ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના
બ્લૉગોત્સવનાં ઓગસ્ટ ૨૦૧૯ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આપણા આ ગુણવત્તા બ્લૉગોત્સવના અંકોમાં, વર્ષ ૨૦૧૯ દરમ્યાન, આપણે "ગુણવત્તા સંચાલન - ડીજિટલ
રૂપાંતરણનો માર્ગ' સાથે
સંબંધિત અલગ અલગ વિષયોની માર્ગદર્શક ચર્ચા કરીશું. તદનુસાર, આપણે અત્યાર સુધી ડીજિટાઈઝેશન, ડીજિટલાઈઝેશન
અને ડીજિટલ રૂપાંતરણ - મૂળભૂત બાબતો, ડીજિટલ
ગુણવત્તા સંચાલન અને ગુણવત્તા
૪.૦ વિષે વાત કરી. તે પછીથી આપણે ઇન્ડસ્ટ્રી ૪.૦ની
૯ વિક્ષેપકારક ટેક્નોલોજિઓ વિષે પ્રાથમિક પરિચય કરવાનું શરૂ કર્યું. અત્યાર સુધી આપણે વિશાળકાય
માહિતીસામગ્રી વિશ્લેષકો (Big Data Analytics), ક્લાઉડ કમ્પ્યુટીંગ, રૉબોટિક્સ, સંવર્ધિત
વાસ્તવિકતા અને પ્રતિકૃતિકરણ વિષે પરિચયાત્મક ચર્ચા કરી
લીધી છે..
ઉમેરણ નિર્માણ (AM) પડની
ઉપર પડ ઉમેરતાં જઈને ત્રિ-પરિમાણીય વસ્તુઓનાં નિર્માણમાં વપરાતી ટેક્નોલોજિઓ માટે બહુ ઉપયુક્ત નામ છે.
તેમાં પ્લાસ્ટીક, ધાતુ, કોંક્રીટ જેવાં વિવિધ પ્રકારના કાચા માલ વપરાવા લાગ્યા છે..
અને હવે પછી ક્યારેક માનવીય કોષનો પ્રણ પ્રયોગ થતો દેખાશે.
AM ટેક્નોલોજિઓમાં
કમ્પ્યુટર, કમ્પ્યુટર એઈડેડ્ ડ્રૉઈંગ (CAD)
જેવાં
ત્રિ-પરિમાણીય મોડેલીંગ સોફટવેર, AM મશીનીંગ માટેનાં ઉપકરણો અને પડ ચડાવવા માટેનો માલ જેવી
વપરાશમાં લેવાય છે. એક વાર CAD ડ્રૉઈંગ તૈયાર થાય એટલે AM
ઉપકરણ તેમાંની
માહિતીસામગ્રી 'વાંચે' અને પછી તે મુજબ નક્કી કર્યા મુજબના માલનાં પડ ચડાવાતાં
જાય, જે ત્રિપરિમાણીય વસ્તુમાં
પરિણમે.
ઉમેરણ નિર્માણ ટેક્નોલોજિ
શબ્દપ્રયોગ ત્રિ-પરિમાણીય
પ્રિન્ટિંગ, રેપિડ પ્રોટોટાઈપીંગ (RP), ડાયરેક્ટ ડિજિટલ મેન્યુફેક્ચરીંગ (DDM), લેયર્ડ મેન્યુફેક્ચરીંગ અને એડીટિવ ફેબ્રીકેશન જેવી અનેક
પધ્ધતિઓને આવરી લે છે.[1]
AMના
ઉપયોગોની કોઈ સીમા નથી. રેપિડ
પ્રોટોટાઇપીંગનો શરૂઆતનો ઉપયોગ ઉત્પાદન શરૂ કરતાં પહેલાંના મૉડેલને દૃષ્ટિગત
કરવામાં થતો, હવે, AMનો ઉપયોગ વિમાન, દાંત પુનઃસ્થાપન, તબીબી પ્રત્યારોપણ, ઓટોમોબાઇલ્સ અને ફેશનને લગતાં ઉત્પાદનો સુધ્ધામાં થવા
લાગ્યો છે.
ઘણાં લોકો
મૂળભૂત મશિનીંગ કે કાપકૂપી કરીને માલ ઓછો કરતાં જવાવાળી પધ્ધતિઓ જેવી ઘટાડતાં જઈને
કરાતાં ઉત્પાદનને કે થોડે અંશે ફોર્જિંગ જેવી ફોર્મિંગ ઉત્પાદન પધ્ધતિઓનાં પૂરક
તરીકે AMને જૂએ છે. મહત્ત્વની વાત એ છે કે AM ગ્રાહકો
તેમજ વ્યાવસાયિકોને વસ્તુઓ બનાવવા, જરૂરિયાત મુજબ ફેરફારો કરવા કે મરમ્મત કરવામાં મદદરૂપ થવાની
સાથે તે માટેની પ્રક્રિયાઓ ને તેમ જ વર્તમાન ઉત્પાદન ટેક્નોલોજિઓને ફેરવ્યાખ્યાયિત
કરવામાં મહત્ત્વનું યોગદાન આપી શકે છે.
બહુ જ જટિલ ભૌમિતીય આકારની જટિલ વસ્તુઓ બનાવવામાં ઉમેરણ નિર્માણનો ફાળો બહુ મોટો છે - ફોટો સૌજન્ય એમ આઈ ટી સ્કૂલ ઑફ મેનેજમૅન્ટ |
અપેક્ષિત ગુણવત્તા અને
ઉત્પાદન સમયને ધ્યાનમાં રાખીને ઉપયુકત ઉમેરણ નિર્માણ મશીનની પસંદગી કરવાનું પણ
મહત્ત્વનું બની રહે છે. જોકે નિર્માણ પામેલ વસ્તુની ખરી અસરકારકતા તો તેની મૂળભૂત
ડીઝાઈનમાં જ છે. એક આદર્શ ડીઝાઈન પ્રક્રિયા માપ અને આકાર, પ્રક્રિયાનાં કાર્યક્ષેત્રની સીમા
નક્કી કરવી, અગતિક અનેવ ગતિશીલ ભારની
અસરોને વસ્તુના સંબંધિત ભાગ તેમજ ઉપયોગ સાથે ઝીણવટથી સાંકળી લેવી, ઉત્પાદનના નિગ્રહો અને માર્યાદાઓ નક્કી કરવી જેવી સોફ્ટ બાબતોને પણ આવરી લે તે
પણ અતિઆવશ્યક છે.
અત્યારના તબક્કે ઉમેરણ
નિર્માણ ટેક્નોલોજિઓ માટે મોટો પડકાર ફેબ્રીકેશન અને પૉસ્ટ-પ્રોસેસીંગમાં લાગતો
સમય છે, જેને કારણે આ ટેક્નોલોજિ હજુ
પણ જથ્થાબંધ ઉત્પાદન માટે અનુકૂળ નથી મનાતી. ફેબ્રિકેશનમાં લાગતા કુલ સમયનો ઉપાય
વધારે મશીનોને કામે લગાડીને કરી શકાય, પણ જેમ જેમ ઉત્પાદિત વસ્તુ વધારે ને વધારે જટિલ થતી જાય તેમ તેમ
પૉસ્ટ-પ્રોસેસીંગ સમય વધતો જાય છે. [2]
TEDxYoungstownની એક ચર્ચામાં બ્રેટ કોન્નર Additive
Manufacturing ને સમજાવવાના સંદર્ભમાં
ત્રિ-પરિંમાણીય પ્રિન્ટીંગ અને ઉમેરણ નિર્માણની ચર્ચા કરે છે.
ANSYS
Additive Manufacturing Simulation inside ANSYS Workbench 19.0 - Example 1માં ANSYS Workbench 19.0 દ્વારા ઉમેરણ નિર્માણ માટેનાં પ્રતિકૃતિકરણની આખી પ્રક્રિયા સમજાવાઈ છે.
નિષ્ણાતો બહુ સ્પષ્ટ છે કે
ત્રિ-પરિમાણીય પ્ર્ન્ટીંગ અને ઉમેરણ નિર્માણ એ બન્ને એક જ નથી. સામાન્ય વપરાશમાં આ
બન્ને શબ્દપ્રયોગો એકબીજામાટે છૂટથી વપરાતા હોવા છતાં બન્નેમાં કેટલાક મહત્ત્વના
તફાવતો છે. ત્રિ-પરિમાણીય પ્રિન્ટીંગ ઉમેરેણ નિર્માણનું ચાલક બળ જરૂર છે, પણ તે ઉમેરણ નિર્માણનું એક પાસું જ કહી શકાય. જે કંપનીઓ ઉમેરણ નિર્માણનાં ખાસ
ક્ષેત્રોમાં કામ કરે છે તેમની ઓળખ ત્રિ-પરિમાણીય પ્રિન્ટીંગથી ઘણી વધારે હોય છે.
મોટા ભાગે, ઉમેરણ નિર્માણમાં પેદાશ
ડિઝાઈન,ઉત્પાદન કાર્યકુશળતા વધારતાં
રહેવા માટે નવી નવી ટેક્નોલોજિઓનો વિકાસ, ગુણવત્તા પ્રતિતી માટેનાં પગલાંઓની ફરજ પાડવી જેવી જૂની અને નવી ટેક્નોલોજિઓનાં
સમીકરણો રચાતાં રહે છે.
[3]
અમેરિકા મેક્સ અને અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ્સ ઈન્સ્ટિટ્યુટ (ANSI) તેમની શક્તિઓ એકઠી કરીને ઍડિટીવ મેન્યુફેક્ચરીંગ સ્ટાન્ડર્ડાઈઝેશન કોલોબોરેટીવ (AMSC)ની સ્થાપના કરી છે. આમ ઉમેરણ નિર્માણનાં ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ
મૂળ મશીન ઉત્પાદકો, સરકાર, શિક્ષણ સંસ્થાઓ, સ્ટાન્ડર્ડ્સ ના વિકાસ સાથે
સંકળાયેલી સંસ્થાઓ જેવા વ્યાપક હિતધારકો AMSCમાં સક્રિયપણે રસ લઈને ઉમેરણ નિર્માણને લગતાં સ્ટાન્ડર્ડ્સની પરિસ્થિતિ અને
ખૂટતી કડીઓ પુરવા માટેનો નકશો તૈયાર કરશે. 6 ૨૦૧૭ની શરૂઆતમાં AMSC
એ આ પ્રકારની આકારણીનો એક
પ્રારંભિક મુસદ્દો — Standardization
road map for additive manufacturing, version 1.0 (જેને ટુંકમાં “the AMSC road map” તરીકે ઓળખવામાં આવેલ છે).7 પ્રકાશિત કરેલ છે. [4]
ઉમેરણ નિર્માણ જેટલી
મહત્ત્વની તકો લાવે છે તેટલા જ પડકારો પણ લાવે છે. આ ટેક્નોલોજિ દ્વારા બનતાં
ઉત્પાદનોના મિકેનીકલ ગુણધર્મોની વિશ્વસનિયતા હજુ અનિશ્ચિત રહેલ છે અને સ્ટાન્ડર્ડ
એન્જિનીયરીંગ પધ્ધતિઓ તેને પુરેપુરી રીતે આવરી નથી શકી.…. માહિતીસામગ્રીનું સર્વગ્રાહી
એકત્રીકરણનું વ્યવસ્થાપન અને વિવિધ બૅચ વચ્ચેની ટ્રેસેબિલીટી કડીઓ જાળવી રાખવાની
ક્ષમતા જેવા પડકારોના સંતોષકારક જવાબો શોધાઈ રહ્યા છે. ઉત્પાદન પ્રક્રિયાનાં
પરિમાણો અને ઉત્પાદિત વસ્તુની કામગીરી વચ્ચે સહસંબંધ પ્રસ્થાપિત થયેલ હોય તો
પ્રક્રિયાના કયા ફેરફારો ઉત્પાદિત વસ્તુના ગુણધર્મો અને કામગીરી પર શું અને ક્યા
સંજોગોમાં અસર કરશે તે નિશ્ચિત કરી શકાય, પ્રક્રિયાની માહિતીસામગ્રી ઉત્પાદિત વસ્તુની કામગરીની આગાહી કરવા માટે પણ
ઉપયોગી બને તેવાં સાંખ્યિકી મૉડેલના વિકાસમાં કામ આવી શકે. તે ઉપરાંત, માહિતીસામગ્રીની ટ્રેસેબિલીટી બે અલગ મશીનની કામગીરીને કેલીબ્રેટ કરવા અને
વ્યવસ્થિતરૂપે સરખાવવામાં ગુણવતા નિયમનની દૃષ્ટિએ આવશ્યક ભૂમિકા ભજવે છે. [5]
ઉત્પાદન જેમ જેમ વધારે ને
વધારે તરતોતરત પ્રત્યુત્તર આપનારૂં, જોડાયેલું, અને જરૂરિયાતો અનુસાર
ય્ત્પાદન કરતું થાય, તેમ તેમ મશીનીંગ કરેલા કે
મોલ્ડ કરેલા કે ઢાળેલા કે ય્મેરણ નિર્માણ કરેલાં ઉત્પાદનો માટે વધારે નવી અને વધારે લવચીક ચકાસણીની તકનીકોનું મહત્ત્વ પણ વધતું જશે.[6]
હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત
વિભાગો તરફ વાળીએ.
Management
Matters Network પરની કોલમ Innovation
& Entrepreneurshipમાંનો, Editorial Staff નો લેખ, Abandon The Unproductive & Obsolete: A Surefire Way to Increase Productivity,
Spark Innovation & Reduce Costs, આપણે આજના બ્લૉગોત્સવ ના અંક માટે પસંદ કરેલ છે. …. કંપનીની ઉત્પાદકતા
વધારવા માટે તેના મૂડીગત સંસાધનોનો અસરકારક
ઉપયોગ પીટર ડ્ર્કરની પહેલી કસોટી છે, તો બીનઉત્પાદક અને અપ્રચલિત સંસાધનોને ત્યજી દેવાં એ તેમનો
અમલીકરણનો પહેલો નિયમ છે.
- How BBQ Can Help in a Technologically Disruptive World - વર્તણૂક આધારિત ગુણવત્તા [behaviour based quality (BBQ)]નાં વાતાવરણમાં બધાં કર્મચારીઓ એક્સૂત્ર બનીને સફળતાઓની સંખ્યા વધારવામાં અસફળતાઓની સંખ્યા ઘટાડવામાં કામ કરે છે જે આયોજિત, અપેક્ષિત અને માપી શકાય તેવાં પરિણામોમાં ફળીભૂત થાય છે.
વેબિનારનાં સમગ્ર પ્રેઝન્ટેશન વાંચવા માટે અહીં ક્લિક
કરો.
- Become a Better Quality Leader - સંસ્થાની સફળતા માટે આવશ્યક એવી ચાર અલગ અલગ નેતૃત્વ શૈલીની અહીં ચર્ચા કરવામાં આવી છે. તે ઉપરાંત વધારે અસરકારક સંચાલક અને અગ્રણી બનવા માટે આવશ્યક ચાર વિભાવનાઓની પણ વાત અહીં કરવામાં આવી છે.
માઈક ટર્નરનો આખો ઈન્ટરવ્યુ અહીં વાંચી શકાય છે.
ડેવીડ ડીકૉનનો લેખ અહીં વાંચી શકાશે.
- Beliefs and Expectations - આપણે જે રીતે વિચારીએ છીએ તેવું જ આગળ જતાં બનીએ છીએ. આપણે વાસ્તવિક સચ્ચાઈ મુજબ નહીં પણ આપણે જે સચ્ચાઈ માનીએ છીએ તે મુજબ વર્તીએ છીએ. એટલે તમે જ્યારે તમારા માટે તેમજ બીજાંઓ માટે જ્યારે શ્રેષ્ઠની અપેક્ષા કરો છો ત્યારે તે મુજબ થવાની સંભાવનાને લગભગ નિશ્ચિત કરી લો છો… જોકે સામી બાજૂએ, સમસ્યાઓનું પણ એવું જ છે. જો તમે સમસ્યાની રાહ જોતાં બેઠાં હશો, તો સમસ્યા બારણે ટકોરા દેવા આવી જ પહોંચશે તે સંભાવના પણ નિશ્ચિત કરી બેસો છો.
- Customer-Focused Environment - સંસ્થાઓએ ગ્રાહક વિષેની તેમની વ્યાખ્યાને વિસ્તારવી રહી - ખર્ચામાં ઘટાડા કે ઉત્પાદકતમાં વધારા જેવા કાર્યક્રમોને બદલે, ગુણવત્તા સ્ટાન્ડર્ડ્સ, તેને લગતી બાબતો તેમજ કામગીરી અને તેનાં લક્ષ્યો જેવા મુદ્દાઓ લોકોને એકઠાં કરી શકે છે...કોઈ પણ કામ કે કોઈ પણ સુધારણા પ્રયાસનો હેતુ ગ્રાહકને વધારે સારી રીતે ઉપયોગી બનવા માટેનો હોય છે. જેમ ગુણવત્તાની વ્યાખ્યા બહુ સંકડાશથી કરવામાં આવે છે તેમ ગ્રાહકની વ્યાખ્યા પણ બહુ સાંકડી કરી નંખાતી હોય છે.એક બહુ જ મહત્ત્વની બાત આ સંદર્ભે યાદ રાખવી જોઈએ કે ગ્રાહક બાહ્ય જ નથી હોતાં, આંતરિક પણ હોય છે...આંતરિક ગ્રાહક પર ધ્યાન આપવાથી તેમની સંતોષાયેલી જરૂરિયાતો અને અપેક્ષાઓ બાહ્ય ગ્રાહકની જરૂરિયાતો અને અપેક્ષાઓ સંતોષવામાં ધ્યાન આપવું સહજ બની રહે છે. પરિણામે સંસ્થાનાં ખાતાંઓની આંતરિક સીમાઓ વિસ્તરીને બાહ્ય ગ્રાહક સુધી પહોંચે છે અને એકબીજાં ખાતાંની કામગીરીમાંની સ્વાભાવિક સ્પર્ધા બાહ્ય ગ્રાહકની જરૂરિયાતો અને અપેક્ષાઓ સંતોષવામાં એકબીજાંને પૂરક બનવા લાગે છે.…વિવિધ ખાતાંઓ અને જૂદાં જૂદાં કાર્યક્ષેત્રનાં લોકો એક ટીમ બની ને કામ કરે તે સંપૂર્ણ ગુણવત્તામાં ત્યારે પરિવર્તિત બને છે જ્યારે બધાં પોતપોતાની પ્રક્રિયાઓને એકબીજાં સાથે સંકળાયેલી તંત્રવ્યવસ્થાનો ભાગ જોવા લાગે છે. આવાં વાતવરણમાં કામ કરતાં લોકો સંસ્થાનાં મિશનને તો બરાબર સમજી જ શકે છે, પણ તે સાથે તેની સિધ્ધિમાં પોતાની ભૂમિકા પણ સારી રીતે સમજી શકે છે.
ગુણવત્તા સંચાલનનાં ડીજિટલ રૂપાંતરણ વિષે તમારી જાણમાં હોય તેવા માહિતીસ્રોત અથવા
તમારાં મંતવ્યો, સુચનો કે અનુભવો અમને જરૂરથી જણાવશો.
[6] A new joint whitepaper from Autodesk and Faro examines smart
metrology for additive manufacturing
No comments:
Post a Comment