Friday, November 20, 2015

૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - મને સૌથી વધારે ગમેલાં ગીતો (૨) : યુગલ ગીતો, પુરુષ-પુરૂષ / સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતો અને ત્રિપુટી ગીતો


Best songs of 1950: And the winners are?પરની ચર્ચાનાં સમાપનમાં આપણે સ્ત્રી સૉલો ગીતો અને પુરૂષ સૉલો ગીતોની અંતિમ યાદી તૈયાર કરી ચૂક્યાં. હવે યુગલ ગીતો અને સંગીતકારની વાત કરી આ યજ્ઞની પૂર્ણાહુતિ કરીએ.

આજે યુગલ ગીતોના જૂદા જૂદા પ્રકારોમાંથી મારી પસંદ રજૂ કરીશ.

મારી પસંદનાં પુરુષ-સ્ત્રી યુગલ ગીતો

આપણે બધું મળીને ૫૨ પુરુષ-સ્ત્રી યુગલ ગીતોને આપણે વિગતે સાંભળ્યાં હતાં તેમાંથી પુરુષ-સ્ત્રીના દૃષ્ટિકોણથી જોઇએ તો મોહમ્મદ રફીના ૨૧, મુકેશનાં ૧૩, તલત મહમુદનાં ૭ અને જી એમ દુર્રાનીનાં ૬ એમ ૩૭ ગીતો થાય છે. એ જ રીતે સ્ત્રી-પુરુષ યુગલ ગીતોના દૃષ્ટિકોણથી જોઇએ તો શમશાદ બેગમનાં ૧૩, લતા મંગેશકરનાં ૧૧, ગીતા રોયનાં ૯, સુરૈયાનાં ૫ અને રાજકુમારી અને ઝોહરાબાઈ અંબાલેવાલીનાં બંનેનાં ત્રણ ત્રણ ગીતો મળીને કુલ ૪૪ ગીતો થાય છે.

મારી પસંદનાં પુરુષ-સ્ત્રી યુગલ ગીતો આ મુજબ છેઃ
ઝમાનેકા દસ્તૂર હૈ યે પૂરાના - મુકેશ + લતા મંગેશકર - લાજવાબ - અનિલ બિશ્વાસ

ખયાલોંમેં કિસીકે ઈસ તરહ આયા નહીં કરતે - મુકેશ + ગીતા રોય - બાવરે નૈન - રોશન

મુઝે સચ સચ બતા - મુકેશ + રાજકુમારી - બાવરે નૈન - રોશન

માહી ઓ માહી ઓ દુપટા મેરા દે દે - મોહમ્મદ રફી + લતા મંગેશકર - મીના બાઝાર - હુસ્નલાલ ભગતરામ

દિલ કો હાયે દિલ કો.. તેરી તસ્વીર બહલાયે હુએ હૈં - મોહમ્મદ રફી + સુરૈયા - દાસ્તાન - નૌશાદ

યાદ આનેવાલે ફિર યાદ આ રહે હૈં - તલત મહમૂદ + લતા મંગેશકર - અનમોલ રતન - વિનોદ

મિલતે હી આંખેં દિલ હુઆ દિવાના કિસીકા - તલત મહમૂદ + શમશાદ બેગમ - બાબુલ - નૌશાદ

ચિરૈયા ઊડી જાયે રે ...દોડો દોડો બાબુ - જી એમ દુર્રાની + પ્રમોદિની દેસાઈ - દિલરૂબા - જ્ઞાન દત્ત
 હમસે દિલ ના લગાના મુસાફિર - મદન મોહન + શમશાદ બેગમ - આંખેં - મદન મોહન
                               અને છોગામાં શિરમોર તરીકે શોભાયમાન
મિલતે હી આંખેં દિલ હુઆ - હેમંત કુમાર + રૂમા દેવી(?) વાળું કવર વર્ઝન
                                                                                                                            છે જ.
પુરુષ-પુરૂષ / સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતો અને ત્રિપુટી ગીતોની મારી પસંદ

પુરુષ-પુરુષ યુગલ ગીતો ત્યારે પણ, અને આજે પણ યાદ કરીને સાંભળીએ તો સાંભળવાં જરૂર ગમે છે, પણ તેમને યાદગાર ગીતોની કક્ષામાં મૂકવાનું જચતું નથી.તેની સામે સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતોમાંનાં કેટલાંક તો એ સમયે જ પોતાનું આગવું સ્થાન બનાવી ચૂક્યાં હતાં.

મારી પસંદનાં સ્ત્રી-સ્ત્રી યુગલ ગીતો આ મુજબ છે :
કિસીકે દિલમેં રહના થા તો મેરે દિલમેં ક્યૂં આયે - શમશાદ બેગમ + લતા મંગેશકર - બાબુલ - નૌશાદ
પ્રીતકા નાતા જોડને વાલે - સુરૈયા + ગીતા રોય - અફસર - એસ ડી બર્મન
ગોરે ગોરે ઓ બાંકે છોરે કભી મેરી ગલી આયા કરો - લતા મંગેશકર + અમીરબાઈ કર્ણાટકી - સમાધિ - સી રામચંદ્ર
જબ દિલકો સતાયે ગમ, તૂ છેડ સખી સરગમ - લતા મંગેશકર + સરસ્વતી રાણે - સરગમ - સી રામચંદ્ર
તિનક તિન તાની... દો દિનકી જિંદગાની - લતા મંગેશકર + સરસ્વતી રાણે - સરગમ - સી રામચંદ્ર
ત્રિપુટી (કે ત્રિપુટી+)ગીતોની દૃષ્ટિએ ૧૯૫૦નું વર્ષ બહુ મહત્ત્વનું કહી શકાય કારણકે, આ વર્ષમાં સંખ્યામાં, ગુણવત્તામાં કે વૈવિધ્યમાંઆ પ્રકારનાં ગીતો બહુ જ ધ્યાન ખેંચે એ કક્ષાનાં રહ્યાં છે.

મારી પસંદનાં ત્રિપુટી (કે ત્રિપુટી+) ગીતો આ મુજબ છે
નદીયાંમે ઊઠા હૈ શોર, છાયી હૈ ઘટા ઘનઘોર જાના દૂર હૈ - મોહમ્મદ રફી + શમશાદ બેગમ + તલત મહમૂદ + સાથીઓ - બાબુલ - નૌશાદ

જાઓ સિધારો હે રાધાકે શ્યામ - મુકેશ + એસ ડી બાતિશ + શમશાદ બેગમ + સાથીઓ - આરઝૂ - અનિલ બિશ્વાસ
ક્રમશઃ - ૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - મને સૌથી વધારે ગમેલાં ગીતો (૩) : ૧૯૫૦ના વર્ષના શ્રેષ્ઠ સંગીતકાર

No comments: