Sunday, February 17, 2019

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ફેબ્રુઆરી, ૨૦૧૯


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ફેબ્રુઆરી, ૨૦૧૯ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આપણા આ ગુણવત્તા બ્લૉગોત્સવના અંકોમાં, વર્ષ ૨૦૧૯ દરમ્યાન, આપણે "ગુણવત્તા સંચાલન - ડીજિટલ રૂપાંતરણનો માર્ગ' સાથે સંબંધિત અલગ અલગ વિષયોની માર્ગદર્શક ચર્ચા કરીશું.તદાનુસાર, ફેબ્રુઆરી, ૨૦૧૯ના આજના અંકમાં આપણે ' ડીજિટલ ગુણવત્તા સંચાલન વિષે ટુંકમાં વાત કરીશું..
વિકિપિડીયા પરના Industry 4.0  લેખમાં ઔદ્યોગિકીકરણના ૪ તબક્કાની આકૃતિ દર્શાવેલી છે તે સ્વાભાવિકપણે જ ગુણવત્તા સંચાલનના પણ તેની સાથે થતા ગયેલા રૂપાંતરણના તબક્કાને પણ સમજવામાં મદદરૂપ બને છે.

યાદ કરીશું તો ધ્યાન પર આવશે કે ત્રીજા તબક્કા દરમ્યાન ગુણવત્તા સંચલનને લગતા સંસ્થામાંના કાગળ પર સચવાતા રેકોર્ડ્સ અને સ્વચાલિત ઍનેલોગ ઉપકરણો દ્વારા પેદા થતી માહિતી સામગ્રી નું ડીજિટાઈઝેશન અને ગુણવત્તા સંચાલનની પ્રક્રિયાનોનું ડિજિટલાઈઝેશન વિકસવા લા ગ્યું હતું. મોટી અને સંકુલ સંસ્થાઓમાં આ પ્રવૃતિ સ્વાભાવિક રીતે વધારે વેગવાન અને વ્યાપક બનતી ગઈ તેમ તેમ તે મધ્યમ અને નાની સંસ્થાઓમાં પણ ધીમે ધીમે ઉતરવા લાગી. આજે જ્યારે વ્યાપાર જગતમાં ગુણવત્તા ૪.૦ના વાયરા ફુંકાવા લાગ્યા છે ત્યારે નાની સંસ્થાઓમાં પણ ડિજિટલ ગુણવત્તા સંચાલનનાં સરળ સ્વરૂપ સહેલાઈથી નજરે ચડે છે.
સંચાલન વિશ્વનો ડિજિટાઈઝેશન અને ડીજિટલાઈઝેશન વિકાસ ક્રમ ઑટોમેશન પિરામીડનાં તબક્કાઓનાં મૉડેલની સમાંતર જોવા મળે છે. ઑટોમેશનનું આ મૉડેલ ઈન્ટરનેશનલ સોસાયતી ઑવ ઑતોમેશનનાં મૉડેલ (ANSI/ISA, 2005) ને ઉત્પાદન પ્રવૃત્તિઓનાં સ્તરોના ઊભો છેદમાં ચોક્કસ પ્રકારની માહિતી, તંત્ર વ્યવસ્થાઓ અને સમય રેખાની સાથે સાંકળી લીધેલ છે.[1]
ISA 95 મૉડેલ અનુસારનો સ્વયંસંચાલન (ઑટોમેશનપિરામીડવચ્ચે  - ૪નાં પાંચ સ્તર બતાવાયાં છે
દરેક સ્તર પર સામાન્યતઃ વપરાતી તંત્ર વ્યવસ્થા જમણી બાજૂએ બતાવાઇ છે
દરેક સ્તરને પોતપોતાની સમયસીમા ોય છે જે ડાબી બાજૂએ દર્શાવાઇ છે.[2]
અત્યારની પરિસ્થિતિ આ મુજબ કહી શકાય - મોટા ભાગની નાની સંસ્થાઓમાં મહત્વની માહિતી સામગ્રી ડીજિટલ સ્વરૂપે રખાતી થઈ ચૂકી છે. મધ્યમ કદની સંસ્થાઓ, સાદીથી માંડીને ઠીક ઠીક સંકુલ સૉફ્ટવૅર એપ્સ વાપરતાં થયાં છે. મોટી સંસ્થાઓમાં સમગ્ર સંસ્સ્થાના ડેટા બેઝ પર આધારિત, ઈ આર પી, સી આર એમ, બીપીએમ જેવી  ડિજિટલ તંત્રવ્યવ્સ્થાઓનો મહત્ત્મ ફાયદો લઈ શકાય તેટલી પરિપક્વતા આવી ચૂકી જણાય છે. [3]

બીજા શબ્દોમાં કહીએ તો મોટા ભાગની સંસ્થાઓમાં માહિતી સામગ્રી ક્યાં તો કાગળા આધારિત ડીજિટલ સ્વરૂપમાં
, કે પછી સીધી જ ડિજિટલ સ્વરૂપમાં જ એકત્ર થવા લાગી છે. માહિતી સામગ્રીમાંથી જરૂરી માહિતીનાં રૂપાંતરણ માટે સરળથી લઈને ખાસ પોતાના જ ઉપયોગ માટે તિયાર થયેલ સ્પ્રેડશીટ્સનો ઉપયોગ વ્યાપકપણે થઈ રહ્યો છે. માહિતીનો સંગ્રહ, જરૂર મુજબ તેના સુધી પહોંચવું અને જ્યાં જ્યાં જરૂર છે ત્યાં સુધી પહોંચાડવાનું કામ પોતપોતાનાં ડેટાબેઝ તંત્ર વ્યવસ્થાઓ દ્વારા કરાઈ રહ્યું છે.
બહુ ઝડપથી બદલતી જતી, વિક્ષેપકારી, ટેક્નોલોજીઓ ડીજિટલ રૂપાંતરણ (Digital Transformation) માટેનું મુખ્ય ચાલક બળ બનવા લાગેલ છે. તેને ગ્રહણ કરી શકવા માટે કાળજીપૂર્વક આયોજિત વ્યૂહરચના આવશ્યક છે. ડિજિટલ રૂપાંતરણનો ખરો ફાયદો કોઈ એક ટેક્નોલોજીનો શક્ય એટલો ફાયદો મેળવી લેવામાં નહીં પણ સમગ્ર તંત્રવ્યવસ્થા સાથે સંઘટન કરવામાં અને તેના દ્વારા ધાર્યું કામ મેળવતાં રહી શકવામાં છે.[4]
હાલના તબક્કે, એમ માનવું અસ્થાને ન ગણાય કે, મોટા ભાગનાં ગુણવત્તા વ્યાવસાયિકોને જૂદી જૂદી સ્તરની અને શલી ડિજિટલ ગુણવત્તા સંચાલન પ્રાણાલીઓનો પ્રત્યક્ષ તેમજ પરોક્ષ, મહાવરો હશે. એટલે, બ્લૉગોત્સવના હવે પછીના અંકમાં આપણે ગુણવત્તા ૪.૦ની વાત કરીશું.
તો ચાલો, હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.
Management Matters Network પરની કોલમ Innovation & Entrepreneurship માંનો એમ એમ એન નેટવર્કના સંપાદકીય સ્ટાફ, Ed's Ink , નો લેખ Jumping To Conclusions About Statistical Data & Events (સાંખ્યિકી માહિતી અને ઘટનાઓ વિષે નિષ્કર્ષ પર કૂદી પડવું) આપણે આજના બ્લૉગોત્સવ ના અંક માટે પસંદ કરેલ છે. …. ડૉ. હેમ્બર્ગનું કહેવું છે કે જ્યારે આંકાડાકીય માહિતી સામગ્રીમાં કંઇ ખામી ન નીકળી શકે હોય ત્યારે પણ સામેની વ્યક્તિની વિચારસણી અને /કે પૂર્વગ્રહો મુજબ જે સારામાં સારૂ જણાય એવુ અર્થઘટન કરવા માટે તેમાં જગ્યા રહી જ જતી હોય છે…. પીટર ડ્ર્કરનું કહેવું છે કે, 'માણસના કાન જેમ અમુક તીવ્રતાથી ઉપર કે નીચેના અવાજ નથી પકડી શકતા એમ તેની અનુભૂતિની એક સીમા પારના અનુભવો પણ તેને સ્પર્શતા નથી.'... તેમનાં પુસ્તક,  Innovation and Entrepreneurship માં  પીટર ડ્રકર યાદ કરાવે છે કે જ્યારે 'અનુભૂતિમાં ફેરફાર થાય છે, ત્યારે હકીકતો નથી બદલી હોતી, તેનાં અર્થઘટનો બદલી જતાં હોય છે.'
આપણા આજના અંકમાં ASQ TV પરનાં Shared Meanings from Top to Bottom વૃતાંતની નોંધ લઈશું, જેમાં બાર્ટન કન્સલ્ટીંગ એલએલસીનાં પ્રેસીડેન્ટ ચાર્લી બાર્ટન શબ્દોના અર્થની સમાન વહેંચણીની ચર્ચા કરવાની સાથે એ પ્રકારનું જ્ઞાન જો વ્યાપકપણે ન હોય તો વ્યાપાર પડતી તેની નકારાત્મક અસરો વિષે જણાવે છે.:
Jim L. Smithની જાન્યુઆરી, ૨૦૧૯ની Jim’s Gems પૉસ્ટ:
  • Plan and Execute - ધ્યેય આપણને સિધ્ધિનો અહેસાસ કરાવે છે અને તેને માણવા માટેનું કારણ આપે છે કેમકે, તેના થકી આપણને ખબર પડે છે કે આપણે આપણી સફરનું એક વધારે સીમાચિહ્ન પાર કર્યું. આપણાં જીવનની સફરમાં આપણે ક્યાં જવા મગીએ છીએ તે જાણવું જરૂરી છે. જો તે સ્પષ્ટ ન  હોય , તો એવી સ્પષ્ટતા કરવા માટે જે કંઈ સમય ફાળવવો પડે તે કરવો જ  જોઈએ.
  • Positive Reinforcement - આપણે જે કંઈ કરવા ધારતં હોઈએ, પણ જો આપણા મનમાં તેનું રટણ કરે રાખીએ અને તે શ્રેષ્ઠપણે કરી રહ્યાં છીએ એવું જોતાં રહીએ, તો એ ભવિ સંભાવનાને
    વાસ્તવિકતામાં ફેરવી નાખવાની તક નાટકીયપણે વધી જઈ શકે તેમ હોય છે
    .
  • Be Your Best - આપણાં જે સારાં પાસાં આપણે વધારે જોવા માગતાં હોઈએ તેના પર, પધ્ધતિસર,રોજેરોજ, વારંવાર, ધ્યાન આપીએ. થોડા સમયમાં જ આપણે આપણી 'શ્રેષ્ઠ' બાજુને આપોઆપ જીવતાં થઈ શકીશું.

ગુણવત્તા સંચાલનનાં ડીજિટલ રૂપાંતરણ વિષે તમારી જાણમાં હોય તેવા માહિતીસ્રોત અથવા તમારાં મંતવ્યો, સુચનો કે અનુભવો અમને જરૂરથી જણાવશો.
.                                   આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: