'ગીત ગાતાં ગાતાં વેપાર કરવાની મજા' લેતાં રહેવાની અવધિને ભાઈશ્રી બીરેન કોઠારીએ ખાસ્સી જહેમત લઇને લંબાવી આપતી વખતે આપણને ૧૯૬૦ પહેલાંના ગીતોની પહેચાન ૧૯ મે, ૨૦૧૫ના રોજ કરાવી. આજે હવે ૧૯૭૦ના દસકામાં નજર કરીએ.............૪૯.કહતા હૈ જોકર સારા જમાના(મેરા નામ જોકર-૧૯૭૦ | સંગીતકાર - શંકર જયકિશન | ગાયક – મુકેશ
રાજ ક્પુરનો 'શાશ્વત' જોકર, શેરીએ શેરીએ, બયોસ્કૉપમાં આરકેની જૂની ફિલ્મોના સદાબહાર ટુકડા બાયોસ્કૉપ પર બતાવે અને જીવનની ફિલોસોફીને ગાઇ બજાવીને વહેંચે...
આજના મલ્ટીપ્લેક્ષ થીયેટરના કન્સેપ્ટને ટક્કર મારે એવો મોબાઇલ થીયેટરનો આ પ્રયોગ છે!
૫૦.(ખ) –દેખો દેખો દેખો, બાઈસ્કોપ દેખો (દુશ્મન–૧૯૭૧ | સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ| ગાયક લતા મંગેશકર)
ચાલતાંફરતાં થિયેટરથી માત્ર લોકોનું મનોરંજન કે પોતાનો ગુજારો જ નહીં પણ જેને સંભળાવવું છે તેને સંદેશો પણ પહોંચાડવાની કળા પણ અહીં જોવા મળે છે. આમ એક જ માધ્યમનો એકથી વધારે ઉપયોગ પણ કરવાની આવડત પણ સફળ રીતે કામે લગાડાવની કોઠાસૂઝની પણ દાદ તો દેવી જ રહી !
૫૧.દુનિયામેં રહના હો તો કામ કર પ્યારે (હાથી મેરે સાથી- ૧૯૭૧| સંગીતકાર : લક્ષ્મીકાંત પ્યારેલાલ | ગાયક: કિશોર કુમાર
આ ગીતમાં કશું વેચવાનું નથી, પણ હુન્નરના કરતબ બતાવીને નાણાં કમાય છે. તે સાથે 'ઉપયોગી' ન બની રહીએ – There is no free lunch -, તો દુનિયામાં ટકવું મુશ્કેલ બની રહેશે તેવો સણસણતો સંદેશ પણ કહી જાય છે.
૫૨.જીવન ચલને કા નામ(શોર-૧૯૭૨ | સંગીતકાર - લક્ષ્મીકાંત પ્યારેલાલ ગાયક - મહેન્દ્ર કપુર, મન્ના ડે, શ્યામા ચિત્તર)
સાયકલ ચલાવવાનો વિક્રમ સ્થાપી અને પોતાનાં પરિવારજન માટે નાણાં એકઠાં કરવાનો સામૂહિક પ્રયાસ
૫૩.લે લોચંપા, ચમેલી, ગુલાબ લઈ લો (સોને કે હાથ – ૧૯૭૩| સંગીતકાર : રવિ | ગાયક : આશા ભોસલે)
માત્ર ફુલો જ નહીં આ માલણ તો ખુશી અને આશાની પણ વહેંચણી કરે છે…
૫૪.ઉપરવાલે તેરી દુનિયામેં, કભી જેબ કિસી કી ના ખાલી મિલે (હાથ કી સફાઈ -૧૯૭૪ | સંગીતકાર : કલ્યાણજી આણંદજી)
આ કોચિંગ ક્લાસમાં ગ્રાહકોનાં ખીસ્સાં સદા ગરમ રહે તેવી (ખિસ્સાકાતરુઓની)પ્રાર્થના કરાતી રહે છે !
૫૫.ક્યા હુઆ યારોં ગરીબીકે હમ પાલે હૈ (બંડલબાઝ – ૧૯૭૬ | સંગીતકાર : આર ડી બર્મન | ગાયક : કિશોર કુમાર અને આશા ભોસલે)
'બંડલબાઝ'તો ભરી મહેફિલમાં પણ ખાલી ડબ્બાની લેવેચ કરી લે
૫૬.રાખી લે લો જી લે લો (હત્યારા-૧૯૭૭ | સંગીતકાર : કલ્યાણજી આણંદજી)
આ ગીત આખું નહીં, સાવ નાનું છે, પણ ખેલ કંઇક બહુ પક્કો જણાય છે
અને બોનસમાં :
૫૭.મારો મામો મેહોણાનો ને હું છું અમદાવાદી (સંતુ રંગીલી -૧૯૭૬|સંગીતકાર :અવિનાશવ્યાસ |ગાયક : આશાભોસલે
મેહાણાના મામાની આ અમદાવાદી 'માય ફેર લેડી' ભાણી ગજરા વેચવા નીકળી છે.
૫૮.હું અમદાવાદનો રીક્ષાવાળો (મા બાપ – ૧૯૭૭ | સંગીતકાર : અવિનાશ વ્યાસ| ગાયક : કિશોર કુમાર)
અમદાવાદની સફરની માણવા માટે રીક્ષા પણ વપરાય...
'૭૦ના દાયકા સુધીની સ્વરોજગારને ફિલ્મનાં ગીતોમાં ઢાળતાં રહેવાની, અને તે રીતે સ્વરોજગારકારને પણ સમાજમાં મુઠ્ઠી ઉંચેરૂં સ્થાન બક્ષવાની એક આગવી રીત પછીના સમયની ફિલ્મોમાં આગળ ચાલતી રહી છે કે તે તો જોયું નથી, કારણકે આપણે 'ફિલ્મ સંગીતની સફર' ૧૯૬૦ /૭૦ના દાયકા સુધી જ કરવી તેમ નક્કી કર્યું હતું.પણ જો એ સફર ચાલુ રહી હોય, તો બદલતા જતા સમયની સાથે સ્વરોજગારના પ્રકાર અને તેની રજૂઆતમાં કોઇ ફેરફાર આવ્યા કે નહીં તે જાણવું રસપ્રદ તો બની રહે..........
'૮૦ પછીના દાયકાનાં આ પ્રકારનાં ગીતોની જાણ કરવાનું આ સાથે ઈજન પાઠવીએ છીએ, જો એક લેખ જેટલાં ગીતો મળશે, તો આ લેખમાળાના હપ્તા વધારીશું....
[આ પૉસ્ટમાટે This Singing Businessને ગુજરાતીમાં અનુવાદિત કરવા માટે સંમતિ આપવા બદલ વેગુ 'હાર્વેપામ'સ બ્લૉગ'નો હૃદયપૂર્વક આભાર.