદેવ ભાટકરે પછીથી પ્રચલિત રહેલ એવું સ્નેહલ
ભાટકર નામ રાખ્યું.
તુઝે કૈસા દુલ્હા
ભાયે, બાંકી
દુલ્હનિયાં
- હમારી બેટી (૧૯૫૦) - નુતન - ગીતકાર પંડિત ફણી
આ ફિલ્મમાં શોભના
સમર્થે તેમની મોટી દીકરી નુતન ની સાથે નાની દીકરી તનુજાને પણ બેબી તનુજા તરીકે
પરદા પર રજૂ કરી. પ્રસ્તુત ગીત નુતનના જ સ્વરમાં ગવાયું છે.
આડવાત:ફિલ્મ સંગીતના સુજ્ઞ ચાહકને તો યાદ જ હશે કે નુતને ફરી વાર (પોતાના જ માટે)પાર્શ્વ ગાયન ૧૯૬૦ની ફિલ્મ 'છબીલી' માટે કર્યું. આ ફિલ્મનું નિર્માણ પણ શોભના સમર્થે કર્યું હતું. ફિલ્મમાં હવે નુતનનાં મુખ્ય પાત્ર સાથે નાની બહેન તનુજા પણ સહમુખ્ય પાત્રની ભૂમિકામાં રજૂ થઈ હતી. ફિલ્મમાં નુતનનું સૉલો 'અય મેરે હમસફર રોક તૂ અપની નજ઼ર' હેમંત કુમાર સાથેનું યુગલ ગીત લહરોં પે લહર ઉલ્ફત હૈ જવાં, ગીતા દત્ત સાથેનું યુગલ ગીત યારોં કીસીસે ન કહેના અને સુધા મલ્હોત્રા સાથેનું યુગલ ગીત મીલા લે હાથ આજે પણ ભુલાયાં નથી. છબીલીમાં પણ સંગીત તો સ્નેહલ ભાટકરનું જ હતું તે કહેવાની તો ભાગ્યે જ જરૂર હોય.એ પછી છેક ૧૯૮૩ની ફિલ્મ 'મયુરી'માં નુતને પર્દા પાછળ પણ પોતાનાં ગીતો ગાયાં, જે લખ્યાં પણ તેમણે જ હતાં આ ગીતોને સ્વરબધ્ધ કનુ રોયે કર્યાં હતાં.
નૈનનમેં બરસાત મન મે
કાજલ કાલી રાત, અંધકાર
હી અંધકાર હૈ, દિવસ
રૈન બન જાત
- નંદ કિશોર (૧૯૫૧)- લતા મંગેશકર - ગીતકાર પંડિત નરેન્દ્ર શર્મા
સ્નેહલ ભાટકરનું લતા
મંગેશકર સાથેનું જોડાણ હવે મજબૂત બનવા લાગ્યું હતું.
ૠત બસંત કી મદ ભરી
ફૂલો કા સારીંગા, આજા મેરે ભવરા કલીયાં કરે પુકાર, ચલોગે ક્યા ચલોગે
ક્યા મેરે સાથ
- ભોલા શંકર (૧૯૫૧) - રાજકુમારી - ગીતકાર ભરત વ્યાસ
ફિલ્મમાં લતા
મંગેશકરનાં તેમ જ રાજુમારીનાં બન્નેનાં
બબ્બે સૉલો ગીતો છે. ગીતોમાં વૈવિધ્ય જળવાઈ રહે તે સારૂ આપણે રાજકુમારીનું
પ્રસ્તુત, રમતીયાળ, સૉલો ગીત અહીં મૂકેલ
છે. ફિલ્મમાં સ્નેહલ ભાટકરે પણ એક યુગલ અને બે ત્રિપુટી ગીત માટે પોતાનો સ્વર પણ
અજમાવ્યો છે. આ ગીતો આપણા નેટ મિત્રોને હાથ હજૂ નથી પડ્યાં લાગતાં!
એ પછી ૧૯૫૩માં સ્નેહલ
ભાટકરનાં સંગીતવાળી ફિલ્મ – ગુનાહ - આવી છે. આ ફિલ્મનાં યુટ્યુબ પર
સાંભળવા મળતાં ગીતો લતા મંગેશકરનાં સ્વરમાં છે. સ્નેહલ ભાટકરનાં સંગીતમાં હજૂ
બીજાં ગાયકોને સાંભળવાની તક ઝડપી લેવા સારૂં કરીને આપણે તેમની ૧૯૫૫ની ત્રણ ફિલ્મો
અને ૧૯૫૬ની એક ફિલ્મ પર નજર કરીશું.
પ્યાર કી નઝરો સે
ઉનકો દેખતા જાતા હૈ દિલ, બાત ઉનકે સામને કહને
સે ઘબરાતા હૈ દિલ - આજ કી બાત (૧૯૫૫) - તલત મહમૂદ - ગીતકાર રાજ બલદેવ રાજ
આ ફિલ્મ લીલા ચીટનીસે
નિર્માણ અને દિગ્દર્શીત કરેલ પહેલી ફિલ્મ છે. ગીતમાં તલત મહમૂદ તેમના અસલ અંદાજમાં
પેશ થયા છે.
મેરા રેશમ કા રૂમાલ
કરે જાદુ કા કમાલ, મૈં આઈ હું આસમાન સે સુનો જમીં પે
રહનેવાલો, આસમાન
પર બડે મજે હૈ, આસમાન
કા ટિકત કટાલો ટિકટ કટાલો - ડાકુ (૧૯૫૫) - આશા ભોસલે, અનવર હુસૈન - ગીતકાર
: કૈફ ઈરાની
નરગીસના મા, જદ્દનબાઈનાં (ઈર્શાદ
મીર ખાન સાથેનાં) બીજાં લગ્નનું સંતાન અનવર હુસૈન આ સંબંધે નરગીસના ઓરમાન ભાઈ થયા.
નરગીસ જદ્દનબાઈનાં (મોહન બબુ સાથે) ત્રીજાં લગ્નનું સંતાન હતાં.પ્રસ્તુત ગીત નૃત્ય
ગીત છે જેમાં એ સમયનાં જાણીતાં નૃત્યાંગના અઝુરી માટે આશા ભોસલેનો
સ્વર લેવાયો છે. અનવર હુસૈન તો પરદા પર અને ગીતમાં પણ સહાયક તરીકે જ પેશ થયા છે.
ચુપકે ચુપકે કોઈ મેરે
સપનો મે આને લગા....ધીરે ધીરે કોઈ મેરે દિલ કો તડપાને લગા - બિંદીયા (૧૯૫૫)-
મધુબાલા ઝવેરી - ગીતકાર એસ એચ બિહારી
જ્યારે કોઈ
સંગીતકારનાં ગીતો ટિકીટ બારી પર સિક્કા નથી ખણખણાવતાં ત્યારેથી તેને ભાગે બી કે સી
ગ્રેડની ફિલ્મોમાં સંગીત આપવાની નિયતી નક્કી થી જતી હોય છે. આ કક્ષાની ફિલ્મોનાં
બજેટ ટૂંકા હોય એટલે પણ અને ઓછા જાણીતા નિર્માતા કે કલાકારો માટે ગીત ગાવા મટે સમય
ફાળવવાનું નામી ગાયકો માટે કંઈક અંશેૂ છું શક્ય બનવા લાગે છે, ત્યારે પેલા
સંગીતકારે ઓછાં જાણીતાં ગાયકોની સાથે કામ કરીને પોતાની સર્જકતાને ખીલેલી રાખવાનો
પડકાર પણ ઝીલવો પડે છે.એ સમયે આ ક્રૂર વાસ્તવિકતાને કારણે એ સંગીતકાર કે નિર્માતા
કે ગાયકને બહુ ફાયદો કદાચ ન પણ થયો હોય, પણ આજે આપણા જેવાં સંગીત ચાહકો માટે
વૈવિધ્યનો લ્હાવો તો શક્ય બની જ રહે છે.
ભૌ ભૌ ભૌ ભૌ ....….છોટા સા પપ્પુ હું
જાઉં કહાં
- જલદીપ (૧૯૫૬)
સ્નેહલ ભાટકરનાં ભાથાંમાંથી
આપણને એક સાવ નવી જ વાનગી ચાખવા મળે છે.સાવ હલકું ફુલકું, સાવ સામાન્ય જણાતી
સીચ્યુએશન પર કોઈ જ જાણીતાં જ હોય એવાં ગાયકમાટે ગીત રચના કરવામાં પણ સ્નેહલ
ભાટકરનો આગવો સ્પર્શ તો જોવા મળે જ છે. આ વિડીયો ક્લિપની સાથેની નોંધમાં જણાવાયું
છે કે ત્રણ કલાકારોમાંનો તરૂણ કલાકાર કેદાર શર્માનો પુત્ર અશોક શર્મા છે, નાનો છોકરો દુબે છે
અને છોકરી પ્રીતીબાલા છે જે આગળ જતાં ઝેબ રહેમાન તરીકે ઓળખાઈ.
આજના અંકના અંતની
શરૂઆતમાં આપણે મહેન્દ્ર કપૂરનાં સૌથી પહેલાં સૉલો ગીતને સાંભળીએ.
તેરે દરકી ભીખ માંગી
હૈ ઓ દાતા દુઈયા - દીવાલી કી રાત (૧૯૫૬) - મહેન્દ્ર કપૂર - ગીતકાર મધુકર
રાજસ્થાની
આપ સૌને એ તો વિદિત જ
હશે કે હિંદી ફિલ્મોમાં મહેન્દ્ર કપૂરે ગાયેલું સૌથી પહેલવહેલું ગીત એક યુગલ ગીત
હતું. સંગીતકાર વી બલસારાએ ડી. ઈન્દોરવાલા સાથે મહેદ્ર કપૂર પાસે કીસી કે ઝુલ્મકી તસ્વીર એ
યુગલ ગીત ગવડાવ્યું હતું. ફિલ્મ હતી મદમસ્ત (૧૯૫૩). પ્રસ્તુત ગીત મહેન્દ્ર કપૂરનાં
પહેલાં વહેલાં સૉલો ગીત તરીકેનું સ્થાન ધરાવે છે.
આપણા દરેક અંકની
સમાપ્તિમાં મોહમ્મદ રફીએ ગાયેલાં ગીત મૂકવાની પરંપરા અનુસાર આજે આપણે સાંભળીએ
મોહમ્મદ રફીનું મૂકેશ સાથેનું પહેલું યુગલ ગીત -
બાત તો કુછ ભી નહીં, દિલ હૈ કે ભર આયા હૈ - ઠેસ (૧૯૪૯) -
ગીતકાર કેદાર શર્મા
આવતા મહિનાના બીજા રવિવારે આપણી યાદમાં વિસરાતાં જતાં
બીજાં આવાં જ અવિસ્મરણિય ગીતો સાથે ફરી મળીશું...તમને આવાં અવિસ્મરણીય ગીતો યાદ આવે
તો જરૂરથી જણાવશો……