Tuesday, October 31, 2023

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગોત્સવ - સંપુટ # ૧૧ – મણકો : ૧૦_૨૦૨૩

 

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૧ મા સંપુટના મણકા - ૧૦_૨૦૨૩ માં આપનું સ્વાગત છે.

આજના અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો  તરફ વળીશું  

SN Tripathi Part 5 (post-50s): His best songs by other female playback singersઆ પહેલાં, Part 1 માં એસ એન ત્રિપાઠીની અભિનેતા, ગાયક, સંગીતકાર અને સંવાદ લેખક તરીકેની બહુમુખી પ્રતિભાનો પરિચય હતો. તે પછી  Part 2 ('૫૦ પછીના) તેમનમ મોહમ્મદ રફીનાં ગીતો; Part 3 ('૫૦ પછીનાં) મુકેશ અને અન્ય પુરુષ ગાયકોનાં ગીતો અને Part 4 (૫૦ પછીનાં) લત અમંગેશકરનાં શ્રેષ્ઠ ગીતો આવરી લેવાયેલા. હવે Part 5 માં એસ એન ત્રિપાઠીનાં ('૫૦ પછીના) અન્ય સ્ત્રી ગાયકો સાથેના ગીતો સાથે શ્રેણી પુરી થાય છે. 

Hrishikesh Mukherjee and his ‘maharaj’ Amitabh Bachchan: ‘Gurupita’ who gave Big B his break, had him laughing in Anand’s climax - Sampada Sharmaહૃષિકેશ મુખર્જીના જન્મ દિવસે તેમણે જે રીતે અમિતાભ બચ્ચનની 'ગુસ્સૈલ યુવાન' અભિનય શૈલી સિવાયની અન્ય અભિનય ક્ષમતાઓ રજુ કરી તે યાદ કરીએ. 'આનંદ' ઉપરાંત બન્નેએ બીજી સાત ફિલ્મો - નમક હરામ (૧૯૭૩), અભિમાન (૧૯૭૩), ચુપકે ચુપકે (૧૯૭૫), મિલી (૧૯૭૫), જુર્માના (૧૯૭૯) અને બેમિસાલ (૧૯૮૨) કરી જે દરેકમાં અમિતાભ નવાં જ પાત્રમાં આપણી સમક્ષ આવે છે. 

The Magic That Is Rekha - Jitesh Pillaai - રેખાનું જીવન ગ્રીક ટ્રેજેડી જેવું કહી શકાય કેમકે તેમની યાદગાર ભૂમિકાઓ મોટા ભાગે દુલાલ ગુહાની 'દો અન્જાને' જેવી વિસરાઈ ગયેલી ફિલ્મોમાં સમાઈ જતી રહી છે. 

 PL Raj, the ace choreographer who helped the stars to find their feet - Nandini Ramnath - વ્યાવસાયિક વર્તુળોમાં પી એલ રાજ તરીકે જાણીતા નૃત્ય દિગ્દર્શકનું આખું નામ પીટર લ્યુઈસ રાજ હતું. તેમના સમયના દરે મોટા અભિનેતા/ અભિનેત્રીને તેઓએ ફિલ્મોઆં નૃત્ય કરતાં કરી દીધેલ. ૬ જુલાઇ, ૨૦૦૨ના રોજ ૬૬ વર્ષની ઉમરે તેમનું મોઢાંનાં કેન્સરને કારણે અવસાન થયું. 

Ten of my favourite Prem Dhawan songsપ્રેમ ધવન હિદી ફિલ્મોની એક એવી અનોખી પ્રતિભા હતા જે અનેક ક્ષમતાઓના અનોખા ધણી હતા. 

લતા મંગેશકર પરની શ્રેણી the year-wise review of Lata Mangeshkar’s career, આગળ ચલાવતાં Mehfil Mein Teri હવે Lata sings with lesser known / forgotten female playback singers પર દૃષ્ટિ કરે છે.

Abhimaan (1973) — Where Music Leads the Way - Antara Nanda Mondal  ફિલ્મનું વિગતે વર્ણન કરે છે તેમાં જોય ક્રિસ્ટી ગીતોના તાલની વિગતોને વણી લે છે. 

Choudhvin Ka Chandવહીદા રહેમાનને દાદાસાહેબ ફાળકે એવૉર્ડ એનાયત થયો તેની ખુશીમાં તેમનં પર ફિલ્માવાયેલાં ગીતોને યાદ કરેલ છે. 

The Sculptors of Film Songs (8): Ramlalની સેહરા અને 'ગીત ગાયા પથ્થરોં ની અદ઼ભૂત સફળતાએ તેમની શરણાઈ અને વાંદળી વાદક તરીકેની પ્રતિભાને ઝાંખી પાડી દેવાનું કામ કર્યું એમ કહી શકાય. Arrangers and Musicians શ્રેણીમાં આ પહેલાં Sebastian D’ Souza, Anthony Gonsalves, Enoch Daniels, Kishore Desai  Manohari Singh,  S Hazara Singh અને V Balsara આવરી લેવાયેલ છે

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો ના ૮મા સંસ્કરણના ઓક્ટોબર ૨૦૨૩ના અંકમાં શૈલેન્દ્રનાં ગીતોની શંકર(જયકિશન)ની સંગીત રચનાઓ - ૧૯૫૬ (૩) સાંભળી. અત્યાર સુધી

૨૦૧૮ માં ૧૯૪૯-૧૯૫૩

૨૦૧૯ માં ૧૯૫૩ (ગત વર્ષથી અપૂર્ણ)

૨૦૨૦ માં ૧૯૫૪

૨૦૨૧માં ૧૯૫૫ અને ૧૯૫૬ (આંશિક) અને,

૨૦૨૨માં ૧૯૫૬ (આંશિક - ૨) 

                       નાં વર્ષોની ફિલ્મોનાં ગીતો આપણે સાંભળ્યાં છે.

હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર

The Family Songsથોડા અલગ જ પ્રકારની યાદી છે, કેમકે તેમાં પાર્ટીમાં ગવાતાં ગીતોને બદલે આખું કુટુંબ ભેગું થઈને ઘરે જ ગીત ગાતું હોય એવાં ગીતોને યાદ કર્યાં છે. 

At a Snap of a Finger! - ચપટીના તાલે ગવાતાં ગીતોને યાદ કરાયાં છે. 

Songs of Threats, જ્યાં ધમકીઓની મદદથી કામ કાઢી લેવાતું હોય એવાં ગીતો અહીં સાંભળીએ. 

Enjoying Rain on the Streets! - વરસતા વરસાદમાં ગવાતાં ગીતોની '૫૦થી ૨૦૦૦ના દાયકાઓની મજા માણીએ. 

The Tale of Two Title Songs - ગુરુ દત્ત સક્રિય હતા ત્યાર તેમણે 'બહારેં ફિર ભી આયેંગી' શરૂ કરેલ . એસ ડી બર્મને બ્રિજ ઑન ધ રીવર ક્વાઈની કુચની ધુનમાં પ્રયોજાયેલ વ્હીસલીંગનો ઉપયોગ કરતું મોહમ્મદ રફીના સ્વરમાં ફિલ્મનું  શીર્ષક ગીત - કોઈ ના તેરા સાથી હો - પણ રેકોર્ડ કરી લીધું. ફિલ્મ તો કોરાણે ચડી ગઈ અને આત્મારામે તે ફરીથી બનાવી. એ ગીતની ધુન એસ ડી બર્મને જ્વેલ થીફનાં ગીત યે દિલ ન હોતા બેચારા માં વાપરી લીધી. ફિલમનાં નવસંસ્કરણનું સંગીત ઓ પી નય્યરે આપ્યું. કૈફી આઝમીએ નવેસરથી લખેલ શીર્ષક ગીત - બદલ જાયે અગર માલી ચમન નહીં હોતા ખાલી - પણ સાવ નવેસરથી તૈયાર થયું. યોગાનુયોગ, કૈફી આઝમી અને ઓ પી નય્યરનું આ એક જ સહકાર્ય છે !

અને હવે વિવિધ વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર કરીએ

ઓક્ટોબર ૨૦૨૩માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:

ફિલસુફીભર્યા ગીતો૧૫ये रंग बदलती दुनिया है, तकदीर से अपनी रूठो ना

શીર્ષક આવરતા ગીતો – 

બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની શ્રેણીમાં ઝનક ઝનક પાયલ બાજે (૧૯૫૫)નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.

વાદ્યવિશેષ શ્રેણીમાં પિયૂષ પંડ્યા અને બીરેન કોઠારી આ મહિને "મેન્ડોલીન (૨) "ને કેન્દ્રમાં રાખીને કેટલાંક નોંધપાત્ર ગીતો રજૂ કરે છે..

નલિન શાહના પુસ્તકMelodies, Movies & Memories – માંથી ચૂંટેલા લેખોના શ્રી પિયૂષ . પડ્યા વડે કરાયેલા ગુજરાતી અનુવાદની શ્રેણીસૂરાવલિ, સિનેમા અને સ્મૃતિઓમાં (૩૧) સફળતાની કિંમત પ્રકરણ રજુ કરે છે.

ભગવાન થાવરાણી ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ શ્રેણીમાં સોએક ફિલ્મી ગીતકારોનો સંક્ષિપ્ત પરિચય એમણે ફિલ્મો માટે લખેલી ગઝલો દ્વારા કરાવી રહ્યા છે. મહિને નક્શ લાયલપુરી, રવીન્દ્ર જૈન, જાંનિસ્સાર અખ્તર અને ૨૨. ફારૂક કૈસર ની ગઝલો પેશ કરે છે.

સોંગ્સ ઑફ યોરે Best songs of 1942: Wrap Up 2 ની ચર્ચાને અંતે પારૂલ ઘોષ, ખુર્શીદ અને કાનન દેવીને વર્શાહ ૧૯૪૨ માટે સંયુક્ત શ્રેષ્ઠ ગાયિકાઓ તરીકે પસંદ કરેલ છે. 

આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. ૨૦૨૩નાં સમગ્ર વર્ષ દરમ્યાન આપણે ગીતા દત્ત અને મોહમ્મદ રફીએ કોઈ પણ સંગીતકાર માટે સૌ પહેલાં ગાયેલ યુગલ ગીતોને યાદ કરી રહ્યાં હતાં. હવે ગીતા દત્ત અને મોહમ્મદ રફીનાં કોઈ વધારે ગીત ન મળતાં હોવાથી વર્ષના બાકીના મહિનાઓ માં આપણે મોહમ્મ્દ રફી અને કમલ બારોટ અને તે પછી મોહમ્મ્દ રફી અને દિલરાજ કૌરનાં સૌ પહેલાં ગાયેલ યુગલ ગીતોને યાદ કરીશું.

છૈલ છબીલા રંગ રંગીલા કૌન નગર સે આયા - મદન મંજરી (૧૯૬૧) - ગીતકારઃ હસરત જયપુરી - સંગીતઃ સરદાર મલ્લીક 

બંબઈ પુરાની કલકત્તા પુરાના - ઉમર ક઼ૈદ (૧૯૬૧) - ગીતકારઃ હસરત જયપુરી - સંગીત - ઈક઼બાલ ક઼ુરૈશી 

હમ દોનો દિવાને હમ દોનો મસ્તાને - મેડમ ઝોર્રો (૧૯૬૨_ - ગીતકારઃ શેવાન રીઝ્વી - સંગીત બુલો સી રાની 

સુન ગોરી ખોલ જ઼રા ઘુંઘટ કા ડોર - ફૂલ બને અંગારે (૧૯૬૩) - ગીતકારઃ આનંદ બક્ષી - સંગીતઃ કલ્યાણજી અણંદજી


 

હિંદી ચિત્રપટ સંગીતના આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.

અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

No comments: