અમે આજે સાત્વિક ૨૦૧૧,પરંપરાગત ખોરાક
મહોત્સવની મુલાકાત લીધી.
તે અંગેનો વિગતવાર અહેવાલ આજનાં
દિવ્યભાસ્કરમાં આવરી લેવાયો છે.
આ મહોત્સવની આ નવમી આવૃત્તિ છે તે તો ત્યાં પહોંચતાં જ દેખાઇ આવ્યું, બધી જ વહીવટી
વ્યવસ્થાઓ ખુબ જ સજ્જ હતી. સવારના ૧૨.૦૦ વાગ્યા હતા પણ મેદાનમાં ગાડીઓને પાર્ક
કરવાની જગ્યા ભરાઇ જવા આવી હતી.
અંદર પણ દરેક સ્ટૉલ સુંદર રીતે સજાવાયા હતા અને દરેક સ્ટૉલપરના પ્રતિનિધિઓ
પોતાની કામગીરી બાબતે સવિનય સજ્જ હતા. કોઇ પણ સ્ટૉલ મુલાકાતીઓ ન હોય તેવું નહોતું.
મહોત્સવમાં ભાગ લેનાર દરેક સંસ્થાઓ /વ્યક્તિઓ તેમ જ મહોત્સ્વના આયોજકો SRISTI - Society
for Research and Initiatives for Sustainable Technologies and Institutions
- ને તેમના આ સ્તુત્ય,[એક વાર ફરીથી] સફળ
આયોજન અને અમલીકરણમાટે અભિનંદન.