Showing posts with label N Datta. Show all posts
Showing posts with label N Datta. Show all posts

Sunday, March 6, 2022

સાહિરનાં પ્રેમાનુરાગનાં ગીતો : ૧૮ ફિલ્મોનો સંગાથ : એન દત્તા સાથે

સાહિર લુધિયાનવીને, વ્યક્તિ તરીકે (દેખીતી રીતે), કવિ તરીકે કે ગીતકાર  તરીકે દુનિયાએ તેમની કડવાશ (તલ્ખિ), તેમના ચોક્કસ ગમા-અણગમા, તેમના અહં, તેમની તેજાબી વાણી કે ગીતમાં બોલનું મહત્ત્વ જેવી બાબતો વિશેની બહુ સ્પષ્ટ માન્યતાની નજરે જ જોયા. તેમનાં વ્યક્તિત્વના આ સહજ પાસાંઓને કારણે કદાચ વ્યાવસયિક બાબતોમાં તેમ ઘણી બાબતોમાં અળખામણા પડી જતા મનાયા છે.  તેમનાં વ્યક્તિત્વનાં આવાં અમુક ધારદાર પાસંઓને કારણે કદાચ ઓ પી નય્યર જેવા એટલા જ ચોક્કસ વિચારસરણી ધરાવતા સંગીતકાર સાથે તેમના સંબંધ લાંબું નહીં ટક્યા હોય. પણ તો પછી સુરાવલીને જ પ્રાધાન્ય આપતા એસ ડી બર્મન સાથેની તેમની આટલી સળંગ, સફળ અને કાલાતીત ઈનિંગ્સ માટે શું કારણ અપાશે? રોશન, એન દત્તા કે રવિ સાથેનાં સાહિર લુધિયાનવીના સંગાથને ટાંકીને એમ કહેતો એવો એક વર્ગ  પણ રહ્યો છે જે એવું માનતો રહ્યો કે સંગીતની જાણકારી વિશે ગુણી પણ બાકી 'નરમ' સ્વભાવવાળા સંગીતકારો સાથે સાહિરને વધારે બનતું.

વિવાદોને બાજુએ રાખો કે ન રાખો, એન દત્તા (મૂળ નામ દત્તારામ બાબુરાવ નાઈક - જન્મ ૧૨ ડિસેમ્બર ૧૯૨૭ - અવસાન ૩૦ ડિસેમ્બર ૧૯૮૭) અને સાહિર લુધિયાનવીનો (વ્યાવસાયિક) સંગાથ અનેક દૃષ્ટિએ અનોખો હતો એ વિશે તો કોઇ વિવાદ ન હોઈ શકે. ફિલ્મ સંગીતના ક્ષેત્રે પ્રવેશના સમયે થોડો સમય ગુલામ હૈદર સાથે કામ કર્યા બાદ એન દત્તા એસ ડી બર્મનના સહાયક તરીકે તેમની ટીમમાં જોડાયા. જાલ (૧૯૫૨)નાં નિર્માણ સમયે તેમનો સંપર્ક રાજ ખોસલા સાથે થયો. રાજ ખોસલાએ જ્યારે સ્વતંત્ર દિગ્દર્શક તરીકે સૌ પહેલી ફિલ્મ 'મિલાપ' - યે બહારોંકા સમા ચાંદ તારોંકા યે સમા ખો ન જાયે કહીં આ ભી જા -(૧૯૫૫)ની બાગડોર સંભાળી ત્યારે તેમણે એન દત્તાને યાદ કર્યા અને સ્વતંત્ર સંગીતકાર તરીકે તેમને તક આપી. ફિલ્મ તો ખાસ ન ચાલી, પણ એ જ વર્ષે જી પી સિપ્પી નિર્મિત આવેલી 'મરીન ડ્રાઈવ' (અબ વો કરમ કે સિતમ મૈં નશેમેં હૂં) અને તે પછીની 'ચંદ્રકાંતા'  -મૈંને ચાંદ ઔર સિતારોંકી તમના કી થી - (૧૯૫૬)ની સફળતાએ એન દત્તાનું સ્થાન જરૂર બનાવી આપ્યું.


એટલે, જ્યારે બી આર ચોપડા તેમની નવી ફિલ્મ સાધના (૧૯૫૮)નું નિર્માણ કરી રહ્યા હતા ત્યારે એસ ડી બર્મન અને ઓ પી નય્યરથી વિખૂટા પડી ચુકેલા સાહિર લુધિયાનવીએ એન દતાની ભલામ્ણ કરી. મનમાં ધરબાઈ રહેલ વિદ્રોહના ભાવને અનુરૂપ માર્દવ સાથે રજુ કરતાં ઔરતને જનમ દિયા મરદોંકો અને વિરહની તડપને વ્યકત કરતાં સંભલ અય દિલ તડપને ઔર તડપાને સે ક્યા હોગા ના રૂપમાં  એન દત્તાએ પણ એ વિશ્વાસને વધુ ગાઢ બનાવ્યો.  લગભગ બધા વિવેચકો અને ઇતિહાસકારો એકમત છે કે સાહિર લુધિયાનવી અને એન દતાનો સંગાથ બી આર ફિલ્મ્સની પછીની ફિલ્મ 'ધૂલકા ફૂલ' (૧૯૫૯) જેવી એ સમય માટે ક્રાંતિકારી વિષય સાથે બનેલી ફિલ્મનાં તેરે પ્યારકા આશરા ચાહતા હું, ઝુકતી ઘટા ગાતી હવા સપને જગાયે, દામનમેં દાગ લગા બૈઠે, કે તુ હિંદુ બનેગા ન મસલમાન બનેગા જેવાં શ્રેષ્ઠ ગીતોની સફળતાના રૂપમાં સર્વોત્તમ ઊંચાઈને આંબી રહ્યો. બી આર ફિલ્મ્સની તે પછીની જ ફિલ્મ ધર્મપુત્ર (૧૯૬૧)માં પણ આ જોડીનો જાદુ મહેન્દ્ર કપૂરનાં શ્રેષ્ઠ ગીતોમાં ગણના પામતાં રાગ બિલાવલ થાટનાં ભુલ સકતા હૈ ભલા કૌન યે પ્યારી આંખેં અને આજ કી રાત નહીં શીક઼વે શિક઼ાયત કે લિયે કે મનમાં ઘુંટાતાં દર્દને સંકોરતાં મૈં જબ ભી અકેલી હોતી હું જેવાં ગીતો દ્વારા પ્રસરી રહ્યો. 

બી આર ફિલ્મ્સમાં જ્યારે હવે એન દતાનું સ્થાન પણ કાયમી બની ચુક્યું હતું ત્યારે બી આર ફિલ્મ્સની નવી ફિલ્મ 'ગુમરાહ' (૧૯૬૩) પહેલાં જ એન દતાને, માત્ર છત્રીસ વર્ષની ઉમરે, હૃદય રોગનો હુમલો આવ્યો. એમાથી એ બહાર તો આવ્યા પણ તેમણે માત્ર બી આર ફિલ્મ્સ્નું તેમનું સ્થાન જ નહીં પણ પોતાનો આત્મવિશ્વાસ પણ ગુમાવી દીધાં હતા. કારકિર્દીની ગાડી પાટા પરથી સાવ ઉતરી  ન જાય એટલે એન દત્તા બી ગ્રેડની દિલ્મો પણ સ્વીકારતા રહ્યા. એ સમયે સાહિર તો તેમની કારકિર્દીની ટોચ પર હતા , તેમ છતાં એન દતાનો સાથ તેમણે આવી બી ગ્રેડની ફિલ્મોમાં પણ એટલી જ નિષ્ઠાથી નિભાવ્યો.  એક તરફ, ૧૯૬૪માં તલત મહમૂદનો સિતારો અસ્તાચળ ભણી હતો ત્યારે એન દત્તાએ તલત મહમૂદનાં શ્રેષ્ઠતમ ગીતોમાં સ્થાન પામતું અશ્કોંને જો પાયા હિ વો ગીતોને દિયા હૈ (ચાંદી કી દિવાર) રચ્યું, તો બીજી તરફ છેક ૧૯૭૦માં પણ પોંછ કર અશ્ક઼ અપની આંખોંસે મુસ્કરાઓ તો કોઈ બાત બને (નયા રાસ્તા) આપ્યું. આ સમયમાં એન દતાએ જાં નિસ્સાર અખ્તર અને મજરૂહ સુલાતનપુરી સાથે પણ વિવિધ ભાવોની યાદગાર રચનાઓ આપી. આમ એન દત્તાનું હીર તો આ ફિલ્મોમાં પણ ઝળકતું જ રહ્યું. પણ હવે નસીબનો તેમને સાથ નહોતો. '૭૦ના દાયકાં તેમની પાસે બહુ જ પાંખુ કામ આવ્યું.   

એન દતાની રચનાઓમાં ખાસ ધ્યાન ખેંચે છે તેની પાશ્ચાત્ય વાદ્યો સાથેની રચનાઓ. કદાચ તેમના ગોવાની સંસ્કૃતિ સાથેનાં જોડાણને કારણે તેમની પાસેથી એ પ્રકારનાં ગીતો આગ્રહ પણ રખાતો હશે ! ખેર, પરંતુ એન દત્તાનાં ગીતોના આ પ્રકારમાં સાહિર લુધિયાનવી અને એન દત્તાના સંગાથનું એક અનોખું પરિમાણ જોઈ શકાય છે. સાહિર લુધિયાનવીએ અન્ય સંગીતકારો માટે પણ હળવા મિજાજનાં કે જરૂર પડ્યે ક્લબ નૃત્યો જેવાં પાશ્ચાત્ય સંગીત જેવાં ગીતો માટે ખુબ સહજતાથી બોલ તો લખ્યા છે, પરંતુ એન દત્તા સાથે રચાયેલાં આ પ્રકારનાં ગીતોમાં સાહિરની જે બાજુ ખુલે છે તે અનોખી છે.

આજના આ મણકા માટે એટલે જ સાહિર લુધિયાનવી-એન દત્તાના સંગાથની નીપજનાં લોકપ્રિય ગીતોનો ઉલ્લેખ જ કરીને બધું ધ્યાન ઓછાં જાણીતાં પણ બન્ને કલાકારોની આગવી  જ પ્રતિભા જોવા મળતી હોય એવાં પ્રેમાનુરાગનાં ગીતોની પસંદગી પર ભાર મુક્યો છે. તે સાથે એન દત્તાએ પ્રયોજેલા ગાયકોમાં પણ વધારેને વધારે ગાયકોનાં ગીતો પણ સમાવી લેવાનો પ્રયાસ કર્યો છે.

બચના ઝરા યે ઝમાના હૈ બુરા …. કભી મેરી ગલીમેં ન આના - મિલાપ (૧૯૫૫) - ગીતા દત્ત મોહમ્મદ રફી, સાથીઓ

મેરી ગલી મેં આનેવાલે

હો જાતે હૈં ગ઼મકે હવાલે

ઈન રાહોં સે જો ભી ગુઝરે

સોચ સમઝ કર દિલકો ઉછાલે

બડે બડે દિલ યહાં બને હૈં નિશાના

ચુપકે ચુપકે નૈન લડાના

નૈન લડા કર દિલ કો લુભાના

દિલકો લુભા કર પાસ બુલાના

પાસ બુલાકર ખુદ ઘબરાના

હો તેરા જવાબ નહીં

ખુદ ઘબરાકર આંખ ચુરાના

આંખ ચુરાકર દિલ કો જલાના

દિલકો જલાકર હોશ ભુલાના

હોશ ભુલાકર અરે મજનુ બનાના

ઈન લયલાઓંકા હૈ ખેલ પુરાના

શોખી સમજેં શર્મ-ઓ-હયાકો

દાવત સમજેં નાઝ અદાકો

ઈન દીવાનોં કા ક્યા કહના

આપ બુલાયેં અપની કજ઼ાકો

ઔર ફિર માંગે હમસે હરઝાના

મોહબ્બત યું ભી હોતી હૈ ….. તબીયત યું ભી આતી હૈ … મુસીબત યૂં ભી હોતી હૈ - મરીન ડ્રાઈવ (૧૯૫૫) - મોહમ્મદ રફી, આશા ભોસલે 

જો મિલતેં હૈં તો આપસમેં

નિગાહેં તક નહીં મિલતીં

અગર ચલતે હૈં તો કદમોંકો

રાહેં તક નહીં મિલતીં

મોહબ્બત પહલી પહલી હો

તો હાલત યૂં હી હોતી હૈ

કઈ ઐસે ભી મજનું હૈં

જો આહેં ભરતે રહતે હૈં

કોઈ ચાહે ના ચાહે

આપ યૂં હી મરતે રહતે હૈં

સમજ઼તે હૈં કે લયલાઓંમેં

શોહરત યૂં  ભી હોતી હૈ

જહાં દેખી ભોલી સુરત

મચલ જાતે હૈં દીવાને

વાહ

ઉઠાકર મુંહ

પહુંચ જાતે હૈં સર પર જૂતિયાં ખાને

શરારત હી શરારતમેં

હજ઼ામત યૂં ભી હોતી હૈ

મુઝકો લગા હૈ સાલ સોલવાં હાયે નહીં છેડના - ચંદ્રકાંતા (૧૯૫૬) - શમશાદ બેગમ

મૈં વો ડાલી હૂં કે જો

છૂને સે કુમ્હલાતી હૈ

ઐસી નઝરોંસે તબીયત મેરી

ઘબરાતી હૈ

છેડખાની મુઝે

ગૈરોંસે કહાં ભાતી હૈ

મૈં તો આઈના દેખું તો

હયા આતી હૈ

હાથાપાયી ન કરો

જાઓ જી રસ્તા છોડો

અપને જૈસી કિસીસે

શર્મસે નાતા જોડો

મૈં  હૂં ભોલી

મુઝે ક્યા ઈલ્મ ચાહત ક્યા હૈ

.. … …  ….. 

ઈશ્ક઼ કેહતે હૈ કિસે

ઔર મોહબ્બત ક્યા હૈ

ઓ ગુમ્બા રુમ્બા ગુમ્બા રુમ્બા ગેલો … કલકી બાત કલ તક છોડો આજ મઝા લે લો - લાઈટ હાઉસ (૧૯૫૯) - મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર

તુઝે કસમ હૈ

.. ….. ….. …  .

ક્યા

જહાં કા ગમ હૈ

દિલવાલોંકો ઈસ મેલેમેં

મૌજ મના લો યારોં

કસ્ટમ વસ્ટમ કલ્ચર વલ્ચર

સબ કો ગોલી મારો

દિલવાલોંકે ઈસ મેલેમેં

મૌજ મના લો યારોં

…. ….. ….   …..

મુફત મિલે જબ દિલકી ગુડીયા

ફીર તકલીફ ક્યોં ઝેલો

નઝારેં હૈ જવાન

….. …. … 

તુ ગુમ હૈ કહાં

ખીલે ખીલે મુર્ઝા ન જાયે

યે ફુલોં કે ચેહરે

ઈન ફૂલોંકો ગુંથ કે પહનો

સર પર બાંધો સેહરે

  ….    …..  ….

દુનિયા તુમ સે ખેલ રહી હૈ

તુમ દુનિયાસે ખેલો

મઝા લે લો

ઐસે વૈસે ઠિકાનોં પે જાના બુરા હૈ …. બચ કે રહેનામેરી જાન ઝમાના બુરા હૈ , … …  દિલ લગાના બુરા હૈ - સાધના (૧૯૫૮) - લતા મંગેશકર

સાખી

જો હમમેં હૈ વો મતવાલી અદા

સબમેં નહીં હોતી 

મોહબ્બત સબમેં હોતી હૈ

વફા સબમેં નહીં હોતી

---

ઝુલ્ફ લહરાયે તો

ઝંઝીર ભી બન જાતી હૈ

આંખ શર્માયે તો

એક તીર ભી બન જાતી હૈ

દિલ લુભાનેકો જો

દિલદાર બના કરતે હૈં

દિલ ઉરા કર વહી

તલવાર બના કરતે હૈં

યે વો મહેફિલ હૈ જહાં

પ્યાર ભી લુટ જાતા હૈ

દિલ તો ક્યા ચીઝ હૈ

ઘર બાર ભી લુટ જાતા હૈ

… ….. …..

ઈસિલીયે તો કેહતી હું

ઐસે વૈસે ઠિકાનોં

પે જાના બુરા હૈ

તકકે હંસતે હૈં તો

મસ્તાના બના દેતે હૈં

ઔર

હંસકે તકતે હૈં તો

દીવાના બના દેતે હૈં

કોઈ નગમેમેં કોઈ

સાઝમેં ખો જાતા હૈ

ઇનસે જો બચતા હૈ

વો નાઝ મેં ખો જાતા હૈ

યું તો ગર્દનને લિપટ જાતી હૈં બાહેં ઈનકી

…… ….. ….. ….

દિલ નહીં જેબ પર હૈં નિગાહેં ઈનકી

ઈસિલીયે તો કેહતી હું

ઐસે વૈસે ઠિકાનોં

પે જાના બુરા હૈ

હમ સિતમ ઢાતે હૈં

બેદાદ કિયા કરતેં હૈં

દિલ લિયા કરતેં હૈં

ઔર દર્દ દિયા કરતેં હૈં

દર્દ લેના હો તો

મેહફિલ મેરી આબાદ કરો

વરના જાઓ જી

કિસી ઔર કા ઘર યાદ કરો

આજ જાઓગે તો કલ લૌટ કે ફિર આઓગે

…. ….. ….. ….. …..

હમ સા માશુક઼ ન દુનિયામેં કહીં પાઓગે

ઈસિલીયે તો કેહતી હું

ઐસે વૈસે ઠિકાનોં

પે જાના બુરા હૈ

જાતે જાતે ઈશારોંસે માર ગયી રે, મૈં તો ઐસે લફંગોસે હાર ગયી રે – ભાઈ બહેન (૧૯૫૯) - મોહમ્મદ રફી, ગીતા દત

બન સંવર કર જિન દમ ચલે

હો દેખનેવાલા દિલ કો મલે

છોડ પીછા

અર્રે મન જલે હો

પડ કિસી દૂસરે કે ગલે

સારે નખરે હૈં જાદુ ભરે

હાયે કોઈ કૈસે ના તુઝ પે મરે

ગાલીયાં દુંગી હટ જા પરે હો

મુઝકો ક્યા તુ જિયે યા મરે

ક્યું જલાતી હૈ ઈતના મુઝે

હાયે

હાય કિસકી તો બનના તુઝે

ચોર લે જાયે ચાહે મુઝે હો

પાસ આને ન દુંગી તુઝે હાયે

તેરે શે્હેરોંસે રાજા હમેં બન હી ભલે, વહાં ચૈન સે તો સોતે થે - નાચ ઘર (૧૯૫૯) - મોહમમ્દ રફી, લતા મંગેશકર

તુઝકો ભી દેખ લિયા

શેહેર ભી તેરા દેખા

જગમગાહટકી હર ઈક તહ મેં અંધેરા દેખા

ઐશ કરતેં હૈં તેરે શેહેર મેં દૌલતવાલે

ઔર ફાંકોકે સિતમ સેહતે હૈં મેહનતવાલેં

તેરે શેહેરોમેં ઝુબાન જૂઠી હૈં

દિલ ખોટે હૈં

બિલ્ડિંગ્સ ઊંચી હૈં

ઈન્સાન બહોત છોટે હૈં

શોર ઈતના હૈં કે દિલકી સદા ખો જાયે

ભીડ ઐસી હૈં કે ખુદ અપના પતા ખો જાયે

ઈશ્ક઼ વાલોંકો યહાં રસ્મ-એ-વફા યાદનહીં

હુસ્ન કો હુસ્નકી શર્મ ઔર હયા યાદ નહીં

જિસ્મ સે રૂહ કા હૈં બૈર તેરે શેહેરોં મેં

નઝર આતેં હૈં સભી ગૈર તેરે શેહેરોં મેં

રિમઝિમ રિમઝિમ સાવન બરસે .. તુમ્હરે મિલન કો જિયરા તરસે, છમ છમ છમ છમ પાયલ છનકે, બોલ સજન કૈસે નીકલું મૈં ઘરસે = દિલ્લી કા દાદા (૧૯૬૨) - મન્ના ડે, આશા ભોસલે

ચંચલ શીતલ પવન જ઼કોરે

વ્યાકુલ મનમેં  અગન લગાયે

ગરજ ગરજ કર કારે બદરવા

દેહકી સોયી પીર જગાયે

નૈન હટત નહીં તુમ્હરી ડગર સે

તુમ્હરે મિલન કો જિયરા તરસે

મોરે આંગનવા લાજ કા પહેરા

બંદ કિવડીયાં ખોલ ન પાઉં

ગીલી લકડીયાં બન બન સુલગું

મુખ સે કુછ ભી ન બોલ પાઉં

મર મર જાઉં જગ કે ડર સે

બોલ સજન કૈસે નીકલું મૈં ઘરસે

અય મેરે મહેરબાન અબ ન લે ઈમ્તિહાન, હમ ભી તેરે હુયે, દિલ ભી તેરા હુઆ અબ હમેં આઝમાના ક્યા - સચ્ચે મોતી (૧૯૬૨) - સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર

શામ કે સાયે ઢલને લગે

દર્દ કરવટ બદલને લગે

જબ ચલી ઠંડી ઠંડી હવા

દિલ કે અરમાં મચલને લગે

સાંસ ઘૂટને લગી

આસ છુટને લગી

ઈસ ક઼દર ભી સતાના હૈ ક્યા

જબ પુકારો ચલે આયેંગેં

દિલકી ધડાકનમેં લહરાયેંગે

હમ કિસી હાલ મેં ભી રહેં

દૂર તુમસે ના રેહ પાયેંગેં

તુમ બુલાતી રહો

જી બુલાતી રહો

તો ખુશી કા ઠીકાના હૈ ક્યા

તુમ રૂકો તો જ઼માના રૂકે

તુમ ચલો તો ચલે ઝિંદગી

તુમ જો હમસે મિલે

મિટ ગયે સબ ગિલે

અબ હમેં ઔર પાના હૈ ક્યા

લાગે તો સે નૈના લાગે …. દરસ બિના ન પાઉં ચૈન…. જાગું સારી રૈન - ચાંદી કી દિવાર (૧૯૬૪) - તલત મહમૂદ, આશા ભોસલે

જબ સે લગી

લગન તિહારી

ભૂલ ગયી સુધ બુધ સારી

કલ ના પડે દિન હો કે રૈન

મનમેં બસી

પીર અનજાની

તનમેં જગી અગન સુહાની

ગયો રે મોરે જિયરાકા ચૈન

ઉમર મોરી કોરી કોરી, ઉમર મોરી બાલી બાલી, ધીરે રંગ ડારો કરો ના જોરા જોરી …… બરસ ભર બીતે તબ આયે કહીં હોરી, જ઼ીજક નહીં હમસે નીકટ આ જા ગોરી - નયા રાસ્તા (૧૯૭૧) - મોહમ્મદ રફી, આશા ભોસલે

ધીરે ધીરે પીચકારી મારો

નહીં મારો બેદર્દી સો કસ કે

દેખો દેખો બૈયાં ન ખીંચો

મેરી રેશમ કી ચોલી ન મસકે

મોહે તુમરી ક઼સમ

મોહે લાગે શરમ

માનો માનો અરઝ માનો મોરી

ચુનર મોરી કોરી

ભીગી ભીગી ચુનરી સે ઝાંકે

તોરે મતવાલે અંગોકે જાદુ

આજા મેરી બાંહોંમેં છુપ જા

ગોરી ઘબરા કે યું ન સિમટ તુ

મિલે તન સે જો તન

બુજે તનકી અગન

કહેં હમ ભી કી આયી હૈ હોરી

આજ સોચા હૈ ખયાલોમેં બુલાકર તુમકો, પ્યાર કે નામ થોડી સી શિકાયત કર લેં - ચેહરે પે ચેહરા (૧૯૮૧) - સુલક્ષણા પંડિત, મોહમમ્દ રફી

ઐસે બીછડે હો કે જૈસે કભી મિલના હી નહીં

ઐસે ભૂલે હો કી જૈસે કભી જાના હી ન થા

અજનબી બન કે અગર યૂં હી સિતમ ઢાના થા

પાસ આના હી ન થા પાસ બુલાના હી ન થા

રંજિશેં ભી વહીં પલતી હૈં

જહાં પ્યાર પલે

પ્યાર હી જિસ સે નહીં

ઉસ સે ગિલા ક્યા હોગા

મેરી ઉમ્મીદ હૈ તુ

તેરી તમન્ના મૈં હૂં

ઔર ચાહત કા સિલા ક્યા હોગા

રંજિશેં ભૂલ કે

ખ્વાબોંકો હક઼ીકત કર લેં

આજ સોચા થા ક્યા કહું મૈં તુમ્હેં

ક્યા સમજ઼ા હૈ ક્યા માના હૈ 

મેરી ચાહતને તુમ્હેં

અપના ખુદા માના હૈ

અપના હિસ્સા હી તુમ્હેં મૈને સદા માના હૈ

જાન કો કીસ ને ભલા તન સે જુદા માના હૈ

જાન ઔર તન સે

જાન ઔર તનસે નયા અહદ-એ-મોહબ્બત કર લેં

સાહિર લુધિયાનવી અને એન દત્તાના ૧૮ ફિલ્મોના સંગાથમાં એક ફિલ્મ, પિકનિક, હતી જે રીલીઝ ન થઈ શકી કેમકે તે પુરી થાય તે પહેલાં ગુરુ દત્તે આત્મહત્યા કરી લીધી હતી. એનાં એકાદ બે ગીતો યુ ટ્યુબ પર મળી આવે છે, તેમાંથી કિતના રંગીન હૈ ચાંદ સિતારોંકા સમા (આશા ભોસલે, મોહમ્મદ રફી) લખ્યું છે તો મજરૂહ સુલ્તાનપુરીએ પણ અહીં ઉલ્લેખ એટલે કરેલ છે કે ધર્મપુત્ર (૧૯૬૧)નાં ગીત આજ કી રાત નહીં શિકવે શિકાયત કે લિયે  સાથે ગીતની ધુન અદ્‍ભૂત સરખાપણું ધરાવે છે.

સાહિર લુધિયાનવી અને એન દત્તાના ૧૮ ફિલ્મોના સંગાથની આજની વાત પુરી કરીએ એ સંગાથનાં એ અનન્ય પાસાંથી, જેમાં એન દત્તાની કારકિર્દીની શરૂઆત આ જોડીની સૌ પ્રથમ (પંજાબી) ફિલ્મ 'બાલો'થી થઈ અને પુરી થઈ આ જોડીની પણ અંતિમ ફિલ્મ ચેહરે પે ચેહરા (૧૯૮૧)થી. એન દત્તાએ '૭૦ના દાયકામાં ભલે બહુ ફિલ્મો ન કરી પણ તવારીખ તો આ સંગાથની સફર ત્રીસ વર્ષની જ ગણે છે.

હવે પછીના, આ શ્રેણીના અંતિમ, મણકામાંપણ આપણે સાહિર લુધિયાનવી અને રવિન એવા જ દીર્ઘકાળના ૧૯ ફિલ્મના સંગાથનાં પ્રેમાનુરાગનાં ગીતોને યાદ કરીશું.