Showing posts with label G M Durrani. Show all posts
Showing posts with label G M Durrani. Show all posts

Sunday, July 3, 2022

ચર્ચાની એરણે : ૧૯૪૩નાં ગીતો - [૨] - જી એમ દુર્રાનીનાં સૉલો ગીતો

૧૯૪૩માં કે એલ સાયગલ સિવાય મોટી સંખ્યામાં ગીતો જી એમ દુર્રાની અને સુરેન્દ્રનાં જોવાં મળ્યાં. સુરેન્દ્રનાં 'પૈગામ' અને વિષકન્યા'નાં બધાં ગીતો યુ ટ્યુબ પર મળ્યાં હોત તો તેમનાં સૉલો ગીતોનો પણ અલગ મણકો થાત. ખેર, આજે હવે વર્ષ ૧૯૪૩ માટે જી એમ દુર્રાનીનાં સૉલો ગીતો સાંભળીએ 

પી કહાં …. ગાયે જા બાંવરે - છેડ છાડ - ગીતકાર: તન્વીર - મુસ્તાક઼ હુસ્સૈન

અય હિંદ કે સપૂતો, જાગો હુઆ સવેરા - કોશિશ - ગીતકાર: ? -  સંગીત: બશિર દેહ્લવી

હિંદુસ્તાનવાલોં … ગીતા કે બરાક ઉઠાઓ - કોશિશ - ગીતકાર: ? -  સંગીત: બશિર દેહ્લવી

આ જા … બીછડે હુએ સજન જિસ દેશ ગયા હૈ - નયી કહાની - ગીતકાર: વલી સાહબ - સંગીત: શ્યામ સુંદર

ક્યા સુખ પાયા નૈન મિલા કે - નયી કહાની - ગીતકાર: વલી સાહબ - સંગીત: શ્યામ સુંદર

હમેં ક્યા હમેં ક્યા અબ ખિજાં આયે કે બહાર - નયી કહાની - ગીતકાર: વલી સાહબ - સંગીત: શ્યામ સુંદર

મેરે દિલ મેં સૈંકડો અરમાન, ભલા વો ક્યા જાને - નમસ્તે - ગીતકાર: ડી એન મધોક - સંગીત: નૌશાદ અલી

દિલ કે પટ ખોલ કે દેખો જવાની ક્યા હૈ - નમસ્તે - ગીતકાર: ડી એન મધોક - સંગીત: નૌશાદ અલી

જાદુગર મોરી નગરીયા મેં આયે - નમસ્તે - ગીતકાર: ડી એન મધોક - સંગીત: નૌશાદ અલી

કૌન હૈ યે દિલરૂબા, મન કો લુભાયે, સબ કો લુભાયે - પ્રેમ સંગીત - ગીતકાર: ભરત વ્યાસ - સંગીત: એસ કે પાલ

યે કૌન આજ રહ રહ કે યાદ આ રહા હૈ - સલમા - ગીતકાર: હસરત લખનવી - સંગીત: પંડિત ગોવિંદરામ

બરતો સુદેશી બનો સુદેશી - વિજય લક્ષ્મી - ગીતકાર: ? - સંગીત: પંડિત ગોવિંદરામ

પાદ નોંધ :

પહેલા મણકામાં સમાવવા લાયક બે સૉલો ગીતો મળ્યાં છે :

પંડિત વિષ્ણુરાવ ચોનકર - પિયા બીન સાવન ભાદોં નહીં - શહેનશાહ અકબર - ગીતકાર: પંડિત ઈન્દ્ર - સંગીત: ઉસ્તાદ જ઼ંડેખાન.

સુરેન્દ્ર - જો દિલમેં આયે દર્દ બનકર - પૈગામ - ગીતકાર: ડૉ. સફદર 'આહ'/બાલમ પરદેસી/ પંડિત ઈન્દ્ર ? - સંગીત: જ્ઞાન દત્ત


Thursday, October 3, 2019

ચર્ચાની એરણે - ૧૯૪૬નાં ગીતો - યુગલ ગીતો - સ્ત્રી-પુરુષ યુગલ ગીતો [૧]


આપણી ચર્ચાને એરણે હવે Best songs of 1946: And the winners are? ના ત્રીજાં પાસાં - યુગલ ગીતો-ને સાંભળીશું. 'ચર્ચાને એરણે' પ્રસ્થાપિત કરેલ આપણી પધ્ધતિ અનુસાર આપણે, ૧૯૪૬નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની સફરમાં યુગલ ગીતોની ચર્ચા સ્ત્રી-પુરુષ યુગલ ગીતો, પુરુષ-પુરુષ યુગલ ગીતો અને સ્ત્રી- સ્ત્રી યુગલ ગીતો એમ ત્રણ ભાગમાં કરીશું.
સ્ત્રી-પુરુષ યુગલ ગીતો
હિંદી ફિલ્મોનાં સંગીતમાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોનું સ્થાન સ્ત્રી કે પુરુષ સૉલો ગીતો જેટલું જ મહત્ત્વનું રહ્યું છે. સંખ્યાની દૃષ્ટિએ યુગલ ગીતો સૉલો ગીતો કરતાં ઓછાં હોય તે સ્વાભાવિક ગણી શકાય, પણ વિષય, ગીતની બાંધણી, ગાયકીની શૈલી જેવી અનેક બાબતોમાં યુગલ ગીતોમાં સૉલો ગીતો જેટલું જ,ક્યારેક વધારે પણ, વૈવિધ્ય જોવા મળે છે.
૧૯૪૬નાં વર્ષનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો પણ એ દૃષ્ટિએ અપવાદરૂપ નથી.
'ચર્ચાની એરણે XXXXનાં ગીતો'ની આ પહેલાંની શ્રેણીઓની રજૂઆત સાથે સુસંગતતા જાળવી રાખવા માટે આ વર્ષે પણ સ્ત્ર_પુરુષ યુગલ ગીતોનું વર્ગીકરણ પુરુષ ગાયકનાં નામને ધ્યાનમાં રાખીને કરેલ છે. ૧૯૪૬નાં વર્ષનાં સ્ત્રી_પુરુષ યુગલ ગીતોમાંથી જે પુરુષ ગાયકો વધારે જાણીતા કહી શકાય તેમનાં બે અથવા બેથી વધારે યુગલ ગીતો હોય તો એ યુગલ ગીતોને એ દરેક પુરુષ ગાયકો પ્રમાણે અલગ તારવેલ છે. બાકીનાં બધાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો 'અન્ય ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ  ગીતો'નાં શીર્ષક હેઠળ વર્ગીકૃત કરેલ છે. 'અન્ય સ્ત્રી-પુરુષ યુગલ ગીતો'ની સંખ્યા કોઈ એક પુરુષ ગાયકનાં યુગલ ગીત કરતાં ઘણી વધારે છે. જોકે પહેલાં પણ સાંભળ્યાં હોય એવાં સ્ત્રી-પુરુષ ગીતો તો રડ્યા ખડ્યા અપવાદ જેવાં બહુ જ જૂજ છે.
જે પુર્ષ ગાયકનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો બધારે હોયે તેને પહેલાં લઈને પછીથી ઉતરતા ક્રમમાં અહંઈ બધાં ગીતોને દસ્તાવેજ કરેલ છે.
મોહમ્મદ રફીનાં સ્ત્રી ગાયકો સાથેનાં યુગલ ગીતો
૧૯૪૬નાં વર્ષ મટે મોહમ્મદ રફીનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતોની સંખ્યા ઓછી છે એ જેટલું સ્વાભાવિક છે એટલું જ સ્વાભાવિક એ પણ છે કે અહીં દસ્તાવેજ થયેલાં લગભગ દરેક યુગલ ગીત, વિન્ટેજ એરાનાં ગીતોને ચર્ચાની એરણે સાંભળવાની આપણી હવે પ્રસ્થાપિત થઈ ચૂકેલ વ્યવસ્થાને કારણે આપણને પહેલી જ વાર સાંભળવા મ્ળે છે.
મોહમ્મદ રફી, નિર્મલા દેવી - ગાએ જા...ભુલ જા અપને ગીત પુરાને - ઘુંઘટ – સંગીતકાર: શંકર રાવ વ્યાસ – ગીતકાર: રમેશ ગુપ્તા
હિંદી ફિલ્મ ગીત કોષમાં ગાયકોનાં નામનો ઉલ્લેખ નથી.

મોહમ્મદ રફી, હમીદા બાનુ - રૂખી સુખી મૈં ખા લુંગી, પાસ બુલા લો મેરે રાજા - ઈન્સાફ – સંગીતકાર:  એચ પી દાસ – ગીતકાર: ડી એન મધોક

મોહમ્મદ રફી, શમશાદ બેગમ - ખુદ સમઝ લો કે ઈલ્તઝા ક્યા હૈ - રણભૂમિ – સંગીતકાર: પ્રેમનાથ – ગીતકાર: આરઝૂ લખનવી

મોહમ્મદ રફી, શમશાદ બેગમ - યે નયન ક્યું શરમાયે - રસીલી – સંગીતકાર: હનુમાન પ્રસાદ – ગીતકાર: ગ઼ાફિલ હરયાણવી 

મોહમ્મદ રફી, શમશાદ બેગમ - વતનકી અમાનત મેરી ઝિંદગી હૈ - રૂપા – સંગીતકાર: ગોવિંદ રામ - 

મોહમ્મદ રફી, શમશાદ બેગમ - બૈઠે હૈ તેરે દર પર કુછ કર કે ઊઠેંગે - સોના ચાંદી – સંગીતકાર: તુફૈલ ફારૂક઼ી - ગીતકાર વલી સાહબ

મોહમ્મદ રફી, અમીરબાઈ કર્ણાટકી - મનકી સુની નગરિયા સુહાની બની - સોના ચાંદી – સંગીતકાર: તુફૈલ ફારૂક઼ી – ગીતકાર: ખવાર જુમાં

જી એમ દુર્રાનીનાં સ્ત્રી ગાયકો સાથેનાં યુગલ ગીતો
પોતાની કારકીર્દીની શરૂઆતમાં ગી એમ દુર્રાની ગાયકીની દૃષ્ટિએ મોહમ્મદ રફીના આદર્શ હતા એવું કેટલીક જગ્યાએ નોંધવામાં આવેલું જોવા મળે છે. ૧૯૪૬નાં વર્ષનાં ગી એમ દુર્રાનીનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો એમ હોવા માટે શું કારણો હોઈ શકે તે માટે દિશાનિર્દેશ કરતાં જણાશે. 
જી એમ દુર્રાની, મોહનતારા તલપડે - જોબના શર્માએ મોહે જોબના શર્માએ - કુલદીપ – સંગીતકાર: સુશાંત બેનર્જી – ગીતકાર:  નવા નક઼્વી
 
જી એમ દુર્રાની, શમશાદ બેગમ - દેખો જી ક્યા સમા હૈ, ચમન પે ફિઝા હૈ - સસ્સી પુન્નુ – સંગીતકાર: ગોવિંદ રામ – ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર

જી એમ દુર્રાની, શમશદ બેગમ - ઈક યાદ કીસી કી આ રહી - શમા – સંગીતકાર: ગ઼ુલામ હૈદર – ગીતકાર: એહસાન રિઝ્વી 

જી એમ દુર્રાની, ઝોહરાબાઈ અંબાલેવાલી - ચીનાબ કા બહતા હુઆ પાની, મેરે દિલબર કો કહ દે તુ મેરી કહાની - સોહની મહિવાલ – સંગીતકાર: લાલ મોહમ્મદ – ગીતકાર: સ્વામી રામાનન્દ

જી એમ દુર્રાની, ઝોહરાબાઈ અંબાલેવાલી - ઓ તુઝ પે સલામ અય મેરે નાકામ-એ-મોહબ્બત - સોહની મહિવાલ – સંગીતકાર: લાલ મોહમ્મદ – ગીતકાર: સ્વામી રામાનન્દ

હવે પછીના અંકમાં આપણે મુકેશ, ચિતળકર, અશોક કુમાર અને સુરેન્દ્રનાં સ્ત્રી ગાયકો સાથેનાં યુગલ ગીતો ચર્ચાની એરણે સાંભળીશું.

Thursday, May 23, 2019

ચર્ચાની એરણે : ૧૯૪૬નાં ગીતો - પુરુષ સૉલો ગીતો – વિન્ટેજ એરા સાથે વધારે સંકળાયેલા પુરુષ ગાયકોનાં સૉલો ગીતો (૧)


અહીં રજૂ કરાયેલા ગાયકોની સક્રિય કારકીર્દી મહદ અંશે '૪૦ના દાયકામાં જ સક્રિય ગણવામાં આવે છે.'૫૦ના દાયકામાં તેઓનો પ્રભાવ સંધ્યા કાળે ડૂબતા સુરજના પ્રકાશની સાથે જ સરખાવી શકાય તે કક્ષાનો ગણવામાં આવે છે.
જી એમ દુર્રાનીનાં સૉલો ગીતો
પોતાના શરૂઆતના દિવસોમાં મોહમ્મદ રફી તેમને પોતાનો આદર્શ માનતા હતા તે પરથીવિન્તેજ એરાના '૪૦ના દશકમાં તેમનં સ્થાનનું મૂલ્ય સમજી શકાય છે. વિન્ટેજ એરાના ગાયકો પૈકી જી એમ દુર્રાની એક એવા ગાયક મનાય છે જેઓ સુવર્ણ યુગમાં પણ સફળ અને લોકપ્રિય ગાયક બની રહ્યા હોત પરંતુ સંગીતકારોની નવી પેઢી અને તેમની નવી શૈલી સાથે આમનેસામને મેળ બેસાડવામાં કોઈક કડી ખૂટી હશે  તેમ જ આજે તો માનવું રહ્યું.
કહાં હમારે શ્યામ ચલે, હમેં રોતા છોડ ગોકુલ ચલે - ગોકુલ - સંગીતકાર સુધીર ફડકે - ગીતકાર ક઼મર જલાલાબાદી
વફાયેં મેરી આજ઼માઓગે કબ તક - હમજોલી – સંગીતકાર: હફીઝ ખાન
અય ચાંદ તારોં, રાતોંકે સહારોં  - કુલદીપ – સંગીતકાર: સુશાંત બેનર્જી – ગીતકાર: નવા  નક઼્વી
યે તો બતા મેરે ખુદા લૂટ ગયા મેરા પ્યાર ક્યોં - નરગીસ – સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ – ગીતકાર: ક઼મર જલાલાબાદી
વોહ નઝારોંમેં સમાયે જા રહે હૈં - સાથી – સંગીતકાર: ગુલશન સુફી  - ગીતકાર: વલી સાહબ
અરમાન ભી તો ન ઈસ દિલ-એ-નાક઼ામ સે નિકલે - સાસ્સી પુન્નુ – સંગીતકાર: પંડિત ગોવિંદરામ – ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર
તબ્ત કર બહાર-એ-ખુદા શિક઼વે બેદાદ ન કર - સાસ્સી પુન્નુ – સંગીતકાર: પંડિત ગોવિંદરામ – ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર

ગીતની સૉફ્ટ લિંક નથી મળી શકી :
કિસ મુસીબત સે બેસર હમ શબ-એ-ગ઼મ કરતે હૈં - સાસ્સી પુન્નુ – સંગીતકાર: પંડિત ગોવિંદરામ – ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર
અશોક કુમારનાં સૉલો ગીતો
૧૯૪૬નું વર્ષ અશોક મ્કુમારની ગાયક તરીકેની કારકીર્દીના અંતની શરૂઆતનું વર્ષ ગણી શકાય. પછીનાં વર્ષોમાં તેમણે પર્દા પર ગાયેલં ગીતો માત્ર પાર્શ્વગાયકોએ જ ગાયાં હોય તેવા દાખલા વધવા લાગ્યા હતા.
જગમગ હૈ આસમાન…. ડોલ રહી ડોલ રહી હૈ નૈયા - શિકારી – સંગીતકાર: એસ ડી બર્મન
લાજ ભરે ઈન નૈનન મેં સખી - ઉત્તરા અભિમન્યુ – સંગીતકાર: એસ એન ત્રિપાઠી 
હવે પછીના અંકમાં પણ આપણે વિન્ટેજ એરા સાથે વધારે સંકળાયેલા પુરુષ ગાયકોનાં સૉલો ગીતો ચર્ચાની એરણે ચાલુ રાખીશું, જેમાં ચર્ચામાં હશે સુરેન્દ્ર અને 'અન્ય' વિન્ટેજ એરા ગાયકોનાં સૉલો ગીતો.

Thursday, October 4, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: સ્ત્રી-પુરુષ યુગલ ગીતો - મોહમ્મદ રફીનાં અને જી એમ દુર્રાનીનાં યુગલ ગીતો


મોહમ્મદ રફીનાં યુગલ ગીતો 
મોહમ્મદ રફીનાં ૧૯૪૭નં વર્ષનાં યુગલ ગીત્ની સરખામણી અ વર્ષનાં મુકેશનાં યુગલ ગીતો સાથે થઈ ન શકે એટલો મોટો તફાવત બન્નેનાં યુગલ ગીતોની સંખ્યામાં છે. પરંતુ મારા પુરતી જ વાત કરૂં તો, મુકેશનાં આ વર્ષનાં યુગલ ગીતોની સરખામણીંમાં મેં આ વર્ષનાં મોહમ્મદ રફીનાં વધારે યુગલ ગીતો, આજ પહેલાં, સાંભળ્યાં છે.
તે ઉપરાંત આ વર્ષનું ખરૂં મહત્ત્વ એ કહી શકાય કે લતા મંગેશકરનાં હિંદી ફિલ્મ સંગીતનાં પાર્શ્વગાયનનાં પહેલાં જ વર્ષમાં તેમનું  મોહમ્મદ રફી સાથેનું પહેલું યુગલ ગીત પણ રેકોર્ડ થયું છે. લતા મંગેશકરનું આ વર્ષમાં આ એક માત્ર યુગલ ગીત પણ છે.
મોહમ્મદ રફી, મોહનતારા - મૈં તેરી તૂ મેરા દોનો કા સંગ સંગ હો બસેરા - આપકી સેવા મેં - સંગીતકાર દત્તા દાવજેકર - ગીતકાર મહિપાલ

મોહમ્મદ રફી, ખુર્શીદ - સાવન કી ઘટા ધીરે ધીરે આના - આગે બઢો - સંગીતકાર સુધીર ફડકે - ગીતકાર અમર વર્મા
ખાસ નોંધ :  હિંદી ફિલ્મ ગીત કોષ અનુસાર આ ગીત મન્ના ડે અને ખુર્શીદના સ્વરમાં રેકોર્ડ થયેલું છે.


મોહમ્મદ રફી, નુર જહાં - યહાં બદલા બેવફાઈ કે સિવા ક્યા હૈ - જુગનુ - સંગીતકાર ફિરોઝ નિઝામી બી એ - ગીતકાર - 

મોહમ્મદ રફી, લલિતા દેઉલકર - કિસકો સુનાઉં હાલ-એ-દિલ.. હમ કો તુમ્હારા હી આસરા તુમ હમારે હો ન હો = સાજન સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: મોતી બી એ
આ ગીત મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલ સૉ ગીત - હમ કો તુમ્હારા હી આસરા-નું જોડીદાર ગીત છે. ગીતની રચનામાં જે ફરક છે તે તરત જ ધ્યાન પર આવી જાય છે.

મોહમ્મદ રફી, લલિતા દેઉલકર - મૈં હું જયપુર કી બંજારન, ચંચલ મેરા નામ = સાજન - સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: કમર જલાલાબાદી

મોહમ્મદ રફી, લતા મંગેશકર - લો હો ગયી તૈયાર ઝરા ઠરો જી - શાદી કે પહલે – સંગીતકાર: પૈગનકર, કર્નાડ – ગીતકાર: પંડિત સુખરામ શર્મા

મોહમ્મદ રફી, રઝીઆ બેગમ - બાલમ હરઝાઈ, જાઓ જી મૈં પ્રીત કિયે પછતાઈ - શિકારપુરી – સંગીતકાર: મોહમ્મદ સફી – ગીતકાર: એ શાહ 'અઝીઝ'

જી એમ દુર્રાનીનાં યુગલ ગીતો
મોહમ્મદ રફીની કારકીર્દીની શરુઆતમાં તેમણે જેમની સાથે સ્પર્ધામાં ઊભા રહેવાનું આવ્યું હતું એ ગાયક જી એમ દુર્રાની ગણાય છે. જો કે અહીં તેમનાં ૧૯૪૭નાં યુગલ ગીતો મોહમ્મદ રફીનાં યુગલ ગીતોની પૉસ્ટમાં સાથે મુકવા પાછળ એવું કોઈ કારણ નથી.
જી એમ દુર્રાની, અમીરબાઈ કર્ણાટકી - વફાએં હમારી ન તુમ આજમાના - દીવાની - સંગીતકાર જ્ઞાન દત્ત

જી એમ દુર્રાની, ગીતા રોય - અજી પ્રેમ કા નાતા ટૂટ ગયા મોરા પ્રીતમ મુઝસે છૂટા - દો ભાઈ - સંગીતકાર એસ ડી બર્મન - ગીતકાર રાજા મહેંદી અલી ખાન

જી એમ દુર્રાની, પારો દેવી - દો નઝરોં કા મિલ જાના, બન ગયા એક અફસાના - હીરા - હુસ્નલાલ ભગતરામ - ક઼મર જલાલાબાદી 

જી એમ દુર્રાની , નુરજહાં - હાથ સીને પે રખો કે ક઼રાર આ જાયે - મિર્ઝા સાહિબાન - સંગીતકાર પંડિત અમરનાથ, હુસ્નલાલ ભગતરામ - અઝીઝ કશ્મીરી 

જી એમ દુર્રાની, નુરજહાં - તુમ આંખોં સે દૂર હો હુઈ નીંદ આંખ સે દૂર - મિર્ઝા સાહિબાન - સંગીતકાર પંડિત અમરનાથ, હુસ્નલાલ ભગતરામ - અઝીઝ કશ્મીરી 

.હવે પછી ૧૯૪૭નાં અન્ય ગાયકોનાં સ્ત્રી-પુરુષ યુગલ ગીતો ચર્ચાને એરણે સાંભળીશું.

Thursday, May 24, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: પુરુષ સૉલો ગીતો – જી એમ દુર્રાની / સુરેન્દ્ર / કે એલ સાયગલ


જી એમ દુર્રાનીનાં સૉલો ગીતો
વિન્ટેજ એરાના ગાયકો પૈકી જી એમ દુર્રાની એક એવા ગાયક મનાય છે જેઓ સુવર્ણ યુગમાં પણ સફળ અને લોકપ્રિય ગાયક બની રહ્યા હોત - જો (ખાસ તો) મોહમ્મદ રફી, મુકેશ, તલત મહમૂદ કે મન્ના ડે જેવા ગાયકોનો સુવર્ણ યુગમાં ન હોત.
આજે જ્યારે આપણી પાસે પશ્ચાદ દૃષ્ટિનો ફાયદો છે ત્યારે આવું વિધાન કરવામાં બહુ જોખમ નથી. પરંતુ એ વર્ષોનાં જ ગીતો સાંભળ્યાં હોય તો આવું વિધાન કરી શકાયું હોત? આ પહેલાં આપણે ૧૯૪૭નાં વર્ષનાં મોહમ્મદ રફી, મુકેશ અને મન્ના ડેનાં સૉલો ગીતો સાંભળી ચૂક્યાં છીએ. આજે જી એમ  દુર્રાનીનાં સૉલો ગીતોને ચર્ચાની એરણે સાંભળીએ અને પોતપોતાનો અભિપ્રાય બાંધીએ.
અબ કૌન હૈ ઈસ ટૂટે ગુએ દિલ કા સહારા - બુત તરાશ - ગ઼ુલામ હૈદર

તૂ હિમ્મત ના હાર મુસાફિર - બુત તરાશ - ગ઼ુલામ હૈદર 
ખેલ નહી ગીર ગીર કે સંભલના રાહી દેખ સંભલ કે ચલના - ડોલી - ગ઼ુલામ મોહમ્મદ - મજરૂહ સુલ્તાનપુરી
ટૂટા હુઆ દિલ લે કે ચલે અપને વતન સે - એક રોઝ - શ્યામ સુંદર - સર્શાર સલાની 

એક બેવફાને શીશ-એ-દિલ ચુર ચુર કર દિયા - એક રોઝ - શ્યામ સુંદર - સર્શાર સલાની 
હુએ હૈ ક઼ૈદ મુહબ્બતકી હુક્મરાની સે - હીરા - હુસ્નલાલ ભગતરામ - શ્મ્સ લખનવી
આ ગીતની સૉફ્ટ લિંક નથી મળી શકી :
ઓ જાનેવાલે આને કા ઈકરાર કિયે જા - મિટ્ટી - ગુલ મોહમ્મદ + પૈગનેકર
સુરેન્દ્રનાં સૉલો ગીતો
સુરેન્દ્ર સુવર્ણ યુગના વર્ષોમાં પણ પોતાનાં ગીતો તો ગાતા હતા, પરંતુ તેમની ઓળખ તો તો વિન્ટેજ એરાના અભિનેતા - ગાયકની જ રહી.
એક બાર ફિર સે આજા, દિલમેં મેરે સમા જા - એલાન -નૌશાદ અલી - જિયા સરહદી
તેરા જહાં આબાદ હૈ, મેરા જહાં બરબાદ હૈ - એલાન - નૌશાદ અલી - જિયા સરહદી 

ક્યા હૈ નારી કી શાન...દુનિયા કો બતલાઉંગા મૈં - મંઝધાર - જ્ઞાન દત્ત - શમ્સ લખનવી

ક્યોં તુ મુઝ સે રૂઠ ગયી આઠોં પહર દિલ યહી પુકારે - મંઝધાર - જ્ઞાન દત્ત - શમ્સ લખનવી
કે એલ સાયગલનાં સૉલો ગીતો
૧૯૪૭માં કે એલ સાયગલનાં ગીતો હોય એવી એક  જ ફિલ્મ - પરવાના - હતી. જો આ ફિલ્મ સાયગલની બહુ લાંબી ન કહી શકાય એવી કારકીર્દીની અંતિમ ફિલ્મ ન પણ હોત, તો પણ  'પરવાના'ની હાજરી પણ ૧૯૪૭નાં વર્ષને વિન્ટેજ એરાનું જ વર્ષ ગણવા માટે પૂરતી  છે. કે એલ સાયગલનાં કૉઇ પણ ગીતને યાદગાર ગીત નથી એમ તો ન જ કહી શકાય. હા, તેમાંથી પણ અમુક ગીતો હજૂ વધારે યાદ કરાય છે. 'પરવાના'નાં કે એલ સાયગલનાં ૪ સૉલો આ બીજી ક્ક્ષામાં મૂકી શકાય એવાં ગીતો જરૂરથી કહી શકાય.
જિનેકા ઢંગ શિખાયે જા, કાંટે કી નોક પર ખડા મુસ્કાયે જા - પરવાના - ખુર્શીદ અન્વર - ડી એન મધોક
ટૂટ ગયે સબ સપને મેરે. યે દો નૈના સાવન ભાદોં બરસે સાંઝ સવેરે - પરવાના - ખુર્શીદ અન્વર - ડી એન મધોક 

ઉસ મસ્ત નઝર પર પડી જો નઝર, કજરે ને કહા મત દેખ ઈધર, દેખો જી કભી ઉલઝ ન જાના - પરવાના - ખુર્શીદ અન્વર - ડી એન મધોક 

મુહબ્બત મેં કભી ઐસી ભી હાલત હો જાતી હૈ ….તબીયત ઔર ગબરાતી હૈ જબ પહલાયી જાતી હૈ - પરવાના - ખુર્શીદ અન્વર - ડી એન મધોક 


હવે પછીના અંકમાં આપણે ૧૯૪૭નાં વર્ષનાં અન્ય પુરૂષ ગાયકોનાં સૉલો ગીતોને ચર્ચાની એરણે સાંભળીશુ.