‘Best songs of 1950: And the winners are?થી શરૂ થયેલી ચર્ચાને આપણે યાદગાર સ્ત્રી ગીતોમાં
લતા મંગેશકરે ગાયેલાં સી. રામચંદ્ર, હુસ્નલાલ ભગતરામ,ગુલામ મોહમ્મદ, અનિલ બિશ્વાસ, એસ ડી બર્મન, નૌશાદ, બુલો સી. રાની અને વિનોદનાં ગીતોની સાથે અન્ય ગાયિકાઓમાં સુરૈયા, શમશાદ બેગમ,રાજકુમારી, ગીતા રોય અને અન્ય કેટલીક ગાયિકાઓનાં ગીતો, યાદગાર પુરુષ ગીતોમાં મુકેશ, તલત મહમૂદ, મોહમ્મદ રફી, જી એમ દુર્રાની, ચિતળકર અને અન્ય ગાયકોનાં ગીતો, પર્દા પર રાજ કપુર માટે વિવિધ પાર્શ્વગાયકોનાં યાદગાર ગીતો તેમ જ પુરુષ-સ્ત્રી યુગલ ગીતો, પુરુષ-પુરુષ અને સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતો અને ત્રિપુટી અને ત્રિપુટી+ ગીતોની બહુ યાદગાર સફર પૂરી કરી ચૂક્યાં છીએ.
હવે દરેકે પોતપોતાની નોંધપોથીઓનાં ટિપ્પણાં ખોલીને પોતાની પસંદગીનાં ગીતોની યાદી બનાવવાનો સમય પાકી ગયો છે.
સ્ત્રી ગાયિકાઓનાં મારી પસંદનાં સૉલો ગીતો :
૧૯૫૦નાં વર્ષમાં આવનારાં વર્ષોમાં લતા મંગેશકરનાં એકહથ્થુ પ્રભુત્ત્વના અણસાર કુલ ગીતોની સંખ્યામાં અને બહુ પ્રચલિત થયેલ ગીતોની સંખ્યામાં પણ જોવા મળે છે. જો કે સુરૈયા, શમશાદ બેગમ, રાજ કુમારી કે ગીતા રોય જેવાં ગાયિકાઓ આ બંને પરિમાણોનાં સ્તરે પણ ઘણી જ રસાકસીભરી હરીફાઈ તો કરી જ રહ્યાં છે. મીના કપુર જેવાં ગાયિકા પણ સદાબહાર ગીતની યાદીમાં તેમનું નામ ઉમેરવાની ફરજ પાડી રહે છે.
મહેફિલમેં જલ ઊઠી શમા પરવાનેકે લિયે - લતા મંગેશકર - નિરાલા - સી રામચંદ્રઆ ગીતોમાંથી કોઇ એક ગાયિકાનું એક ગીત પસંદ કરવાનાં મતદાનમાં હું ગેરહાજરી નોંધાવીશ કારણ કે દરેક ગાયિકાનુ એક એક ગીત માટે તો મારો મત પડે જ છે.
કોઈ કિસીકા દિવાના ન બને - લતા મંગેશકર - સરગમ - સી રામચંદ્ર
કહાં તક ઊઠાયે ગમ - લતા મંગેશકર - આરઝૂ - અનિલ બિશ્વાસ
લગન મોરે મનકી બલમ નહીં જાને - લતા મંગેશકર - બાબુલ - નૌશાદ
મન મોર હુઆ મતવાલા - સુરૈયા -અફસર - એસ ડી બર્મન
નૈન દિવાને ઈક નહીં માને માને ના - સુરૈયા - અફસર - એસ ડી બર્મન
ધડકે મેરા દિલ મુઝકો જવાની રામ કસમ ના ભાયે - શમશાદ બેગમ - બાબુલ - નૌશાદ
સુન બૈરી બલમ કુછ બોલ ઈબ ક્યા હોગા - રાજકુમારી - બાવરે નૈન - રોશન
મૈં તો પ્રેમ દિવાની - ગીતા રોય - જોગન - બુલો સી રાની
મોરી અટરિયા પે કાગા બોલે કોઈ આ રહા હૈ - મીના કપુર - આંખેં - મદન મોહન
પુરુષ ગાયકોનાં મારી પસંદનાં સૉલો ગીતો
કુલ્લ સંખ્યામાં પુરુષ સૉલો ગીતોની સંખ્યા ભલે ઓછી દેખાય પણ સદાબહાર ગીતોની પસંદ કરવા બેસીએ ત્યારે દસ ગીતો પસંદ કરવામાં કેટલાંક ગીતો તો હક્કથી બેસી જાય તો કેટલાંક માટે ઠીક ઠીક મનોમંથન કરવું પડે તેવાં ગીતોની સંખ્યા ઓછી પણ નથી.
પ્રીત લગાકે મૈંને યે ફલ પાયા સુધબુધ ખોઈ ચૈન ગંવાયા - મુકેશ - આંખેં - મદન મોહનઅને બધાં પર શિરમોર છે એક ગૈર ફિલ્મી ગીત, જે યુટ્યુબ પર અપલૉડ કરતી વખતે ૧૯૫૦નાં ગીત તરીકે નોંધાયેલ છેઃ
તેરી દુનિયામેં દિલ લગતા નહીં વાપસ બુલા લે - મુકેશ - બાવરે નૈન - રોશન
મોહબ્બત ભી જૂઠી જમાના ભી જૂઠા - મુકેશ - હમારી બેટી - સ્નેહલ ભાટકર
અય દિલ મુઝે ઐસી જગહ લે ચલ જહાં કોઈ ન હો - તલત મહમૂદ - આરઝૂ - અનિલ બિશ્વાસ
મેરા જીવન સાથી બિછડ ગયા - તલત મહમૂદ - બાબુલ - નૌશાદ
અકેલેમેં વો ગભરાતે તો હોંગે - મોહમ્મદ રફી - બીવી - શર્માજી (ખય્યામ)
કદમ કદમ બઢાયે જા - ચીતળકર - સમાધિ - સી રામચંદ્ર
ઉપર ગગન વિશાલ - મન્ના ડે - મશાલ - એસ ડી બર્મન
આ જા નિગાહોંમેં આ જા - કૃષ્ણ દયાલ - દહેજ - વસંત દેસાઈ
હમેં માર ચલા યે ખયાલ-એ-ગમ - અનિલ બિશ્વાસ - આરઝૂ - અનિલ બિશ્વાસ
યે દુનિયા હૈ બેવફાઈકી, વફાકા રાઝ ક્યા જાને - જી એમ દુર્રાની - મધુબાલા - લછ્છીરામ
મેરા પ્યાર મુઝે લૌટા દો - તલત મહમૂદ - વી બલસારાઆ બધામાંથી સૌથી ટોચની પસંદમાં તલત મહમૂદનાં અય દિલ મુઝે ઐસી જગહ લે ચલની સાથે સિક્કાની બીજી બાજૂએ ઉપર દર્શાવેલાં મુકેશનાં કોઈ પણ એક ગીતને મૂકીશું તો સિક્કો ગમે તે બાજૂએ પડશે, જીત તો આપણી જ છે.
સોંગ્સ ઑફ યોરે પુરૂષ સૉલો ગીતોની ચર્ચાનું તારણ Best songs of 1950: Wrap Up 1માં તારવ્યું છે.
ક્રમશઃ || ૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - મને સૌથી વધારે ગમેલાં ગીતો (૨)
No comments:
Post a Comment