Showing posts with label Uma Devi. Show all posts
Showing posts with label Uma Devi. Show all posts

Thursday, August 25, 2016

૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે - સ્ત્રી સૉલો ગીતો - અન્ય સ્ત્રી ગાયિકાઓ - ઉમા દેવી, મીના કપૂર



૧૯૪૯નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની ચર્ચાને એરણે આપણે સ્ત્રી સૉલો ગીતોમાં સુરૈયા, ગીતા રોય, શમશાદ બેગમ, રાજકુમારી અને આશા ભોસલે તથા સુરીન્દર કૌરનાં સૉલો ગીતોને આ પહેલાં સાંભળી ચૂક્યાં છીએ.
લતા મંગેશકર સિવાયનાં અન્ય સ્ત્રી પાર્શ્વગાયિકાઓમાં પણ 'બીજાં' ગાયિકાઓનાં સૉલો ગીતોની વાત માંડતા જે એક વાત તો બહુ સ્પષ્ટ દેખાય છે કે આ ગીતોમાંનાં લગભગ કોઈજ ગીત મેં આ પહેલાં સાંભળ્યાં નથી. એટલે હિંદી ફિલ્મ ગીત કોષમાં ગીતોનાં શીર્ષક વાંચતાં વાંચતાં જે ગીતો મારા કાનમાં સમાશે એવાં ગીતોને જ મેં યુટ્યુબ પર સાંભળ્યાં. એ ગીતો પૈકી જે ગીતો એક યાદીમાં હોય તો બીજી વાર સાંભળવા પણ ગમશે તેવું જણાયું એટલાં જ ગીતોને મેં અહીં સમાવ્યાં છે. એટલે જો કોઈ ગીત ન સામાવાયેલું જણાય તો તે મારી પસંદની કચાશ છે, નહીં કે ગીતની એમ નક્કી જ જાણવું.
ઉમા દેવીનાં સૉલો ગીતો
આંખોને કહા દિલને સુના - ભક્ત પુંડલિક - ચિત્રગુપ્ત - ચંદર શેખર પાંડે 
ભગવાન બતા ક્યા હૈ તેરા હમને ગંવાયા - ભીખારી - હંસ રાજ બહલ - સુરજીત કુમાર 
ચાંદની રાત હૈ, હાય ક્યા બાત હૈ - ચાંદની રાત - નૌશાદ - શકીલ બદાયુની 
દિલ દેકે પછતા ગયે હમ - એક તેરી નિશાની - સાર્દુલ ક્વાત્રા - સર્શાર શૈલાની 
પગ પગ ઠોકર ખાયે જવાની - હમારી કિસ્મત - નિસ્સાર બઝ્મી - રાજન
કાનોંને જો સુના વોહી દિલ કો સુનાયેંગે - જિયો રાજા - નિસ્સાર બઝ્મી - રાજ્જન 
દુનિયા હૈ હસીન, દિલ હૈ જવાન - રૂપ લેખા - ખાન મસ્તાના - ખુમાર બારાબંક્વી

મીના કપૂરનાં સૉલો ગીતો
ટૂટ ગઈ જબ મનકી બીના - અન્યાય - રામપ્રસાદ - જે એસ કશ્યપ 
મૈં એક છોટી સી ચિનગારી - લાડલી - અનિલ બિશ્વાસ - હુદ્દા 
ક્યા ખેલ ખેલતા હૈ - પોલીસવાલી - એ આર ક઼ુરેશી - શામ હિંદી / રૂપબાની
મેરી યાદ તૂ અપને દિલ સે ભૂલા - રૂમાલ - અઝીઝ ખાન - નઝીમ પાનીપતી 
અન્ય પાર્શ્વગાયિકાઓમાંનાં "બીજાં" ગાયીકાઓમાં હજૂ જે બાકી રહી ગયાં છે તે પોતે પણ વીન્ટેજ એરામાં બહુ સન્માનીય સ્થાન ધરાવતાં ગાયિકાઓ હતાં. ૧૯૪૯નાં વર્ષનાં ગીતો પણ પોતપોતાની જગ્યા એ ફિલ્મની વાર્તા કે પાત્રનાં સ્થાનનાં મહત્ત્વ અનુસાર જ મૂકાયાં હતાં તેથી આ કક્ષાનાં ગાયિકાઓને 'અન્યમાં બીજાં'નાં ચોકઠાંમાં બેસાડી દેવાની વાત સરાસર અયોગ્ય જ જણાય છે. એટલે એમનાં ગીતોની વાત કરતી વખતે ગીતોનાં વર્ગીકરણ સમયે તેમનાં નામ શીર્ષકમાં અલગથી જોવા મળે તેમ તો કરવું જ જોઈશે.
હવે પછીના અંકમાં આપણે લતા મંગેશકર સિવાયનાં અન્ય સ્ત્રી પાર્શ્વગાયિકાઓમાં પણ 'બીજાં' ગાયિકાઓ પૈકી લલિતા દેઉલકર, અમીરબાઈ કર્ણાટકી, હમીદા બાનો, ઝીનત બેગમ, પુષ્પા હંસનાં સૉલો ગીતો સાંભળીશું.