હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૩ મા સંપુટના મણકા - ૩_૨૦૨૫માં આપનું સ્વાગત છે.
મોહમ્મદ રફીની જન્મ
શતાબ્દીની ઉજવણી સોંગ્સ ઑવ યૉર The evolution of
Mohammad Rafi: PART ONE (1944-55) આગળ
ધપાવે છે. ૧૯૪૪ -૫૦ના પહેલા તબક્કામાં હંસ જ઼ાખડ ઓછા જાણીતા સંગીતકારો સાથે જાણીતાં
થયેલાં ગીતોને ખોળીને રજૂ કરે છે અને એવું પ્રસ્થાપિત કરે છે કે કારકિર્દીની
શરૂઆતથી જ રફીની ગાયકી પોતાની મોહક પાથરી રહી હતી..
આજના
અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો
તરફ વળીશું –
આંતરરાષ્ટ્રીય નારી દિવસની ઉજવણી
The
‘Sisters Songs’ વડે કરવા માટે પર્દા પર બહેનોનાં પત્રો ભજવતી અભિનેત્રીઓ (કમસે કમ એક તો ખરી જ) ગીત ગાય છે.
Koi Chupke Se Aake: The Unspoken Melody of
the Past - Shirish Waghmode
- ગીતકારે ધર્મસંકટને રજૂ કર્યું તેને ગીતા દત્ત તેમના સ્વરમાં જીવંત કરે છે. બોલમાં ધૂધવાતાં જણાતી લાગણીઓને ગીતા દત્ત પોતાના સ્વરમાં વણી લે છે. ક્યારેક શરમાળ,
ક્યારેક રમતિયાળ,
તો ક્યારેક કરૂણ તો ક્યારેક પોતાની જાતને દોષી અનુભવતી તો વળી ક્યાંક શરમાળ જણાતી નાયિકાના બધા જ ભાવ ગીતા દત્ત બહુ જ સહજ સાદગીથી રજૂ કરે છે.
ઇન્ડિયન એક્ષપ્રેસનાં Sampada Sharma નાં અઠવાડીક કોલમ, Bollywood Rewind, ના લેખો –
- Sahir Ludhianvi, the original rebel who shook
Bollywood: Demanded one rupee more than composer, but never cared about
money - સાહિર લુધિયાનવીની જન્મ
તિથીના દિવસે યાદ કરીએ કે એવી ખુમારી ધરાવતો શાયર હતો જેણે સંગીતકાર એક
રૂપિયો વધારે મહેનતાણું માગવાનો આગ્રહ રાખ્યો અને સફળ પણ થયા ...
વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો ના ૧૦મા સંસ્કરણના માર્ચ ૨૦૨૫ના અંકમાં ગુલામ મોહમ્મદ અને તેમનાં ગાયકો : ૧૯૫૫ (૧) નાં ગીતો સાંભળ્યાં. અત્યાર
સુધી આપણે
વર્ષ ૨૦૨૧માં ૧૯૪૩થી ૧૯૪૯નાં,
વર્ષ ૨૦૨૨માં ૧૯૫૦થી ૧૯૫૨નાં,
વર્ષ ૨૦૨૩માં ૧૯૫૩ નાં, અને
વર્ષ ૨૦૨૪માં ૧૯૫૪ નાં
કેટલાંક ગીતો યાદ કરી ચૂક્યાં છીએ.
હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર –
Sun
Mere Bandhu Re - Revisiting Hindi Film Songs of 50s, 60s and 70s રજૂ કરે છે:
Prakriti ke Roop |
Songs of Nature — Seasons Birds Flowers | Podcast Ep 17
Colours — Rang in Hindi
Film Songs | Podcast Ep 18
Composer's Creativity
in Hindi Film Songs | Podcast Ep 19
My
Favourites: Romantic Duets : હિંદી ફિલ્મોનો ઇતિહાસ પ્રેમ કથાઓથી બહ્ર્યો પડ્યો છે. પરંતુ ફિલ્મના વિષયના કેન્દ્રમાં પ્રેમ ન હોય તો પણ ફિલ્મની કથામાં પ્રણયના તાર તો વણાયેલ હોય, અને એટલે પછી પ્રેમના સુર સંગીતનું અવિભાજ્ય અંગ હોય એ તો સ્વાભાવિક જ કહેવાય.....
Ten
of my favourite bhanwra songs ના મુખડામાં કે સમુહ ગાનમાં ભ્રમર તો ગુંજતો સંભળાય.
“Paisa
Bolta Hay” (especially as sung by Hadiqa Kiani) - પૈસા બોલતા હૈ એ હિંદી કે ઉર્દુનાં સાવ પ્રાથમિક જ્ઞાનવાળાં માટે પણ સહજ શબ્દપ્રયોગ છે. તેનો સીધો અર્થ તો એ જ છે કે 'પૈસો બોલે છે', આ વિડીયો અને ગીતનું શીર્ષક પણ એ જ કહેવા માગે છે. વાતનું મૂળ એ છે કે પૈસો ધાર્યું કરાવી શકે છે, અને સમાજિક બાબતોમાં ચંચુપાત કરે છે કે તેને અંકુશમાં રાખે છે. બન્ને અર્થમાં આમ થવું ઈચ્છનીય તો નથી. બીજા સંદર્ભમાં હાથ ઉંચા કરવા કે ખંખેરી કાઢવા, કે પછી થોડું ઓછું નાટકીય રીતે જવાબદારીમાંથી છટકવું પણ રજૂ કરે છે. પરંતુ પ્રસ્તુત વિડિયો તો મુડીવાદ વિરોધનું સ્પષ્ટ સુચન કરે છે.
Songs of Alankar: Women Obsessed With
Jewellery? – બીજી અનેક બાબતોની જેમ આપણી ફિલ્મો અને ગીતો આપણી સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિબિંબ જ રહ્યાં છે. એટલે ભારતીય સ્ત્રી દ્વારા આપાદમસ્તક (સર સે પાંવ સુધી( પહેરાતાં વિવિધ ઘરેણાંઓના ગીતો અપવાદ શેનાં રહી શકે ! Songs of Alankars: Figures of Speech, એવાં ગીતો છે જેમાં અનુપ્રાસ (સ્વરવ્યંજનોની ગદ્યપદ્યમાં ચોક્કસ પ્રકારના આવર્તનવાળી વર્ણરચના), યમક (જુદા જુદા અર્થના સમાન શબ્દોની પુનરાવૃત્તિ), શ્લેષ (બે અર્થનું એક શબ્દમાં એક થવું તે), ઉત્પ્રેક્ષા (ઉપમા આરોપણ કરવાની અટકળ), ઉપમા (બે ચીજ વચ્ચે ચમત્કારી રીતે સરખાપણું વર્ણવેલું હોય એવો અલંકાર), રૂપક (એકને અન્ય વસ્તુ વગેરેનું સીધું વાચા સંબંધી રૂપ આપવું) જેવા શબ્દાલંકાર પ્રયોજાયા હોય.
My Favourites: Flower Songs માં ફૂલોંકી રાની જેવા વિશિષ્ટ નામોલ્લેખ ન હોય એવાં ગીતોને બદલે ચમેલી, જુઈ જેવા નામોના ઉલ્લેખ જે ગીતોમાં હોય એવાં ગીતોને સામેલ કરાયાં છે.
A Statue – Then & Now – પિયા કા ઘર હૈ મૈં રાની હૂં ઘરકી (પિયાકા ઘર, ૧૯૭૨) માં અનિલ ધવનને વિઠ્ઠલભાઈ પટેલનાં બાવલાંને જોતો બતાવાયો છે. તાત્પર્ય એ છે કે કોઈ પણ ગીત કે ફિલ્મ જોતી વખતે આપણને આવી કોઈને કોઈ રસપ્રદ બાબત જોવા મળી જ જતી હોય છે.
post
on Piano songs
માં પરદા પર ગાયન ગાનાર અભિનેતા/ત્રી પિયાનો વગાડતો/તી ન
હતો/તી, Piano
Songs – 1માં તે જાતે પિયાનો પણ સાથે સાથે વગાડે છે, Piano
Songs - 2 માં ૧૯૫૧ થી ૧૯૬૦ના દાયકાનાં ગીતો અને Piano
Songs – 3માં ‘૬૦ના દાયકાનાં ૪૦ જેટલાં ગીતોમાંથી પસંદ,
કરેલાં ગીતો લેવાયા પછી, હવે Piano Songs – 4 માં ૧૯૬૧ થી ૧૯૭૦ સુધીનાં પુરુષ ગીતો અને Piano Songs – 5 માં ૧૯૭૧ થી ૧૯૮૦ સુધીનાં ગીતો આવરી લેવાયાં
છે.
અને હવે વિવિધ
વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર કરીએ:
માર્ચ ૨૦૨૫માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
આમંત્રણને લગતાં ગીતો – और कुछ देर ठहर और कुछ देर न जा
ફિલસુફીભર્યાં ગીતો – ૩૩ – आदमी मुसाफिर है
બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીમાં પ્યાર કી પાસ (૧૯૬૧) નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.
વાદ્યવિશેષ શ્રેણીમાં પિયૂષ પંડ્યા અને બીરેન કોઠારી આ મહિને ફૂંકવાદ્યો (૫): શરણાઈ (૧)ને લગતાં યાદગાર ગીતોને રજૂ કરે છે..
ભગવાન થાવરાણી ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ શ્રેણીમાં સોએક ફિલ્મી ગીતકારોનો સંક્ષિપ્ત પરિચય એમણે ફિલ્મો માટે લખેલી ગઝલો દ્વારા કરાવી રહ્યા છે. આ મહિને મુલ્કરાજ ભાકરી, મુનશી દિલ, હર્ષ ટંડન, શોર
નિયાઝી અને રૂપબાનીની ગઝલો પેશ કરે
છે.
આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં
ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં
હોઈએ છીએ. ૨૦૨૫માં આપણે ઓ પી
નય્યર રચિત મોહમ્મદ રફીનાં યુગલ ગીતો
યાદ કરીશું. હવે આપણે ઓ પી નય્યર રચિત મોહમ્મદ રફી - ગીતા દત્તનાં યુગલ
ગીતોની યાદ તાજી કરીશું. ગીતા દત્તનાં ઓ પી નય્યર રચિત ગીતો એટલે ગીતા દત્તની આગવી
ઓળખ સમાં ગીતો......
સુન સુન જાલિમા - આર પાર (૧૯૫૪) - ગીતકારઃ મજરૂહ
સુલ્તાનપુરી
મોહબ્બત કર લો જી ભર લો અજી કિસને રોકા હૈ - આર પાર (૧૯૫૪) - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી
અરે ના ના ના તૌબા તૌબા - આર પાર (૧૯૫૪) - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી
હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે
માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો
આવકાર્ય છે.
અહીં રજૂ કરાયેલ, લેખો,
બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર
મૂળ રચયિતાના અબાધિત રહે છે.