Showing posts with label K L Saigal. Show all posts
Showing posts with label K L Saigal. Show all posts

Thursday, September 17, 2020

ચર્ચાની એરણે : ૧૯૪૫ નાં ગીતો - પુરુષ સૉલો ગીતો : કે એલ સાયગલ

 ૧૯૪૫નાં વર્ષમાં કે એલ સાયગલની બે ફિલ્મોનાં ૯ સૉલો ગીતો સાંભળવા મળે છે.

લોકપ્રિય થયેલાં ગીતો

જનમ જનમ કા દુખીયા પ્રાણી આયા શરણ તિહારી - તદબિર – સંગીતકાર:  લાલ મુહમ્મદ – ગીતકાર: સ્વામી રામાનદ

હિંદી ફિલ્મ ગીત કોષમાં આ ગીતનાં બીજાં વર્ઝનનો પણ ઉલ્લેખ છે, જેની ડિજિટલ આવૃતિ નેટ પર નથી જોવા મળી..

બહુ જાણીતાં ન થયેલાં ગીતો

કે એલ સાયગલનાં આઠે આઠ ગીતો અલગ અલગ શૈલીમાં ગવાયં છે.

આયી હો તૂ તો કૈસે દિલ અપના દીખાઉં - કુરૂક્ષેત્ર – સંગીતકાર : પંડિત ગણપત રાવ – ગીતકાર: જ઼મિલ મજ઼્હરી 



કિધર હૈ તૂ મેરી તમન્ના, ચિરાગ મીરે દિલ કા જલા જા - કુરૂક્ષેત્ર – સંગીતકાર : પંડિત ગણપત રાવ – ગીતકાર: જ઼મિલ મજ઼્હરી



મુહબ્બત કે ગુલ હાયે તર ગૂંઢતા હું - કુરૂક્ષેત્ર – સંગીતકાર : પંડિત ગણપત રાવ – ગીતકાર: જ઼મિલ મજ઼્હરી



તૂ આ ગયી…..દિલકી તમન્ના જાગ ઊઠી - કુરૂક્ષેત્ર – સંગીતકાર : પંડિત ગણપત રાવ – ગીતકાર: જ઼મિલ મજ઼્હરી



ચાહે તૂ મિટા દે, તૂ બચા દે - તદબિર – સંગીતકાર:  લાલ મુહમ્મદ – ગીતકાર: સ્વામી રામાનદ



હસરતેં ખામોશ હૈ ઔર આહ બેક઼રાર હૈ - તદબિર – સંગીતકાર:  લાલ મુહમ્મદ – ગીતકાર: સ્વામી રામાનદ



મૈં પંછી આઝાદ મેરા કહીં દૂર ઠીકાના હૈ - તદબિર – સંગીતકાર:  લાલ મુહમ્મદ – ગીતકાર: સ્વામી રામાનદ



મૈં કિસ્મત કા મારા ભગવાન - તદબિર – સંગીતકાર:  લાલ મુહમ્મદ – ગીતકાર: સ્વામી રામાનદ



હવે પછીના અંકમાં ૧૯૪૫નાં પુરુષ સૉલો ગીતોની ચર્ચા 'મને સૌથી વધારે ગમેલાં પુરુષ સૉલો ગીતો' ની સમીક્ષાથી પુરી કરીશું.

Thursday, June 6, 2019

ચર્ચાની એરણે : ૧૯૪૬નાં ગીતો - પુરુષ સૉલો ગીતો – વિન્ટેજ એરા સાથે વધારે સંકળાયેલા પુરુષ ગાયકોનાં સૉલો ગીતો (૩)

આજનો આ અંક માત્ર કે એલ સાયગલનાં ગીતોને જ આવરી લે છે.
કે એલ સાયગલનાં સૉલો ગીતો
૧૯૪૬નાં વર્ષમાં કે એલ સાયગલની બે ફિલ્મો જ જોવા મળે છે. એનો અર્થ આપણે એમ કરી શકીએ કે વિન્ટેજ એરાના સૂર્ય - સાયગલ-ના અસ્તની આપણે અંતિમ ક્ષણો જોઈ રહ્યાં છીએ. સમયની આ ક્ષણોમાં કે એલ સાયગલના સ્વરની કેસરી ઝાંયનો પ્રકાશ ક્ષિતિજને એટલો અજવળી રહ્યો છે કે સુવર્ણ યુગના મોહમ્મદ રફી, મુકેશ કે મન્ના ડેના જેવા સિતારાઓનો ઉદય હજૂ ઝાંખો પડી રહ્યો છે.
આ દેખીતી બાબત ઉપરાંત વધારે મહત્ત્વની વાત એ છે કે ૧૯૪૬નાં વર્ષમાં સુવર્ણ યુગને લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહેલા નૌશાદ અલીનાં સ્વરબધ્ધ કરેલાં, અને આજે પણ એટલાં જ જાણીતાં, કે એલ સાયગલનં ગીતોની સાથે સાથે તેમનાં ઓછાં જાણીતાં, પણ તે સિવાય જરા પણ ઓછાં ન ઉતરે તેવાં, ગીતોને તાજાં કરવાની આપણને તક મળે છે.
લોકપ્રિય થયેલાં ગીતો
કે એલ સાયગલનાં આ ગીતો આજે પણ એટલં જ જાણીતાં છે અને પસંદ પણ થાય છે જેટલાં તે તે સમયે હતાં.
ગ઼મ દિયે મુસ્તકીલ કિતના નાજ઼ુક હૈ દિલ યે ન જાના - શાહજહાન – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી


જબ દિલ હી ટૂટ ગયા હમ જી કે ક્યા કરેંગે - શાહજહાન – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી


અય દિલ-એ-બેક઼રાર જ઼ૂમ … - શાહજહાન – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: ખુમાર બારાબંક્વી


ચાહ બરબાદ કરેગી હમેં માલૂમ ન થા - શાહજહાન – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી


બહુ જાણીતાં ન થયેલાં ગીતો
આ પહેલાંનાં કે એલ સાયગલનાં ગીતોની સરખામણીમાં આ ગીતો બહુ જ ઓછાં સાંભળેલાં, કે કદાચ પહેલી જ વાર સાંભળવા મળતાં, ગીતોની કક્ષાનાં કહી શકાય. કદાચ એ કારણે જ, સાયગલનાં ગીતોને સંભળતી વખતે થતા અવર્ણનીય અનુભવથી કંઈક અલગ, કંઈક વધારે અનુભૂતિ આ ગીતોને સાંભળતાં થાય છે.
અલ્લા હૂ….. ખય્યામ હૈ અલ્લાહ વાલા મતવાલા  - ઉમર ખય્યામ - સંગીતકાર લાલ મોહમ્મદ ગીતકાર ડૉ. સફદર 'આહ'


હરે ભરે બાગકે ફૂલોં પે રિઝા ખય્યામ - ઉમર ખય્યામ – સંગીતકાર: લાલ મોહમ્મદ ગીતકાર: ડૉ. સફદર 'આહ'



ઈન્સાન ! ક્યોં રોતા હૈ ઈન્સાન - ઉમર ખય્યામ – સંગીતકાર: લાલ મોહમ્મદ ગીતકાર: ડૉ. સફદર 'આહ'


મોરે સપનોંકી રાની રૂહી રૂહી - શાહજહાન – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

કર લિજિયે ચલ કર મેરી ઝન્નત કે નઝારે - શાહજહાન – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

હવે પછીના અંકમા ૧૯૪૬નાં મને સૌથી વધારે ગમેલાં પુરુષ સૉલો ગીતો ચર્ચાની એરણે સાંભળીશું.

Thursday, May 24, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: પુરુષ સૉલો ગીતો – જી એમ દુર્રાની / સુરેન્દ્ર / કે એલ સાયગલ


જી એમ દુર્રાનીનાં સૉલો ગીતો
વિન્ટેજ એરાના ગાયકો પૈકી જી એમ દુર્રાની એક એવા ગાયક મનાય છે જેઓ સુવર્ણ યુગમાં પણ સફળ અને લોકપ્રિય ગાયક બની રહ્યા હોત - જો (ખાસ તો) મોહમ્મદ રફી, મુકેશ, તલત મહમૂદ કે મન્ના ડે જેવા ગાયકોનો સુવર્ણ યુગમાં ન હોત.
આજે જ્યારે આપણી પાસે પશ્ચાદ દૃષ્ટિનો ફાયદો છે ત્યારે આવું વિધાન કરવામાં બહુ જોખમ નથી. પરંતુ એ વર્ષોનાં જ ગીતો સાંભળ્યાં હોય તો આવું વિધાન કરી શકાયું હોત? આ પહેલાં આપણે ૧૯૪૭નાં વર્ષનાં મોહમ્મદ રફી, મુકેશ અને મન્ના ડેનાં સૉલો ગીતો સાંભળી ચૂક્યાં છીએ. આજે જી એમ  દુર્રાનીનાં સૉલો ગીતોને ચર્ચાની એરણે સાંભળીએ અને પોતપોતાનો અભિપ્રાય બાંધીએ.
અબ કૌન હૈ ઈસ ટૂટે ગુએ દિલ કા સહારા - બુત તરાશ - ગ઼ુલામ હૈદર

તૂ હિમ્મત ના હાર મુસાફિર - બુત તરાશ - ગ઼ુલામ હૈદર 
ખેલ નહી ગીર ગીર કે સંભલના રાહી દેખ સંભલ કે ચલના - ડોલી - ગ઼ુલામ મોહમ્મદ - મજરૂહ સુલ્તાનપુરી
ટૂટા હુઆ દિલ લે કે ચલે અપને વતન સે - એક રોઝ - શ્યામ સુંદર - સર્શાર સલાની 

એક બેવફાને શીશ-એ-દિલ ચુર ચુર કર દિયા - એક રોઝ - શ્યામ સુંદર - સર્શાર સલાની 
હુએ હૈ ક઼ૈદ મુહબ્બતકી હુક્મરાની સે - હીરા - હુસ્નલાલ ભગતરામ - શ્મ્સ લખનવી
આ ગીતની સૉફ્ટ લિંક નથી મળી શકી :
ઓ જાનેવાલે આને કા ઈકરાર કિયે જા - મિટ્ટી - ગુલ મોહમ્મદ + પૈગનેકર
સુરેન્દ્રનાં સૉલો ગીતો
સુરેન્દ્ર સુવર્ણ યુગના વર્ષોમાં પણ પોતાનાં ગીતો તો ગાતા હતા, પરંતુ તેમની ઓળખ તો તો વિન્ટેજ એરાના અભિનેતા - ગાયકની જ રહી.
એક બાર ફિર સે આજા, દિલમેં મેરે સમા જા - એલાન -નૌશાદ અલી - જિયા સરહદી
તેરા જહાં આબાદ હૈ, મેરા જહાં બરબાદ હૈ - એલાન - નૌશાદ અલી - જિયા સરહદી 

ક્યા હૈ નારી કી શાન...દુનિયા કો બતલાઉંગા મૈં - મંઝધાર - જ્ઞાન દત્ત - શમ્સ લખનવી

ક્યોં તુ મુઝ સે રૂઠ ગયી આઠોં પહર દિલ યહી પુકારે - મંઝધાર - જ્ઞાન દત્ત - શમ્સ લખનવી
કે એલ સાયગલનાં સૉલો ગીતો
૧૯૪૭માં કે એલ સાયગલનાં ગીતો હોય એવી એક  જ ફિલ્મ - પરવાના - હતી. જો આ ફિલ્મ સાયગલની બહુ લાંબી ન કહી શકાય એવી કારકીર્દીની અંતિમ ફિલ્મ ન પણ હોત, તો પણ  'પરવાના'ની હાજરી પણ ૧૯૪૭નાં વર્ષને વિન્ટેજ એરાનું જ વર્ષ ગણવા માટે પૂરતી  છે. કે એલ સાયગલનાં કૉઇ પણ ગીતને યાદગાર ગીત નથી એમ તો ન જ કહી શકાય. હા, તેમાંથી પણ અમુક ગીતો હજૂ વધારે યાદ કરાય છે. 'પરવાના'નાં કે એલ સાયગલનાં ૪ સૉલો આ બીજી ક્ક્ષામાં મૂકી શકાય એવાં ગીતો જરૂરથી કહી શકાય.
જિનેકા ઢંગ શિખાયે જા, કાંટે કી નોક પર ખડા મુસ્કાયે જા - પરવાના - ખુર્શીદ અન્વર - ડી એન મધોક
ટૂટ ગયે સબ સપને મેરે. યે દો નૈના સાવન ભાદોં બરસે સાંઝ સવેરે - પરવાના - ખુર્શીદ અન્વર - ડી એન મધોક 

ઉસ મસ્ત નઝર પર પડી જો નઝર, કજરે ને કહા મત દેખ ઈધર, દેખો જી કભી ઉલઝ ન જાના - પરવાના - ખુર્શીદ અન્વર - ડી એન મધોક 

મુહબ્બત મેં કભી ઐસી ભી હાલત હો જાતી હૈ ….તબીયત ઔર ગબરાતી હૈ જબ પહલાયી જાતી હૈ - પરવાના - ખુર્શીદ અન્વર - ડી એન મધોક 


હવે પછીના અંકમાં આપણે ૧૯૪૭નાં વર્ષનાં અન્ય પુરૂષ ગાયકોનાં સૉલો ગીતોને ચર્ચાની એરણે સાંભળીશુ.