Thursday, November 12, 2015

૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર યુગલ ગીતો (૬) : યાદગાર ત્રિપુટી અને ત્રિપુટી+ ગીતો


બહુ જ શાબ્દિક અર્થમાં ત્રણ કે ત્રણથી વધારે ગાયકોવાળાં ગીતોને 'યુગલ' ગીત ન કહી શકાય. પરંતુ આપણી ફિલ્મોમાં આ પ્રકારનો ઉપયોગ બહુ જ મર્યાદિત સ્વરૂપમાં થયો છે. વળી બીજી  રીતે જૂઓ તો આ ગીતો ઉપયોગ પણ યુગલ ગીતો જેવી જ સિચ્યુએશનના વિસ્તારેલ અર્થમાં જ થયો છે. તેથી આપણી હાલની ‘Best songs of 1950: And the winners are? પરની ચર્ચાના સંદર્ભમાં આપણે આવાં 'ત્રિપુટી અને ત્રિપુટી+' ગીતોને 'યુગલ ગીતો'નાં છત્ર હેઠળ જ આવરી લઈશું.

ત્રિપુટી અને ત્રિપુટી+ ગીતોની સંખ્યા તેમ જ ગાયકો અને સંગીતકારોનાં વૈવિધ્યની દૃષ્ટિએ ૧૯૫૦નું વર્ષ કદાચ અનોખું રહ્યું કહી શકાય. બીજાં કોઈ એક વર્ષમાં આટલી મોટી સંખ્યામાં ગીતોનો આ પ્રકાર ભાગ્યેજ જોવા મળશે.

મોહમ્મદ રફી, ગીતા રોય, પારો અને સાથીઓ - કભી યે સાથ ન છૂટે યે - કિસીકી યાદ મેં - ક઼મર જલાલાબાદી - હંસરાજ બહલ
મોહમ્મદ રફી, શમશાદ બેગમ, તલત મહમૂદ અને સાથીઓ - નદીયાંમેં છૂપા હૈ ચોર છાઈ હૈ ઘટા ઘનઘોર...નદી કિનારે સાથ હમારે શામ સુહાની આઈ - બાબુલ - શકીલ બદાયુની - નૌશાદ

મોહમ્મદ રફી, જી એમ દુર્રાની, મુકેશ અને સાથીઓ - ખબર કિસીકી નહીં કિધર દેખતે હૈં વોહ -બેક઼સૂર - એહસાન રીઝવી - અનિલ બિશ્વાસ

મોહમ્મદ રફી, અમીરબાઈ કર્ણાટકી, ગીતા રોય, (?) - જબ નૈન સે નૈન મિલે ઉમંગે નાચ ઊઠી હૈ મનમેં - વીર બભ્રુવાહ - અંજુમ જયપુરી - ચિત્રગુપ્ત


મુકેશ, ઝોહરાબાઈ અંબાલેવાલી અને ગીતા રોય - એક તરફ જલ રહા દીપક - પ્રીત કા ગીત - પ્રેમી - શ્યામ બાબુ પાઠક


મુકેશ, મોહમ્મદ રફી અને શમશાદ બેગમ - હો કાલે કાલે બાદલ છાયે પિયા - અપની છાયા - પી એલ સંતોષી - હનુમાન પ્રસાદ


મુકેશ, એસ ડી બાતિશ, શમશાદ બેગમ અને સાથીઓ - જાઓ સિધારો હે રાધાકે શ્યામ -આરઝૂ - જાન નિસ્સાર અખ્તર - અનિલ બિશ્વાસ


તલત મહમૂદ, સુરીંદર કૌર, જી એમ દુર્રાની (?) અને સાથીઓ - પૂછ રહે વે યાર બીવી કૈસી હોતી હૈ - શાદીકી રાત - સર્શાર સૈલાની - એસ મોહિન્દર


જી એમ દુર્રાની, સુરૈયા, ઓઝા અને સાથીઓ - તેરી ઝાલિમ નિગાહોંને હમકો ઘાયલ કિયા - નીલી - સુરજિત સેઠી - એસ મોહિન્દર

ખાન મસ્તાના, મુકેશ, જી એમ દુર્રાની - યે આજકલકે લૈલા ઔર મજનૂ યું મિલકર - પગલે - અંજૂમ રેહમાની - બીજી (સ્નેહલ) ભાટકર


ખાન મસ્તાના, તલત મહમૂદ, મુકેશ - ક્યું શિક઼વા કરે ક્યું આહ ભરે - પગલે - અંજૂમ રેહમાની બીજી (સ્નેહલ) ભાટકર  - કવ્વાલીની શૈલીનું ગીત


સુરીંદર કૌર, પ્રેમલતા, આશા ભોસલે - અંબુઆકે પેડ સુહાને ક્યા કહેં મોસે - સબક - ડી એન મધોક - એ આર ક઼ુરેશી  -
૧૯૫૦ના વર્ષમાં પ્રેમલતાનાં ગીતોની સંખ્યા ગણનાપાત્ર રહી હતી. પણ આશા ભોસલેનો ઉપયોગ આ ગીતને ૧૯૫૦ માટે અનોખું ગીત બનાવી આપે છે.

ક્રમશઃ || ૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - મને સૌથી વધારે ગમેલાં ગીતો (૧)

No comments: