૧૯૪૬નાં પુરુષ સૉલો ગીતોને ચ્રચાની એરણે
માણ્યા પછી હવે આપણે ૧૯૪૭નાં સ્ત્રી સૉલો ગીતોને ચર્ચાની એરણે લઈશું.
પહેલી નજરે, હિંદી ફિલ્મ
ગીત કોષ પર ૧૯૪૬નાં વર્ષ માટે સ્ત્રી સૉલો ગીતોની સંખ્યા પુરુષ સૉલો ગીતો કરતાં
અનેક ગણી વધારે જણાઈ રહી છે. તે સાથે ગાયકોની સંખ્યા અને (મોટા ભાગનાં) ગાયિકા દીઠ
સૉલો ગીતોની સંખ્યા પણ પુરુષ ગાયકનાં સૉલો ગીતો કરતાં વધારે જોવા મળી રહી છે.
વિન્ટેજ એરાનાં સ્ત્રી ગાયિકાઓમાં જેમનું નામ ખાસ મહત્ત્વનું ગણાતું રહ્યું છે
તેવાં નુરજહાંની હાજરી નોંધપાત્ર છે. સુવર્ણ યુગના '૫૦ના દાયકામાં
મહત્ત્વનું સ્થાન ધરાવતાં ગીતા રોય (દત્ત) આ વર્ષે હિંદી ફિલ્મ સંગીતનાં ક્ષેત્રે
પદાર્પણ કરે છે, જ્યારે લતા
મંગેશકર પોતાનાં જ (બહુ થોડી સંખ્યામાં) ગીતો ગાતાં જોવા મળે છે.
'૬૦ના દાયકામં મેં ફિલ્મ ગીતો સાંભળવાં શરૂ
કર્યાં તે પછીથી બહુ ઘણી વાર સાંભળ્યાં હોય તેવાં
૧૯૪૬નાં સ્ત્રી સૉલો ગીતો પણ ફરી એક વાર સાંભળવા મળશે. તે સામે પહેલી જ વાર
સાંભળવા મળવાવાળાં સ્ત્રી સૉલો ગીતોની સંખ્યા પણ અનેક ગણી રહેશે તે પણ સ્પષ્ટ છે.
સુરૈયાનાં સૉલો ગીતો
૧૯૪૬નાં વર્ષમાં સુરૈયાની ૪ ફિલ્મો ૪ અલગ
અલગ સંગીતકારો સાથે રજૂ થયેલ છે. માત્ર ૧૭ વર્ષની ઉમરે તેઓ વિન્ટેજ એરાનાં બે બહુ
મોટાં ગજાનાં અભિનેતા-ગાયકો, નુરજહાં અને
કે એલ સાયગલ સાથે કામ કરે છે..
બહુ જાણીતાં
થયેલાં ગીતો
મન લેતા હૈ અંગડાઈ જીવન પે જવાની છાઈ - અનમોલ ઘડી – સંગીતકાર: નૌશાદ – ગીતકાર: તન્વીર નક઼્વી
સોચા થા ક્યા ક્યા
હો ગયા - અનમોલ ઘડી –
સંગીતકાર: નૌશાદ – ગીતકાર: તન્વીર નક઼્વી
ઓછાં
સાંભળેલાં / જાણીતાં થયેલાં ગીતો
મૈં દિલમેં...દર્દ બસા લાઈ, નૈનો સે નૈન મિલા આઈ - અનમોલ ઘડી – સંગીતકાર: નૌશાદ – ગીતકાર: તન્વીર નક઼્વી
ગ઼મ-એ-આશિયાના સતાયેગા કબ તક - ૧૮૫૭ – સંગીતકાર: સજ્જાદ હુસૈન - ગીતકાર મોહન સિંહ
મેરી હો ગયી ઉનસે બાત, મૈં ઉનકી હું - ૧૮૫૭ – સંગીતકાર: સજ્જાદ હુસૈન – ગીતકાર: શેવાન રીઝ્વી
ઉમ્મીદોં કા તારા કિસ્મત સે કુછ દેર ચમક કર
ટૂટ ગયા- ૧૮૫૭ –
સંગીતકાર: સજ્જાદ હુસૈન- ગીતકાર: અન્જુમ પીલીભીતી
ગુલશન પે હૈ બહાર, કોયલ કી હૈ પુકાર - જગ બીતી – સંગીતકાર: ગુલામ હૈદર
બીગડી હુઈ તક઼દીર નહી બનાઈ જાતી - જગ બીતી – સંગીતકાર: ગુલામ હૈદર
હમ હૈ દુખિયા ઈ સ જમાનેમેં સુખ મેં હૈ સંસાર - જગ બીતી – સંગીતકાર: ગુલામ હૈદર
હમ કો ભૂલ ન જાના ઓ પરદેસીયા - જગ બીતી – સંગીતકાર: ગુલામ હૈદર
ખયામ હૈ અલ્લાહવાલા મતવાલા અલ્લાહૂ - ઉમર ખય્યામ – સંગીતકાર: લાલ મોહમ્મદ - ગીતકાર: ડૉ. સફદર 'આહ'
આટલાં ગીતોની ઓડીયો વિડીયો લિંક મળી નથી શકી
- - અય સુફી અલ્લાહ વાલે, હુસ્ન આયા લે કર પ્યાલે - ઉમર ખય્યામ – સંગીતકાર: લાલ મોહમ્મદ - ગીતકાર: ડૉ. સફદર 'આહ'
- - જલ કે કુછ કહેતા હૈ હમસે આશીયાના ઝિંદગી- ઉમર ખય્યામ – સંગીતકાર: લાલ મોહમ્મદ - ગીતકાર: ડૉ. સફદર 'આહ'
- - બેદર્દ જ઼રા સુન લે ગરીબોંકી કહાની - ઉમર ખય્યામ – સંગીતકાર: લાલ મોહમ્મદ - ગીતકાર: ડૉ. સફદર 'આહ'
No comments:
Post a Comment