૧૯૫૦નાં વર્ષમાં પણ બહુ ઘણા સંગીતકારોએ પોતાનો
યથાશક્તિ ફાળો નોંધાવ્યો છે.
આ પિરામીડનાં તળીયાંનાં છેલ્લા થરમાં
હુસ્નલાલ ભગતરામ, ગુલામ મોહમ્મદ, હંસરાજ બહલ, વિનોદ, વસંત દેસાઇ,બીજી (સ્નેહલ) ભાટકર કે મદન મોહન જેવા કેટલાક
સંગીતકારો અલગ તરી આવે છે. તેમણે એક કે એકથી ઘણી વધારે સુધીની ફિલ્મો આપી, પણ કોઈ રડ્યાં ખડ્યાં ગીત સિવાય તેઓ બહુ ઊંડી
છાપ આ વર્ષે નથી પાડી શકયા.
તેનાથી એક થર ઉપર રોશન (બાવરે નૈન), એસ ડી બર્મન (અફસર), અનિલ
બિશ્વાસ (આરઝૂ) જેવા સંગીતકારો છે જેમની એક પૂરી ફિલ્મ - ફિલ્મનાં દરેક ગીત - એ
સમયે સફળ રહ્યાં અને કેટલાંક તો સદાબહાર પણ બની રહ્યાં
અને સૌથી ઉપરના થરમાં છે સી રામચંદ્ર
(નિરાલા, સમાધિ, સંગીતા, સરગમ, સંગ્રામ) અને
નૌશાદ (દાસ્તાન અને બાબુલ) જેમની દરેક ફિલ્મનાં ગીતો ખુબ જ લોકપ્રિય તો થયાં જ પણ
મોટા ભાગનાં ગીતો સદાબહાર પણ બની રહ્યાં.
આમ આ વર્ષ માટે શ્રેષ્ઠ ફિલ્મ તરીકે, પોતપોતાની પસંદ અનુસાર, બાવરે નૈન કે અફસર
કે આરઝૂ કે દાસ્તાન જે કોઈને પણ પસંદ પડે તે પસંદ કરીએ, પણ 'માસ' માટેની ફિલ્મો
હોય કે 'ક્લાસ' માટેની ફિલ્મ હોય,
સંગીત તો નિશ્ચિત પણ 'ક્લાસ' અને 'માસ' બંનેને એક સરખું
રીઝવી ગયું હોય તેવી રચનાઓ કરનાર સી રામચંદ્ર જ 'શ્રેષ્ઠ સંગીતકાર' ગણાશે.
સોંગ્સ ઑફ યૉર પર ૧૯૫૦ના સંગીતકારોની સમાપન ચર્ચા - Best songs of 1950: Final Wrap Up 5માં બીજી ઘણી સમીક્ષાત્મક ચર્ચાઓ પણ આવરી લેવાઈ છે.
સોંગ્સ ઑફ યૉર પર ૧૯૫૦ના સંગીતકારોની સમાપન ચર્ચા - Best songs of 1950: Final Wrap Up 5માં બીજી ઘણી સમીક્ષાત્મક ચર્ચાઓ પણ આવરી લેવાઈ છે.