ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના
બ્લૉગોત્સવનાં ડીસેમ્બર ૨૦૧૯ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આપણા આ ગુણવત્તા બ્લૉગોત્સવના અંકોમાં, વર્ષ ૨૦૧૯ દરમ્યાન, આપણે "ગુણવત્તા સંચાલન - ડીજિટલ
રૂપાંતરણનો માર્ગ' સાથે
સંબંધિત અલગ અલગ વિષયોની માર્ગદર્શક ચર્ચા કરીશું. તદનુસાર, આપણે અત્યાર સુધી ડીજિટાઈઝેશન, ડીજિટલાઈઝેશન
અને ડીજિટલ રૂપાંતરણ - મૂળભૂત બાબતો, ડીજિટલ
ગુણવત્તા સંચાલન અને ગુણવત્તા
૪.૦ વિષે વાત કરી. તે પછીથી આપણે ઇન્ડસ્ટ્રી ૪.૦ની
૯ વિક્ષેપકારક ટેક્નોલોજિઓ વિષે પ્રાથમિક પરિચય કરવાનું શરૂ કર્યું. અત્યાર સુધી આપણે વિશાળકાય
માહિતીસામગ્રી વિશ્લેષકો (Big Data Analytics), ક્લાઉડ કમ્પ્યુટીંગ, રૉબોટિક્સ, સંવર્ધિત
વાસ્તવિકતા, પ્રતિકૃતિકરણ, ઉમેરણ નિર્માણ, ઔદ્યોગિક ઈન્ટરનેટ ઑફ થિંગ્સ અને સમસ્તરીય અને લંબસ્તરીય તંત્રવ્યવસ્થાકીય એકીકરણ વિષે પરિચયાત્મક ચર્ચા કરી
લીધી છે..
૨૦૧૯ના વર્ષના આજના આ છેલ્લા અંકમાં આપણે ડિજિટલ ગુણવત્તા સંચાલન ના માર્ગ પરની આપણી સહસફરના
છેલ્લા પડાવ - સાયબર સલામતી - પર આવી પહોંચ્યાં છીએ...
સાયબર સલામતી નેટવર્ક્સ, સિસ્ટમ્સ અને પ્રોગ્રામ્સને ડિજિટલ
હુમલા સામે રક્ષણ આપવાની પ્રણાલિ છે. આ
ડિજિટલ હુમલાઓ સંવેદનશીલ માહિતી મેળવવા, બદલવા કે
નાશ કરવાના કે વપરાશકારો પાસેથી પૈસા પડાવવા કે
તેમના વ્યાપાર ઉદ્યોગની કામગીરીમાં ગંભીર વિક્ષેપ કરવાના આશયથી કરાતા હોય
છે. સફળ સાયબર સલામતી અભિગમ અનેક સ્તરોમાં પ્રસરીને સંબંધિત કમ્પ્યુટર્સ, નેટવર્ક્સ, પ્રોગ્રામ્સ
કે માહિતીસામગ્રીને આવરી લે છે. કોઈ પણ સંસ્થામાં સાયબર હુમલાઓ સામે અસરકારક
સંરક્ષણ માટે લોકો, પ્રક્રિયાઓ અને ટેક્નોલોજિઓ એ
એકબીજાનાં પૂરક તરીકે વર્તવું જરૂરી બની રહે છે. [1]
ઇન્ડસ્ટ્રી ૪.૦માં સાયબર
સલામતીની તાત્કાલિક અસર સાયબર ભૌતિક તંત્રવ્યવસ્થા (CPS,), ઈન્ટરનેટ ઑફ થિંગ્સ અને ઈન્ટરનેટ ઑફ સર્વિસીઝ પર પડે છે.
Industry 4.0 and its connection with Internet and
Information and Communication Technologies. (Source: Germany Trade &
Invest. 2013)-
સાયબર સલામતીના સંદર્ભે આ
દરેકની વ્યાપક પ્રકારની ધમકીઓ, નબળાઇઓ અને સંભવિત પડકારો /સલામતી પગલાંઓ છે. તેમાની કેટલીક બાબતો અહીં
દર્શાવી છે –
આમ સાયબર સલામતી મૂળતઃ તો
સલામતી કવચના રૂપે જોવામાં આવે છે, પણ તેનો હવે ખાસ ઉદ્દેશ્ય સંસ્થાનાં કામકાજને બિના વિક્ષેપ ચાલવા દેવાનો બની
રહ્યો છે. [2] ગુણવત્તા સંચાલનના પાયાના સિધ્ધાંતો અહીં જ કામ આવી શકે છે. અને તેથી, જેમને પારંપારિક રીતે ગુણવત્તા વ્યવસાય સાથે સંકળાયેલાં ગણી શકાય તે બધાં ઈ આ
વિષયની જાણકારી મેળવવી આવશ્યક બની રહે છે, જેથી આઈટી વ્યાવસાયિકો સાથે મળીને તેઓ નવી પ્રણાલિઓ, કાર્યસમુહો અને પ્રક્રિયાઓ અને સાયબર ભૌતિક સિસ્ટમનાં સ્થાપત્યનાં ઘડતરમાં
યોગદાન આપતાં રહી શકે.
The seven
steps of a cyber-attackનાં પરિણામો બહુ ઘાતક નીવડી
શકે છે. આવા હુમલા સામે બચાવ કરવા માટે a
six-step approach અમલમાં મુકવો જોઈશે.
સાયબર સલામતી માટેનો ત્રિ-સ્થંભીય અભિગમના ત્રણ સ્થંભ
લોકો, પ્રક્રિયાઓ અને માહિતીસામગ્રી -માહિતી છે.
The
first pillar is people. સાયબર હુમલો કરનાર હૅકર્સ દ્વારા લટકાવાતાં ફિશિંગ ગાજરથી સૌથી જલદી લલચાવી
શકાય તેવો વર્ગ સંસ્થામાં કામ કરતાં લોકો ગણી શકાય. હુમલાઓની આવી સંભાવનાઓ સાથે લોકોનો પરિચય કરાવતાં રહીને અને નિયમિતપણે
તે વિશે તાલીમ આપતાં રહીને લોકોમાં સાયબર સલામતી અંગે જાગૃતિનું વાતાવરણ પેદા કરી
શકાય. The
second of the three pillars is process.
પ્રક્રિયાનો સ્થંભ સંચાલન
તંત્રવ્યવસ્થાઓ, શાસન પ્રણાલિઓ,
નીતિઓ અને કાર્યપધ્ધતિઓ તેમજ ત્રીજા પક્ષકાર હિતધારકોનાં
વ્યવવ્સ્થાપન જેવાં અનેક ઘટકોનો બનેલો છે. પ્રક્રિયા સ્થંભનાં અસરકારક થવા માટે આ
બધાં ઘટકોને ધ્યાનમાં રાખતાં રહેવું જરૂરી છે.
ઈન્ડસ્ટ્રી ૪.૦ કે ગુણવતા
૪.૦ ની આ બધા અંકોમાંની ચર્ચા પરથી, એટલું ફલિત થાય છે કે Quality
4.0 Takes More Than Technology
- અસરકારકપણે ગુણવત્તા ૪.૦ના અમલ માટે તકનીકી તેમજ બીનતકનીકી પાસાંઓને પધ્ધતિસર
ગણતરીમાં લેતાં રહેવું જોઇએ. તે અંગે કેટલાંક વિચારવાલાયક સુચનો :
¾ દુખતી નસોમાંથી નિપજતા
ઉપાયોમાંથી શક્ય બનતાં મૂલ્ય વૃધ્ધિ કે જોખમ ઘટાડા અનુસાર પ્રાથમિકતા નક્કી કરવી;
¾ ઉપયોગમાં લેવાયેલા કિસ્સઓને
અલગ તારવી, ચકાસણી કરી અને સ્કેલ પ કરવા - ઉચ્ચ ઉપયોગીતા મૂલ્ય ધરાવતા કિસ્સાઓવાંળા
અવધારણાની સાબિતી [proof-of-concept (PoC)] પાયલટ વડે અમલ ચાલુ કરવો.
¾ દૂરદર્શિત ચિત્ર બનાવી તેને
માટેનો માર્ગ નકશો તૈયાર કરવો - જેમાં ગુણવત્તા ૪.૦ સંસ્થાના સમગ્રતયા કામકાજમાં
શી રીતે યોગદાન આપશે અને લાંબાગાળાની સ્પર્ધાત્મક સરસાઈ શી રીતે જાળવવાં મદદરૂપ
થશે તે કેન્દ્રસ્થાને હોય.
¾ IoT સવલતોનું માળખું અને માહિતીસામગ્રીનાં સ્થાપત્યને આવરી લઈને ગુણવત્તા ૪.૦ને
શકય બનાવતી ટેક્નોલોજીઓ અને માહિતીસામગ્રી વિકસાવો
¾ આવશયક કૌશલ્યનું ઘડતર કરો -
એ માટે અંદરનાં લોકોનાં કૌશલ્યને વધારવું પડે અને તે શક્ય ન હોય તો બહારથી ડિજિટલ
નિષ્ણાતોનાં કૌશલ્યને લઈ શકાય.
¾ પરિવર્તન સમગ્ર સંસ્થામાં
લાગુ પડે તે રીતે અમલ કરો - એ માટે સંસ્થાની દૂરગામી વ્યૂહરચનાની સાથે ડિજિટલ
વ્યૂહરચનાને વણી લો
¾
સંસ્થામાં દરેક હીતધારકોને સાથે રાખીને ડિજિટલ દૃષ્ટિકોણ ધરાવતું ગુણવત્તા
વાતાવરણ વિકસાવો - એ માટે જે સંદર્ભમાં સંસ્થા કામ કરી રહેલ હોય તે મુજબનાં માપણી
કોષ્ટકો અને પ્રેરણાજનક યોજનાઓ, લોકોની ભૂમિકાઓ અને સંસ્થાના
માળખાં પણ ફેરફારો કરવા જોઈશે.
હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત
વિભાગો તરફ વાળીએ.
Management
Matters Network પરની કોલમ Insights
and Analysis From Gallup માંનો લેખ, Digitizing Culture: Are You Doing It Wrong? આપણે આજના બ્લૉગોત્સવ ના અંક માટે પસંદ કરેલ છે. ….
- અસરરકારક
ડિજિટલ કાર્યસ્થળ વાતાવરણ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે;
- વ્યક્તિલક્ષી
વાતાવ્રરણ ઊભું કરવાથી પણ ડિજિટલ વાતાવરણ ઊભું કરવું વધારે મુશ્કેલ છે;
- વાતાવરણ
ઊભું કરવા માટે જે સાધનોનો જે રીતે ઉપયોગ થાય એટલી જ હદે તે ઉપયોગી નીવડી શકે
છે.
[લેખનો સંક્ષિપ્ત અનુવાદ, ‘સંસ્કૃતિનું
ડિજિટીકરણ - તમે ખોટી રીતે તો નથી કરી રહ્યાં ને?, પણ વાંચી શકાશે.]
સંસ્થાનાં (ડિજિટલ) રૂપાંતરણના વિષય
વિશે એક વધુ ળેખ પણ જોઈએ.
Thawing
the frozen middle - જેમ જેમ વ્યાપાર ઉદ્યોગ સંસ્થાનાં ડિજિટલ રૂપાંતરણ માટે
કરોડો રૂપિયા રોકવાનું આયોજન કરે તેની સાથે તેમણે એ પણ ખાત્રી કરવાનું આયોજન કરી
લેવું જોઈએ કે મધ્ય સંચાલન મંડળ એ રોકાણને સફળ બનાવવા માટે મદદરૂપ બનવા માટે તયાર
છે.…રૂપાંતરણની નિષ્ફળતાઓ માટે કોઈ એક વ્યક્તિ કે કોઈ એક મુદ્દો જવાબદાર નથી
હોતાં. મધ્ય સંચાલન મંડળનાં માન્સાને સમજવાથી મુખ્ય સંચાલક માટે એ સમજવું સ્રળ બની
શકે છે મધ્ય સંચાલન વર્ગ માટે કેવી અને કઈ ચાવીઓ કામ કરી શકશે, જે રૂપાંતરણના મહત્તમ ફાયદાઓ માટેના દરવાજા ખોલી શકે. અહીં
વાત માનવીય પુંજી પર ધ્યાન આપાવાની અને મધ્ય સંચાલન મંડળનાં વર્તમાન અને ભવિષ્યમાં
વિકસી શકે તેવાં કૌશલ્યોનાં અગત્યને સમજવાની છે. તેમ કરવાથી એ લોકોની સર્જનાત્મકતા, સ્થિતિસ્થાપકતા અને નવાં કૌશલ્યોને અમલ દરમ્યાન આવતી
સમસ્યાઓના ઉકેલ શોધવામાં, અને તે દ્વારા
પરિવર્તનનની પ્રક્રિયાને વધારે મૂલ્યવાન બનાવવામાં કામે લગાડી શકવાં શક્ય બને છે.
ટેક્નોલોજી મધ્ય સંચાલન મંડળની ભૂમિકા તત્ત્વતઃ બદલી નાખવાની સાથે ભવિષ્ય માટે પણ
તેમને વધારે મહત્વની ભૂમિકા માટે તિયાર કરી શકે છે.
આપણા આજના
અંકમાં ASQ TV પર આ વિષય સાથે સંકળાયેલ વૃતાંત જોઈએ –- Cybersecurity in Retail - સાયબર સલામતી શું છે, કેમ તે અગત્યનું છે અને કેમ તે તમારા વ્યવસાયને બનાવે કે ભાંગી નાંખી શકે વિશે જેવી મૂળભૂત માહિતી આ વિડિયોમાં સમજાવાઈ છે.
- Protect Your Organization From Cyber Attacks - Pratumના સ્થાપક, ડેવ નેલ્સન, સાયબર હુમલાથી બચવા માટેનાં વ્યાવહારિક સુચનો આપે છે. પર્યાપ્ત સુરક્ષા નક્કી કરવા માટે નેલ્સન ગૅપ એનૅલિસિસ અને પ્રોસેસ મેપ્પીંગનો ઉપયોગ કરવાનું જણાવે છે, તે ઉપરાંત સાયબર હુમલો થાય તો નુકસાન ઓછામાં ઓછું થાય તે માટેની પ્રક્રિયાઓ પણ પ્રસ્થાપિત કરવાની ભલામણ કરે છે.
- Excuses - જીવનમાં ક્યારેક તો બધાંએ કંઈક ન કરી શકવા માટે કોઈકને કોઈક પ્રકારનાં બહાનાંનો આશરો તો લીધો જ હશે. બહાનાંની ઢાલ લઈને સંતાઈ લેવું આસાન છે. ..પણ સરવાળે તો પસ્તાવાનો જ વારો આવતો હોય છે. જે કામ કરવું આપણા માટે શકય છે તેમાં મુશ્કેલીઓ આવતી દેખાય તો પણ તેને નવું શીખવા માટેનો સોનેરી અવસર માનીને બહાનાંનો દેખીતો સહેલો રસ્તો ટાળવો જોઈએ...આપણા ભાગે ઢગલો એક બહાનાં અને અનેક પસ્તાવાઓ સિવાય ખોવાનું કંઈ જ નથી...અને મેળવવાનું ઘણું છે.
- Growth - કોઈને કોઈ કારણોસર વ્યક્તિગત વિકાસ સાધવો હંમેશાં ઓછું ફાવતું કામ રહ્યું છે. જોકે, વિકાસ ન કરવાથી, લાંબે ગાળે, વધારે અગવરૂપ પરિસ્થિતિઓ પેદા થઈ શકે છે. .. પોતાનો વિકાસ કરવા માટે પોતાની કચાશો શું છે તે ઓળખવી પડે, સ્વીકારવી પડે અને પછી તેને સબળ કરવા માટે મહેનત કરવી પડે. અહીં અંગત અને વ્યાવસાયિક બન્ને સ્તરની બાબતોને આવરી લેવી આવશ્યક છે. આ ક્ષણે આપણી જીંદગીમાં જે કંઈ બની રહ્યું છે તે દરેક બાબતમાં આપણે વધારે સશક્ત બનીને ઊભરવા માટે તેમ જ જેં કઈ કરીએ તે વધારે અસરકારકપણે કરી શકવા માટે પુષ્કળ તકો રહેલી છે....ગમે એટલું અસગવડરૂપ જણાતું હોય, પણ આ તકોને ઝડપી લેવાનું ચુકવા જેવું નથી...જેમ જેમ આપણે વધારે સબળ બનતાં જશું તેમ તેમ વધારે ને વધારે સકારાત્મક સંભાવનાઓ વધારે સારી વિકાસની તકો ખોલતી જશે.
ગુણવતા સંચાલનને લગતા વિષયોના બ્લૉગ્સના આ બ્લૉગોત્સ્વ પર આપણે ૨૦૧૯ન વર્ષની
પુર્ણાહુતિ કરીએ છીએ. એ પ્રસંગે
આપનું પણ ૨૦૧૯નું વર્ષ રંગેચંગે પુરૂં થાય તેવી શુભેચ્છાઓ. ૨૦૨૦નાં વર્ષમાટે તમારાં બધાં
આયોજનો ઓછામાં ઓઅછાં વિઘ્નોની સિધ્ધ થાય તેવી શુભકામના......
ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ ૨૦૧૯ના બધા અંક એક સાથે વાંચવા / ડાઉનલોડ કરવા માટે હાયપર લિંક પર ક્લિક કરો.