ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં જૂન ૨૦૧૯ સંસ્કરણમાં
આપનું હાર્દિક સ્વાગત છે.
આપણા આ
ગુણવત્તા બ્લૉગોત્સવના અંકોમાં, વર્ષ ૨૦૧૯ દરમ્યાન, આપણે "ગુણવત્તા સંચાલન - ડીજિટલ રૂપાંતરણનો માર્ગ' સાથે સંબંધિત અલગ અલગ વિષયોની
માર્ગદર્શક ચર્ચા કરીશું. તદનુસાર, આપણે અત્યાર સુધી ડીજિટાઈઝેશન, ડીજિટલાઈઝેશન
અને ડીજિટલ રૂપાંતરણ - મૂળભૂત બાબતો, ડીજિટલ
ગુણવત્તા સંચાલન અને ગુણવત્તા
૪.૦ વિષે વાત કરી. તે પછીથી આપણે ઇન્ડસ્ટ્રી ૪.૦ની
૯ વિક્ષેપકારક ટેક્નોલોજિઓ વિષે પ્રાથમિક પરિચય કરવાનું શરૂ કર્યું. અત્યાર સુધી આપણે વિશાળકાય
માહિતીસામગ્રી વિશ્લેષકો (Big Data Analytics) અને ક્લાઉડ
કમ્પ્યુટીંગ વિષે પરિચયાત્મક ચર્ચા કરી લીધી
છે..
રૉબોટિક્સ એ એન્જિનીયરીંગની એ શાખા છે જે
રોબોટ્સની સંકલ્પના,
ડિઝાઈન,
ઉત્પાદન અને ઉપયોગ સાથે સંકળાયેલી બાબતો સાથે સંબંધ ધરાવે
છે. ઈલેક્ટ્રોનિક્સ,
કમ્પ્યુટર વિજ્ઞાન, કૃત્રિમ પ્રજ્ઞા, મેકોટ્રોનિક્સ, નેનોટેક્નોલોજિ અને બાયોએન્જિનીયરીંગ જેવી શાખાઓ સાથે તેનું
કાર્યક્ષેત્ર સંકળાય છે. ટેક્નોલોજિના વિકાસ સાથે
નવાં સંશોધનો,
ડીઝાઈનો અને નવા નવા પ્રકારના રોબોટ્સ દ્વારા રૉબોટિક્સનો
ઘરવપરાશ,
ઔદ્યોગિક વપરાશ કે લશ્કરી બાબતોમાં આજે ખુબ ઝડપથી પ્રસાર થઈ
રહ્યો છે. જે કામ કરવાં લોકો માટે જોખમી છે તેવાં કામો માટે રોબોટ્સનો ઉપયોગ વધી
રહ્યો જોવા મળે છે. [1]
ઈન્ડસ્ટ્રી ૪.૦ સોફ્ટવેરની શક્તિની મદદથી નવી નવી પ્રવૃત્તિઓ એક લયમાં કરી શકવા માટેનાં
સ્વયંસંચાલનનાં નવાં પરિમાણોનાં કાર્યકારી મોડેલ શક્ય બની રહેલ છે. ..….વર્તણૂક-આધારિત રોબોટ્સથી શરૂ કરીને વર્તણૂક-આધારિત કાર્ય
એકમ અને ત્યાંથી વર્તણૂક-આધારિત કારખાનાંની રચના હવે શક્ય બનવા લાગી છે. સતેજ સમજ (Intelligent) સાથેની ઉત્પાદન
લાઈનના અમુક ભાગથી લઈને આખી સતેજ સમજદાર
ઉત્પાદન લાઈન કે ઉત્પાદન લાઈનોના સમુહ કે આખું કારખાનું અને પછી કારખાનાંઓના
સમુહને સતેજ સમજ (ઈન્ટેલીજન્ટ) બનાવી શકાય છે.….કામગીરી,
તેને લગતી માહિતીસામગ્રીનું એકત્રીકરણ અને આત્મનિરીક્ષણને
ડીઝાઈન પરનાં ચડાવેલાં વધારાનાં પડની માફક નહીં પણ ડીઝાઈનમાં જ આવરી લઈને ઉત્પાદકો
માહિતીસામગ્રીના દરિયામાં ડૂબી જવામાંથી બચી શકે છે. એટલું જ નહીં એ
માહિતીસામગ્રીનું અસરકારક અર્થઘટન કરી શકવાને કારણે તેમાંથી વધારે મૂલ્યવાન કામ
માટેનું જ્ઞાન મેળવવૌં શક્ય બનવા લાગ્યું છે. ડિજિટલ કારખાનાંઓ
બાંધવાની હોડને લગતી ભૌતિક તેમજ જ્ઞાનને
લગતી બાબતોમાં રોબોટ્સ ઉત્પાદકો સાથે ખભેખભો મેળવીને ચાલતો ભાગીદાર બની રહેશે. [2]
આમ રોબોટ્સ હવે
કામને માત્ર સ્વયંસંચાલિત જ નહીં પણ સ્વતંત્રપણે સંચાલિત પણ કરવા લાગ્યા છે, એટલે કે એક જગ્યાએથી કામ કરવાને બદલે તે હવે એકથી બીજી જગ્યાએ જરૂરિયાત મુજબ કામને ખસેડી
આપશે અથવા તો કામની સાથે સાથે એકથી બીજી જગ્યાએ પણ જશે. રોબોટ્સ સાથે સંકળાયેલી
સેન્સરની તંત્રવ્યવસ્થા અને સલામતીનાં અલ્ગોરિધમને પરિણામે સ્વતંત્રપણે કામ કરી
શકતાં રોબોટ્સ ગતિશીલ વાતવારણમાં પણ ઉત્પાદન માટેનાં માળખાંની સગવડો સાથે અથડાયા
વિનાજ હરી ફરી શકે છે,
પરિણામે તે માણસની
સાથે જ સલામતીપૂર્વક કામ કરવા લાગ્યા છે. [3]
આ પ્રકારનાં
સહયોગી રોબોટ્સ (collaborative
robots)ને હવે કોબોટ્સ પણ કહેવામાં આવે છે. જેમકે વેલ્ડીંગ એક એવું
કામ છે જેમાં ઘણાં બધાં આયામો ચોક્કસ ક્રમ અને માત્રામાં નિયમન જાળવવા માટે તેમ જ
આરોગ્ય અને શારીરીક સલામતીની જાળવણી સાથે કામ કરવા માટે ખાસ તાલીમ પામેલ કર્મચારીની જરૂરને હવે કોબોટ્સ
સરળ કરી આપે છે. જૂનાં પ્રકારનાં રોબોટ્સ બહુ મોટાં ભારે તેમ જ ખર્ચાળ હતાં,જ્યારે હવે નવી પ્રકારનાં રોબોટ્સ નાનાં, હલકાં અને બહુ ઓછાં ખર્ચાળ હોય છે. પરિણામે નવાં શરૂ થતાં
કે ઓછી જગ્યા ધરાવતાં કારખાનાંઓ માટે ખર્ચની દૃષ્ટિએ પણ પરવડતાં થવા લાગ્યાં છે.
[4]
ઘણા કર્મચારીઓને
જોખમી,
ગંદાં અને નીરસ કામોમાંથી મુક્તિ અપાવીને કોબોટ્સ તેમનાં
સહયોગી તરીકે સાથ આપવા લાગ્યા છે. જેને કારણે લોકો વધારે વળતર અને વધારે સમ્તોષ
આપતાં કામવાળી કારકીર્દી તરફ વિચારવા માટે ધ્યાન આપી શકે છે. કોબોટ્સ ઉત્પાદકતા
વધારવાની સાથે સાથે હાલનાં કામોમાં મૂલ્યવૃદ્ધિ પણ કરવા લાગ્યા છે.
[5]
નીચેની આકૃતિમાં
બહુ દૂરનાં નહીં એવાં ભવિષ્યનાં કાર્યસ્થળને દર્શાવાયું છે જેમાં ઈન્ડસ્ટ્રી ૪.૦ની
મદદથી રોબોટ્સ માણસોની સાથે કામ કરી રહ્યા છે. [6]
અહીં નીચેના આલેખમાં
ઈન્ડસ્ટ્રી ૪.૦ના વિકાસ સાથે રોબોટ્સના વિકાસનું ચિત્ર દર્શાવાયું છે –
જ્યાં ચકાસણી કરવાની હોય
તેવા ભાગની ટેસ્ટ બેડ પર ગોઠવી વખતે ચોકસાઈ મહત્ત્વની હોય કે જ્યાં આંખો વડે
ચકાસણી જરૂરી છે ત્યાં મશીન દૃષ્ટિના પ્રયોગ થકી રૉબોટિક્સ ગુણવત્તા સંચાલનનાં
કાર્યક્ષેત્રમાં ઝડપથી પગપેસારો કરી રહ્યું છે.
સ્વયંસંચાલિત ગુણવત્તા તપાસ
તંત્રવ્યવસ્થાનો અમલ કરવો કે તેને સંગઠીત કરવી એ ઘણું કઠીન કામ છે. એ માટે થનાર
ખર્ચને વ્યાજબી ઠેરવવા માટે તંત્ર વ્યવસ્થા ખૂબ સચોટ હોવી જોઈએ, વિશ્લેષ્ણાત્મક સૂઝ પૂરી પાડતી હોવી જોઈએ અને કામ કરનાર તંત્રવ્યવસ્થા સાથે
સંવાદ કરી શકે અને તેનું નિયમન કરી શકે તેવી હોવી જોઈએ. ગુણવત્તા તપાસનાં આ ત્રણ મહત્ત્વનાં પાસાં છે.
ગુણવત્તા તપાસમાં રૉબોટિક્સની
વર્તમાન સ્થિતિનો અંદાજ આવી શકે તે મુજબના કેટલાક પ્રતિનિધિ લેખોને અહીં રજૂ કરેલ છે
–
તે ઉપરાંત આ બે વિડીયો ક્લિપ્સ પણ વધારે માહિતી પૂરી પાડે છે –
Robotic Inspection: The Future of
Flexible Manufacturing - તપાસનો સાઈકલ ટાઈમ સુધારવાની સાથે સાથે ગુણવત્તા નિયમનને ડિજિટાઈઝ અને સરળ
કરતી આ પહેલી રોબોટ-સંકલિત તપાસ તંત્રવ્યવસ્થા છે. તેમાં 3D
સફેદ-પ્રકાશ વડે સ્કૅન કરતું
સૅન્સર છે જે ABB રૉબોટની ભુજા પર લગાડવામાં
આવેલ છે. સરળ અને જટિલ ભાગને સૌથી ઉપયુક્ત ખૂણેથી આવરી લેવા માટે સેન્સરનાં જરૂરી
સચોટ હલનચલન માટે તે રૉબોટની ચપળતા પર નિર્ભર છે.
Robotic 3D Scanning System for
Manufacturing Quality Control - બહુમુખી અને સુગઠિત રૉબોટ FANUC
LR Mate 200iDનો ઉપયોગ કરીને ARIS ટેક્નોલોજિએ આ 3D સ્કૅનિંગ ઉપકરણ બનાવેલ છે.
ચાર સરળ અને સીધાં પગલામાં જ ભાગોનું જટિલ નિરીક્ષણ શક્ય બને છે.
હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.
Management Matters Network પરની કોલમ Things
Manager Should Know માંનો Marshal Goldsmith નો લેખ The Key to Powerful Leadership Presence આપણે આજના બ્લૉગોત્સવ ના અંક માટે
પસંદ કરેલ છે. …. મહત્ત્વ
છે પૂરેપૂરૂં હાજર હોવાની ક્ષમતાનું. ખરૂં નેતૃત્ત્વ કોઇ પણ કામ માટે, તક માટે, સંવાદ માટે, કોઇ પણ ઘડી માટે હાજર હોય છે. એ હાજરી હોય છે દુનિયા સાથેના
બહોળા ઉદ્દેશ્યની સિદ્ધિ માટે.
- Effective 21st Century Quality Leadership - ઑકલેન્ડ કન્સલ્ટીંગના મૅનેજિંગ ડીરેક્ટર, માઈક ટર્નર, ૨૧મી સદીના પડકારો વિષે ચર્ચા કરતાં કરતં ગુણવત્તા વ્યવસાયે તેનો સામનો કરવા માટે શું અભિગમ કેળવવો જોઈએ તે જણાવે છે. તેઓ ત્રણ મુદ્દા પર ખાસ ભાર મુકે છે - પરિવર્તન વધારે વેગવાન બનાવો, ખર્ચા ઘટાડો અને આબરૂ બચાવો. વ્યૂહાત્મક સ્તરે કે સ્થાનીય ટીમના સ્તરે કે કોઈ પણ કક્ષએ અગ્રણીઓને વિકસાવવા કરતાં તેઓ વધારે ભાર અસરકારક નેતૃત્વ મૉડેલના વિકાસ પર મુકે છે.. પોતે જે કંઈ કરી રહ્યાં છે તે માટે લોકોને ગર્વ હોવું જોઈએ.
- Importance of Psychology - ઘણા સંચાલકો માને છે કે ટીમવર્કને ભુલીને માત્ર આંકડાઓની મદદથી પોતાના વ્યવસાયને ચલાવી શકાય. …ફૉર્બ્સ સામયિકના પ્રકાશક તરીકે વધારે જાણીતા અમેરિકન ઉદ્યોગસાહસિક માલ્કમ એસ ફૉર્બ્સનું કહેવું છે કે વ્યક્તિની એકલાંની કે વ્યક્તિઓના સમુહની મનોભાવનાની અસર બજારો પર, વ્યાપારઉદ્યોગની સફળતા પર, સેવાઓ કે ઘડતર કે આખાં અથતંત્રના તાણાવાણા પર માપી શકાય તેવા આંકડાઓનાં સૂચકાંકો કરતાં ઘણી વધારે પડતી રહી છે. … સારામાં સારા પુરાવાઓ પણ બતાવે છે કે ગુણવત્તા, ઉત્પાદકતા કે ગ્રાહક સંતોષ પર સારી કક્ષાનાં કૌશલ્યો કે તંત્ર વ્યવસ્થાઓ જેટલી જ, કે ક્દાચ વધારે, અસર લોકોની માન્યતાઓ, મનોવૃત્તિ અને અપેક્ષાઓની પડતી હોય છે. સંસ્થામાં કામ કરતાં લોકો સંસ્થાની સંસ્કૃતિ નક્કી કરે છે, જેનો પાયો લોકોની મનોભાવનાઓ છે.
- For a Robust Quality Environment There Has to Be Teamwork - જોકે છૂટી છવાઈ ટીમો કરતાં ટીમવર્ક ઘણી વધારે વ્યાપક બાબત છે. જેમ્સ કેશ (JC) ફેન્નીનું કહેવું છે કે સારામાં સારૂં ટીમવર્ક સર્વસામાન્ય ઉદેશ્યની સિદ્ધિ માટે અલગ અલગ રીતે કામ કરતાં લોકોની એક્સુત્રતામાંથી જન્મે છે. .. જરૂર યાદ રહે કે ટીમ એ સાધ્ય નહીં પણ સાધન છે. ખરાં ટીમવર્કનાં, અને માતબર ગુણવત્તા વાતાવરણનાં, લક્ષ્ય તરફ સંસ્થાને લઈ જવા માટે ટીમ એક માધ્યમ છે. એન્ડ્ર્યુ કાર્નેગીનું કહેવું છે કે સર્વસામાન્ય દીર્ધદર્શનની સિદ્ધિ માટે કામ કરવાની ક્ષમતા ટીમવર્ક દ્વારા આવે છે, જેના પરિણામે વ્યક્તિગત સિદ્ધિઓ વડે સંસ્થાના ઉદ્દેશ્યો સર થાય છે. એ એવું ઈંધણ છે જેના દ્વારા સામાન્ય લોકો અસામાન્ય પરિણામો મેળવે છે.
ગુણવત્તા સંચાલનનાં ડીજિટલ રૂપાંતરણ વિષે તમારી જાણમાં હોય તેવા માહિતીસ્રોત
અથવા તમારાં મંતવ્યો, સુચનો કે
અનુભવો અમને જરૂરથી જણાવશો.
No comments:
Post a Comment