ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં જુલાઈ ૨૦૧૯ સંસ્કરણમાં
આપનું હાર્દિક સ્વાગત છે.
આપણા આ
ગુણવત્તા બ્લૉગોત્સવના અંકોમાં, વર્ષ ૨૦૧૯ દરમ્યાન, આપણે "ગુણવત્તા સંચાલન - ડીજિટલ રૂપાંતરણનો માર્ગ' સાથે સંબંધિત અલગ અલગ વિષયોની
માર્ગદર્શક ચર્ચા કરીશું. તદનુસાર, આપણે અત્યાર સુધી ડીજિટાઈઝેશન, ડીજિટલાઈઝેશન
અને ડીજિટલ રૂપાંતરણ - મૂળભૂત બાબતો, ડીજિટલ
ગુણવત્તા સંચાલન અને ગુણવત્તા
૪.૦ વિષે વાત કરી. તે પછીથી આપણે ઇન્ડસ્ટ્રી ૪.૦ની
૯ વિક્ષેપકારક ટેક્નોલોજિઓ વિષે પ્રાથમિક પરિચય કરવાનું શરૂ કર્યું. અત્યાર સુધી આપણે વિશાળકાય
માહિતીસામગ્રી વિશ્લેષકો (Big Data Analytics), ક્લાઉડ
કમ્પ્યુટીંગ અને રૉબોટિક્સ વિષે પરિચયાત્મક ચર્ચા કરી
લીધી છે..
સંવર્ધિત વાસ્તવિકતા
/ Augmented
reality (AR) [1] એ પારસ્પરિક સંવાદ રચતું, વાસ્તવિકતા-આધારિત દર્શન કરાવતું વાતાવરણ છે, જે કમ્પ્યુટર વડે સર્જાયેલ દર્શન, અવાજ,
અક્ષરો અને અસરો્ની ક્ષમતાનો ઉપયોગ વપરાશકારના વાસ્તવિક
જગતના અનુભવને સંવર્ધિત કરે છે.
બીજા શબ્દોમાં
કહીએ તો,
સંવર્ધિત વાસ્તવિકતા વાસ્તવિક અને કમ્પ્યુટર-સર્જિત
દૃશ્યાવલિ અને છબીને જોડીને એક સંયુક્ત, પણ સંવર્ધિત,
દૃશ્ય અનુભવ સર્જે છે.
ભૌતિક વાસ્તવિક
જગતનાં દૃશ્ય પર કમ્પ્યુટર દ્વારા સર્જાયેલ છબીને મેળવવાથી (અધ્યારોપણ કરવાથી)
વાસ્તવિક દૃશ્યની અનુભૂતિમાં થતા વિસ્તૃત ફેરફારને AR કહેવામાં આવે છે. [2]
મોટા ભાગનાં લોકો
માટે હજૂ પણ બહુ ગૂઢ અને અજબ ટેક્નોલોજિ છે, જેને ફિલ્મોમાં જોવા મળતી વિજ્ઞાન પરીકથા કે બોલતાચાલતાં
હોલોગ્રામ્સ કે પારસ્પરિક અસર કરતાં દૃશ્યો કે ત્રિ-પરિમાણીય મૉડેલ તરીકે વધારે
જોવા મળે છે. જોકે હકીકત એ છે કે આ બધું જ અસ્તિત્વમાં આવી જ ચૂકેલ છે.
AR ઍપ્પ્સ સામાન્ય રીતે ડિજિટલ
એનીમેશનને ખાસ 'માર્કર' સાથે જોડે છે કે ફોનમાંનાં જીપીએસની મદદથી ચોક્કસ સ્થળને ચીંધે છે.
સંવર્ધન પણ રીઅલ ટાઈમમાં અને વાતાવરણના સંદર્ભમાં થતું રહે છે. જેમકે, રમાઈ રહેલ રમતના દૃશ્ય પર જ તે સમયના સ્કોરનું બદલતું રહેવું.
હાલમાં ચાર
પ્રકારની AR જોવા મળે છે
- · માર્કરવિહિન (Markerless) AR - જે સ્થળ-આધારિત કે સ્થિતિ-આધારિત AR પણ કહેવાય છે. તે ગીપીએસ, દિશાસૂચક યંત્ર (કંપાસ), ગાયરોસ્કોપ અને એક્સેલેરોમીટરની મદદથી વપરાશકર્તાનાં સ્થળની માહિતીસામગ્રી પુરી પાડે છે. આ માહિતીસામગ્રી પરથી નક્કી થાય કે કયાં ક્ષેત્રની AR વસ્તુસામગ્રી તમને મળી શકે કે પૂરી પાડી શકાય. સ્માર્ટફોનના આવ્યા પછી આ AR તમને નજદીકનાં વ્યાપારી સંસ્થાનો ને શોધવા માટે નકશા અને દિશાનિર્દેશ પૂરાં પાડે છે. તે સાથે તેની સાથે સંકળાયેલ પ્રસંગો, જાહેરાતો અને દિશાનિર્દેશની મદદ પણ તેમાં સામેલ હોઈ શકે છે.
- · માર્કર-આધારિત (Marker-based) AR - કેટલાંક તેને છબી ઓળખાણ AR પણ કહે છે કે કેમ કે તેના માટે ખાસ દૃષ્ટિવિષયક વસ્તુ અને તેના પર કામ કરી શકે તેવો કેમેરા જોઈએ છે. તે મુદ્રિત QR સંજ્ઞા કે કોઈ ખાસ નિશાનીઓ જેવું કંઈ પણ હોઈ શકે. ઘણા કિસ્સાઓમાં, AR સાધન માર્કરનું સ્થાન અને દિશાનિર્દેશની ગણતરી કરી લે છે. આમ માર્કર જોનાર માટે ડિજિટલ એનિમેશન શરૂ કરે છે, જેને કારણે સામયિકમાંનાં ચિત્ર ત્રિ-પરિમાણીય મોડેલમાં પરિવર્તીત થઇ જાય છે.
- · પ્રક્ષેપણ આધારિત (Projection-based) AR - ભૌતિક સપાટી પર કૃત્રિમ પ્રકાશ ફેંકવાથી તે કાર્યરત થાય છે, અને કેટલાક કિસ્સાઓમાં તેની સાથે ક્રિયા પ્રક્રિયા પણ કરવા આપે છે. આ આપણે સ્ટાર વૉર્સ જેવી વૈજ્ઞાનિક પરીકથાઓની ફિલ્મોમાં જોયેલાં હોલોગ્રામ છે.વપરાશકારની ક્રિયા-પ્રતિક્રિયાને તે તેમાં થતા ફેરફારને કારણે કૃત્રિમ પ્રકાશનાં પ્રક્ષેપણમાં થતા ફેરફારોથી ખોળી કાઢે છે.
- અધ્યારોપણ – આધારિત (Superimposition-based) AR - અહીં મૂળ દૃશ્યને બદલે પૂરેપુરું, કે આંશિક સ્વરૂપે, સંવર્ધિત વાસ્તવિક દૃશ્ય ઉપયોગમાં લેવામાં આવે છે. વસ્તુની ઓળખ અહીં મહત્ત્વનો ભાગ ભજવે છે. જો તેમ ન થાય તો આખો વિચાર જ અશક્ય બની જાય છે. IKEAનાં કેટલોગની ઍપ્પમાં આ AR બહુ અસરકારક રીતે ઉપયોગમાં લેવાયેલ છે છે - વપરાશકાર કેટલોગમાંનાં ફર્નીચરને પોતાને અનુકૂળ આવે તેમ ગોઠવીને જોઈ શકે છે.
·
ARનો ઔદ્યોગિક જગતમાં ઉપયોગ કેટલાં કામ કરવની રીતમાં આમૂલ
ફેરફાર કરી નાખશે. ફિલ્ડમાં કામ કરતાં ટેક્નીશીયન ઑફિસમાંનાં તેમનાં સહકાર્યકરો
સાથે તાદૃશ લઈવ સંપર્ક રાખી શકશે,
જેથી બન્ને પક્ષ પાસે પરિસ્થિતિની સાથે કામ લેવાની વિધેયાત્મક
માહિતી ઉપલબ્ધ બની રહેશે. જે ભાગનું સર્વિસીંગ કરવાનું હશે તેના અંદરના ભાગોથી
લઈને આખી એસેમ્બલી સુધીની આકૃતિઓ,સંબંધિત બધી જ માહિતી વગેરે
હવે બન્ને પક્ષની આંખોની સામે હશે.
·
ડિઝાઈન અને સર્જનાત્મક
કામ એ નવાં બજાર બની રહેશે.
·
AR વડે તાલીમ માટે દરેક તાલીમાર્થીની આગવી જરૂરિયાત મુજબની
સામગ્રી તેને હાથવેંત બનશે.
ARના ઔદ્યોગિક જગતમાં રોજબરોજનાં કામોની ઉપયોગીતા સમજાઈ શકે
તેવા બે વિડીયો અહીં રજૂ કરેલ છે :
Industry 4.0 by Immersion: Augmented Reality &
Connected Factory for Sunna Design - ૨૦૧૧માં અસ્તિત્વમાં આવેલ સુન્ના
ડીઝાઈન(Sunna
Design) સ્વાયત્ત સૂર્યપ્રકાશ આધારિત લાઈટીંગ ઉકેલોનું કામ વિકસતા
દેશોમાં કરે છે. સંવર્ધિત વાસ્તવિકતાનાં એક સાધન Shariiing વડે Immersion
સુન્ના ડીઝાઈનને ભવિષ્યની ફેક્ટરીને સાંકળી લઈને ખર્ચા
ઘટાડવામાં મદદરૂપ બની છે.
Augmented Reality Training Demonstration - by
Scope AR using the Epson Moverio BT-100 - અહીં એપ્સનના ભાગીદાર ScopeAR (scopeAR.com)દ્વારા Epson Moverio BT-100માં સુધારા કરીને
કેમ તેને સ્વ-ચાલિત તાલીમ મટે તૈયાર કરી તેનું નિરૂપણ કરાયું છે. Moverio
પ્લેટફોર્મ સાથે એક કેમેરા જોડી અને પારદર્શક દશ્યોની મદદ
લઈને તાલીમાર્થીઓને હાથ છુટા રાખીને જાતે શીખવાની તક મળી શકી છે.
સંવર્ધિત વાસ્તવિકતા (AR)ના ગુણવત્તા પ્રતિતી અને
તપાસનાં ક્ષેત્રમાં કરાઈ રહેલા ઉપયોગ વિષે સમજવા માટે નીચેના બે પ્રતિનિધિ
લેખો પસંદ કર્યા છે:
How
Augmented Reality is Improving Quality Assurance Measures for Manufacturers માં પ્રકાશ-ચાલિત તંત્ર વ્યવસ્થાના બે પ્રયોગોની ચર્ચા કરવામાં આવી છે. આ બન્ને
પ્રયોગોમાં મુખ્ય આશય હાથથી થતી જટિલ એસેમ્બલીને સરળ કરવી, તપાસ કરવી, જૂદા જૂદા ભાગોની કિટ ભેગી
કરવી, પ્રવૃત્તિ ક્રમ નક્કી કરવો
કે તાલીમ પૂરી પાડવી જેવી પ્રક્રિયામાં મદદરૂપ થવાની સાથે ગુણવત્તાની નવી તળરેખા
પ્રસ્થાપિત કરવાનો છે.
Accelerate
the quality assurance process with Augmented Reality -
Ypsomed પેન, સ્વચાલિત ઇન્જેક્ટર્સ અને પંપ તત્ર વ્યવસ્થા વડે પ્રવાહી દવાઓ દ્વારા થતી
સારવારના વિકસાવનાર અને ઉત્પાદક છે.Ypsomed
એ Swisscomના પહેલા ઔદ્યોગિક ભાગીદાર
છે ચાલુ ઉત્પાદનમાં મોબાઈલ કમ્યુનિકેશનને ચકાસી જોયું.. ..પાયલોટ પ્રોજેક્ટના ભાગ
રૂપે, Ypsomed સમગ્ર મૂલ્ય સાંકળમાંની
ઇન્જેક્ટર પેનની ઉત્પાદન પ્રક્રિયાને ડિજિટાઈઝ કરી નાખી છે. આ માટે Ypsomed
દ્વારા નક્કી કરેલ ડિજિટાઈઝેશન લક્ષ્ય સિધ્ધ કરવા સંવર્ધિત
વાસ્તવિકતાની મદદ લેવા માટે ઓપન વેબ ટેક્નોલોજિનો સંપર્ક કર્યો હતો.
ગુણવત્તા કાર્યક્ષેત્રમાં ARની ઉપયોગિતા સમજાવતા બે
વિડીયો –
Augmented Reality Software System for Quality Inspection
- CAQ AG - સંવર્ધિત વાસ્તવિકતા રીઅલ
ટાઈમમાં વપરાશ કરવાં દૃશ્ય ક્ષેત્રને પુરક બની રહે છે, જેની સાથે કમ્પ્યુટર દ્વારા રચિત માહિતી અને અધ્યારોહણ કરેલ વર્ચ્યુઅલ વસ્તુઓ
વધારાની મદદરુપે ઉપલ્બધ બને છે.
Augmented Reality for Quality Inspection – ESA - યુરોપિઅન સ્પેસ એજન્સી(PA&S Division, ધ ઓપન યુનિવર્સિટી અને પેરે કન્સલટીંગ દ્વારા
ARPASS સંશોધન પરિયોજનાના
સંદર્ભમાં ટેબ્લેટ માટે તૈયાર કરાયેલ પાયલટ પરિયોજનાનો ડેમો છે. તપાસ હેઠળની વસ્તુ
IoTવડે સક્ષમ કરાયેલ ઉપગ્રહ
મોકઅપ છે જે સંવર્ધિત વાસ્તવિકતા ટેક્નોલોજી સાથે એક સ્ટાન્ડર્ડ IoT
Protocol (MQTT) વડે માહિતી આદાનપ્રદાન કરે
છે. અહીં દર્શાવેલ નિરૂપણમાં સર્કિટ બોર્ડ અને વાયર હાર્નેસ ગોઠવણનાં નિયમન તેમ જ
સાર સંભાળ અને મરમ્મત માટે પ્ગલે પગલાંની માર્ગદર્શિકા પણ સામેલ છે.
હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.
Management Matters Network પરની કોલમ Competitive Strategy માંનો Kepler
Knott નો લેખ Help
people understand “why” before you tell them “what” or “how” આપણે આજના બ્લૉગોત્સવ ના અંક માટે
પસંદ કરેલ છે. …. જો
તમે માનતાં હો કે વિચારો દુનિયા પર રાજ કરે છે અને - તમારી કંપની વિષેની, તમારાં
ઉત્પાદનો વિષેની,
સમસ્યાઓની સમીક્ષા વિષેની-કહાનીઓ વડે એ વિચારોને અસરકારક
રીતે વ્યકત કરી શકાય તેમ છે તો તમારી કહાની પર ધ્યાન આપવામાં અને તેને સારી રીતે
કહેવામાં ઘણો જ ફાયદો રહેલો છે. તમારાં શ્રોતાગણને માટે તે મહત્ત્વની જણાવી જોઈએ.
તમારાં કામની પાછળની વાત તમારાં લક્ષિત શ્રોતાગણને તેમાં રસ લેવો શા માટે જરૂરી છે
અને તે તેમને શી રીતે અસર કરશે,
જેવી બાબતો કહેવાની કળામાં નિપુણ થવું બહુ મહત્ત્વનું બની
રહે છે...
- Augmented and Virtual Reality in the Workplace - આજનાં વૃતાંતમાં સંવર્ધિત વાસ્તવિકતા (AR) અને આભાસી વાસ્તવિકતા (VR) શું છે, તેનો શૉપ ફ્લોર પર ક્યાં કયાં ઉપયોગ થઈ શકે છે—તેની ચર્ચા કેટલીક કંપનીઓના ઉપયોગનાં ઉદાહરણો સાથે ચર્ચા કરી છે.
વધારાનું વાંચન - Sunil Kaushik's full case study
- Trust - જો તમે ભરોસાપાત્ર હો તો, કોઈ પણ પરિસ્થિતિમાં, તમારો પ્રભાવ અનેકગણો વધી જઈ શકે છે.Iપણ જો તમે ભરોસાપાત્ર ન હો તો તમારા પદ કે મોભો કે સત્તા, કંઈ પણ મહત્ત્વનું નથી રહેતું. એ સંજોગોમાં તમારો પ્રભાવ ન બરાબર જ બની રહે છે...તમારા પરના વિશ્વાસનાં ચણતરનો પાયો તમારા બોલના તોલ પર નિર્ભર છે - તમે જ્યારે કોઈને કહો છો કે તમે આમ કરશો ત્યારે તેમ કરી જ બતાવો છો.…જો તમારાથી ચૂક થાય, તો તેને છૂપાવવાને બદલે કે દોષનો ટોપલો બીજાં પર ઢોળી દેવાને બદલે, તમે તે સ્પષ્ટપણે સ્વીકારી લો છો - ભલે તેને કારણે તમને ટુંકા ગાળે કેટલું પણ નુકસાન કેમ ન થાય.. જ્યારે તમે નિર્ણય લો છો ત્યારે તેને લગતાં બધાં પાસાં, અને પરિણમો પણ, જરૂર વિચારી લો છો … જ્યારે તમે ભરોસાપાત્ર છો ત્યારે તમારા પ્રભાવને જવાબદારી અને સમજદારીથી અમલ કરવાની નૈતિક જવાબદેહી પણ તમે અનુભવો છો...
- Metamorphosis
- કોઈ પણ મહત્ત્વનાં અને લાંબે ગાળે
ટકી રહેતાં પરિવર્તનોની શરૂઆત અંદરથી થઈને બહારની તરફ ધપે છે. બીજા શબ્દોમાં કહીએ
તો તે પૂર્ણતઃ સ્વરૂપાંતરીય કાયાપલટ હોય છે. ….તત્ત્વતઃ,
તમે જે વિચારો છો અને ખરેખર માનો
છો તે તમારાં વર્તનમાં પ્રતિબિંબિત થાય છે. પેસિફિક ઈન્સ્ટીટ્યુતના સ્થાપક, સ્વ. લૌ ટાઈસ હકારાત્મક
કથનો અને મનોચિત્રના આપણાં અંદરનાં ચિત્રને બદલવા માટેનાં મહત્ત્વની હંમેંશા વાત
કરતા. તેમનું કહેવું હતું કે તેના કારણે તમારી બાહ્ય વર્તણૂકમાં થતા ફેરફાર રૂપાંતરણના અંત
સુધી ટકી રહે છે. તે અંદરથી બહાર તરફ રહેતી તમારી વાસ્તવિકતા ઘડવામાં ચાવીરૂપ ભાગ
ભજવે છે, અને તેમ કરવાનો એક શ્રેષ્ઠ ( અને કદાચ, એક માત્ર) રસ્તો છે.
ગુણવત્તા સંચાલનનાં ડીજિટલ રૂપાંતરણ વિષે તમારી જાણમાં હોય તેવા માહિતીસ્રોત
અથવા તમારાં મંતવ્યો, સુચનો કે
અનુભવો અમને જરૂરથી જણાવશો.
No comments:
Post a Comment