Saturday, February 7, 2015

ગીત ગાતાં ગાતાં વેપાર કરવાની કેવી મજા, ભાઇ કેવી મજા... (૨)

સ્વરોજગાર એ સ્વમાનભેર રોજીરોટી કમાવામાટે એક બહુ સારો વિકલ્પ તો હંમેશાં રહ્યો જ છે, પણ તે સાથે સાથે સ્વરોજગારકાર એ સામાજિક જીવનનું અભિન્ન ભાગ પણ બની રહેતો. અને એટલે તે ફિલ્મ ગીતોમાં પ્રતિબિંબીત ન થાય એમ તો બને જ નહીં !

આપણે ભાગ ૧માં સ્વરોજગારને ઉજાગર કરતાં ગીતોની મજા માણી, ક્યાંક દુઃખ થયું, તો ક્યાંક હસી પણ પડાયું.

હવે આગળ..

૧૩. સઈયાં ઝૂઠોંકા બડા સરતાજ નિકલા - દો આંખેં બારહ હાથ (૧૯૫૭) | ગાયિકા : લતા મંગેશકર સંગીતકાર : વસંત દેસાઇ | ગીતકાર : ભરત વ્યાસ

રમકડાંનો એકતારો અને નગારાંવાળી ગાડી એ બંને એક સમયે ગ્રામ્ય મેળાઓમાં બહુ જ લોકપ્રિય રમકડાંઓ હતાં. ગીતના સ્વર અને સૂર ગીતને ખૂબ જ રમતિયાળ બનાવી મૂકે છે.


૧૪. સુરમા બડા નિરાલા.. આંખોંમેં જીસને ડાલા - કભી અંધેરા કભી ઉજાલા (૧૯૫૮) | ગાયક : કિશોરકુમાર | સંગીતકાર : ઓ પી નય્યર

સુરમાની ઉત્પાદન તરીકે લાક્ષણિકતઓ અને તેના ઉપયોગના ફાયદાઓને આવરી લેતી "આદર્શ" જાહેરાતમાં 'લેલો સુરમા લે..ઈ..લો'ની જીંગલનો ફેરી કરવાવાળાની લહેકનો અંદાજ...અને કિશોર કુમારની રમતિયાળ શૈલીની માવજત… સુરમો આંખમાં લગાવડાવીને જ છોડે……..


૧૫. બુટ ચપ્પલ સૅંડલ - કારીગર (૧૯૫૮) | ગાયક : આશા ભોસલે, ઉષા મંગેશકર | સંગીતકાર : સી. રામચંદ્ર | ગીતકાર : રાજેન્દ્ર કૃષ્ણ

બાળકોને કામે લગાડવાના સહુથી મોટા વ્યવસાય પૈકીનો એક.. અહીં આપણે ગીત ગમ્યું છે તેમ કહેવાથી બાળમજૂરીની પ્રથાની તરફદારી જરા સરખી પણ નથી કરતા એ ચોખવટ પણ રેકોર્ડ પર લઇશું. સ્વરોજગાર તરફ બાલ્યાવસ્થાને વાળવી એ ભલે સામાજિક મજબૂરી હશે, પણ પણ સ્વરોજગારકાર તરીકે ઉદ્યોગસાહસિકતા અને જાહેરાતનાં કૌશલ્યની સ્પર્ધામાં તસુભાર પણ પીછેહઠ નથી.૧૬. બામન હો યા જાટ - કારીગર (૧૯૫૮) | ગાયક : ચીતલકર અને મોહમ્મદ રફી | સંગીતકાર : સી.રામચંદ્ર |ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

અટપટી ચટપટી ખટ્ટી તીખી તીખી ચાટ ખાધા પછી સ્વાદની મજા સિવાય, જાતપાતની, હુંસાતુંસીની, બધી જ દુન્યવી વાતો ભૂલી જવાય એ વાત સાથે તો સહમત.

 
૧૭. ચાકુવાલા છુરીવાલા - અલ હિલાલ (૧૯૫૮) | ગાયિકા : શમશાદ બેગમ | સંગીતકાર : બુલો સી રાની |ગીતકાર : શેવાન રીઝ્વી
પરંપરાગત વ્યાપાર આધુનિક રૉક એન્ડ રૉલના પરિવેશમાં ..કે ચાકુવાલા અને છૂરીવાલા વ્યાપાર તો દરેક યુગે યુગે સંભવામિ થતા રહ્યા જ છે


૧૮. લે લો ચુડીયાં મૈં લાયા નિરાલી - ઘરકી લાજ (૧૯૬૦) | ગાયક : મહમ્મદ રફી | સંગીતકાર :રવિ |ગીતકાર : રાજેન્દ્રકૃષ્ણ

હાસ્ય કલાકારો હસાવી હસાવીને લોકોનાં પેટ ભલે દુખાડી દેતા, પણ પોતાનું પેટ ભરવા તો ફેરી લઇ ને જ નીકળતા...


૧૯. મૈં હું ભોલા વ્યાપારી – મીયાં બીબી રાઝી (૧૯૬૦) | ગાયક : મોહમ્મદ રફી | સંગીતકાર : સચીન દેવ બર્મન | ગીતકાર: શૈલેન્દ્ર

પ્રેમિકા સુધી પહોંચવા કપડાંની ફેરી પણ કરવી પડે


૨૦. બાબુ આના, સુનતે જાના - ઝુમરૂ (૧૯૬૧) | ગાયક : કિશોર કુમાર અને આશા ભોસલે | સંગીતકાર : કિશોર કુમાર | ગીતકાર : મજરૂહ સુલ્તાનપુરી

માદળીયાં પણ મેળામાં વેંચાય, વેંચાણ સ્પર્ધા પણ જબરી થાય


૨૧. લો આયા જાપાનવાલા - તેલ માલીશ બુટ પાલીશ (૧૯૬૧) | ગાયક : ગીતા દત્ત , મોહમ્મદ રફી |સંગીતકાર: ચિત્રગુપ્ત |ગીતકાર: પ્રેમ ધવન

એ સમયે પણ જાપાનના અને ચીનની ઢીંગલી કે છત્રી કે ચશ્માં, અને ચાકુ પણ, શેરીએ શેરીએ, સસ્તાં, વેંચાતાં તો હતાં……..


૨૨. એક આના બુટ પોલીશ દો આના તેલ માલીશ - તેલ માલીશ બુટ પોલીશ (૧૯૬૧) | ગાયક : મુકેશ | સંગીતકાર: ચિત્રગુપ્ત | ગીતકાર : પ્રેમ ધવન


વેચાણ વધારવા ભલે પૅકેજ ડીલની ઑફર હોય, તો પણ પોતાના ગાઢા પસીનાની કમાઇની ખુદ્દારી ‘ન કીસીકી ચોરી ન કીસીકી સીના ઝોરી'માં છલકે છે


૨૩. ઝીંદગી હૈ ક્યા - માયા (૧૯૬૧) | ગાયક : મહમ્મદ રફી | સંગીતકાર : સલીલ ચૌધરી | ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

આ ગીત આપણે આ પહેલાં બે નાયક, દસ પરિસ્થિતિઓ, વીસ ગીતો (૧)માં પણ સાંભળ્યું હતું,
પણ તે વખતે આ..ઈસકરીમવાલાએ ટપકાવેલા ‘હોઠોંસે મીઠા મીઠા’ રસની મજા અધૄરી રહી ગઇ હોય તો ફરીથી તક મળી છે તે ચૂકશો નહિ


૨૪. આજકી તાઝા ખબર - સન ઑફ ઇન્ડીયા (૧૯૬૨) | ગાયક: શાન્તી માથુર |સંગીતકાર: નૌશાદ | ગીતકાર: શકીલ બદાયુની
મધર ઈન્ડીયા પછી મહેબુબ ખાને 'સન ઑફ ઇન્ડીયા' બનાવી.

૧૯૬૨ સુધી 'આજ એક બેઈમાનને મસ્જીદસે ચુરાયા જૂતા" તાઝા ખબર હતા :)


૨૫. એક થા અબ્દુલ રહેમાન એકથી અબ્દુલ રહમનિયા- મનમૌજી (૧૯૬૨) | ગાયક: કિશોર કુમાર, લતા મંગેશકર |સંગીતકાર : મદન મોહન | ગીતકાર : રાજેન્દ્ર કૃષ્ણ

સવારથી સાંજ સુધી શહેરની શેરી પર અબ્દુલ રહેમાન અને અબ્દુલ રહમનિયાં બંને જણાએ પેટીયું રળવા નીકળી પડવું પડે તો પછી આપસી પ્રેમ પણ એ શેરીઓમાં જ કરવો પડે!


ભાગ ૨ પૂરો કરતાં સુધીમાં આપણે રંગીન ફિલ્મોના યુગ સધી પહોંચી ગયાં છીએ.

ભાગ ૩ માટે ૭ માર્ચ, ૨૦૧૫સુધીનો ઈંતઝાર કરીએ…………….

[This Singing Businessને ગુજરાતીમાં અનુવાદિત કરવા માટે સંમતિ આપવા બદલ  'હાર્વેપામ'સ બ્લૉગ'નો હૃદયપૂર્વક આભાર.]

વેબ ગુર્જરી પર ૭ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ છે.
Post a Comment