Sunday, May 20, 2018

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - મે, ૨૦૧૮


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં મે, ૨૦૧૮ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
મે, ૨૦૧૮ના આપણા ગુણવત્તા બ્લૉગોત્સવના આ અંકમાં ચર્ચાને કેન્દ્ર સ્થાને આપણે પ્રક્રિયા ચક્ર-સમય સુધારણા નો વિષય રાખીશું.
સૌથી પહેલાં તો ચક્ર-સમયનાં ત્રણ પરિમાણો - Takt Time vs Cycle Time vs Lead Time  - ને બરાબર સમજી લઈએ. એક એકમને શરૂ કરવાથી લઈને બીજાં એકમને શરૂ કરવા માટેનો સમય 'Takt' સમય છે. એક એકમને પૂરૂં કરવામાં સરેરાશ જેટલો સમય લાગે તેને  'Cycle/ચક્ર' સમય કહે છે, જ્યારે ઓર્ડર મળ્યાથી શરૂ કરીને માલને ગ્રહકને પહોંચતો કરવામાં જે સમય લાગે તેને Lead સમય કહે છે.
Overproduction vs. Fast Improvement Cycles  - Mark Rosenthal - જો ઝડપથી થતા સુધારાઓ ટકી રહે તેમ ઈચ્છતાં હોઈએ તો સુધારણા માટેના પ્રયાસો અને પહેલોની ચકાસણી ઝડપથી થતી રહે તેમ શક્ય બનાવવું પડે. આના માટે એક બાબત તો જરૂરી એ છે કે સુધારણાની આ પ્રવૃત્તિ, દરરોજનાં કામ ઉપરાંત ખાસ વધારાનું કામ નહીં પણ  રોજબરોજના કામનો ભાગ બની રહેવી જોઈએ..
તે ઉપરાંત લોકો પોતાના વિચારોને શી રીતે ચકાસે છે તેના પર પણ ધ્યાન આપવું જોઈએ.



નવું શીખવાનું બનતું રહે તે માટે આ કામનું ખાસ માળખું શી રીતે ગોઠવવું તેમાં Improvement Kata અને Coaching Kata મદદરૂપ બની શકે છે.
કોઈપણ ઘાતાંકીય આલેખની જેમ શરૂઆતમાં પ્રગતિ બહુ જ ધીમી દેખાશે. તેને કારણે ગેરમાર્ગે દોરવાઈ ન જવું જોઈએ. આ  સમયે ધીરજ રાખી અને જે કરવું જોઈએ તે બરાબર રીતે કરતાં રહેવાથી એક તબક્કે ગોફણના ઘાની જેમ સંસ્થા શીખવાના ઢાળ પર ઝડપથી આગળ વધવા લાગી જશે.
બહુ સરળતાથી અને સતતપણે નાના નાના ફેરફારોને અમલમાં મૂકતાં રહેવાથી સરવાળે એક બહુ મોટો, ટકાઊ, ફેરફાર શકય બની જાય છે.
ક્વૉલિટી ડાઈજેસ્ટ લાઈવ પર આ વિષયની દૃશ્યશ્રાવ્ય ચર્ચા કરવામાં આવી છે-

How to calculate Cycle Time માં જૂદી જૂદી રીતે ચક્ર સમય ગણવાની રીત અને જૂદાં જૂદાં પાસાંઓની સમજ આપવામાં આવી છે.
Process Cycle Time Reduction  એ પ્રક્રિયાને ઓછા સમયમાં પૂરી કરવા માટેની વ્યૂહરચના છે જેને પરિણામે ઉત્પાદકતા પણ વધે છે. આ ઉપરાંત, ચક્ર સમયમાં ઘટાડા વડે ગુણવત્તામાં પણ સુધારો કરી શકાય છે.
Process Cycle Time Reductionમાં બ્યૉર્ન એન્ડરસન ચક્ર સમય ઘટાડવામાં આવી શકતી અડચણોને દૂર કરવા માટે પાયાની કેટલીક બાબતો પર નજર કરે છે.
          કઈ પ્રવૃત્તિઓ હટાવી દઈ શકાય?
          કઈ પ્રવૃત્તિઓ સમાંતરે કરી શકાય?
          હાથોહાથ થતી સોંપણીમાં કંઈ સુધારા શક્ય છે?
          ક્યાંય પરપોટાઓ જેવી ખાલી જગ્યાઓ રહી ગઈ છે?
          કોઈ જગ્યાએ માહિતીનો દુકાળ તો નથી ને?
          કોઈ જગ્યાએ અમુક કૌશલ્યોની જ ભારે ખેંચ હોય એવું તો નથી ને ?
          કોઈ જગ્યાએ કામો બેવડાતાં નથી ને?
પ્રક્રિયા ચક્ર-સમય સુધારવા માટે આપણને જોઈતા બધા જ જવાબો આ સવાલોમાંથી કદાચ ન પણ મળે, પરંતુ એમાંથી ક્યાંક સાચી દિશા જરૂર મળી શકશે. આ વિષે વધારે માહિતી મેળવવા આ શ્રેણીના બીજા વિડીઓ જરૂરથી જોઈ જજો.
90-Day Cycle Handbook - સૅન્ડ્રા પાર્ક અને સોલા તાકાહસી - કાર્યપ્રણાલિકાઓમાં સુધારામાં મદદરૂપ થાય એવા અવનવા દૃષ્ટિકોણ વિકસાવવામાં ૯૦-દિવસનું ચક્ર (90-Day Cycle) એક બહુમૂલ્ય પધ્ધતિ તરીકે ઊભરી આવેલ છે. મોટા ભાગે ૯૦-દિવસનાં ચક્ર શિસ્તપૂર્ણ અને પધ્ધતિસરની પૂછપરછ છે જે સુધારણાના કામમાં મદદરૂપ થતાં જ્ઞાન સમન્વય કે નાના સ્તર પર બનાવેલ પ્રક્રિયાઓ કે ઉત્પાદનોની પ્રતિકૃતિઓ બનાવવામાં કે ચકાસવામાં ઉપયોગી નીવડે છે.
ધ ૯૦-ડે સાઈકલ હેન્ડબુક (The 90-Day Cycle Handbook) અનુશાસિત અને પધ્ધતિસરની પૂછપરછ ના હેતુ અને પાધ્ધતિઓ માટે એક સર્વગ્રાહી માર્ગદર્શિકાની ગરજ સારે છે.આ હેન્ડબુકને આ પધ્ધતિના હેતુ અને પધ્ધતિનું રેખાચિત્ર રજૂ કરતો પ્રાથમિક દસ્તાવેજ કહી શકાય. એમાં કામના નુસખાઓ અને આ પહેલાંના ચક્રોના વિવરણાત્મક ઉદાહરણો ટાંકવામાં આવેલ છે.
The Power of a 90-Day Cycle - 'સફળતા તરતોતરત નથી મળી જતી, એ ૯૦-દિવસનાં ચક્રોનાક્રમિક વધારામાં થતી હોય છે.' - ડેન્ની મૉરેલ
છેલ્લે, હું એટલું જ ઉમેરવાનું પસંદ કરીશ કે આ પ્રકારના સુધારણાના કોઈ પણ પ્રયોગોની સફળતાનો બહુ આધાર એ આબત પર અવલંબે છે કે આ પ્રયોગો લાંબા ગાળાની  સુધારણા વ્યૂહરચનાઓ અભિન્ન હિસ્સો હોય. તે ઉપરાંત આ પ્રયોગો વધારાની, 'ખાસ' એકલદોકલ પ્રવૃત્તિઓ સ્વરૂપે નહીં પણ લોકોનાં રોજબરોજનાં કામના એક સામાન્ય હિસ્સા સ્વરૂપે કરવામાં આવે તે પણ મહત્ત્વનું છે. 
હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીશું.
Management Matters Network પરની કોલમ Strategic Leadership » Whitepapers માં Aileron Blogનાં વ્હાઈટ પેપર Create Your Future The Peter Drucker Way ને ધ્યાન પર લઈશું.. ડ્રકર જે કઈ શીખવે છે તેનાં કેન્દ્રમાં  બીજાંઓનો અને પોતાનો પ્રબંધ કેમ કરવો તે રહે છે. પ્રસ્તુત અહેવાલમાં ભવિષ્યને ધ્યાનમાં લઈને અગ્રણીઓ કેમ પોતે, પોતાની સંસ્થાઓને સુધારતાં રહી શકે તે વિષેના ડ્રકરના નીવડેલા સિધ્ધાંતો રજૂ કરાયેલ છે.
આપણા આજના અંકના ASQ TV પરનાં વૃતાંત :
  • Last-Minute Advice for a Successful Transition માં ક્વૉલિટી પ્રોગ્રેસમાંના લેખ Under the Wireમાં આપેલી ટિપ્સની મદદ લેવા જણાવાયું છે.
  • Big Data - વિશાળ મહિતી સંગ્રહ (Big data), માહિતી સંગ્રહ વિશ્લેષકો (data analytics) અને ભાવિસૂચક મોડૅલીંગ (predictive modeling) એ ત્રણેયનો સંસ્થાઓ તેમજ ગુણવત્તા વ્યાવસાયિકો  કેમ ઉપયોગ કરી શકે તે વિષે વધારે વિગતમાં The Deal With Big Data માં વાંચી શકાશે

Jim L. Smithનાં એપ્રિલ, ૨૦૧૮ની Jim’s Gems પૉસ્ટ:
  • Strategy and Tactics - વ્યૂહરચના અને રણનીતિનો તફાવત સમજવો બહુ જરૂરી છે, કેમકે જ્યાં રણનીતિ નિષ્ફળ જાય ત્યાં વ્યૂહરચન આપણને કામ આવી શકે છે. આ બાબત આપણાં અંગત તેમજ વ્યાવસાયિક જીવનને પણ લાગુ  પડે છે. રણનીતિ નિષ્ફળ જાય તો તેને છોડી દઈ શકાય. એનો અર્થ એમ નહીં કે અપણી વ્યૂહરચના પણ ખામીયુક્ત છે. રણનિતિ ટુંકા ગાળાની હોય છે એટલે તેને બદલાવતાં રહી શકાય, પરંતુ વ્યૂહરચના લાંબા ગાળાની હોય છે એટલે તેને ઘડવામાં પૂરતી કાળજી લેવી જોઈએ. આપણી વ્યૂહરચનાને ખરેખર  ઉપયોગી હોય અને મહત્ત્વનું પણ હોય તેના પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.
  • Avoid the Blame Game: મૂળ કારણ વિશ્લેષ્ણ સમસ્યાઓનું અસરકારક નિરાકરણ લાવી આપી શકે છે - જો મૂળ કારણ વિશ્લેષણનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવે તો કામકાજમાં ઉદ્‍ભવતી ત્રુટિઓ તેમજ પુરવઠાકારોને ત્યાંથી આવેલી ત્રુટિઓનું નિવારણ એકબીજા પર દોષારોપણ કર્યા સિવાય કરી શકાય છે., જેને પરિણામે લાંબે ગાળે સંસ્થા વધારે કાર્યકુશળ બને છે અને પોતાના ગ્રાહકોને વધારે સારી રીતે સંતુષ્ઠ રાખી શકે છે..

રોજબરોજનાં અંગત તેમ જ વ્યવાસાયિક જીવનને લગતા ગુણવત્તાને લગતા લેખો દ્વારા બ્લૉગપોસ્ટસના આપણા બ્લૉગોત્સવને વધારે ને વધારે રસપ્રદ અને ઉપયોગી બનાવવા માટે આપનાં સૂચનો, ટિપ્પણીઓ, ટીકાઓ કે નવા વિચારો જરૂરથી મોકલશો.
આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: