Showing posts with label Naseem Akhtar. Show all posts
Showing posts with label Naseem Akhtar. Show all posts

Thursday, September 9, 2021

ચર્ચાની એરણે : ૧૯૪૪ નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - નિર્મલા દેવી અને અન્ય ગાયિકાઓ

નિર્મલા દેવીનાં સૉલો ગીતો

‘ગાલી’માં નિર્મલાનાં નામે બે સૉલો ગીતો બોલે છે, આપણે માની લઈશું કે તે નિર્મલા દેવી જ છે, જોકે યુટ્યુબ પર આ બન્ને ગીતો નથી. 'ગીત'માં નિર્મલા (દેવી)નાં ૪ સૉલો ગીતો છે, જે પૈકી - મૈં અકેલી રાજા આ જા આ જા રે - Memorable Songs of 1944માં આવરી લેવાયું છે. તે ઉપરાંત, હુઆ સવેરા પ્રીતમ મેરા, યાદ તેરીને ઘેર લિયા યુટ્યુબ પર જોવા નથી મળતું. 

મૈં તો પિયા કી જોગનીયા હું - ગીત - ગીતકાર: ડી એન મધોક - સંગીતકાર: નૌશાદ અલી

ચાંદ ખીલા તારે મુસ્કાએ, મેરી હંસી ઉડાએ - ગીત - ગીતકાર: મહર-ઉલ- કાદરી - સંગીતકાર: નૌશાદ અલી

જાઓ જી જાઓ દેખેંગે કહાં જાઓગે - ગીત - ગીતકાર: ડી એન મધોક - સંગીતકાર: નૌશાદ અલી

અખીયાં મિલાકે ભાગના ના - જીવન - - ગીતકાર: ડી એન મધોક - સંગીતકાર: નૌશાદ અલી

આએ હો અભી બૈઠો તો સહી દો પ્યારકી બાતેં હો જાએં – જીવન - ગીતકાર: ડી એન મધોક - સંગીતકાર: નૌશાદ અલી

નસીમ અખ્તરનાં  સૉલો ગીતો

'ભાઈ'માં નસીમ અખ્તરને નામે બે ગીતો બોલે છે, જેમાનું કુછ યાદ દીલાતી હૈ હમેં બીતી હુઈ બાતેં  યુટ્યુબ પર જોવા નથી મળ્યું.

ઇસ દિલ કી હાલત ક્યા કહિયે - ભાઈ - ગીતકાર: ખાન શાતિર ગઝનવી - સંગીતકાર: ગુલામ હૈદર

મંજુનાં  સૉલો ગીતો

Memorable Songs of 1944 માં મંજુનાં દો દિલોંકો યે દુનિયા મિલને હી નહીં દેતી (ચાંદ), હોલી મૈં ખેલુંગી ઉન સંગ ડટ કે અને પરદેસી હો અબ હમ સે રખિયાં બંધાઓ =(ગાલી) તેમ જ અંગડાઈ હૈ તેરા બહાના અને જૂઠે હૈ સબ સપને સુહાને (રતન) આટલાં સૉલો ગીતોને આવરી લેવાયાં છે. 'ગાલી'નાં મંજુનાં ત્રણ અન્ય સૉલો ગીતોને નૅટ પર કોઈ લિંક નથી મળી શકી.

આ બધાં ઉપરાંત એક અન્ય ગીત અહીં રજ્ કરેલ છે -

આયી….મુસીબત આયી, મુસાફિર ભાગ ચલો - ચાંદ - ગીતકાર: ક઼મર જલાલાબાદી - સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ

કલ્યાણીનાં  સૉલો ગીતો

બદમાશ (સંગીત ખાન મસ્તાના / દત્તા કોરેગાંવકર)નાં કલ્યાણીના નામે હિંદી ફિલ્મ ગીત અકોશમં બે સૉલો ગીતો બોલે છે. પરંતુ નેટ પરથી તેની લિંક નથી મળી શકી.

મિસાલ-એ- ખયાલ આયે થે - આઈના - ગીતકાર: પંડિત ફાની - સંગીતકાર: ગુલશન સુફી

હિંદી ફિલ્મ ગીત કોશ શમાના સ્વરમાં આ ગીતનું બીજું વર્ઝન પણ છે તેમ જણાવે છે, પરંતુ તે નેટ પર નથી મળી શક્યું.

હુસ્ન બાનુનાં  સૉલો ગીતો

ખુશી કે તરાને સુનાતા ચલા જા - આઈના  - ગીતકાર: તનવીર નક઼્વી - સંગીતકાર: ગુલશન સુફી


Thursday, December 10, 2020

ચર્ચાની એરણે : ૧૯૪૫ નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો : નસીમ (બાનુ) | નસીમ અખ્તર | મુન્નવર સુલ્તાના

 નસીમ (બાનુ)નાં સૉલો ગીતો

દિલ કિસી કી યાદ મેં રોને લગા રે - બેગમ – સંગીતકાર: એચ પી દાસ – ગીતકાર: જી એસ નેપાલી

આખેં તો હુઈ દર્દ મગર દર્દ જગા રે (અશોક કુમાર)નો આ બીજો ભાગ છે.

સારે જહાં મેં મેરા રાજ રાજ રાજ રે, હાં હાં મૈં બેગમ બન ગયી રે - બેગમ – સંગીતકાર: એચ પી દાસ – ગીતકાર: જી એસ નેપાલી

કલીયોં મેં કલી હું અનારકલી, મૈં અનારકલી - બેગમ – સંગીતકાર: એચ પી દાસ – ગીતકાર: જી એસ નેપાલી


નસીમ અખ્તરનાં  સૉલો ગીતો

ઉનકા ઈશારા જાન સે પ્યારા, દે ગયા મેરે દિલ કો સહારા - પહેલી નઝર – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: ડૉ. સફદર 'આહ'

બાંકે નૈન લે કર કે ઈશારે, હાય છોટા સા દેવર મેરા પુકારે - તદબીર – સંગીતકાર: ખાન મુહમ્મદ – ગીતકાર: સ્વામી રામાનન્દ


મુન્નવર સુલ્તાનાનાં સૉલો ગીતો

નહીં હૈ કોઈ સુનાનેવાલા - અલબેલી – સંગીતકાર: જી એ ચિસ્તી


બેક઼સોંકી બેબસી કો દેખતા કોઈ નહીં - અલબેલી – સંગીતકાર: જી એ ચિસ્તી 

નોંધઃ: હિંદી ફિલ્મ ગીત કોષમાં 'અલબેલી'નાં ગીતોનાં કોઈ ગાયિકા નથી નોંધાયાં.

જબ તુમ યહાં હમ વહાં, કૈસે બજેગી બાંસુરી - ધમકી – સંગીતકાર: પંડિત અમરનાથ – ગીતકાર: ડી એન મધોક

જવાની મસ્તાની હૈ…..પગ પગ ઠોકર ખાયે, બાજ ન આયે - ધમકી – સંગીતકાર: પંડિત અમરનાથ – ગીતકાર: ડી એન મધોક


હવે પછી અન્ય ગાયિકાઓનાં વર્ષ ૧૯૪૫ નાં સૉલો ગીતો ચર્ચાની એરણે સાંભળીશું.

Thursday, August 16, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો - અન્ય સ્ત્રી ગાયિકાઓ અને લતા મંગેશકર [૧]


૧૯૪૭નાં સ્ત્રી સૉલો ગીતોની ચર્ચાની એરણે આપણે સુરૈયા, ગીતા રોય, શમશાદ બેગમ, રાજકુમારી, અમીરબાઈ કર્ણટકી (ભાગ ૧ અને ભાગ ૨) ઝોહરાબાઇ અંબાલેવાલી  (ભાગ ૧ અને ભાગ ૨), ખુર્શીદ, નૂર જહાં અને કાનન દેવીનાં સૉલો ગીતો સાંભળી ચૂક્યાં છીએ. આ ગાયિકાઓનાં સૉલો ગીતોની સંખ્યા કમસે કમ એક પૉસ્ટમાં સમાવવા લાયક સંખ્યામાં હતાં. આ સિવાય પણ બીજાં પણ ગાયિકાઓ છે જેમણે પણ ઓછીવત્તી સંખ્યામાં ૧૯૪૭નાં વર્ષમાં સૉલો ગીતો ગાયાં છે. આવાં બધાં ગાયિકાઓને આપણે એકથી વધારે ભાગમાં વહેંચાયેલ આ પૉસ્ટમાં સમાવી લીધાં છે. જ્યાં સુધી શક્ય બન્યું છે ત્યાં સુધી દરેક 'અન્ય' સ્ત્રી ગાયિકાઓનાં સૉલો ગીતોને આપણે એ ગાયિકાનાં નામ હેઠળ પેટા-વિભાગમાં સમાવેલ છે.
હિંદી ફિલ્મ સંગીતમાં પહેલવહેલી વાર પાર્શ્વગીત ગાવાનાં તેમનાં આ પહેલાં વર્ષમાં લતા મંગેશકર પણ ૧૯૪૭નાં વર્ષ માટે આ પૉસ્ટમાં સ્થાન પામે છે. જોકે આપણે આપણી આ શ્રેણીમાં જોતાં આવ્યાં છીએ તેમ ૧૯૪૮ અને તે પછીનાં વર્ષમાં તો સ્ત્રી સૉલો ગીતોનું વર્ગીકરણ જ આપણે એક તરફ લતા મંગેશકર અને બીજી તરફ અન્ય સ્ત્રી ગાયિકાઓ એ રીતે જ કરતાં રહ્યાં છીએ. આપણે એ પણ જોયું કે ૧૯૪૮નાં વર્ષથી જ સ્ત્રી ગાયિકાઓમાં લતા મંગેશકરનું આધિપત્ય વધતું ચાલ્યું છે.
મીના કુમારીનાં  સૉલો ગીતો
એ સમયની અનેક અભિનેત્રીઓએ ફિલ્મમાં કમ મેળવવા માટે પોતાનાં ગીતો ગાવું લગભગ ફરજિયાત હતું, અથવા તો એમ પણ કહી શકાય કે અભિનય અને ગાયન એ બન્ને કળાઓની આવડત ફિલ્મ જગતમાં પ્રવેશ કરવા માટે ખાસ લાયકાત ગણાતી.
મીના કુમારીના કિસ્સામાં તો તેમણે બાળ કલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું ત્યારથી જ પોતાનાં ગીતો તેમને ભાગે ગાવાનાં આવ્યાં હતામ જેમ કે, ૧૯૪૧ની ફિલ્મ 'બહેન (સિસ્ટર)નું અનિલ બિશ્વાસે સંગીતબધ્ધ કરેલ ગીત - તોહે કજરા લગાઉં મેરી રાની - જેમાં બાળ મીનાએ બીનાને સાથ આપ્યો હતો.

૧૯૪૭નું વર્ષ મીના કુમારીના યૌવનની પ્‍હો ફાટતી હોય એવા સમયનું વર્ષ કહી શકાય. એ સમયે પણ એમના કુટૂંબના સંજોગો ટાંચા હતા, એટલે અભિનય કરવાની સાથે પોતાનાં ગીત પણ ગાવાં એ એમનો શોખ કે પસંદ હોવાને બદલે કદાચ મજબુરી પણ હોઈ શકે. ૧૯૪૮માં પણ આપણે તેમનાં ગાયેલાં બે એક ગીત સાંભળ્યાં હતાં. પરંતુ તે પછી જેમ જેમ તે અભિનેત્રી તરીકે સ્થાન નિશ્ચિત કરતાં ગયાં, તેમણે પોતાનાં ગીત ગાવાનો મોહ રાખવાને બદલે અભિનય પર જ ધ્યાન કેન્દ્રીત કરવાનું નક્કી કર્યું હશે.જો તેમણે ગાયન પણ ચાલુ રાખ્યું હોત તો એ સમયે ઊઠી રહેલ લતા મંગેશકરની પાર્શ્વગાયનની ત્સુનામીમાં તે ટકી શક્યાં હોત કે કેમ એ સવાલ પેદા થાય. જો કે એ સમયનાં વહેણને મીના કુમારીએ વધારે સારી રીતે પાર્ખ્યાં હોય એમ જણાય છે. પરિણામે આપણને એક માતબર અભિનેત્રીના અભિનયના અજવાળાં માણવાની તક મળતી રહી.
મા દેખ રી મા, બદલી હુઈ જવાં - દુનિયા એક સરાઈ – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: કેદાર શર્મા

સાવન બીત ગયો માઈ રી, નહી લીખી બાલમને ચિઠ્ઠીયાં - દુનિયા એક સરાઈ – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: કેદાર શર્મા

અખિયાં તરસા રહી ઉન બીન - પિયા ઘર આજા – સંગીતકાર: બુલોસી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર

એક બાર ફિર કહો જરા આંખોકા નૂર હો - પિયા ઘર આજા – સંગીતકાર: બુલોસી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર


આટલાં ગીતોની ડિજિટલ લિંક નથી મળી શકી:

  • ન કોઈ દિલાસા હૈ, ન કોઈ બહાના હૈ - પિયા ઘર આજા – સંગીતકાર: બુલોસી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર
  • મિલી આજ પિયા સે અખીયાં - પિયા ઘર આજા – સંગીતકાર: બુલોસી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર
  • મેરે સપનોં કી દુનિયા બસાનેવલે - પિયા ઘર આજા – સંગીતકાર: બુલોસી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર
  • દેશ પરાયે જાનેવાલે ભુલ ન જાના પ્રીત નિભાના - પિયા ઘર આજા – સંગીતકાર: બુલોસી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર

નસીમ અખ્તરનાં  સૉલો ગીતો
વિન્ટેજ એરાનાં ફિલ્મ સંગીત સાથે પરિચિત મિત્રો માટે નસીમ અખતર નામ જરૂર જાણીતું છે. જો કે મારો આ બધાં ગાયકો સાથેનો પરિચય બ્લૉગ પર આ બધી શ્રેણીઓ વિષે વાંચવા અને લખવને કારણે જ થયો છે.
૧૯૪૭નાં નસીમ અખ્તરનાં સૉલો ગીતો સાંભળવાં ગમે એવાં છે.
જામ ઊઠા લે ઓ પીનેવાલે જામ ઊઠા લે - આજ ઔર કલ – સંગીતકાર: ખુર્શીદ અન્વર 

કલીયોં કો મુસ્કરાના આયા હૈ - આજ ઔર કલ – સંગીતકાર: ખુર્શીદ અન્વર

હૈ જો ખીઝાં નસીબ મેં, આયેગી ફિર બહાર ક્યા - ભંવર – સંગીતકાર: ખાન મસ્તાના

ભૂલે સે કભી યાદ કર અય ભૂલનેવાલે - એક રોઝ – સંગીતકાર: શ્યામ સુંદર – ગીતકાર: સર્શાર સૈલાની


'અન્ય' સ્ત્રી ગાયિકાઓ અને લતા મંગેશકરનાં ૧૯૪૭નાં વર્ષ માટેનાં સૉલો ગીતોની આપણી ચર્ચા હજૂ પણ ચાલુ રહે છે.