Showing posts with label Mythology. Show all posts
Showing posts with label Mythology. Show all posts

Sunday, October 9, 2011

વિસર્જનનો સમય - દેવદત્ત પટ્ટનાઇક




આપણે દરેક વરસનાં ઢળતાં ચોમાસે, તેની મૂર્તિને ઘરે લાવીએ છીએ, સ્થાપન કરીએ છીએ,ધૂપ- અગરબત્તીથી ભક્તિ કરીએ અને પ્રસાદ ધરાવીએ અને પછી, સમુદ્રમાં પધરાવી દઇએ છીએ.

વરસો વરસ, આપ્ણે દેવાદિધેવને આમંત્ર્યા બાદ ચુસ્ત દક્ષતાથી તેમને વિદાય પણ કરીએ છીએ.દર વરસે આપણે તેમની માટીની મૂર્તીનાં સ્થાપનને અને પછીથી, ચંદ્રની ઢળતી કળાની ચૌદમી તિથિએ, રાજવી ઠાઠવાળી એ મૂર્તીઓના અવશેષોને સમુદ્રમાં જોઇએ છીએ.દસ દિવસ ના સંગીત, ન્રુત્ય અને ભક્તિ-પ્રાર્થનાઓના ઉત્સવ પછીથી શાંતિ. ભક્તિભાવથી પૂર્વજોને યાદ કરવાના દિવસો.

હવે પછીનું પખવાડીયું મૃત વડીલોને પૂજવામાં વીતશે.આ પિતૃઓનું પખવાડીયું છે, જ્યારે આપણે તેમને યાદ કરીએ છીએ અને તેમને પુનઃજન્મની ફરીથી હૈયાધારણા આપીએ છીએ.

ભારતમાં ઉદભવેલા ધર્મોના મુળમાં "સર્વનો અંત છે" તે સિધ્ધાંત રહ્યો છે. કંઇ જ શાશ્વત નથી. દરેક વખતે નિશ્ચેતન વસ્તુનું સ્વરૂપ બદલે છે. ચેતન સ્વરૂપનું મૃત્યુ નિશ્ચિત છે.મૃત્યુ, બદલ્લવ અને પરિવર્તન એ કુદરતના ક્રમ છે. માત્ર આનું જ અનુમાન કલ્પી શકાય તેમ છે. બદલાવસાથે તાલ મેળવી શકવું તે જ જીંદગી. નિર્જીવ પહાડો કે નદીઓને મૃત્યુનો અહસાસ નથી, તેથી તેઓ પરિવર્તનને અવરોધતાં નથી. સજીવ વનસ્પતિ અને પ્રાણીઓ મૃત્યુથી વાકેફ છે, માટે તેઓ મૃત્યુનો પ્રતિકાર કરે છે. તેમની અસ્તિત્વમાટેની મથામણ તેમને સતત દોડતાં અને લડતાં રાખે છે.માત્ર મનુષ્ય જ મૃત્યુવિષે વિચારી શકે છે, જીવનના અર્થની શોધ કરી શકે છે, ઉત્કટતાથી જાણવા માંગી શકે છે કેઃ આ બધાંનો અર્થ શો? કુદરત કોઇ જવાબ નથી આપતી.ધર્મો અનુમાનોને રજૂ કરે છે તો વિજ્ઞાન પણ હતોત્સાહ થઇને હાર માનતું જણાય છે.કોઇને કશી ખબર નથી. આ સ્થિતિ નિરાશાજનક છે.તેથી આપણે અસ્તિત્વવાદી ગુસ્સાને બાજુએ મુકીને એવી ક્ષુલ્લક યોજનાને આધીન થઇ જઇએ છીએ જેમાં આપણાં જ સર્જેલ લક્ષ્ય કે ધ્યેયને આપણે આપણાં જીવનનો અર્થ ઘોષિત કરી દઇએ છીએ.
મહાભારતમાં યક્ષના જગતની સૌથી મહાન અજાયબી કઇ તે પ્રશ્નના ઉત્તરમાં યુધિષ્ઠિર કહે છેઃ "દરરોજ કેટલાંયે લોકો મૃત્યુ પામે છે, પરંતુ બીજાં બધાં જાણે મૃત્યુ કદી આવવાનું જ નથી તેમ જીવવાનું ચાલુ રાખે છે.આ છે મહાન અજાયબી". આપણે દર વરસે ગણેશને સમુદ્રમાં પધરાવીએ છીએ, માટીને ધીમે ધીમે પાણીમાં ઓગળતી જોઇએ છીએ, આંખસામે મૂર્તિને ઓજલ થતી પણ જોઇએ છીએ.શું આપણા વડવાઓએ આવી વિગતવાર વિધિ આપણને જીવનની ક્ષણભંગુરતા યાદ રહે તે માટે જ ઘડી કાઢેલ છે?કંઇ જ શાશ્વત નથી. તેથી,જીંદગીનો મકસદ કશું મેળવવાનો નહીં, પરંતુ બેસીને ઠંડે કલેજે, બધાંનો શો અર્થ છે તેમ વિચારવાનો છે. માટે જ,ભારત તેના સાધુ, સંતો અને ફિલસૂફોમાટે જાણીતું છે.અને એટલે જ આપણામાટે બાહરી ભૌતિક સિધ્ધિઓ કરતાં ધનની જેમ વહેંચી ન શકાય પણ અંદરથી પ્રજ્વલિત થતાં ડહાપણરૂપી આંતરીક આધ્યાત્મીક અનુભુતી વધારે મહત્વની બની રહે છે.વિદ્વતા, આપણને ક્રોધીત ક્રાંતિકારી નહીં પણ, વધુ નમ્ર અને સૌમ્ય બનાવે છે, કારણકે આખરે તો દરેક ક્રાંતિનો પણા ખચિત વિલય થવાનો જ  છે.
સામાન્યતઃ આપણે ભૂલી જઇએ છીએ કે ગણેશની સાથે લક્ષ્મી અને સરસ્વતીનું સ્થાન હોય છે જ.લક્ષ્મીનું ત્યારે આગમન થાય ત્યારે ગણેશ વિદાય લેતા હોય તો જ્યારે ગણેશ વિદાય લઇ રહ્યા હોય છે ત્યારે સરસ્વતીનું આગમન થતું હોય છે.આ બંન્ને દેવીઓનો પ્રવેશ અનુક્રમે ચડતીના સમયમાં  ધનદોલત અને પડતીના દિવસોમાં ડહાપણનાં સ્વરૂપે થાય છે. આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, લક્ષ્મી આપણો બાહ્ય વિકાસ કરે જ છે,જ્યારે સરસ્વતી આપણો આંતરીક વિકાસ કરે છે, પરંતુ જો આપણી ઇચ્છા હોય તો જ. બેમાથી કોઇ એક દેવીની જ પંસદગી થઈ શકે છે.ગણેશજી સદાય સ્મિત રહેલાવતા રહે છે, કારણકે તેમની પાસે છે માનવતામાં શ્રધ્ધા અને અથાગ ધીરજ.
              'દેવલોક, સન્ડે મિડ ડે, સપ્ટેમ્બર ૧૦, ૨૦૧૧’માં પ્રકાશિત થયેલ
ભાવાનુવાદઃ અશોક વૈશ્નવ