Showing posts with label ડીજિટલ રૂપાંતરણનો માર્ગ. Show all posts
Showing posts with label ડીજિટલ રૂપાંતરણનો માર્ગ. Show all posts

Sunday, November 17, 2019

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - નવેમ્બર,૨૦૧૯


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં નવેમ્બર ૨૦૧૯ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.

આપણા આ ગુણવત્તા બ્લૉગોત્સવના અંકોમાં, વર્ષ ૨૦૧૯ દરમ્યાન, આપણે "ગુણવત્તા સંચાલન - ડીજિટલ રૂપાંતરણનો માર્ગ' સાથે સંબંધિત અલગ અલગ વિષયોની માર્ગદર્શક ચર્ચા કરીશું. તદનુસાર, આપણે અત્યાર સુધી ડીજિટાઈઝેશન, ડીજિટલાઈઝેશન અને ડીજિટલ રૂપાંતરણ - મૂળભૂત બાબતો, ડીજિટલ ગુણવત્તા સંચાલન અને ગુણવત્તા ૪.૦ વિષે વાત કરી. તે પછીથી આપણે ઇન્ડસ્ટ્રી ૪.૦ની ૯ વિક્ષેપકારક ટેક્નોલોજિઓ વિષે પ્રાથમિક પરિચય કરવાનું શરૂ  કર્યું. અત્યાર સુધી આપણે વિશાળકાય માહિતીસામગ્રી વિશ્લેષકો (Big Data Analytics), ક્લાઉડ કમ્પ્યુટીંગ, રૉબોટિક્સ, સંવર્ધિત વાસ્તવિકતા,  પ્રતિકૃતિકરણ, ઉમેરણ નિર્માણ અને ઔદ્યોગિક ઈન્ટરનેટ ઑફ થિંગ્સ વિષે પરિચયાત્મક ચર્ચા કરી લીધી છે..

આજના અંકમાં આપણે સમસ્તરીય અને લંબસ્તરીય તંત્રવ્યવસ્થાકીય એકીકરણ (Horizontal and Vertical System Integration)  વિષે ટુંકમાં ચર્ચા કરીશું..

મૅનેજમૅન્ટ સાહિત્ય તેમજ કાર્યપ્રણાલિઓમાં 'સમસ્તરીય એકીકરણ (horizontal integration) and 'લંબસ્તરીય એકીકરણ (vertical integration) શબ્દપ્રયોગો અનેક સંદભમાં વપરાતા આવ્યા છે. કામગીરીના સંદર્ભમાં સમસ્તરીય એકીકરણ થયેલ સંસ્થા પોતાનૂં ધ્યાન પોતાની મૂળભૂત ક્ષમતા પર રાખીને, મૂલ્ય-વૃદ્ધિની સાંકળના એક અંતિમ થી બીજા અંતિમનાં સર્જન માટે ભાગીદારીઓ કરે છે. જ્યારે 'લંબસ્તરીય એકીકરણ થયેલ સંસ્થા મૂલ્ય વૃધ્ધિ સાંકળની, ઉત્પાદન, વેચાણ, ખરીદી, માલ વહેંચણી, નાણાંનું સંચાલન જેવી  વધારેમાં વધારે કડીઓ પોતાના હસ્તક રાખવા પ્રયત્નશીલ રહે છે.

ઉત્પાદનના સંદર્ભમાં જ વાત કરીએ તો સમસ્તરીય એકીકરણ શબ્દપ્રયોગ જમીનીસ્તરે એક સરખી રીતે એકજૂટ થયેલ પ્રક્રિયાઓ માટે વપરાય છે, તો લંબસ્તરીય એકીકરણ શ્બ્દપ્રયોગ જમીની સ્તરની ઉત્પાદન પ્રક્રિયાઓનું સંથાની ખરીદી, ગુણવત્તા નિયમન, વ્યૂહાત્મક આયોજન, જેવી પ્રક્રિયાઓ સાથે દરેક સ્તરે થતાં સંકલનના સંદર્ભમાં કરાતો હોય છે.

ઈન્ડસ્ટ્રી ૪.૦ના સંદર્ભમાં સમસ્તરીય એકીકરણ ઉત્પાદન પ્રક્રિયાઓમાં સંકળાયેલાં મશીનો અને એકમો્ની ભૌતિક વાસ્તવિકતાને માહિતીવહનની આભાસી વાસ્તવિક જાળદ્વારા સ્વંયસંચાલન, લવચીકતા અને અસરકારતાનાં સ્તરે સાંકળે છે. જેને પરિણામે એ આખાં ઉત્પાદન જાળગૂંથણની ર્ક વસ્તુ તરીકેની પોતાની આગવી, ચોક્કસ, લાક્ષણિકતાઓ હોય છે. જૂદાંજૂદાં ઉતપાદન એકમો વચ્ચે તમ જ સમગ્ર મૂલ્ય-વૃદ્ધિ સાંકળમાં માહિતીસામગ્રીનું વહન કોઈ પણ જાતના સાંધાઓ કર્યા વિના શક્ય બને છે અને સાંકળની આગળ તેમ જ પાછળની કડીઓને સ્વયંસંચાલીત પારદર્શી સંકલન વડે સાંકળે છે.

ઈન્ડસ્ટ્રી ૪.૦માં લંબસ્તરીય એકીકરણ અન્વયે સંસ્થાનાં ઉચ્ચ સંચાલન મંડળથી કારીગર સુધીનાં શાસકીય તેમ જ સંશોધન, વેંચાણ, ખરીદી, ગુણવત્તા નિયમન, આઈટી જેવાં કાર્યક્ષેત્રોનાં દરેક સ્તરને માહિતીસામગ્રીના સ્વયંસંચાલિત, કોઈ પણ સાંધા વિનાનાં, વહન દ્વારા સાકળી લેવામાં આવે છે. પરિણામે દરેક સ્તરે લેવાતા નિર્ણયો અને તેના પરનાં પગલાં માહિતીસામગ્રી આધારિત અને સુસંકલિત બને છે. [1]



કામકાજની વધતીજતી જટિલતાને કારણે સંસ્થાઓમાટે સ્પર્ધાત્મક દબાણોને ખાળવા માટે પરંપરાગત લીન (Lean) તકનીકો અપર્યાપ્ત જણાવા લાગી છે. ઈન્ડસ્ટ્રી ૪.૦ની ટેક્નોલોજિઓનાં ઉપયુક્ત અમલ સાથે લીન કાર્યક્રમોને સાંકળી લેવાથી સંસ્થાની નિર્ણયપ્રક્રિયા અને અમલીકરણ પ્રક્રિયા વધારે ઝડપી, સુસંકલિત અને કાયદક્ષ બનવાની સાથે વધારે સ્વયંસંચાલિત અને માહિતીથી સંકળાયેલ બની શકે છે. [2]

હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.

Management Matters Network પરની કોલમ Things Manager Should Know માંનો, Marshall Goldsmith..નો લેખ, Every Leader Has to Start Somewhere!  આપણે આજના બ્લૉગોત્સવ ના અંક માટે પસંદ કરેલ છે. …. વાત સાવ સીધી અને સાદી છે - દરેક આગેવાને ક્યાંક ને ક્યાંકથી તો શરૂઆત કરવાની જ છે. [3] તે સાથે બીજી પણ એટલી જ સીધી એક વાત છે - આપણા સમયના કેટલાક મહાન આગેવાનો સહિત, બધા જ આગેવાનોની શરૂઆત ધમાકેદાર , ચકાચૌંધ કરી નાખનારી, નથી પણ હોતી.

[લેખનો સંક્ષિપ્ત અનુવાદ,દરેક આગેવાને ક્યાંકથી તો શરૂઆત કરવાની જ છે !, પણ વાંચી શકાશે.]

આપણા આજના અંકમાં ASQ TV પર આ વિષય સાથે સંકળાયેલ વૃતાંત જોઈએ


  • Customer Expectations: Quality and Technology - પ્રસ્તુત વૃતાંતમાં આપણને ગ્રાહક તરીકે જૂએ છે. જોકે અહીં રજૂ થયેલી દરેક ચર્ચા દરેક પ્રકારના ગ્રાહકના સંદર્ભમાં પણ એટલી જ પ્રસ્તુત છે.

આ વિષય સાથે સંકળયેલ અરૂણ હરિહરનનો ઇન્ટરવ્યુ અને જિમ દ્યુઆર્તૅનો ઇન્ટરવ્યુ પણ જરૂરથી જૂઓ

Jim L. Smithની ઓક્ટોબર, ૨૦૧૯ની Jim’s Gems –


  • Mentor Effectively - અસરકારક થવા માટે કઠોર દૃઢતા આવશ્યક છે. ઘણા સંચાલકો તેમના સાથીઓને, જ્યારે તેઓ અપેક્ષા મુજબ કામ કરી ન રહ્યાં હોય કે પોતાની નબળાઈઓને સુધારવાની ચોખ્ખી જરૂર દેખાતી હોય ત્યારે  દૃઢતાપૂર્વક વર્તવાનું કહેવા બાબતે અચકાતાં હોય છે. 'કડવા' સમાચાર જણાવવા બાબતની નામરજી હવે ચારેપાસ ફેલાયેલી દેખાય છે....આ બાબતની બે બાજુઓ છે - ટીકાખોર દેખાવાના ભયથી ભૂલ સુધારણા માટે ન જણાવવું અને તેને કારણે 'નકારાત્મક સંવાદ'માં ન ઉતરવા માટે કરીને વિકાસની સમગ્ર પ્રક્રિયાને ટાળવી....પરિણામે કેટલીય કારકીર્દીઓ સંપોષિત રીતે પાંગરતી અટકી જાય છે...ઘણી વાર તો વાસ્તવિકતાનો મરણતોલ ફટકો પડે તેની જ જાણે રાહ જોતી હોય છે. એવા મરણતોલ ફટકા ટુંકા ગાળામાં કદાચ ન પણ આવી પડે , પણ આવે અચુક છે !.. કોઈ પણ કામ કરવામાં, જુસ્સાભેર, નિરંતર પ્રયાસ કરતાં રહેવું મોટા ભાગે નકરી ક્ષમતાને અતિક્રમી જઈ શકે છે. ખરેખર તો સતત પ્રયાસ ક્ષમતાને સુષુપ્તાવસ્થામાંથી ખીલવી શકે છે. 


  • Thought Power -  હેન્રી ફોર્ડનું સચોટપણે કહેવું છે કે 'તમે કંઇ કરી શકશો- કે નહીં કરી શકો- તમે જે વિચારો છે તે જ તમારે માટે સાચું છે.'...તમારા અસલી વિચારો ધીમે ધીમે તમારાં વ્યક્તિત્વને નિશ્ચિતપણે અને પ્રભાવકતાથી, દોરવા લાગે છે. તમે જે વિચારો છો, તે મુજબ અમલ કરવા માટે તમારૂં કોઈ એક અંગ એ મુજબ કરવા તૈયાર થવા લાગે છે...તમારી ગતિશીલ ઊર્જાનું નિયમન કરીને તમારા વિચારો તમારાં જીવનને ઘડવા લાગે છે. દરેક ક્ષણે, દરેક પરિસ્થિતિમાં કે દરેક પડ્કારના પ્રતિભાવમાં એવા જ વિચાર કરો જે તમારા માટે શ્રેષ્ઠ પરિણામને મૂર્ત કરે.તમારા વિચારો તમારા જીવનની સફરનો માર્ગ કંડારે છે... સફળ ઉદ્યોગસાહસિક અને ઉત્તમ લેખક, માર્ક ડૂલીનું કહેવું છે કે, '(વિચારોને) પસંદ કરવામાં વિવેકપુરઃસરની સમજદારી અપનાવવી જોઈએ; વિચારો હકીકત બની રહે છે.' એટલે જ તેને વિચારશક્તિ કહી છે.

ગુણવત્તા સંચાલનનાં ડીજિટલ રૂપાંતરણ વિષે તમારી જાણમાં હોય તેવા માહિતીસ્રોત અથવા તમારાં મંતવ્યો, સુચનો કે અનુભવો અમને જરૂરથી જણાવશો.

.                                   આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.



[1] Horizontal and Vertical Integration in Industry 4.0
[3] A Conversation with Marshall Goldsmith and Sam Shriver

Sunday, January 20, 2019

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - જાન્યુઆરી, ૨૦૧૯


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં જાન્યુઆરી, ૨૦૧૯ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આપણા આ ગુણવત્તા બ્લૉગોત્સવના અંકોમાં, વર્ષ ૨૦૧૯ દરમ્યાન, આપણે "ગુણવત્તા સંચાલન - ડીજિટલ રૂપાંતરણનો માર્ગ' સાથે સંબંધિત અલગ અલગ વિષયોની માર્ગદર્શક ચર્ચા કરીશું.તદાનુસાર, જાન્યુઆરી, ૨૦૧૯ના આજના અંકમાં આપણે 'ડીજિટાઈઝેશન, ડીજિટલાઈઝેશન અને ડીજિટલ રૂપાંતરણ - મૂળભૂત બાબતો'ની વાત કરીશું.
[નોંધ Digitizationનું શબ્દ્કોષીય ગુજરાતી 'અંકીકરણ' અને Digitalizationનું ગુજરાતી 'અંકીયકરણ' મળે છે.આ શબ્દપ્રયોગ સમજવા અટપટા કહી શકાય તેવા છે. તેથી,આપણે સમગ્ર ચર્ચા દરમ્યાન અનુક્રમે 'ડિજિટાઈઝેશન' અને ડીજિટલાઈઝેશન' શબ્દપ્રયોગોનો જ ઉપયોગ કરેલ છે.]
ડીજિટાઈઝેશન પત્રકો, હાથથી લખેલ કે ટાઈપ કરેલ સંદેશાઓ, ફોટોગ્રાફ્સ, રેખાંકનો જેવી વસ્તુઓને તેનાં પરંપરાગત ભૌતિક સ્વરૂપમાંથી ડીજિટલ સ્વરૂપમાં કરાયેલ પરિવર્તન છે. કમ્પ્યુટર દ્વારા કામ કરવા માટે વસ્તુઓનું આ સ્વરૂપમાં હોવું આવશ્યક છે.
ડીજિટલાઈઝેશનમાં સંસ્થાની પ્રક્રિયાઓને સક્ષમ બનાવવામાં, સુધારવામાં કે રૂપાંતરણ કરવામાં ડીજિટલ ટેક્નોલોજિઓ કે ડીજિટાઈઝ કરેલ માહિતી સામગ્રીનો મહત્તમ ફાયદો ઉઠાવવામાં આવે છે. આનો અર્થ એમ પણ થાય કે ડિજિટલાઈઝેશન પહેલાં ડિજિટાઈઝેશન થયું હશે.
ડીજિટલ રૂપાંતરણમાં સંસ્થાની પ્રવૃતિઓ, ક્ષ્મતા અને કામગીરીનાં મૉડેલનાં તલસ્પર્શી રૂપાંતરણ વડે ડિજિટલ ટેક્નોલોજિ દ્વારા સંભવિત તકોનો મહત્તમ લાભ લેવામાં આવે.[1]
બીજા શબ્દોમાં કહીએ તો: માહિતીનાં ડિજિટાઈઝેશનથી માહિતી સામગ્રી સુધીની પહોંચ સહેલી બને છે, જેને પરિણામે એનેલોગ (સાદૃશ્યમૂલક) સ્વરૂપ કરતાં તે વધારે કાર્યક્ષમ બની શકે છે. સસ્થાના
વ્યવસાયની પ્રક્રિયાઓનાં ડીજિટલાઈઝેશનમાં પ્રક્રિયાને સુધારવા માટે કે રૂપાંતરણ કરવા માટે ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ મુખ્ય સ્થાને રહે છે, જેને પરિણામે ક્યાં તો આવક વધે કે પછી ખર્ચા ઘટે. ડિજિટલ રૂપાંતરણમાં કામ કરવાની રીતને ડીજિટલ ટેક્નોલોજીની મદદથી પાયાથી નવી રીતે ઘડવામાં આવે છે જેથી મૂલ્યવૃધ્ધિના નવા સ્રોત પેદા થાય. તેનો સંબંધ અસરકારકતા સાથે વધારે છે. વળી તે અમુક તમુક પ્રક્રિયાઓ કે કાર્યક્ષેત્રને નહીં પણ સમગ્ર સંસ્થાને આવરી લે છે.[2]
ડિજિટાઈઝેશન', 'ડીજિટલાઈઝેશન' અને 'ડીજિટલ રૂપાંતરણ' વચ્ચેના તફાવતને નીચેની આકૃતિમાં સમજાવાયેલ છે.[3]

જોકે, ટેક્નોલોજિ વિષેના અલગ અલગ દૃશઃટિકોણ ધરાવતાં અલગ અલગ લોકો માટે ડીજિટલાઈઝેશનની સમજ અલગ અલગ હોય છે. એક તરફ, નોર્થ કેરોલિના સ્કૂલ ઑફ મિડીયા અને જર્નાલિઝમના જે. સ્કૉટ્ટ બ્રૅન્નન અને ડેનીયલ ક્રાઈસ છે જેઓ ડિજિટલાઈઝેશનને એવી રીત તરીકે જૂએ છે જેમાં જૂદાં જૂદાં સામાજિક જ્ઞાનક્ષેત્રો ડિજિટલ પ્રત્યાયન અને માધ્યમોનાં આધારરૂપ માળખાંની આસપાસ પુનઃગઠન થયેલ હોય. બીજી તરફ, ગાર્ટનર અનુસાર, ડિજિટલાઈઝેશન એ ડીજિટલ ટેક્નોલોજિનો એવો ઉપયોગ છે જેના વડે સંસ્થના વ્યવસાયની કામગીરીનો ઢાંચો બદલી નાખી નવી આવક અને મૂલ્યવૃધ્ધિની તકો સિધ્ધ કરવાનું શક્ય બની શકે છે. 
ડિજિટલ રૂપાંતરણ એ સંસ્થામાં કોઈ પણ સમયે ચાલી રહેલ ડીજિટલાઈઝેશન પરિયોજનાઓનો માત્ર સરવાળો નથી. ખરા અર્થમાં ડીજિટલ રૂપાંતરણ માટે સંસ્થાએ સમગ્રતયા પરિવર્તન સાથે નવી રીતે કામ લેવું જરૂરી છે. એ માટે સંસ્થાએ પોતાનાં મૂળભૂત સામર્થ્યને, સંસ્થાનાં દરેક સ્તરે, ગ્રાહકલક્ષી પરિવર્તનમાટે સક્ષમ કરવું પડે.
આમ સરવાળે તારણ એ નીકળે કે, માહિતી આપણે ડીજિટાઈઝ કરીએ, પછીથી સંસ્થાના વ્યવસાય સાથે સંકળાયેલ પ્રક્રિયાઓ અને ભૂમિકાઓને ડીજિટલાઈઝ કરીએ અને તે પછીથી, સંસ્થા અને તેની દૂરગામી વ્યૂહરચનાનું ડીજિટલ રૂપાંતરણ કરીએ. દરેક પોતાની રીતે આવશ્યક છે પણ પછીના તબક્કા માટે પૂરતાં નથી. ડિજિટાઈઝેશન અને ડીજિટલઈઝેશનનો સંબંધ ટેક્નોલોજિ સાથે છે જ્યારે ડીજિટલ રૂપાંતરણનો નાભિનાળ સંબંધ ગ્રાહક સાથે છે. [4]
સંસ્થાના વ્યવસાયનું ડિજિટલ રૂપાંતરણ નવોન્મેષ અને સ્પર્ધાત્મક સરસાઈ માટેની વિશાળ તકો શકય બનાવે છે. એ માટે સંસ્થાની સંસ્કૃતિ, વ્યૂહરચના, ટેક્નોલોજિ અને કામગીરીને લગતાં પરિવર્તનો અંગેના સંસ્થાના અભિગમ પ્રત્યે ધરમૂળથી ફેરવિચારણા આવશ્ય્ક બની રહે છે....સ્વસંચાલિત વ્યાવસાયિક પ્રક્રિયાઓ દ્વારા ચાલક મેળવતા સંસ્થાના વ્યવસાયના ઢાંચા દ્વારા ગ્રાહકોને નવાં ઉત્પાદનો અને સેવાઓ નવી રીતે પૂરી પાડવાની સંભાવનાઓના પડકારો  માટે પણ સંસ્થાએ સજ્જતા કેળવવી રહેશે. [5]
ડિજિટાઈઝેશન (સ્વરૂપ પરિવર્તન), ડિજિટલાઈઝેશન (પ્રક્રિયા) અને ડીજિટલ રૂપાંતરણ (પરિણામ) સમાજની અંદરની પરિવર્તનની જૂદી જૂદી પ્રક્રિયાઓને આપસી, અને સમગ્રતઃ, સ્તરે વધારે ગતિમાન કરે છે અને પ્રકાશમાં લાવે છે. [6]
                            

તો ચાલો, હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.
Management Matters Network પરની કોલમ Competitive Strategy માંનો એવરેસ્ટ ગ્રુપના મુખ્ય સંચાલક, પીતર બેન્ડૉર-સેમ્યુઅલનો લેખ Where Most Companies Go Wrong In Digital Transformation આપણે આજના બ્લૉગોત્સ્વના અંક માટે પસંદ કરેલ છે. …. મોટા ભાગની સંસ્થાઓ ડિજિટલ રૂપાંતરણને અસરકારકરીતે અમલ કરવામાં નિષ્ફળ રહે છે તેનું કારણ સંસ્થાની એ માનસિકતા છે જે આ પ્રક્રિયાને વર્ષોવર્ષ ચાલતી સફરને બદલે એક છૂટીછવાઈ ઘટના માનીને ચાલે છે. સફળતા માટે બે અગત્યની બાબતોમાં ધરંમૂળથી ફેરફાર આવશ્યક છે : પૂરતાં સંસાધનોની ફાળવણી અને નવી દૃષ્ટિથી અમલ.
આપણા આજના અંકમાં ASQ TV પરનાં બે વૃતાંતની નોંધ લઈશું, જેમાં આપણા આ વર્ષના ચર્ચાના વિષયની ઝાંકી જોવા મળે છે.:
  • Quality and Technology - ગુણવત્તા અને ટેક્નોલોજિને કેમ એકબીજા સાથે વણી લઈ શકાય તેની વાત પ્રસ્તુત અંકમાં કરવામાં આવી ઃએ. સુનીલ કૌશીકે આભાસી વાસ્તવિકતા (virtual reality)ની મદદથી વર્તમાન પ્રક્રિયાઓ કેમ વધારે અસરકારક બનાવી શકાય તે ખોળી કાઢ્યું છે. બિલ હૅથવે જણાવે છે કે ચપળ (agile) પ્રક્રિયા વડે પ્રક્રિયા આલેખન (design) શી રીતે ટેક્નોલોજિ સંબંધિત પ્રગતિ સાથે કદમ મેળવી શકે.

"Virtual Reality for Quality", Sunil Kumar V. Kaushik, 2017
Full Interview with Bill Hathaway,
  • Digital Transformation - ઈન્ડસ્ટ્રી ૪.૦ કે ગુણવત્તા ૪.૦ જેવા શબ્દો આપણને અને આપની સંસ્થાને એ દિશામાં કંઈ પણ પગલું ભરવા માટે વધારે પડતા મોટા લાગે છે. શરૂઆત કરવા માટે ડીજિટલ રૂપાંતરણથી વધારે ઉચિત પ્રક્રિયા બીજી કોઈ ન હોઈ શકે.

Quality Experience Telemetry
Jim L. Smithની ડીસેમ્બર, ૨૦૧૮ની Jim’s Gems પૉસ્ટ:
  • Pursuit of Customer Satisfaction એ માત્ર ગ્રાહકલક્ષી સુધારા કરવા સુધી સીમિત નથી. એ તો અત્યારે જે કંઈ છે તેની સાથે અસંતોષ કેળવવાની વાત છે, સંસ્થાએ સતત પરિવર્તન કરતાં રહેવાની વાત છે, અને સુધારાનો પીછો ન છોડે તેવી અધીરાઈ જગવવાની વાત છે.…પીછો પકડવાની આ પ્રક્રિયાને બને એટલી સરળ રાખવી, પ્રસ્તુતિ જાળવી રાખવી અને પ્રયત્નો સાચી દિશામાં જ બની રહે એ વરિષ્ઠ સંચાલન મંડળની જવાબદારી છે. જો આમ ન બન્યું, તો સંસ્થામાં ગુંચવણ પ્રસરી શકે છે, જે સુધારાના પ્રયત્નોને વેરવિખેર કરી નાખીને બીનઅસરકારક બનાવી શકે છે.
  • Expectations, નજીકનાં ભવિષ્યમાં કંઈક થઈ શકે છે એવી સશકત માન્યતાઓ છે.…જોકે, ઘણાં લોકોને એ ખ્યાલ નથી અપેક્ષા એ સ્વ-પરિપૂર્ણ થતી ભવિષ્યવાણી પણ છે. સવ-પરિપૂર્ણ થતી ભવિષ્યવણી એક એવી ઘટના છે જે અપેક્ષિત રખાતી હોવાને કારણે તેના થવાની સંભાવના વધી જાય છે. ઘણી વાર તો તે ઘટના થવામાં પણ ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.…સકારાત્મક વિચારસરણીના ચિરખ્યાત પ્રણેતા, નોર્મન વિન્સેન્ટ પીલ, નુ કહેવું રહ્યું છે કે 'આપણે જેવી અપેક્ષા કરીએ તેવું જ આપણને મળવાની શક્યતા હોય છે.'

ગુણવત્તા સંચાલનનાં ડીજિટલ રૂપાંતરણ વિષે તમારી જાણમાં હોય તેવા માહિતીસ્રોત અથવા તમારાં મંતવ્યો, સુચનો કે અનુભવો અમને જરૂરથી જણાવશો.
.                                   આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.