Showing posts with label યાદો. Show all posts
Showing posts with label યાદો. Show all posts

Monday, January 6, 2014

એ દિવસે ૪૦ વર્ષ જૂની હિમશિલા પીગળી ગઈ

 

૩ થી ૫ જાન્યુઆરી ૨૦૧૪ બીઆઈટીએસ હૈદરાબાદના કેમ્પસમાં બિઆઈટીએસ અલમ્નાઇ એસોશિએશનની ગ્લૉબલ મીટ યોજાઈ ગઈ.

હૈદરાબાદ સ્થિત હોવાથી ૧૯૭૧ - ૧૯૭૩ની બૅચના સહપાઠીઓ પણ ફરી એક વાર મળે એ માટે ઓ પી જગેટીયાએ સઘન સંપર્ક અબિયાન આદર્યું .

બધા પ્રયત્નો પછી (ફોટોગ્રાફમાં જમણેથી જોવા મળતા) વિનોદ લરોયા, કે શાન્તિ કુમાર, પ્રકાશ ભાલેરાવ, અશોક વૈષ્ણવ, ઓ પી જગેટીયા અને સંતોષ કુમાર હમીરવાસીઆ આવી શક્યા.

 

બિઆઈટીએસ, પિલાની, એમબીએ બેચઃ ૧૯૭૧ - ૧૯૭૩

મજાની વાત રહી કે ૪૦ વર્ષ પહેલાં છૂટા પડ્યા પછી મળવા છતાં બધા વચ્ચે અનઔપચારિકતા બરકરાર હતી.