Thursday, May 24, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: પુરુષ સૉલો ગીતો – જી એમ દુર્રાની / સુરેન્દ્ર / કે એલ સાયગલ


જી એમ દુર્રાનીનાં સૉલો ગીતો
વિન્ટેજ એરાના ગાયકો પૈકી જી એમ દુર્રાની એક એવા ગાયક મનાય છે જેઓ સુવર્ણ યુગમાં પણ સફળ અને લોકપ્રિય ગાયક બની રહ્યા હોત - જો (ખાસ તો) મોહમ્મદ રફી, મુકેશ, તલત મહમૂદ કે મન્ના ડે જેવા ગાયકોનો સુવર્ણ યુગમાં ન હોત.
આજે જ્યારે આપણી પાસે પશ્ચાદ દૃષ્ટિનો ફાયદો છે ત્યારે આવું વિધાન કરવામાં બહુ જોખમ નથી. પરંતુ એ વર્ષોનાં જ ગીતો સાંભળ્યાં હોય તો આવું વિધાન કરી શકાયું હોત? આ પહેલાં આપણે ૧૯૪૭નાં વર્ષનાં મોહમ્મદ રફી, મુકેશ અને મન્ના ડેનાં સૉલો ગીતો સાંભળી ચૂક્યાં છીએ. આજે જી એમ  દુર્રાનીનાં સૉલો ગીતોને ચર્ચાની એરણે સાંભળીએ અને પોતપોતાનો અભિપ્રાય બાંધીએ.
અબ કૌન હૈ ઈસ ટૂટે ગુએ દિલ કા સહારા - બુત તરાશ - ગ઼ુલામ હૈદર

તૂ હિમ્મત ના હાર મુસાફિર - બુત તરાશ - ગ઼ુલામ હૈદર 
ખેલ નહી ગીર ગીર કે સંભલના રાહી દેખ સંભલ કે ચલના - ડોલી - ગ઼ુલામ મોહમ્મદ - મજરૂહ સુલ્તાનપુરી
ટૂટા હુઆ દિલ લે કે ચલે અપને વતન સે - એક રોઝ - શ્યામ સુંદર - સર્શાર સલાની 

એક બેવફાને શીશ-એ-દિલ ચુર ચુર કર દિયા - એક રોઝ - શ્યામ સુંદર - સર્શાર સલાની 
હુએ હૈ ક઼ૈદ મુહબ્બતકી હુક્મરાની સે - હીરા - હુસ્નલાલ ભગતરામ - શ્મ્સ લખનવી
આ ગીતની સૉફ્ટ લિંક નથી મળી શકી :
ઓ જાનેવાલે આને કા ઈકરાર કિયે જા - મિટ્ટી - ગુલ મોહમ્મદ + પૈગનેકર
સુરેન્દ્રનાં સૉલો ગીતો
સુરેન્દ્ર સુવર્ણ યુગના વર્ષોમાં પણ પોતાનાં ગીતો તો ગાતા હતા, પરંતુ તેમની ઓળખ તો તો વિન્ટેજ એરાના અભિનેતા - ગાયકની જ રહી.
એક બાર ફિર સે આજા, દિલમેં મેરે સમા જા - એલાન -નૌશાદ અલી - જિયા સરહદી
તેરા જહાં આબાદ હૈ, મેરા જહાં બરબાદ હૈ - એલાન - નૌશાદ અલી - જિયા સરહદી 

ક્યા હૈ નારી કી શાન...દુનિયા કો બતલાઉંગા મૈં - મંઝધાર - જ્ઞાન દત્ત - શમ્સ લખનવી

ક્યોં તુ મુઝ સે રૂઠ ગયી આઠોં પહર દિલ યહી પુકારે - મંઝધાર - જ્ઞાન દત્ત - શમ્સ લખનવી
કે એલ સાયગલનાં સૉલો ગીતો
૧૯૪૭માં કે એલ સાયગલનાં ગીતો હોય એવી એક  જ ફિલ્મ - પરવાના - હતી. જો આ ફિલ્મ સાયગલની બહુ લાંબી ન કહી શકાય એવી કારકીર્દીની અંતિમ ફિલ્મ ન પણ હોત, તો પણ  'પરવાના'ની હાજરી પણ ૧૯૪૭નાં વર્ષને વિન્ટેજ એરાનું જ વર્ષ ગણવા માટે પૂરતી  છે. કે એલ સાયગલનાં કૉઇ પણ ગીતને યાદગાર ગીત નથી એમ તો ન જ કહી શકાય. હા, તેમાંથી પણ અમુક ગીતો હજૂ વધારે યાદ કરાય છે. 'પરવાના'નાં કે એલ સાયગલનાં ૪ સૉલો આ બીજી ક્ક્ષામાં મૂકી શકાય એવાં ગીતો જરૂરથી કહી શકાય.
જિનેકા ઢંગ શિખાયે જા, કાંટે કી નોક પર ખડા મુસ્કાયે જા - પરવાના - ખુર્શીદ અન્વર - ડી એન મધોક
ટૂટ ગયે સબ સપને મેરે. યે દો નૈના સાવન ભાદોં બરસે સાંઝ સવેરે - પરવાના - ખુર્શીદ અન્વર - ડી એન મધોક 

ઉસ મસ્ત નઝર પર પડી જો નઝર, કજરે ને કહા મત દેખ ઈધર, દેખો જી કભી ઉલઝ ન જાના - પરવાના - ખુર્શીદ અન્વર - ડી એન મધોક 

મુહબ્બત મેં કભી ઐસી ભી હાલત હો જાતી હૈ ….તબીયત ઔર ગબરાતી હૈ જબ પહલાયી જાતી હૈ - પરવાના - ખુર્શીદ અન્વર - ડી એન મધોક 


હવે પછીના અંકમાં આપણે ૧૯૪૭નાં વર્ષનાં અન્ય પુરૂષ ગાયકોનાં સૉલો ગીતોને ચર્ચાની એરણે સાંભળીશુ.

No comments: