શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મ ગીતો – મેમ દીદી (૧૯૬૧)
સલીલ ચૌધરી (જન્મ: ૧૯-૧૧-૧૯૨૫
/ અવસાન: ૫-૯-૧૯૯૫) નું સંગીત મૂળ તો પોતાના નિજાનંદ માટે જ રહેતું. એટલે તેમનાં
ગીતોમાં જે ભાવ હોય તે
પોતાની કલ્પના મુજબ રજુ કરવા સલીલ ચૌધરીની રચનાઓને જે સ્વરૂપનું માધ્યમ અપનાવતા તે
બહુ જ અનોખાં રહેતાં. તો શૈલેન્દ્ર (જન્મ: ૩૦-૯-૧૯૨૩
/ અવસાન: ૧૪-૧૨-૧૯૬૬) પણ આવાં ગીતોની
બધી જ આંટીઘૂંટીને પાર જઈને, એ ગીતની બાંધણીને
અનુરૂપ બની રહેતાં જોવા મળે એટલા તેમની મનની વાત બહુ જ સ્વાભાવિકતાથી કહી શકતાં પણ
જોવા મળતાં.
એ દૃષ્ટિએ જોઈએ
તો સલીલ ચૌધરી અને શૈલેન્દ્રનાં મિલનને તો સમાન વિચારાધારાઓ ધરાવતા બે સાવ જ અનોખા
કળાકારોને એકઠા કારવાની નિયતિની વ્યવસ્થિત ગણતરી જ કહી શકાય. બન્નેની પોતપોતાની સર્જનાત્મકતા,મૌલિકતા કે કલ્પનાશક્તિની સમાંતર અનુભૂતિઓને
પરિણામે એ મિલનની રાસાયણિક પ્રક્રિયાની નીપજ આગવી બની રહી. શૈલેન્દ્ર અને સલીલ ચૌધરીના ૧૯ ફિલ્મોનો સંગાથ
આંકડાઓની દૃષ્ટિએ કદાચ બહુ માતબર ન ગણાય એમ માનનારો વર્ગ પણ એમ તો જરૂર સ્વીકારે
છે કે હિંદી ફિલ્મ સંગીત માટે આ સંગાથ અનોખી કેડી કંડારનારો બન્યો છે.
નવેમ્બર મહિનામાં સલીલ
ચૌધરીની યાદને તાજી કરવા આપણે ૨૦૧૭માં સલીલ
ચૌધરીનાં હિંદી ફિલ્મ ગીતો : અન્ય ભાષાઓમાં યાદ કર્યાં હતાં. તે પછી, ૨૦૧૮થી દરેક નવેમ્બર મહિનામાં, શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ
સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મોનાં વિસારે પડતાં ગીતોને તેમની ફિલ્મોનાં
રજૂઆતનાં વર્ષના ક્રમમાં યાદ કરવાનો ઉપક્રમ શરૂ કરેલ છે. અત્યાર સુધી, આપણે
૨૦૧૮માં વર્ષ ૧૯૫૩ થી ૧૯૫૫,
૨૦૧૯માં વર્ષ ૧૯૫૬,
૨૦૨૦માં વર્ષ ૧૯૫૭,
૨૦૨૧માં વર્ષ ૧૯૫૮ થી
૧૯૬૦ અને
૨૦૨૨માં ૧૯૬૧ (ચાર દિવારી)
નાં ગીતો સાંભળી
ચૂક્યાં છીએ.
૧૯૬૧માં સલીલ ચૌધરીએ ચાર
દિવારી, છાયા, કાબુલીવાલા, માયા, મેમ દીદી અને સપન સુહાને એમ છ ફિલ્મો માટે સંગીત આપ્યું, જે પૈકી શૈલેન્દ્રએ ચાર દિવારી, મેમ દીદી અને સપન સુહાને માટે ગીતો લખ્યાં. આ ત્રણેય
ફિલ્મોનાં કેટલાંક ગીતો તો બહુ જ જાણીતાં છે, પણ
બાકીનાં ગીતો સહિત દરેક ગીતોમાં સલીલ ચૌધરી કે શૈલેન્દ્ર, કે બન્ને,ની આગવી છાપ
એટલી સ્પષ્ટપણે અનુભવાય છે કે આપણે બધી જ ફિલ્મોનાં ગીતોને એક એક મણકામાં વારાફરતી
સાંભળવાનું
નક્કી કરેલ છે.
તે અનુસાર, સલીલ ચૌધરી સંગીતબદ્ધ કરેલ ફિલ્મોનાં શૈલેન્દ્ર વડે
લખાયેલાં, પણ વિસરાતા જતાં ગીતોની યાદ તાજી કરવા આજના મણકામાં આપણે મેમ દીદી (૧૯૬૧)નાં ગીતો યાદ
કરીશું.
મેમ દીદી ૧૯૬૧
આજે જો 'મેમ દીદી' (૧૯૬૧) જોઈએ તો
તેમાં હૃષિકેશ મુખર્જીની
હળવા મિજાજ્ની ફિલ્મો દિગ્દદર્શિત કરવાની અનોખી હથોટી, ગંભીર કહી શકાય
એવાં અનોખાં વાર્તાવસ્તુની હળવે હાથે થયેલી માવજત, ૧૭ વર્ષની કિશોરી એવી તનુજા અને તેની સમે વયસ્ક એવં ડેવિડ, જયંત અને લલિતા
પવારના અભિનયો અને સલીલ ચૌધરી અને શૈલેન્દ્રનાં કલ્પનાશીલ સર્જનો જેવાં અનેક પાસાં
આપણને પ્રભાવિત જરૂર કરી રહે. જોકે ફિલ્મ રજુ થઈ ત્યારે એ સમયની ફિલ્મોના પ્રચલિત
પ્રવાહથી આ જ પાસાંઓ એટલાં કદાચ અળગાં પડતાં હતા કે ફિલ્મની એ સમયે ખાસ નોંધ નહોતી
લેવાઈ એવું જાણવા મળે છે.
આડવાતઃ
૧. ફિલ્મના નાયક કેયસી મહેરા - મૂળ નામ કે સી
મહેરા - એ મેમ દીદી
પહેલાં ૧૯૬૦માં 'છબીલી'માં પણ મુખ્ય ભૂમિકા ભજવી જતી. તે પછી
તેમણે અચાનક ફિલ્મોની દુનિયાને રામરામ કહી દીધા અને ટાટા સ્ટીલમાં જોડાયા. અહીની
તેમની ૪૧ વર્ષની સક્રિય કારકિર્દી પછી તેઓ જોઈંટ મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નિવૃત્ત
થયા. તે પછી પણ તેઓએ શાપુરજી પાલનજી ગ્રૂપમાં રેસીડન્ટ ડાયરેક્ટર તરીકે કાર્યરત રહ્યા.
૨. 'મેમ દીદી' મૂળે તો ફ્રેન્ક
કાપ્રાની ફિલ્મ 'અ પૉકેટફુલ
ઑફ મિરેકલ્સ' (૧૯૬૧) નાં
વાર્તાવસ્તુની બેઠ્ઠી નકલ જ હતી. જોકે ૧૯૬૧ની અંગ્રેજી ફિલ્મ પોતે પણ ફ્રેન્ક
કાપ્રાએ જ ૧૯૩૩માં દિગ્દર્શિત કરેલ 'લેડી ફોર અ
ડે'નું પુનઃનિર્મિત સંસ્કરણ હતી. આ ફિલમનું હજુ એક સંસ્કરણ જેકી ચાનની ફિલ્મ ‘મિરેકલ્સ’ (૧૯૮૯) હતી. તો વળી 'મેમ દીદી'ને હૃષિકેશ મુખર્જીએ ૧૯૮૩માં 'અચ્છા બુરા' તરીકે પુનઃનિર્મિત
કરી હતી ફિલ્મનાં મુખ્ય પાત્રોનાં અભિનેતાઓ બદલી ગયાં
હોય એ સ્વાભાવિક છે, પણ નોંધપાત્ર રસપ્રદ
ફેરફાર એ છે કે ‘મેમ દીદી’નાં જયંતના પાત્રમાં હવે તેમના પુત્ર અમજદ ખાન
છે.
ભુલા કે ઝિન્દગીકે ગમ તરાના છેડો
પ્યારકા, કે
આ રહા હૈ આ રહા હૈ કરવાં બહાર કા - લતા મંગેશકર
પર્દા પર ક્રેડીટ ટાઈટલ્સ સરકે છે તેની
સાથે બેકગ્રાઉન્ડમાં આ ગીત વાગે છે. પોતાની આગવી શૈલીમાં શૈલેન્દ્ર
પોતાની જીવન ફિલ્સૂફીને ફિલ્મની વાર્તાવસ્તુનાં હાર્દ સાથે સાંકળી લે છે. સલીલ
ચોધરીએ પાશ્ચાત્ય ધુન પર ગીતની બાંધણી કરી છે, પણ
અંતરાના તાલ માટે ભારતીય તાલવાદ્યનો ઉપયોગ કર્યો છે,
હુ તુ તુ તુ .... હમ તો ઘરમેં ચુલ્હા ફુંકે કરે મજ઼ે તુ .... હમ તો લડે જિન્દગીસે હમ સે લડે તુ - મહેંદ્ર કપૂર, લતા મંગેશકર, કોરસ
આમ તો ફિલ્મની શરૂઆતમાં ડેવિડ અને જયંત એ બે
મુખ્ય પાત્રોની મનોસ્થિતિનો પરિચય કરાવતું ગીત છે.. પરંતુ હુ તુ તુની રમતને રૂપક બનાવીને
જીંદગીંમાં પતિપત્ની વચે ખેંચાખેંચીને જે સ્પર્ધા ચાલે છે તેને રજૂ કરેલ છે ગીતના
બોલ આ બાબત વધારે સ્પષ્ટ કરે છે.
ગીતની બાંધણી સલીલ ચૌધરીએ પોતાની
શૈલીમાં લોકધુન પર કરેલ છે.
ઢોલ્
બાજે તાંસે બાજે ઔર બાજે શહનાઈ
બાબુલકી મૈં લાડલીથી હો ગયી
પરાયી
દોસ્ત
ગયે યાર ગયે જબસે કી લુગાઈ
હમને
જાને કિસ ખુશીમેં બાંટી મિઠાઈ
કામ
કરો કાજ઼ કરો રોટી ભી જુટાઑ
ઘર
આકે બીવીકે દુખડે સુનો ઔર સો જાઓ
હાથ
દાબો પાંવ દાબો માથ અભી સહલાઓ
બાબુજી
જબ સો જાયે તો મુન્નેકે સુલાઓ
પહેલા બે અંતરામાં નવપરિણિત પતિ -પત્ની
પોતપોતાની ફરજ કેટલી આકરી છે તેની ખેંચાખેંચની ફરિફાઈ કરે છે.પણ ત્રીજા અંતરામાં
એકબીજાના દૃષ્ટિકોણને જોતાં સમજતાં પણ થઈ જાય છે.
હુ તુ તુ કા ખેલ
શાદીસે કભી તો હારો
જીવનભરકા સાથ હૈ યે મિલ જ઼ુલકે ગુજારો
હર
દમ મૈં તુમ્હારી સુનું જબ ભી તુમ પુકારો
મિયાં બીવી રાજી તો દુનિયાકો ગોલી મારો
રાતોં કો જબ નીંદ ના આયે ઘડી ઘડી કોઈ યાદ આયે, કિસી ભી સુરતસે ન બહલે દિલ તબ ક્યા કિયા જાયે બોલો - લતા મંગેશકર
ગીતનો આશય હિરોઈનનાં પાત્રનો પરિચય
કરાવવાનો છે. હિરોઈનનો પ્રવેશ નહાતી નહાતી નાયિકાનાં મોં પરથી સાબુનાં ફીણ ઉતરતાં
જાય છે તેમ થતો જતો બતાવાયો છે.
બચપન ઓ પ્યારે બચપન ઓ લલ્લા સચ બતા ગયા કહાં તુ - લતા મંગેશકર
એ સમયની ફિલ્મોમાં પિકનિક ગીતોનું ખાસ સ્થાન હતું. અહીં પણ સલીલ ચૌધરી કોયર શૈલીમાં આલાપનો અભિનવ પ્રયોગ કરે છે.
મૈં જાનતી હું તુમ જ઼ૂઠ બોલતે હો તુમ કો મુઝસે પ્યાર હૈ તુમ જાનતી હો મૈં સચ બોલતા હું ફિર ભી સુનો ફિર ભી સુનો મુઝકો તુમસે પ્યાર હૈ - મુકેશ, લતા મંગેશકર
ફિલ્મોમાં હોવું જોઈએ એવું પ્રેમી યુગલનું આ ગીત છે.
બેટા વાઊ વાઊ વાઊ મેરે કાન મત ખાઓ .... સોને કી કટોરીમેં ચલકે દુભ ભાગ ખાઓ - લતા મંગેશકર
લગ્નનાં સપનાં જોતી નાયિકા પોતાના મનના
ભાવ કુંતરાં સાથે સંવદથી વ્યકત કરે છે ....
મુખડામાં શ્વાનમિત્રને સોનાંની કટોરીમાં
દુધ ભાતની મિજબાનીનું આમંત્રણ આપીને અંતરાઓમાં પોતાના હૃદયમાં ઉછળતા ભાવો કહેતી
જાય છે -
આજ મૈં છુઈ મુઈ લડકી
બહુ બનુંગી બડે ઘરકી
હોગા
તુ દરવારી મેરા રાની મૈં રૂપ નગર કી
લન્ચ ડીનર પે હર દિન
રહેગા આનાજાના
ખાયેંગે
હમ ઇરયાની ઔર તુ બિસ્કુટ ખાના
હવે પછીના મણકામાં ૧૯૬૧ની સલીલ ચૌધરી - શૈલેન્દ્ર ની ત્રી જી ફિલ્મ 'સપન સુહાને'નં ગીત સાંભળીશું.
આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને
નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
નોંધ
- અહીં સંદર્ભે લીધેલી બધી
તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ
પરથી,
સાભાર, લીધેલ છે.
No comments:
Post a Comment