Showing posts with label Female Solo Songs. Show all posts
Showing posts with label Female Solo Songs. Show all posts

Thursday, May 28, 2026

ચર્ચાની એરણે : ૧૯૫૬ નાં ગીતો - લતા મંગેશકરનાં સૉલો ગીતો

 ૧૯૫૬નાં યાદગાર ગીતોની યાદીમાંથી લતા મંગેશકરનાં સૉલો ગીતો તારવીને અહીં મુક્યાં છે  - 

લતા મંગેશકરનાં યાદગાર સૉલો ગીતો

આ છુઆ છુ, એક ્મૈં એક તૂ - અન્જાન - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ હેમંત કુમાર 

મૈં પિયા તેરી તુ માને યા ન માને - બસંત બહાર - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન  

જા જા રે બાલમવા સૌતનંકે ઘર રાત બીતાયી - બસંત બહાર - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન 

મેરા છોટા સા દેખો યે સંસાર હૈ (ખુશીનું ગીત) - ભાઈ ભાઈ - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ મદન મોહન 

મેરા છોટા સા દેખો યે સંસાર હૈ (કરૂણ ગીત) - ભાઈ ભાઈ - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ મદન મોહન 

કદર જાને ના મેરા બાલમ બેદર્દી જી મેરા બાલમ બેદર્દી - ભાઈ ભાઈ - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ મદન મોહન

ઉસ પાર સાજન ઈસ પાર ધારે લે ચલ હો માઝી કિનારે કિનારે - ચોરી ચોરી - ગીતકારઃ હસરત જયપુરી - સંગીતઃ શંકર જયકિશન 

સિક બલમા દિલ ક્યોં લગાયા જૈસે રોગ લગાયા - ચોરી ચોરી - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન 

કૈસે આઉં જમુના કે તીર - દેવતા - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ સી રામચંદ્ર 

ચંદનંકી નૈયા પે હોકે સવાર, કરકે સિંગાર દેખો ચલી ઉસ પાર - દેવતા - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ સી રામચંદ્ર 

કહાં લે ચલે હો બતા દો મુસાફિર સિતારોંસે આગે યે કૈસા જહાં હૈ - દુર્ગેશ નંદિની - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ હેમંત કુમાર  

મત મારો શ્યામ પિચકારી, મોરી ભીગી ચુંદરિયા સારી - દુર્ગેશ નંદિની - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ હેમંત કુમાર

દિલ છેડ કોઈ ઐસા નગમા - ઈન્સપેક્ટર  ગીતકારઃ એસ એચ બિહારી - સંગીતઃ હેમંત કુમાર 

જાગો મોહન પ્યારે જાગો - જાગતે રહો - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ સલીલ ચૌધરી

મુરલી બૈરન ભઈ રે કન્હૈયા તેરી મુરલી બૈરન ભઈ  - નઈ દિલ્લી - ગીતકારઃ હસરત જયપુરી - સંગીતઃ શંકર જયકિશન 

તુમ સંગ પ્રીત લગાઈ રસિયા / બારી બરસી ખટ્ટન ગયા તે ખત લિયાઈ સોટ્ટી - નઈ દિલ્લી - ગીતકારઃ હસરત જયપુરી - સંગીતઃ શંકર જયકિશન

કભી તો આ સપનોંમેં આ કે ચલે જાનેવાલે - પટરાની - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન

ન જાને તુમ કૌન મેરી .... સપનોંકે મહેમાન બનકે મેરે દિલમેં આ ગયે - પટરાની - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન 

સુનં સખી મોરે મનકી બાત ....નદીયા કિનારે ફીરૂં પ્યાસી - રાજહઠ - ગીતકારઃ હસરત જયપુરી - સંગીતઃ શંકર જયકિશન 

મેરે સપનેમેં આના રે  - રાજહઠ - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન

આ જા આ જા નદીયા કિનારે તારોંકી છૈયાં તુઝે કબ સે પુકારે - રાજહઠ - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન 

ગુઝરા હુઆ જ઼માના આતા નહીં ફિર દુબારા - શિરિન ફરહાદ - ગીતકારઃ તન્વીર નક઼્વી - સંગીતઃ એસ મોહિન્દર  

બાંસુરીયાં ફિર સે બજા ઓ કાન્હા - તાજ - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ હેમંત કુમાર  

અન્ય ગીતો

યાદગાર ગીતોની યાદીમાં જે ફિલ્મો છે તે ફિલ્મોમાંથી જ લતા મંગેશકરનાં 'અન્ય સૉલો ગીતો' અહીં મુક્યાં છે. એટલે વર્ષ ૧૯૫૬ દરમ્યાન આ સિવાય પણ લતા મંગેશકરનાં હજી બીજાં સૉલો ગીતો હોઈ શકે છે  - 

સોનેકી જહાં ધરતી ચાંદીકા ગગન હૈ - ૨૬ જાન્યુઆરી - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ સી રામચંદ્ર 

ચલા હૈ પ્યાર રાહી, ઓ નદીયા રાસ્તા દેના - ૨૬ જાન્યુઆરી - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ સી રામચંદ્ર

રો રો કે દિલ પુકારે - ૨૬ જાન્યુઆરી - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ સી રામચંદ્ર

આંખ રોઈ મગર મુસ્કરાના પડા - ૨૬ જાન્યુઆરી - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ સી રામચંદ્ર

બાબા તેરી સોન ચિરૈયા -  આવાઝ  ગીતકારઃ શૈલેન્દ્ર  સંગીતઃ સલીલ ચૌધરી 

સાવનકી આયી હૈ બહાર - અન્જાન - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ હેમંત કુમાર  

કહાં છોડ કે ચલા હૈ તૂ - અન્જાન - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ હેમંત કુમાર

દિનં છુપ ગયા નિકલે તારે - અન્જાન - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ હેમંત કુમાર

ઈસ દુનિયામેં સબ ચોર ચોર - ભાઇ ભાઈ - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ  સંગીત - મદન મોહન 

ઠંડી ઠંડી હવા ખાને રાજા ગયા ગાંવમેં - ભાઇ ભાઈ - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ  સંગીત - મદન મોહન

દિલ તેરી નઝરમેં અટકા - ભાઇ ભાઈ - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ  સંગીત - મદન મોહન

અરે વિધાતા લેખ દિયા તુનેે  - દશહરા - ગીતકારઃ પ્રદીપ - ગીતઃ એન દત્તા  

દો નૈનો કા બના ઝૂલના હૈ પલકોંકી દોરીયાં - દેવતા - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ સી રામચંદ્ર  

અય ચાંદ કલ જો આના ઉનકો ભી સાથ લાના - દેવતા - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ સી રામચંદ્ર

ઝાલિમ તેરી આંખોને ક્યા ચીઝ પીલા દી હૈ - દેવતા - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ સી રામચંદ્ર

સુના હૈ મેરે દિલકા જહાં ચુપ હૈ ઝમીન આસમાં આવાઝ દે તુ હૈ કહાં - દેવતા - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ સી રામચંદ્ર

ચાંદ નિકલેગા જિધર હમ ન ઉધર દેખેંગે - દુર્ગેશ નંદિની - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ હેમંત કુમાર

મેરી મજબુરીયોં પે જહાં ચુપ રહા - દુર્ગેશ નંદિની - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ હેમંત કુમાર

સો જા નન્હે મેરે તુ સો જા - એક હી રાસ્તા -  ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી - સંગીતઃ હેમંત કુમાર

બેક઼સકી આબરૂ કો લિલામ કરકે છોડા - એક હી રાસ્તા -  ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી - સંગીતઃ હેમંત કુમાર 

યે તો બતા રસિયા આ આ કે કાહે મેરી અખિયોંસે નિંદીયાં ચુરા લિયે જાય - ફિફ્ટી-ફિફ્ટી - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ  સંગીત - મદન મોહન 

ચલ દિયા દિલ તોડ કર યું મુઝે અકેલા છોડકર - ફિફ્ટી-ફિફ્ટી - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ  સંગીત - મદન મોહન 

જો બાત અભી તક થી દિલમેં હોઠોં પે વો આ હી જાતી હૈ - ફિફ્ટી-ફિફ્ટી - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ  સંગીત - મદન મોહન

યે ચાંદ યે સિતારે યે સાથ તેરા મેરા - હલાકુ - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન

ઉસે મિલ ગયી નયી ઝિંદગી જિસે દર્દ એ દિલ ને મિટા દિયા - હલાકુ - ગીતકારઃ હસરત જયપુરી - સંગીતઃ શંકર જયકિશન

તેરી દુનિયા સે જાતે હૈં છુપાયે દિલમેં ગ઼મ અપના લિયે જાતે હૈં - હલાકુ - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન

સુનતા જા - હલાકુ - ગીતકારઃ હસરત જયપુરી - સંગીતઃ શંકર જયકિશન

બોલ ્મેરે માલિક તેરા ક્યા યહી હૈ ઈન્સાફ  - હલાકુ - ગીતકારઃ હસરત જયપુરી - સંગીતઃ શંકર જયકિશન

કબ તક રહેગા પરદા પર્દેમેં છુપનેવાલે - હીર - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ અનિલ બિશ્વાસ  

આ મેરે રાંજના રૂખ્સત કા હિ સામાન - હીર - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી - સંગીતઃ અનિલ બિશ્વાસ

ઝિંદગીમેં હુસ્ન હૈ હુસ્નમેં ગુરૂર હૈ - ઈન્સાફ - ગીતકારઃ અસદ ભોપાલી - સંગીતઃ ચિત્રગુપ્ત  

નઝર નઝર સે ઉલઝ ગયી હૈ - ઈન્સાફ - ગીતકારઃ અસદ ભોપાલી - સંગીતઃ ચિત્રગુપ્ત 

કહાં સે યે શોલોં કે તૂફાન આયા - ઇન્સપેક્ટર - ગીત્કારઃ એસ એચ બિહારી - સંગીતઃ હેમંત કુમાર 

ઝિંદગી બહાર હૈ મોહબ્બત કી બહાર - નઈ દિલ્લી - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન

ગોરી તેરે સપનો કે સજના આયે તેરે અંગના - નઈ દિલ્લી - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન

કોઈ મેરે સપનોંમેં આયા ધીરે ધીરે ફિર ્મેરે મનમેં સમાયા - નઈ દિલ્લી - ગીતકારઃ હસરત જયપુરી- સંગીતઃ શંકર જયકિશન

દિલ એ બેતાબ  ઠહર - નયા આદમી - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ સંગીત - મદન મોહન

અજબ હૈ યે દુનિયા અજબ ઝિંદગી હૈ - નયા આદમી - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ સંગીત - મદન મોહન

સાત સમન્દર પાર હૈ રે મેરા સપનોંકા સંસાર - પટરાની - ગીતકારઃ હસરત જયપુરી- સંગીતઃ શંકર જયકિશન

ચંદ્રમા મદભરા ક્યોં ઝૂમે બાદરમેં  વો ખુશી અબ કહાં અબ મેરે બિરહનકે ઘરમેં - પટરાની - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન  

બલમા તુમં બેદર્દી ...  મુઃ દેખી પ્રીત તુમ્હારી  - પટરાની - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન 

ઊંચે મહલમેં રહનેવાલે કભી ઈધર દેખ લે ... દિલ ગયા દર્દ રહા સીને મેં - પટરાની - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન

પાવન ગંગા સિર પર સોહે માથે પે ચંદ્ર છાતા પ્યારી રે - પટરાની - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન 

રંગ રંગીલે પગીયા બાંધે આયે રીતુ રાજ .... ડાલીયોં પે કલીયાં નાચે તાલી બજા - પટરાની - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન

કહાં સે મિલતે મોતી આંસુ હૈ મેરી તક઼દીર મેં - રાજહઠ - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન

પ્યારે બાબુલ સે બિછડ કે ..... ઘર કા આંગન સુના  કર કે ગોરી કહાં ચલી - રાજહઠ - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન

આ ગયી લો આ ગયી મૈં ઝૂમતી ... હો અખિયોંકો અખિયોંસે ચૂમતી - રાજહઠ - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન

નાચે અંગ અંગ તેરે આગે - રાજહઠ - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન

સખી હમરો અટલ સુહાગ શ્યામ ્સપને મેં આવેે - રંગીન રાતેં - ગીતકારઃ કેદાર શર્મા - સંગીતઃ રોશન

અખિંયોંઓ અસ્નાન કરાકે મૈં દર્શન કો આયી - રંગીન રાતેં - ગીતકારઃ કેદાર શર્મા - સંગીતઃ રોશન

હમ જાગે જગ સોયે રે અલી - રંગીન રાતેં - ગીતકારઃ કેદાર શર્મા - સંગીતઃ રોશન

હવા હૈ સર્દ સર્દ ઔર દિલમેં ભી હૈ દર્દ - શતરંજ - સંસ્કરણ ૧ અને - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ સી રામચંદ્ર 

આસમાન વાલે બતા દે કે ક્યા હૈ મેરી ખ઼તા - શિરિન ફરહાદ - ગીતકારઃ તન્વીર નક઼્વી - સંગીતઃ એસ મોહિન્દર  

તુમ સંગ લાગે પિયા મોરે નયના, ઈક પલ ચૈન ન આયા  - તાજ - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ હેમંત કુમાર

એક બાત  બતા દે જોગી યે જોગનંતેરી કબ હોગી - તાજ - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ હેમંત કુમાર

બંસી કી ધુનંસુન, આયી હું સજાને બાલમ તેરી ગલી - તાજ - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ હેમંત કુમાર 

યેહ ્કૈસા તુફાન ઊઠા હૈ મેરે ઘર મેં આજ - તાજ - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ હેમંત કુમાર

મોહે છોડ ગયે મોરા સાંવરિયા, મેરી આશા છુટ ગયી - તાજ - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ હેમંત કુમાર

જહાં મેં આયી દિવાલી બડે ચિરાગ જલે - તાજ - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ હેમંત કુમાર

પિયા તે કહાં ગયો નેહરા લગાયે  - તૂફાન ઔર દિયા - ગીતકારઃ મીરા બાઈ - સંગીતઃઃ વસંત દેસાઈ  

મુરલિયા બાજે રી જમુના કે તીર - તૂફાન ઔર દિયા - ગીતકારઃ મીરા બાઈ - સંગીતઃઃ વસંત દેસાઈ 

ગિરધારી મ્હને ચાકર રાખો જી - તૂફાન ઔર દિયા - ગીતકારઃ મીરા બાઈ - સંગીતઃઃ વસંત દેસાઈ

હવે વર્ષ ૧૯૫૬ માટે મને પસંદ પડેલાં લતા મંગેશકરનાં સૉલો ગીતો 

અહીં મે મારી પસંદગી 'યાદગારી ગીતોની યાદીમાંથી લતા મંગેશકરબા સૉલો ગીતોના દરેક સંગીતકાર દીઠ એક એક ગીત પસંદ કર્યું છે. જ્યાં જ્યાં મને 'અન્ય ગીતો'માંથી પણ એ સંગીતકારનું ગીત પસંદ પડ્યું છે તેપણ સાથે મુક્યું છે.

હેમંત કુમાર 

દિલ છેડ કોઈ ઐસા નગમા - ઈન્સપેક્ટર  ગીતકારઃ એસ એચ બિહારી

શંકર જયકિશન 

અહીં મે વધારે સાંભળવા મળતાં ગીતોની જગ્યાએ થોડાં ઓછાં સાંભળવા મળતાં ગીતો પર પસંદગી ઉતારેલ છે -

કભી તો આ સપનોંમેં આ કે ચલે જાનેવાલે - પટરાની - ગીતકારઃ શૈલેન્દ્ર

ગોરી તેરે સપનો કે સજના આયે તેરે અંગના - નઈ દિલ્લી - ગીતકારઃ શૈલેન્દ્ર 

મદન મોહન 

કદર જાને ના મેરા બાલમ બેદર્દી જી મેરા બાલમ બેદર્દી - ભાઈ ભાઈ - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ

સી રામચંદ્ર 

અય ચાંદ કલ જો આના ઉનકો ભી સાથ લાના - દેવતા - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ

સલીલ ચૌધરી 

જાગો મોહન પ્યારે જાગો - જાગતે રહો - ગીતકારઃ શૈલેન્દ્ર 

એસ મોહિન્દર  

ગુઝરા હુઆ જ઼માના આતા નહીં ફિર દુબારા - શિરિન ફરહાદ - ગીતકારઃ તન્વીર નક઼્વી  

વસંત દેસાઈ

પિયા તે કહાં ગયો નેહરા લગાયે  - તૂફાન ઔર દિયા - ગીતકારઃ મીરા બાઈ 

 આ સંગીતકારો ઉપરાંત એન દત્તા, અનિલ બિશ્વાસ, ચિત્રગુપ્ત અને રોશનનાં પણ લતા મંગેશકરનાં સૉલો સ્વરમાં કેટલાંક ગીતો 'અન્ય ગીતો'માં છે. પરંતુ એમાંનું કોઈ ગીત 'મન ગમતાં ગીત'ની કક્ષામાં મુકી શકાય એવું મને નથી જણાયું.

વર્ષ ૧૯૫૬ માટેનાં લતા મંગેશકરનાં સૉલો ગીતોમાંથી મને સૌથી વધારે પસંદ પડેલ લતા મંગેશકરનાં સૉલો ગીતો તરીકે મારી પસંદગી ગુઝરા હુઆ જ઼માના આતા નહીં ફિર દુબારા - શિરિન ફરહાદ અને પિયા તે કહાં ગયો નેહરા લગાયે  - તૂફાન ઔર દિયા માટે છે. 

સોંગ્સ ઑફ યોરની સમીક્ષા, Best Songs of 1956 – Wrap Up 2, માં ખાસ ગીતોમાં એવાં ગીતોનો ઉલ્લેખ છે જે 'અન્ય ગીતો'માં સમાવવામાં રહી ગયાં હતાં. તે ગીતોની અહીં નોંધ લઈએ -

પાયલ મોરી બાજે - પૈસા હી પસા (૧૯૫૬) - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી - સંગીતઃ અનિલ બિશ્વાસ 

બ્રિજ કે નંદલાલા રાધા કે સાંવરીયા - ટકસાલ (૧૯૫૬) - ગીતકારઃ પ્રેમ ધવન - સંગીતઃ રોશન

દિલ ભી તેરા, હમ ભી તેરે - ટકસાલ (૧૯૫૬) - ગીતકારઃ પ્રેમ ધવન - સંગીતઃ રોશન

લેખને અંતે ૧૦ ઉત્તમ ગીતો પસંદ કર્યા પછી પણ કેટલા ગીતો બાકી રહી ગયાં હશે એ કારણે લતા મંગેશકરનાં ૧૯૫૬ માટેનાં શ્રેષ્ઠ ગીતની પસંદગીમાં સોંગ્સ ઑફ યોર અનિર્ણિત રહે છે. 

Thursday, November 17, 2022

ચર્ચાની એરણે : ૧૯૪૩નાં ગીતો - મને સૌથી વધારે ગમેલાં સ્ત્રી સૉલો ગીતો

 

૧૯૪૩નાં વર્ષ માટે સ્ત્રી સૉલો ગીતોને ચર્ચાની એરણે સાંભળતાં એક બાબત તો સીધે સીધી જ નજર સામે આવે છે કે આ વર્ષમાં ગાયિકાઓની સંખ્યા ઘણી વધારે છે, પરંતુ ગાયિકા દીઠ  ગીતોની સંખ્યા બહુ વધારે નથી. જોકે એવાં ગાયિકાઓ કે જેમનાં ક્યાં તો એક જ ગીતની ઓળખ થઈ શકી હોય, કે એક જ ગીત યુટ્યુબ પર મળ્યું હોય, કે પછી હિંદી ફિલ્મ ગીત કોશમાં નોંધ હોય પણ યુ ટ્યુબ પર આ ગીતો ન મળી શક્યાં હોય એ આંકડાઓ પણ નોંધપાત્ર જ કહી શકાય તેમ છે.

એ હકીકત તો સાવ દેખીતી જ છે કે ૧૯૪૩નાં વર્ષ માટે ચર્ચાની એરણે સાંભળેલાં બહુ મોટી સંખ્યાનાં ગીતો મેં તો પહેલી જ વાર સાંભળ્યાં છે. અને આમ પણ, વિન્ટેજ એરાનાં ગીતો વિશેની મારી સમજ અને મારા શોખની સહજ પ્રકૃતિથી ઘડાયેલ મારી અંગત અભિરૂચિઓનેને ધ્યાનમાં લઈએ તો, ૧૯૪૩નાં ગીત કે ગાયિકાની ખુબીઓ પારખવાનો દાવો તો હું કોઈ કાળે ન જ કરી શકું. એટલે, ૧૯૪૪નાં વર્ષ માટે, મને સૌથી વધારે ગમેલાં સ્ત્રી સૉલો ગીતોની પસંદગી મારી અંગત મર્યાદાઓથી જ સીમિત રહી હોય તે વાત પણ બહુ જ સ્પષ્ટ છે.

આ બધી લાંબી લાંબી દલીલોને એક બાજુએ મુકીને સીધી જ ભાષામાં કહીએ તો મને સૌથી વધારે ગમેલાં સ્ત્રી સૉલો ગીતો પસંદ કરવા માટે મારી પાસે કોઈ જ તાર્કિક આધાર જ નથી.

એથી, ચર્ચાને એરણે દરેક ગાયિકાનાં એક જ વાર સાંભળેલાં ગીતોમાંથી જે ગીત મને પહેલી જ વાર ગમી ગયું, તેને મેં અહીં રજૂ કર્યું છે. જે જે ગાયિકાઓનાં એક જ ગીત મળ્યું છે, એ ગીતને  અહીં ફરીથી સમાવેલ નથી.

આમ, વિગતે કરેલ ચર્ચાની એરણે જે ક્રમમાં ગાયિકાનાં ગીતો લીધાં હતાં તે જ ક્રમમાં ૧૯૪૩નાં વર્ષ માટે મને સૌથી વધારે ગમેલાં સ્ત્રી સૉલો ગીતો અહીં રજુ કરેલ છે.

અમીરબાઈ કર્ણાટકી - કિનકો ઢુંઢત નૈન સખી રી, કૌન તેરા ચિતચોર- શંકર પાર્વતી - ગીતકાર: પંડિત ઈન્દ્ર - સંગીત: જ્ઞાન દત્ત

હુસ્ન બાનો - ક્યા જમાને કી કહાની હો ગઈ - અમાનત - ? - સંગીત: નીનુ મઝુમદાર

સિતારા (દેવી) - ગાઉં ખુશી મેં ગાઉં … હા હા હા …. - નજમા - ગીતકાર: અન્જુમ પીલીભીતી - સંગીત: રફીક઼ ગઝનવી બી એ 

વત્સલા કુમઠેકર -  પ્રેમ કે હિંડોલે ડોલે - આશીર્વાદ – ? - સંગીત: અન્ના સાહબ

રાજકુમારી - મૈં હું કલી લિયાકતવાલી - પનઘટ - ગીતકાર: રમેશ ગુપ્તા - સંગીત: એસ એન ત્રિપાઠી 

કૌશલ્યા - જોલી મેરી ભર દે બાબા - ચિરાગ - ગીતકાર: વલી સાહબ- સંગીત: ખેમચંદ પ્રકાશ

નલીની જયંવત -કહેતા હૈ યે દિલ બાર બાર - આદાબ અર્ઝ - ગીતકાર: કૈલાસ જી 'મતવાલા' - સંગીત: જ્ઞાન દત્ત

સરદાર અખ્તર - હર ચીઝ યહાં કી હૈ તસલ્લી કા સહારા, તુમ પ્યારે જબ દિલ કો - ફેશન - ગીતકાર: આરઝુ લખનવી - સંગીત:  શાંતિ કુમાર

પારૂલ ઘોષ - પપીહા રે મેરે પિયા સે કહિયો જા  - કિસ્મત ગીતકાર: કવિ પ્રદીપ – સંગીત: અનિલ બિશ્વાસ

લીલા સાવંત - જીવન સપના જગ સપનેકી છાયા - નર્સ - ગીતકાર: ડી એન મધોક - સંગીત: જ્ઞાન દત્ત

નુર જહાં - દિલ દું કે ના દું - નાદાન – ગીતકાર: ઝીઆ સરહદી – સંગીત: દત્તા કોરેગાંવકર

સુરૈયા - એક તુ હો એક મૈં હું ઔર નદીકા કિનારા હોકાનુન ગીતકાર: ડી એન મધોક – સંગીત: નૌશાદ અલી

ખુર્શીદ - ઘટા ઘનઘોર મોર મચાયે શોર - તાનસેન – ગીતકાર: પંડિત ઇન્દ્ર – સંગીત: ખેમચંદ પ્રકાશ

શમશાદ બેગમ - ઓ ભુલનેવાલે મૈં તુઝે કૈસે ભુલાઉં  - પગલી – ગીતકાર: ક઼મર જલાલાબાદી / મેલારામ 'વફ઼ા' (?) - સંગીત: પંડિત ગોવિંદ રામ

સ્નેહપ્રભા પ્રધાન - આઈ મીરા પ્રભુ કે પાસ, નૈનન કે સાગર મેં લેકર દર્શનકી પ્યાસ - નયા તરાના - ગીતકાર: વલી સાહબ - સંગીત: અમીર અલી

નિર્મલા - સૈયાં ખડે મોરે દ્વાર કાર કરૂં કા કરૂં - કાનુન - ગીતકાર: ડી એન મધોક - સંગીત: નૌશાદ અલી

રાધારાની - મનમોહન મુખડા મોડ ગયે ઔર બસે બિદેસ, રોતી વૃશભાન કુમારી  - કાશીનાથ ગીતકાર: પંડિત ભુષણ -સંગીત: પંકજ મલ્લિક

માધુરી - દિયા સલાઈ  ….લાઉં દિયાસલાઈ - વકીલ સાહબ – ગીતકાર: ? – સંગીત: અન્ના સાહેબ મૈંકર / પી. મધુકર (?)

જહાંઆરા કજ્જન - આ જા સાજન આ જા સાજન સુની સિજરીયા - પ્રાર્થના  - ગીતકાર: ડૉ. સફદર 'આહ' – સંગીત: સરસ્વતી દેવી

રામ દુલારી - ચાહના હમકો તો ઉસે ચાહિયે, વો હમેં ચાહે તો ફિર ક્યા ચાહિયે - મનચલી - ગીતકાર: જી એ ચિસ્તી  /કશ્યપ (?) - સંગીત: જી એ ચિસ્તી

જયશ્રી - ઝૂલુંગી ઝૂલુંગી જીવન ભર યે જીવન ઝૂલા  -  શકુંતલા  - ગીતકાર  રતન પિયા - સંગીત: વસંત દેસાઈ

બેબી માધુરી - ભોજન કે નજારે હૈ = વિશ્વાસ – ગીતકાર: મુન્શી શામ જિલાની - - સંગીત:  ફિરોઝ નિઝામી

વિશ્ની લાલ - બરબાદ હૈ હમ, યે કિસ્મત હમારી - ચિરાગ - ગીતકાર પંડિત ઈન્દ્ર  - સંગીત:  ખેમચંદ પ્રકાશ

વાસંતી - કૈસા સુંદર સમા સુહાના, આહા આહા - ભક્ત રાજ - ગીતકાર ડી એન મધોક - સંગીત:  સી રામચંદ્ર

ગૌહર સુલ્તાના - હમેં ગમ દે કે ન જાઓ સાજન, મોરે આઓ સાજન - ઈશારા – ગીતકાર:  ડી એન મધોક - સંગીત:  ખુર્શીદ અન્વર

સોંગ્સ ઑફ યોર દ્વારા કરાએલાં સર્વગ્રાહી વિશ્લેષણ, Best songs of 1943: Wrap UP 2   માં વર્ષ ૧૯૪૩ માટે કઈ કઈ ગાયિકાઓએ કેટલાં સૉલો ગીતો ગયાં છે તેના આંકડા રજુ કરેલ છે.

તે સાથે વાંચકોનાં મંતવ્યો મુજબ જે જે ગીતો 'સૌથી વધારે ગમતાં' જણાયાં હતાં, તેમ જ Special Songs  અને Best Ten માં પણ રજુ થયેલાં ગીતો થકી આપણને હજુ કેટલાંક વધારે ગીતો સાંભળવાની તક મળે છે.

વર્ષ ૧૯૪૩ને  Best songs of 1943: Wrap UP 2 માં બહુ જ ઉપયુક્ત રીતે વિન્ટેજ એરાનાં સ્ત્રી સૉલો ગીતોની સોનાની ખાણ કહેલ છે. વર્ષ ૧૯૪૩ માટે 'શ્રેષ્ઠ ગાયિકા'નું બહુમાન સોંગ્સ ઑફ યોરે અમીરબાઈ કર્ણાટકીને આપે છે.