સાહિર લુધિયાનવી એક એવા ગીતકાર હતા જે ગીતના બોલનાં માનસન્માનની વાત આવે ત્યારે ભલભલા મીરની સાથે બાખડી પડવા સુધી અચકાતા નહીં. ગીતના બોલનું મહત્ત્વ સંગીત અને ગાયકી જેટલું જ છે તેમ તેઓ દૃઢપણે માનતા, અને બીજાં પાસે મનાવતા પણ. એમના સમયના એ એક માત્ર એવા ગીતકાર હતા જે પોતાનાં ગીતો માટે રોયલ્ટી માગતા અને મેળવતા. માત્ર કહેવા પુરતું ઓછું દેખાય એટલે લતા મંગેશકરને મળતી રોયલ્ટી કરતાં એક જ રૂપિયો રોયલ્ટી ઓછી લેવા બાબતે તેમનો આગ્રહ એ સમયે બહુ જ ગરમાગરમ ચર્ચાઓ સ્વરૂપે ફિલ્મ જગતમાં જોવા મળતો. હિંદી ફિલ્મ જગત જેવા વ્યવસાયમાં જ્યાં સંબંધોની અસર કોઇની સફળતા કે નિષ્ફળતા પર બહુ મોટું પરિબળ ગણાતી, ત્યાં જયદેવ કે એસ ડી બર્મન જેવા તેમના કેટલાય અતિશય મહત્ત્વના સંબંધો ગીતના બોલનાં પ્રાધાન્યની વેદી બલિ બની ગયા હતા. પરંતુ આમ છતાં એ નિઃશંક જ રહ્યું કે પણ કોઈ પણ નિર્માણ ગૃહ, કે સંગીતકાર, માટે સાહિર લુધિયાનવી સાથેનું જોડાણ ગમે ત્યારે વટાવી શકાય એવી નકદ હુંડી જ બની રહેતું. સાહિરનો સાથ છૂટ્યા પછી જયદેવ અને એન દત્તા જેવા ખુબ જ પ્રભાવશાળી સંગીતકારોની કારકિર્દીઓને પણ જે ફટકો પડ્યો તેની અસર કાયમી જ બની રહી. જયદેવ (જન્મ: ૩-૮-૧૯૩૯ । અવસાન: ૬-૧-૧૯૮૭) અને સાહિર લુધિયાનવી તેમની યુવાનીના શરૂઆતનાં કેટલાંક વર્ષો લુધિયાણામાં સાથે ગાળ્યાં હતાં. પોતપોતાની વ્યાવસાયિક કારકિર્દીઓની ખોજે તેમને અલગ અલગ રસ્તે મોકલી દીધા હતા તે કારકિર્દીઓને જ રસ્તે તેઓ ચેતન આનંદની ફિલ્મ 'જોરૂકા ભાઈ' (૧૯૫૫)માં ભેગા થયા. આ મિલાપ બહુ જ દીર્ઘ કાળ સુધી ફળદાયક સહયોગમાં પરિણમશે તેમ બધાંનું માનવું હતું. પરંતુ બાહ્ય સંજોગોએ બન્નેનાં સ્વમાનના ટકરાવની પરિસ્થિતિ પેદા કરી અને આ સહયોગનું બાળમરણ થશે તેમ લાગ્યું. નિયતિએ તેમને 'હમ દોનો' (૧૯૬૧)માં ફરી એક વાર એક કર્યા. ફિલ્મનાં ગીતો અને સંગીતે સમગ્ર ફિલ્મને એક અલગ જ આયામ બક્ષી દીધો. તે પછી 'મુઝે જીને દો' (૧૯૬૩) માં 'હમ દોનો'ના પાયા પર ઇમારત ચણાય તે પહેલાં જ ફરી એક વાર બન્નેનાં સ્વમાને જયદેવ-સાહિરના સહયોગની ઇમારતને કાયમ માટે ધરાશાયી કરી દીધી. 'લૈલા મજનુ’ (૧૯૭૬) માં જયદેવે મદન મોહનનું અધુરૂં કામ પુરૂં કરવા પુરતું સાહિર સાથે કામ કર્યું, પરંતુ તે માત્ર વ્યાવસાયિક ઔપચારિકતા જ બની રહી.
સુરમઈ રાત હૈ
સિતારે હૈ, આજ દોનોં જહાન હમારે હૈ, સુબહકા ઈંતઝાર કૌન કરે - જોરૂકા ભાઈ (૧૯૫૫) - લતા મંગેશકર – સંગીત: જયદેવ
ફિર યે રૂત યે સમાં મીલે ન મીલે
આરઝૂ કા ચમન ખીલે ન ખીલે
વક઼તકા ઐતબાર કૌન કરેલે ભી લો હમકો અપની બાહોંમેંરૂહ બેચૈન હૈ નિગાહોંમેંઈલ્તીજ઼ા બાર બાર કૌન કરે
નયી રાત ઢલતી જાતી હૈરૂહ ગમ સે પીઘલતી જાતી હૈતેરી ઝુલ્ફોંસે પ્યાર કૌન કરે
સુરમઈ રાત ઢલતી જાતી હૈ, રૂહ ગ઼મસે પીઘલતી જાતી હૈ, તેરી ઝુલ્ફોંસે પ્યાર કૌન કરે, અબ તેરા ઈંતજ઼ાર કૌન કરે - જોરૂકા ભાઈ (૧૯૫૫) - તલત મહમુદ - સંગીત: જયદેવ
તુમકો અપના બનાકે દેખ લિયાએક બાર આઝમાકે દેખ લિયાબાર બાર ઐતબાર કૌન કરે
અય દિલ-એ-ઝાર સૌગવાર ન હોઉનકી ચાહતમેં બેક઼રાર ન હોબદનસીબોંએ પ્યાર કૌન કરે
અભી ન જાઓ છોડ કે દિલ અભી ભરા નહીં - હમ દોનો (૧૯૬૧) - મોહમ્મદ રફી, આશા ભોસલે – સંગીત: જયદેવ
અભી અભી તો આઈ હો, બહાર બન કે છાઇ હોહવા જરા મહક તો લે, નજ઼ર જરા બહક તો લેયે શામ ઢલ તો લે જરા, યે દિલ જરા સંભલ તો લેમૈં થોડી દેર જી તો લું,નશે કે ઘુંટ પી તો લુંઅભી તો કુછ કહા નહીં અભી તો કુછ સુના નહીં
સિતારે ઝિલમિલા ઉઠે,ચરાગ જ઼્ગમગ ઉઠેબસ અબ ન મુઝકો રોકના ….. …..ન બઢકે રાહ રોકના ….અગર મૈં રૂક ગઈ તો જા ન પાઉંગી કભીયહી કહોગે તુમ સદા કે દિલ અભી નહીં ભરાજો ખતમ હો કિસી જગહ યે ઐસા સિલસિલા નહી
અધુરી આસ અધુરી પ્યાસ છોડકરજો રોજ઼ યું હી જાઓગી તો કિસ તરફ નિભાઓગીકે જિંદગીકી રાહ પર, જવાં દિલોંકી ચાહમેંકઈ ઐસે મકામ આયેંગે, જો હમકો આજમાયેંગેબુરા ન માનો બાતકા યે પ્યાર હૈ ગિલા નહીં
હાં, યહી કહોગે તુમ સદા કે દિલ અભી ભરા નહીં
હાં. દિલ અભી ભરા નહીં નહીં નહીં નહીં નહીં
માંગમેં ભર લે રંગ સખી …. મિલન રીતુ આ ગયી…. જાએંગી તો ઉન સંગ જો લગે તોહે પ્યારે, મિલન રીતુ આ ગયી - મુઝે જીને દો (૧૯૬૧) - આશા ભોસલે, સાથીઓ - સંગીત જયદેવ
કોઈ ચાંદી કે રથમેં આયા હૈમેરે બાબુલ….મેરે બાબુલ કી રાજધાની મેંમૈં ઉસે દેખતી હું છુપ છુપ કરએક હલચલ સી મચી હૈ જવાનીમેંતડકે એક એક અંગ સખી રીઆજ ખુશી કે મારે, મિલન રીતુ આ ગયી
સુર્ખ ચુડા હૈ મેરી બાહોંમેંસુર્ખ જોડા મેરે બદન પર હૈસબકી નઝરેં મેરે ચહેરે પરઔર મેરી નઝર સજન પર હૈમચલી જાયે ઉમંગે સખી રીધડકન કરે ઈશારે, મિલન રીતુ આ ગયી
મેરી ડોલી સજા રહે હૈ કહારફુલ બિખરે હુએ હૈ રાહોંમેંજિનકી બાહોંકી આરઝુ થી મુઝેજા રહી હું મૈં ઉનકી બાહોંમેંઅંગના લાગે તગ સખી રીપિયા જબ બાંહ પસારે, મિલન રીતુ આ ગયી
રાત ભી હૈ કુછ ભીગી ભીગી… ચાંદ ભી હૈ કુછ મદ્ધમ મદ્ધમ…. તુમ આઓ તો આંખેં ખોલે સોયી હુઈ પાયલકી છમ છમ - મુઝે જીને દો (૧૯૬૩) - લતા મંગેશકર – સંગીત: જયદેવ
કિસકો બતાએં કૈસે બતાએંઆજ અજબ હૈ દિલ કા આલમચૈન ભી કુછ હલકા હલકાદર્દ ભી હૈ કુછ મદ્ધમ મદ્ધમ
તપતે દિલ પર યું ગીરતી હૈતેરી નજ઼ર સે પ્યાર કી શબનમજલતે હુએ જંગલ પર જૈસેબરખા બરસે રૂક રૂક થમ થમ
હોશમેં થોડી બેહોશી હૈ…. …… …….. ……. …..બેહોશી મેં હૈ હોશ કમ કમ…. …… …….. ……. …..તુઝકો પાનેકી કોશીશમેં…. …… …….. ……. …..દોનોં જહાં સે ખો ગએ હમ…. …… …….. ……. …..છમ છમ છમ છમ છમ
મદન મોહન (જન્મ: ૨૫-૬-૧૯૨૪ । અવસાન: ૧૪-૭-૧૯૭૫) અને સાહિર લુધિયાનવીનો સંગાથ માત્ર ત્રણ જ ફિલ્મો - રેલ્વે પ્લેટફોર્મ (૧૯૫૪), ગ઼ઝલ (૧૯૬૪) અને લૈલા મજનુ (૧૯૭૬) - પુરતો થયો. પણ એ દરેક ફિલ્મોમાં સાહિરના બોલને મદન મોહનના સંગીતે પુરેપુરો ન્યાય કરી આપ્યો. અહીં જે ગીતોની વિગતે વાત કરીશું તે ઉપરાંત, આ સંદર્ભે, ગ઼ઝલ (૧૯૬૪)ની ત્રણ ગ઼ઝલોનું ઉદાહરણ જ પુરતું થઈ રહેશે.
'ફિર
કિસે પેશ કરૂં'નો સાહિર લુધિયાનવીએ આ ત્રણ અલગ અલગ ભાવની અલગ અલગ રચનાઓમાં રદ્દીફ[1]
તરીકે અદ્ભૂત પ્રયોગ કર્યો છે, અને એટલી જ માવજતથી મદન મોહને ત્રણે
ત્રણ રચનાઓએ અલગ અલગ પ્રકારની બાંધણીમાં જીવંત કરી છે -
નગમા-ઓ- શેર કી સૌગાત કિસે પેશ કરૂં - લતા મંગેશકર
ઈશ્ક કી ગરમી-એ-જઝબાત કિસે પેશ કરું - મોહમ્મદ રફી
રંગ ઔર નુર કી બારાત કિસે પેશ કરૂં - મોહમ્મદ રફી
ચાંદ મદ્ધમ હૈ આસમાં ચુપ હૈ, નીંદ કી ગોદમેં જહાં ચુપ હૈ
- રેલ્વે પ્લેટફોર્મ (૧૯૫૫) - લતા મંગેશકર – સંગીત: મદન મોહન
દૂર વાદી મેં દુધિયા બાદલજ઼ુક કે પર્બત કો પ્યાર કરતે હૈંદિલમેં નાકામ હસરતેં લેકરહમ તેરા ઈન્તઝાર કરતે હૈં
ઈન બહારોં કે સાયેમેં આજાફિર મોહબ્બત જવાં રહે ન રહેજ઼િંદગી તેરે નામુરાદોં પરકલ તલક઼ મેહરબાં રહે ના રહે
રોજ઼ કી તરહ આજ ભી તારેસુબહ કી ગર્દમેં ન ખો જાયેઆ તેરે ગ઼મમેં જાગતી આંખેંકમ સે કમ એક રાત સો જાયેં
જિયા ખો ગયા હો તેરા હો ગયા, મૈં કહું તો કિસે કહું, જિયા ખો ગયા - રેલ્વે પ્લેટફોર્મ (૧૯૫૫) - લતા મંગેશકર – સંગીત: મદન મોહન
ગૈર હૈ ફિર ભી તુ મુઝકો અપના લગેતેરી હર બાત ચાહતકા સપના લગેઉઠતે ઉઠતે જ઼ુકું, જ઼ુકતે જ઼ુકતે ઉઠું,
ઔર ટકરા ગઈ દો નિગાહેંફુલ સે ખીલ ગયે દિલ સે દિલ મિલ ગયેજૈસે મિલતી હૈ મંઝિલ સે રાહેં
મુજ઼કો અપને સે ભી લાજ આને લગીમૈં અકેલે અકેલે છુપ છુપ કે ગાને લગી
મુઝે યે ફૂલ ન દે તુઝકો તેરી દિલબરી ક઼સમ, યે કુછ ભી નહીં….તેરે હોઠોંકી તાજ઼ગીકી ક઼સમ - ગ઼ઝલ (૧૯૬૪) - મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર – સંગીત: મદન મોહન
નજ઼ર હસીં હો તો જલવે હસીં લગતે હૈમૈં કુછ નહીં હું મુઝે હુસ્ન કી ક઼સમ
તુ એક સાઝ હૈ છેડા નહીં કિસીને જિસેતેરે બદનમેં છુપી નરમ રાગની કી ક઼સમ
યે રાગની તેરે દિલમેં હૈ મેરે તનમેં નહીંપરખનેવાલે મુજ઼ે તેરી સાદગી કી ક઼સમ
ગ઼ઝલ કા લૌચ હૈ તુ નઝ્મકા શબાબ હૈ તુયકીન કર મુઝે મેરી શાયરી હી કી ક઼સમ
ઉનસે નઝરેં મીલી ઔર હિજ઼ાબ આ ગયા, જ઼િંદગીમેં એક નયા ઇન્ક઼િલાબ આ ગયા - ગ઼ઝલ (૧૯૬૪) - લતા મંગેશકર, મિનુ પુરુષોત્તમ – સંગીત: મદન મોહન
બેખબર થે ઉમ્ર કે તક઼ાજ઼ોં સે હમહમકો માલુમ ન થા ઐસે ભી દિન આયેંગેઆઈના દેખે તો આપ અપને સે શરમાયેંગે…. ….. ….. …. ….. …..બેખબર થે ઉમ્ર કે તક઼ાજ઼ૉ સે હમઆજ જાના કે સચમુચ શબાબ આ ગયા
આંખ ઝુકતી હૈ ક્યોં સાંસ રૂકતી હૈ ક્યોંઈન સવાલોંકા ખુદ સે જવાબ આ ગયા
દિલ કે આને કો હમ કિસ તરહ રોકતેજિસપે આના થા ખાના ખરાબ આ ગયા
ઈસ રેશમી પાઝેબકી ઝનકાર કે સદક઼ે, …. જિસને પહનાઈ હૈ ઉસ દિલદાર કે સદક઼ે - લૈ્લા મજનુ (૧૯૭૬) - લતા મંગેશકર, મોહમ્મદ રફી – સંગીત: મદન મોહન
ઉસ જ઼ુલ્ફ કે ક઼ુરબાં લબ-ઓ-રુખ઼સાર કે સદક઼ેહર જલ્વા થા ઈક શોલા હુસ્ન-એ-યાર કે સદક઼ે
જવાની માંગતી થી યે હસીન ઝનકાર બરસોં સેતમન્ના બુન રહી થી ધડકનોંકે તાર બરસોં સે….. …… …… ……છુપ છુપ કે આનેવાલે તેરે પ્યાર કે સદક઼ે
જવાની સો રહી થી હુસ્નકી રંગીન પનાહોંમેંચુરા લાયે હમ ઉનકે નાજ઼નીં જલવે નિગાહોંમેં….. …… …… …… ……….કિસ્મત સે જો હુવા હૈ ઉસ દીદાર કે સદક઼ે…….. ……. …… ……..
ઉસ જ઼ુલ્ફ કે કુરબાં રૂખ઼્સાર કે સદ્ક઼ે
નજ઼ર લહરા રહી હૈ જિસ્મ પે મસ્તી સી છાયી હૈદુબારા દેખને કી શૌક઼ને હલચલ મચાઈ હૈ….. …… ……. ………. ……દિલકો જો લગ ગયા હૈ ઉસ આજ઼ારકે સદક઼ે
યે દિવાને કી ઝિદ હૈ ….અપને દિવાને કી ખાતિર આ - લૈલા મજનુ (૧૯૭૬) -મોહમ્મદ રફી - સંગીત જયદેવ
જહાંમેં ક઼ૈસ જ઼િંદા હૈતો લૈલા મર નહીં સકતી
યે દા'વા આજદુનિયા ભરસેમનવાનેકે લિયે આ
…. ….. ….. . ….. ….. ……
તેરે દર સે મૈં ખાલી લૌટ જાઉં, ક્યા ક઼યામત હૈતુ મેરી રૂહ કા ઝબા મેરી જ઼ાન-એ-ઈબાદત હૈજ઼બીન-એ-શૌક઼ કેસજદોંકો અપનાને કીખાતિર આ
સાહિરના જયદેવ અને મદન મોહનના સંગાથમાં, તેમની શાયરીને બે દાયકાઓ સાથે જોડતી 'લૈલા મજનુ’ (૧૯૭૬)ની આ કડી આપણને સાહિરની શૈલી પર આ બે દાયકાઓ દરમ્યાન થયેલ ફિલ્મ સંગીતનાં પોતમાં થયેલ ફેરફારોની અસર સમજવાની અનેરી તક આપે છે. જોકે લૈલા મજનુ જેવો અરબી સંસ્કૃતિનો વિષય અને સાહિરનાં પદ્યને ખરેખર સંગીતથી જીવંત કરી આપનાર બે સંગીતકારો - જયદેવ અને મદન મોહન-ની હજુ બે દાયકા પછીની એટલી સજ્જ હાજરી, ને કારણે સાહિરને તેમના અસલ રંગમાં બની રહેવાની પુરેપુરી મોકળાશ મળી રહી છે એ વાત નિઃશંક છે.
હવે પછી સાહિર લુધિયાનવીના રાહુલ દેવ બર્મન સાથેના ચાર ફિલ્મોના સંગાથ દરમ્યાન રચાયેલાં પ્રેમાનુરાગનાં ગીતોને યાદ કરીશું.
[1]
રદીફ઼ (અરબી: رديف) પર્શિયન, તુર્કી અને ઉર્દુ શાયરીનાં બંધારણનો નિયમ
છે જેના અનુસાર ગ઼ઝલમાં દરેક શેર (કે બેત)ની દરેક બે પંક્તિઓની જોડીનો અંત એક સમાન
શબ્દ (શબ્દસમુહો) સ્વરૂપે થવો જોઈએ. આમ આ દર બે પંક્તિના અંતમાં દોહરાતા
શબ્દ(સમુહ)ને ગ઼ઝલની રદીફ઼ કહે છે. (માહિતી સૌજન્ય વિકીપિડીયા)