ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં જુલાઈ ૨૦૧૫ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
એપ્રિલ, ૨૦૧૫નાં સંસ્કરણમાં આપણે “Improving measures of measurement of process \ પ્રક્રિયાની માપણીનાં માપની સુધારણા” વિષે શોધખોળ કરી હતી. તેના અનુસંધાને મે ૨૦૧૫નાં સંસ્કરણમાં આપણે performance measures and metrics વિષે આપણી શોધખોળ આગળ ધપાવી. તે પછી જુન ૨૦૧૫માં આપણે ‘structuring for the process of improvement \ સુધારણાની પ્રકિયા માટેની માળખાંકીય વ્યવસ્થા' વિષે પ્રાથમિક માહિતીની તપાસ કરી. હવે આ મહિને આપણી તપાસમાં હવે પછીનાં પગલાં રૂપે આપણે 'Deploying the Improvement Process /સુધારણા પ્રક્રિયાને વ્યવહારોપયોગીપણે તૈનાત કરવી’ વિષે શોધખોળ કરીશું.
Techniques and lessons for improvement of deployment processes - આમ જૂઓ તો આ લેખ સૉફ્ટવેરને તૈનાત કરવા વિષે લખાયેલો છે. પણ તેનો મૂળ થીમ સાતત્યપૂર્ણ અને ભરોસાપાત્ર અમલને લગતો છે. તેથી 'સુધારણા પ્રક્રિયાને વ્યવહારોપયોગીપણે તૈનાત કરવી’ના આપણા વિષય સાથે પ્રસ્તુત હોય તેવી કેટલીક રસપ્રદ ટેકનીક્સ અને શીખ જેવા તેના તેટલા ભાગમાં આપણે રસ લઈશું.
૧. પ્રક્રિયાના વિકાસના શરૂઆતના તબક્કાથી જ અમલમાં આવનારી જટિલતાઓની સાથે કામ લેવાની તૈયારી રાખવી જોઈએ.
૨. અમલ કરવાની પ્રક્રિયાને પણ લખીને દસ્તાવેજીકરણ થઈ શકે તે જ રીતે ઘડવી
3. આપણી તંત્ર વ્યવસ્થાનાં ઘટકો તેમજ તેની ઘડતરની પ્રક્રિયાનાં ઘટકોને છૂટાં જ રાખવાં, કારણકે :
ક. જે ઘટકમાં ફેરફાર થયા હોય તેટલાને જ ફરીથી ઘડવાના રહે. આમ સુધારણા પ્રક્રિયાનાં ઘડતરના સુધારા બહુ ઓછા સમયનો વ્યય કરીને કરવા શકય બની રહે છે.
ખ. જ્યાં ફેરફાર થયા છે તેવાં જ ઘટકોને બદલવાની હવે જરૂર રહે છે, જેને પરિણામે પ્રક્રિયાની પરિવર્તનક્ષમતામાં ઘણો વધારો શકય બની રહે છે.
ગ. સમગ્ર વ્યવસ્થા તંત્ર સાથે ઘટકોની વહેંચણી સરળ બની રહે છે. વળી તંત્ર વ્યવસ્થાનાં જુદાં જુદાં પર્યાવરણમાં અલગ અલગ સમયે કરવું પડતું સમન્વયીકરણ પણ સહેલું બની શકે છે. અલગ અલગ પરિપ્રેક્ષ્ય ધરાવતાં વાતાવરણમાં સુધારણા પ્રક્રિયાનો અમલ એ આજના સમયની બહુ જ મહત્વની જરૂરિયાત છે.
ઘ. સમાંતરે કામ કરી શકવાનું શક્ય થવાને કારણે જુદાં જૂદાં ઘટકોનાં ઘડતર (કે પછી જૂદાં જૂદાં ઘટકની અલગ અલગ તંત્ર વ્યવસ્થામાં વહેંચણી)ને ઓછા સમયમાં કરવાનું શકય બને છે.
[અહીંથી પછીનો લેખ સૉફટવેર સાથે વધારે સંબંધ ધરાવે છે, પણ આપણા માટે તેનો પરિચય કરી લેવો લાભદાયક તો છે જ.]The Practical Deployment of a Continuous Improvement Process માં સુધારણા પ્રક્રિયાના અમલ માટે જરૂરી શરૂઆતના તબક્કાની તૈયારીઓ આવરી લેવાઈ છે.
Process Deployment and Monitoringમાં સફળ અમલીકરણ અને તે પછીનાં દેખરેખ-નિયંત્રણની રજૂઆત છે.
Deploy Continuous Improvementમાં બ્રાયન એન્ડરસન | @branderlog Improvement Kata તરીકે જાણીતાં માળખાંના અમલ વિષે સમજણ પાડે છે. બહુ મોટા પાયાના (સુધારણા) પ્રકલ્પોમાટે આ એક મહત્ત્વનું પહેલું પગલું બની રહી શકે છે.
The Improvement Kata - માઈક રૉથરનાં સૌજન્યથી
Process Improvement using a Deployment Chart માં જોહ્ન હૉલ્ટર જણાવે છે કે અત્યુત્તમ વલણ, પુષ્કળ પ્રતિબધ્ધતા અને વાજતી ગાજતી તાકીદ હોવા છતાં પણ પરિણામો નીચે તરફ જ જતાં જોવા મળે એવાં અણ-ગુણવતા ચક્ર \ Cycle of Un-Quality નાં સર્જન સંચાલક માટે માથાનો દુખાવો બની રહી શકે છે.... અણ-ગુણવતા ચક્ર \ Cycle of Un-Quality |
શકય છે આવા સમયે યોગ્ય લોકો સાચાં જ કામ કરી રહ્યાં, પણ તેમની રીત ખોટી હોય. પ્રક્રિયા જ્યારે આડે પાટે ચડી ગઇ હોય અને તેનાં કારણોની તપાસ કરવાની હોય ત્યારે ડૉ. ડબલ્યુ. ઍડવર્ડ્સ ડેમિંગે વિકસાવેલ Deployment Chart જેવાં એક સાદાં સાધનની મદદ લેવા જેવી છે.Deployment Chart એક પ્રકારનો ફ્લૉચાર્ટ છે જેમાં પ્રક્રિયા સાથે સંકળાયેલાં જૂદાં જૂદાં લોકોના જુદાં જુદાં કામ સાથેના, અને એક બીજાં સાથેના, સંબંધોની ફેરતપાસ કરવી સરળ બની શકે છે……. પૂર્ણ થયેલા Deployment Chartનો અભ્યાસ કરવાથી ખ્યાલ આવે છે પ્રક્રિયા અસરકારકપણે એક્સૂત્ર પ્રવાહમાં વહી રહી છે કે નહી.મોટા ભાગે આ Deployment Chartમાં લોકોની વચ્ચે, કે કદાચ જૂદાં જૂદાં ખાતાઓ વચ્ચે, થતી બિનજરૂરી હેરફેર કે ક્યાંક પ્રવાહમાં અકલ્પ્ય ત્રૂટકતા નજરે ચડી આવે છે. 'દડો હવે ક્યાં જઈને પડશે' અને કયાં ખાતાંની કઇ દિવાલ તેમાં રોડાં નાખી શકે તેમ છે તે પણ સ્પષ્ટપણે નજરે ચડે છે. પ્રક્રિયાના જે તબક્કામાં જે બે વ્યક્તિઓનું એકબીજાં સાથે જોડાણ જરૂરી જ હોય તેમને સાવ છૂટાં પડી રહેલાં અને પ્રક્રિયાના પ્રવાહથી સાવ જ અલગ પડી રહેલાં જેવી દુઃખદ સંભાવનાઓ પણ નજર સમક્ષ તરવા લાગે છે.
An Integrated Approach to Deploying Performance Improvement - લિંડ્સે ડન્ન - Performance Improvement for Healthcare: Leading Change with Lean, Six Sigma, and Constraints Management by Bahadir Inozu, Dan Chauncey, Vickie Kamataris, and Charles Mount (McGraw-Hill; 2011)માંથી ટુંકાવીને.
Successfully deploying Lean in healthcare - આ શ્વેત પત્રનો હેતુ આરોગ્ય સંભાળમાં કામ કરતાં વ્યાવસાયિકોને તેમનાં વરિષ્ઠ સંચાલક મંડળને લીનનાં સફળ અમલીકરણમાં રસ લે તેમ કરવામાં મદદ કરવાનો છે.
સમજી શકાય જ તેમ છે કે સુધારણાની પ્રક્રિયાના અમલ માટે કોઈ એક જ પધ્ધતિ જ વધારે અસરકારક રહી શકે તેમ ન જ જોવા મળે. સુધારણાની પ્રક્રિયા સતત ચાલુ રહે તે માટે તેને એક વ્યૂહાત્મક પરિવર્તનની દૃષ્ટિકોણથી જ જોવી જોઇએ અને તે માટે જરૂર મુજબ તેમાં જે ફેરફારો જરૂરી બને તે આવરી લેવાય તેટલી લવચિકતા તેનાં બંધારણ અને અમલમાં રાખવી જોઈએ.
આજના વિષય બાબતે આપણે આટલેથી જ અટકીશું. સુધારણા પ્રક્રિયાનાં હવે પછીનાં સોપાનોની આપણી સફર હજૂ પણ થોડા હપ્તા સુધી ચાલુ રહેશે.
આ મહિને બીજા ભાગમાં આપણે Influential Voices Blogroll Alumniના બ્લૉગ માટે ડેવીડ લૅવીના બ્લૉગ, David on Quality, ની મુલાકાત લઈશું. અહીં તેઓ ASQ Influential Voiceની ભૂમિકામાં થતી ચર્ચાઓને સ્થાન આપેલ છે.તેમની મૂળ વ્યાવસાયિક પ્રવૃત્તિઓ વિષે તેઓ Levy Quality Consulting LLC પર સક્રિય છે.
અને હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએઃ
ASQ CEO, Bill Troy ASQ’s Influential Voice મનુ વોરાના લેખ, The Gift of Knowledge Transfer Through Technology,ને રજૂ કરે છે. પ્રસ્તુત લેખમાં લેખકે વ્યાવસાયિકોએ પોતપોતાના વ્યવસાયમાં વ્યાપક સફળતા મેળવવા માટે પ્રત્યાયન પધ્ધતિઓ અને સિદ્ધાંતોમાં પ્રાવીણ્ય મેળવવું જોઇએ તે વાત પર ભાર મૂકે છે.આ વાતના ટેકામાં તેમણે Google Hangout on Airની મદદથી ભારતની યુનિવર્સિટીઓ, મોટી કંપનીઓ અને ASQ સભ્ય એકમો જેવા વિવિધ શ્રોતાઓ સાથે કેવી સફળ ચર્ચા કરી તેનો દાખલો ટાંક્યો છે. આ જ પ્રકારના અન્ય કાર્યક્ર્મોનું આયોજન પણ કરાયું છે.
Julia McIntosh, ASQ communications તેમના June Roundup: Using Quality Tools In Everday Life’માં ગુણવત્તા વ્યાવસાયિકોએ ગુણવત્તા (મૂળભૂત ભાવના, સિદ્ધાંતો, પધ્ધતિઓ અને વ્યવહારો)ને પોતાના વ્યવાસાય સિવાયનાં ક્ષેત્રોમાં પણ શી રીતે ઉપયોગમાં લીધી છે તેની ચર્ચા કરેલ છે.
આ માસનાં ASQ TV વૃતાંત છે :
- Building Effective Teams - ટીમને પૂર્વ-આયોજિત માર્ગ પર ટકાવી રાખવી એ હંમેશાં એક બહુ મોટો પડકાર જ રહ્યો છે. એમાં પણ ટીમ આજનાં પ્રત્યાયન સાધનોથી જોડાયેલી, વાસ્તવિક રીતે અલગ અલગ જગ્યાએથી કામ કરતી હોય તો વળી આ પડકાર અનેક ગણો વધી જઈ શકે છે. પ્રસ્તુત વૃતાંતમાં આવી વર્ચ્યુઅલ ટીમોની અસરકારતા સિદ્ધ કરવા માટે ટીમના પ્રકલ્પોમાં પ્રાથમિકતા પ્રસ્થાપિત કરવાનાં સાધનની રજૂઆત કરવા સાથે વિશ્વની શ્રેષ્ઠ ટીમોની ટીમને પૂર્વનિશ્ચિત માર્ગ પર ટકાવી રાખવાની ટિપ્સ પણ છે.
- Corporate Sustainability - ઘણાં કૉર્પોરેશન્સ નિવિષ્ટ સામગ્રીઓ અને સંસાધનોના વધારે પડતા વપરાશ, બીનજરૂરી બગાડ અને પર્યાવરણને નુકસાન માટે કુખ્યાત થઇ ચૂકેલ છે. કૉર્પોરેટ ટકાઉપણું એ કાર્યક્ષમતાને વધારવા, બગાડને ઘટાડવા અને પર્યાવરણને બચાવવા માટેનો સભાન અને લીન અભિગમ છે. આ બધા પ્રયત્નો કંપનીને નફાકારકતા સહિત અન્ય બીજાં ગણાં ક્ષેત્રોમાં મદદરૂપ થઇ શકે છે.
લ્યુસીઆના પૌલીસ બીઝનેસ કન્સલટન્ટ છે અને Biztorming Training & Consultingનાં સ્થાપક છે. આર્જેન્ટીનાની CEMA યુનિવર્સિટીનાં એમ બી એ , ASQનાં પ્રમાણિત ગુણવત્તા એન્જીનીયર, ASQનાં વરીષ્ઠ સભ્ય અને આર્જેન્ટીનાના રાષ્ટીય ગુણવત્તા પારિતોષિકનાં પરીક્ષક છે. BizTorMing Quality Consulting પર તેઓ સ્પેનિશમાં ગુણવત્તા અને લઘુ તેમ જ મધ્યમ કક્ષાના ઉદ્યોગોમાટે સતત સુધારણા વિષે લખે છે. કોઈ પણ સારાં બ્રાઉઝર પર તેનું અંગ્રેજીમાં ભાષાંતર ઉપલબ્ધ બની રહે છે.
તેમના બ્લૉગ પરની કેટલીક પોસ્ટ્સ:
સુધારણાની સફરમાં આપણે જે નવી કેડીને અનુસરવાનું શરૂ કરેલ છે તેને હજૂ વધારે અથપૂર્ણ કરવા માટે આપનાં સૂચનો અને ટિપ્પ્ણીઓ આવકાર્ય છે.