હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૯મા સંપુટના મણકા- ૦૩_૨૦૨૧માં આપનું સ્વાગત છે.
સૌ પહેલાં આપણે સાહિર લુધ્યાનવીની સોમી જન્મજયંતિનાં ઉપલક્ષમાં પ્રકાશિત લેખો
વાંચીએ -
¾
Sahir
Ludhianvi at 100: Why the poet and film lyricist was the original ‘Angry Young
Man’ - અક્ષય મનવાની - તેમની વેધક કવિતા અને સ્પષ્ટવક્તાપણાંને કારણે સાહિર હંમેશાં અકળાવનારા
સવાલો પુછતા અને કડવાં સત્ય કહેતા.
¾
Remembering
Sahir Ludhianvi: Privileged to have sung his lyrics, says muse - બેલ્લા
જયસિંઘાણી - તમને ખબર છે કે 'કભી કભી મેરે દિલમેં', મૂળ તો ગીતા દત્ત અને મેં, વિજય આનંદની ૧૯૫૯-૬૦ની એક ફિલ્મ માટે સાથે ગાયું હતું? ફિલ્મ તો અભરાઈએ ચડી ગઈ અને ગીતનું પણ રેકોડીંગ પણ હવે નથી મળતું. નોંધપાત્ર બાબત એ છે કે ખય્યામ સાહેબે જે ધુન
પ્રયોજી, લગભગ તે જ ધુન એ મૂળ ગીતની પણ હતી.' - સુધા મલ્હોત્રા
¾
No other
poet expressed separation in the same manner as Sahirsaab: Gulzar - મને યાદ છે કે 'તાજ મહલ' પરની તેમની બહુખ્યાત રચના - મેરી મહેબુબ કહીં ઔર મિલા કર મુઝસે -નું પઠન કર્યા સિવાય તેઓ મંચ છોડી જ ન શકતા.
¾
Sahir Ka
Khayal Aaya: Sahir’s Anti-War Poem in a Unique Play - અંતરા નંદા
મોંડલ - સુખ્યાત શાયર સાહિર
લુધ્યાનવીની ૧૦૦મી જન્મજયંતિની ઉજવણી રૂપે દિલ્હીસ્થિત થિયેટર ગ્રૂપે ૭મી માર્ચે
એલટીજી ઑડીટોરિયમ, નવી દિલ્હીમાં 'સાહિરકા ખયાલ આયા' શીર્ષસ્થ એકપાત્રી નાટક રજૂ કર્યું.
¾
Sahir at
100: The ‘pal do pal ka shayar’ who doesn’t fade even 41 years after his death - ઉન્નતિ શર્મા અને શ્રેયસ શર્મા - તેની કવિતાઓમાંનાં તત્ત્વજ્ઞાન, પ્રતિકો અને સામાજિક જાગરૂકતા આજે પણ ગુંજે છે.
¾ વો થા સાહિર : મોહબ્બતથી
મજૂરો સુધીનો શાયર - સંજય છેલ - આપણા સમાજમાં શાયર કે
કલાકારના કામને ન સાચવવું કે ન એમનું સ્મારક બનાવવું, એ જૂનો રોગ છે, પણ ‘તોરા મન દર્પણ કહેલાયે’ કે ‘મન રે તું કાહે ના ધીર ધરે’ જેવા ઊંડા અને ભારતીય
સંસ્કૃતિ સમજાવતાં ગીતો કે ગઝલો દ્વારા આપણા દિલમાં હજીયે સાહિરની કલમ
નાજુક નકશીકામ કરે રાખે છે ને આપણા દિલમાં જીવે છે.
હવે તિથિની યાદ સ્વરૂપ
લેખો તરફ વળીએ-
Remembering Indeevar – Part I અને Part IIમાં ગીતકાર ઈન્દીવરને તેમની
૨૪મી પુણ્યતિથીના ઉપલક્ષમાં તેમનાં ગીતોને યાદ કરાયાં છે.
50 years of Anand: a tribute - હૃષિકેષ મુખર્જીના દરેક
ચાહકનું કહેવું છે છે કે 'આનંદ' તેમની સૌથી વધુ ઉષ્માસભર અને જીવનની
ચાહને ઉજાગર કરતી રચના છે. 'આનંદ'ને જ્યારે ૫૦ વર્ષ થઈ રહ્યાં
છે ત્યારે યાદ આવે છે જીંદગી જો લાંબી ન મળે તો મોટી કરીને જીવવી જવા ઈચ્છતા, મૃત્યુના ઓછાયામાં જીવતા.
નાયકના પાત્રને જીવંત કરનાર રાજેશ ખન્નાની.
50 years of Anand — હૃષિકેશ મુખર્જીની કાલાતીત નીવડેલ
રચના જીવનનું ઉર્મિકાવ્ય છે. - ઉન્નતિ શર્મા - જો દિગ્દર્શક હૃષિકેશ મુખર્જીનું ધાર્યું
થયું હોત તો 'આનંદ' અલગ જ સ્વરૂપે જોવા મળત. આનંદનું
પાત્ર રાજ કપૂર અને ડૉ. ભાસ્કર બેનર્જીનું પાત્ર બંગાળના સુપર સ્ટાર સૌમિત્ર
ચેટર્જી ભજવત.
Remembering Ninu Mazumdar – the composer
and the singer નીનુ મઝુમદારની ૨૧મી
પુણ્યતિથિએ અંજલિ છે. આ લેખનાં ગુજરાતી સંસ્કરણ, 'નીનુ મઝુમદારની હિંદી ફિલ્મ ગીત રચનાઓ એમના જ સ્વરમાં -
પલભર કી આપ સે પહેચાન'ના પહેલા આંશિક મણકામાં તેમણે પોતાનાં સંગીતમાં
ગાયેલાં ૧૯૪૨થી ૧૯૪૫ સુધીનાં ગીતો યાદ કરાયાં છે.
Golden Era of Bollywood પર શૈલેન્દ્ર શર્માએ આટલી પૉસ્ટ્સ મૂકી છે:
- 50 Years of Sharmilee
- 90 Years of India's First Talkie Film 'Alam
Ara'
- Nasir Hussain- Always Believed in Long
Associations
- 50 Years of 'Anand'
- SAHIR LUDHIANVI- . In his songs he
consistently ra...
- Phaili Hui Hai Sapnon Ki Bahen- The Song
Takes You...
હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ' ના સંદર્ભે હેમંત કુમારની
કારકિર્દીની સફરમાં તેમની બંગાળી ફિલ્મોનાં ક્ષેત્રે કારકીર્દીનું વિહંગાવલોકન રજૂ કરેલ છે.
માર્ચ, ૨૦૨૧ના વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો માં
ગુલામ
મોહમ્મદ અને તેમનાં ગાયકો - ૧૯૪૩-૧૯૪૯
માં ગુલામ મોહમ્મદે જે જે ગાયકો પાસે ગીતો ગવડાવ્યાં છે તેમનાં દરેકનાં વિસારે
પડતાં ગીતોને યાદ કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો છે.
Ghulam Mohammad – A Tribute માં Ghulam
Mohammad’s rarely heard songsનાં અનુસંધાને ગુલામ
મોહમ્મદનાં લોકપ્રિય થયેલાં ગીતોને રજૂ કરાયાં છે.
On Basu Bhattacharya's Anubhav: Middle
Cinema, meet avant-garde = બાસુ ભટ્ટાચાર્યની લગ્ન-ત્રિપુટી સમુહની પહેલી ફિલ્મ છે.
બીજી બે ફિલ્મો હતી આવિષ્કાર અને ગૃહ પ્રવેશ.
હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર –
Amitabh
Bachchan and India's battle to preserve its film heritage
- સૌતિક
બિસ્વાસ
- Film Heritage Foundationના
જાણીતા ફિલ્મ નિર્માતા,
સંગાહક
અને ફિલ્મની પ્રિટની જાળવણી કરનાર,
શિવેન્દ્ર
સિંગ ડુંગરપુર હિંદી ફિલ્મોની પ્રિટ્સને શક્ય તેટલી સારી હાલતમાં લાવી અને
જાળવવાની બાબતે અગ્રેસર નામ છે.
૧૯૫૮ની ફિલ્મ 'નાઈટ ક્લબ'નું એક સ્થિર દૃશ્ય, ફિલ્મ હવે સંગહમાં ઉમેરાઈ છે.
The Perils of Alcohol: Hindi Films'
Moral Lessons and Tips for Women - 'શરાબના નશામાં રત' સ્ત્રી પાત્રોએ પરદા પર ગાયેલાં ગીતોની યાદી છે જે નીચે મુજબની શરતોના આધાર પર
પસંદ કરાયાં છે:
• ૧ : પાત્ર હીરોઈનનું હોવું જોઈએ, મોહીનીનો સ્વાંગધારકનું નહી. એટલે 'હું અભી મૈં જવાન' બહાર થઈ ગયું.
• ૨ : ખરેખર દારૂ જ પીધેલો હોવો જોઈએ, દારૂ પીવાનો ઢોંગ ન ચાલે.
• ૩ : નશો દારૂનો જ હોવો જોઈએ - દમ મારો દમ કે યેં આખેં ઉફ યુમ્મા બહાર.
• ૪ : ગીતો '૮૦ પહેલાંની ફિલ્મોનાં હોવાં જોઈએ.
મને સૌથી વધારે ગમ્યું - આજ યે મેરી ઝિંદગી દેખો નશે મેં હૈ ઝૂમતી, જાને ચલી કહાં - યે રાસ્તે હૈ પ્યાર કે (૯૧૬૩) - આશા ભોસલે – સંગીતકાર: રવિ – ગીતકાર: શકીલ બદાયુની
Romancing with ‘Zindagi’ માં જે ગીતોનો મુખ્ય આધાર ઝિંદગી છે તેવાં ગીતોને યાદ કરાયાં છે.
Songs that Shun Love જેમકે જિસ પ્યારમેં યે હાલ હો,
ઉસ પ્યાર સે તૌબા - ફિર સુબહ હોગી - (૧૯૫૮) - મૂકેશ, મોહમ્મદ રફી - સંગીતકાર ખય્યામ - ગીતકાર સાહિર લુધ્યાનવી
Once Upon A Time - યે ઉન દિનોંકી બાત હૈ ત્રણ વિભાગોમાં વહેંચાયેલ છે - કલમ ચરિત્ર આલેખનો, યાદગીરીઓ અને દૃષ્ટિકોણો
On Shadow Craft, a book about the
aesthetics of black-and-white Hindi cinema - શ્વેત શ્યામ ફિલ્મોના ચાહકો, જે મૂળ સ્વરૂપમાં જ કળા રજૂ થાય એમ ચુસ્તપણે માનનારાં છે, તેમને રંગીન બનાવાતી મૂળ શ્વેત-શ્યામ ફિલ્મોનું રંગીનીકરણ આંગળીના નખ કરડતાં
કરી મૂકે છે.
Songs of the Unsure/Insecure Lover – જેમકે, મૈં તુમ્હીંસે પૂછતી હું
મુઝે તુમસે પ્યાર ક્યું હૈ,
કભી તુમ દગા ન દોગે,
મુઝે ઐતબાર ક્યું હૈ - બ્લેક કેટ (૧૯૫૯)- મોહમ્મદ રફી, લતા મંગેશકર - સંગીતકાર એન દત્તા - ગીતકાર જાં નિસ્સાર અખ્તર. પ્રેમની એ અસલામતી પછી કરૂણ સ્થિતિમાં પણ મુકાય - ગીતનું કરૂણ ભાવનું સંસ્કરણ
તુમ્હીં સામને હો મેરે મૈં જિધર
નજ઼ર ઉઠાઉં,
તુમ્હેં ભુલના ભી ચાહું તો કભી ન ભૂલ પાઉં
... …. …
…. …..
મેરે દિલ પે હાય ઈતના તુમ્હેં
ઈખ્તીયાર ક્યું હૈ
અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :
જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ' કોલમના માર્ચ, ૨૦૨૧ ના લેખો:
ગીતસંગીતના સથવારે મનોરંજનની મિજબાની
સોનલ પરીખ 'જન્મભૂમિ'ની 'મલ્ટિપ્લેક્ષ' પૂર્તિમાં કોઈ એક ગીતને લઈને 'છૂ કર મેરે મન કો' કોલમ કોલમના માર્ચ, ૨૦૨૧ ના લેખો.:
કોમલ
હૈ કમજોર નહીં તૂ, શક્તિકા
નામ હી નારી
મિલતી હૈ ઝિંદગીમેં મુહબ્બત કભી કભી
સંસાર સે ભાગે ફિરતે હો, ભગવાનકો ક્યા તુમ પાઓગે
'ગુજરાત સમાચાર'માં દર શુક્રવારે પ્રકાશિત થતી શ્રી અજિત પોપટની કોલમ 'સિને મેજિક'માં માર્ચ, ૨૦૨૧ માં હિંદી ફિલ્મ જગતની સંગીતકાર જોડી શંકર જયકિશન પરની શ્રેણી આગળ ધપી રહી છે –
ઓપીના અટકચાળાને SJનો જવાબ- ટીન કનશ્તર પીટ પીટ કર ગલા ફાડ કર ચિલ્લાના....
ચોરી ચોરી (1973)માં શંકર રઘુવંશીએ મૂકેશના કંઠે દીપી ઊઠે એવાં બે ત્રણ સરસ ગીતો આપ્યાં...
સાજિશ જેવી મસાલા ફિલ્મમાં શંકરે આપેલા સંગીતમાં પણ પ્રસંગોપાત વૈવિધ્ય હતું....
સંગીતકાર શંકર રઘુવંશીના પુરુષાર્થનાં સંભારણાં છેલ્લા પણ મહત્ત્વના બે’ક પ્રયોગોની ઝલક
માર્ચ, ૨૦૨૧ માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
અરે! વાહ વાહ વાહ!!! – કિશોર કુમારે ગાયેલાં સલીલ ચૌધરીનાં ગીતો [૨]
બંદિશ એક, રૂપ અનેક (૭૬) : ” થાડે રહીઓ” – એક ઠૂમરીની સંગીતમય સફર
કવિરાજ શૈલેન્દ્રની કહાની – અપની કહાની છોડ જા, કુછ તો નિશાની છોડ જા
હિન્દી ફિલ્મીસંગીતના વાદકો અને નિયોજકોનો પરિચય કરાવતી “ફિલ્મસંગીતના નક્શીકારો” શ્રેણીમાં પિયૂષ પંડ્યા દત્તારામ
વાડકરની પ્રતિભાનો પરિચય કરાવે છે...
શ્રી ભગવાન થાવરાણીએ વેબ ગુર્જરી પર સત્યજિત રાયની જન્મશતાબ્દિ નિમિત્તે તેમની
ફિલ્મોનો આસ્વાદ કરાવતી શ્રેણી સત્યજિત રાયની સૃષ્ટિમાં માર્ચ, ૨૦૨૧માં પથેર પાંચાલી નો પરિચય કરાવી , સમગ શ્રેણીનો ઉપસંહાર રજૂ કરીને શ્રેણીની ઈતિશ્રી
કરી.
નલિન
શાહના પુસ્તક – Melodies, Movies & Memories – માંથી ચૂંટેલા લેખોના શ્રી પિયૂષ મ. પડ્યા
વડે કરાયેલા ગુજરાતી અનુવાદની શ્રેણી ‘સૂરાવલિ, સિનેમા અને સ્મૃતિઓ’ના બીજા અંકમાં ઉદયથી અસ્ત
ભણી આરંભાઈ
છે.
આપણા આ બ્લૉગોત્સવના દરેક અંકના અંતમાં
આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય એવાં મોહમ્મદ રફીનાં ગીત
યાદ કરતાં હોઈએ છીએ.
બેટા
ડર મત….આહેં ભર મત…. - ભાઈ બહેન (૧૯૫૯) – સંગીતકાર:
એન દત્તા – ગીતકાર:
સાહિર લુધ્યાનવી
લોગ કહતે હૈ કે તૂમ સે કિનારા કર લેં - બહુ બેગમ (૧૯૬૭) - સંગીતકાર: રોશન – ગીતકાર: સાહિર લુધ્યાનવી
ક઼ઝા જ઼ાલિમ સહી….યે દાવા આજ દુનિયા ભર સે - લૈલા મજનુ (૧૯૭૬) – સંગીતકાર: જયદેવ – ગીતકાર: સાહિર લુધ્યાનવી
હમ મેં હૈ ક્યા કે હમેં કોઈ હસીના - નવાબ સાહેબ (૧૯૭૮) – સંગીતકાર: સી અર્જુન – ગીતકાર: સાહિર લુધ્યાનવી
હિંદી ચિત્રપટ સંગીતના
આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ, રસપ્રદ અને વૈવિધ્યસભર
કરવા માટે આપનાં સૂચનો આવકાર્ય છે.
અહીં રજૂ કરાયેલ, લેખો, બ્લૉગ પૉસ્ટ્સ, તસ્વીરો અને વિડીયો / ઓડીયો લિંક્સના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.