Saturday, January 31, 2015

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૧_૨૦૧૫



હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  _૨૦૧૫ બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
હિંદી ફિલ્મ સંગીતનાં બ્લૉગ વિશ્વને લાગે વળગે છે ત્યાં સુધી વર્ષ ૨૦૧૫ની શરૂઆત પહેલા દિવસથી, Songs of Yore દ્વારા The Jewel in the Crown of Naushad: ‘Rattan’ (1944)ના પ્રકાશિત થવાથી, જ થઇ ચૂકી છે. નૌશાદનાં ફિલ્મ જગતનાં પદાર્પણનાં ૭૫ વર્ષની યાદમાં Songs of Yore ૨૦૧૫નાં વર્ષને 'નૌશાદનાં વર્ષ'તરીકે ઉજવશે.
Eight Instrumental Dance Numbers by Naushad (and a pic from a ninth)માં નૌશાદના (૨૫ ડીસેમ્બર) જન્મ દિવસની યાદમાં, ભલે કદાચ તેમનાં કંઠ્ય ગીતા જેટલાં જાણીતાં ન હોય, પણ બહુ જ મજા પડે તેવા સંગીતના ટુકડા રજૂ કરાયા છેઃ
'અનમોલ ઘડી'માં સુરૈયાનાં અર્ધ-શાસ્ત્રીય નૃત્યની એક તસવીર.
૧૨ જાન્યુઆરીના રોજ સી. રામચંદ્રની જન્મતિથિ માટે The Master of Musical Comedies C Ramchandra and his ‘Patanga’ (1949)ને રજૂ કરે છે, કારણ કે 'એ વર્ષમાં લતા મંગેશકરે એક વાવાઝોડાંની જેમ ત્રાટકીને ગતવર્ષોની અમીરબાઇ કર્ણાટકી, શમશાદ બેગમ જેવી ગાયિકાઓને ઉખેડી કાઢ્યાં હતાં'.  Ten of my favourite C Ramachandra songsમાં તેમણે ગાયેલાં જ નહીં, પણ સંગીતબદ્ધ કરેલાં ગીતોની વિસ્તૃત સ્તરેથી થયેલી પસંદગી રજૂ કરાઇ છે.
My favourite O.P. Nayyar songs - કેવી વક્રતા છે કે હિંદી સિનેમાના એક બહુ જ ખ્યાત એવા સંગીતકારને લોકો તેમણે શું શું કર્યું તેને બદલે એક ન કરેલ વાત (તેમણે લતા મંગેશકર પાસે એક પણ  ગીત ન ગવડાવ્યું) માટે યાદ કરે છે! આ લેખમાં પસંદ થયેલાં ગીતોમાંથી આપણે પૂછો ન હમેં (મિટ્ટીમેં સોના, ૧૯૬૦, આશા ભોસલે)ને અહીં રજૂ કરીશું....આ ગીતનો વિડિયો કે તેનું દીર્ઘ સ્વરૂપ ઇન્ટરનૅટ પર ઉપલબ્ધ નથી...એ જ ફિલ્મમાં આશા ભોસલેના અવાજમાં ગવાયેલું યે દુનિયા રહે ના રહે ક્યા પતા, મેરા પ્યાર રહેગા તુઝસે રહેગા સદા ઓ પી નય્યરનાં સંગીતનાં વૈવિધ્યનો મધુરો પુરાવો છે.
રેડિયો સિલોન પર ઓ પી નય્યર પરના કાર્યક્રમને Part 1, Part 2 અને Part 3 એમ ત્રણ ભાગ સાંભળવાની મજા પણ માણવા જેવી છે.
 Remembering N. Dutta (Datta Naik)  - ૩૦ ડીસેમ્બર, ૨૦૧૪ એન. દત્તાની ૨૭મી મૃત્યુતિથિ હતી. (દત્તા નાયક)એન. દત્તા બહુ જ પ્રતિભાશાળી પણ એટલી જ ઓછી ખ્યાતિ અને સફળતા પ્રાપ્ત કરનારા સંગીતકારોમાંના એક છે. અહીં રજૂ થયેલાં તેમનાં યાદગાર ગીતોમાંથી ભુલાવે ચડવામાં આગળ કહી શકાય તેવાં આ ગીતોને માણીએઃ


તે ઉપરાંત, વેબ ગુર્જરી પરના સમયની ઝુલ્ફોની નીચે સંતાયેલાં કર્ણફૂલ લેખમાં કેપ્ટન નરેન્દ્ર ફણસેએ પણ અશ્કોંને જો પાયા હૈ, વો ગીતોંને દિયા હૈ - ચાંદીકી દિવાર, ગાયક : તલત મહમૂદ -ને યાદ કરેલ છે.
My favourite Mahendra Kapoor songs ના અંતમાં આશા ભોસલે, ઉષા ખન્ના અને (અંતમાં બહુ થોડે ભાગે) મહેન્દ્ર કપુરે ગાયેલું, બી-ગ્રેડની ફિલ્મ કીલર્સ (૧૯૬૯) ગીત મેરે દિલ ઝીંદગી સફર હૈ યાદ કર્યું છે. બહુ મજાનું ગીત છે. દારા સિંગ અને હેલન પર ફિલ્માવાયેલું આ ગીત પણ ઓ પી નય્યરે સ્વરબધ્ધ કરેલ છે.
૮ જાન્યુઆરીના રોજ નંદાના ૭૬મા જન્મદિન નિમિત્તે લખાયેલા લેખ My favourite songs of Nandaમાંથી આપણે પ્રમાણમાં ઓછાં સાંભળવા મળતાં આ બે ગીતને અહીં યાદ કરીશું :


આપણા તરફથી આપણે ઠહરિયે હોશમેં આઉં તો ચલે જાઇએગા - મોહબ્બત ઇસકો કહતે હૈં, ગાયકઃ મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર, સંગીતઃ ખય્યામ -ને યાદ કરીશું.
ગયે મહિને શૈલેન્દ્રની યાદમાં પ્રકાશિત થયેલા લેખો આપણે જોયા હતા. આ મહિને બહુ જ માહિતીપ્રદ અને સ-રસ એવાં બે વીડિયો - An Affair to Remember: Celebrating Shailendra, the lyrical genius અને રાજ્ય સભા ટીવી પર રાજેશ બાદલે રજૂ કરેલ દસ્તાવેજી ચિત્ર Lyricist 'Shailendra' -  મળી આવ્યા છે.
A thumri from different films માં બાત ચલત નહીં ચુનરી રંગ ડાલીનાં બે સ્વરૂપ, ગીતા દત્તના અવાજમાં  લડકી (૧૯૫૩- સી. રામચંદ્ર) અને મોહમ્મદ રફી અને કૃષ્ણરાવ ચોણકરના સ્વરમાં રાની રૂપમતિ (૧૯૫૯, એસ. એન. ત્રિપાઠી, તાદ કરાયાં છે.
આપણા મિત્રોએ મોકલેલાં ગીતોની યાદીમાં આ મહિને સમીર ધોળકિયાએ યાદ કરેલ હંસતે દેખા તો બોલે સિતારે (ચાલીસ બાબા એક ચોર, ૧૯૫૪)ને યાદ કરીએ  જે સચીન દેવ બર્મને સંગીતબદ્ધ તો કર્યું છે, પણ જણાય છે સી. રામચંદ્રની છાપવાળુ. તે સાથે ભગવાન થવરાનીએ યાદ કરેલ જાને કિતની બાર હૃદય સે મૈને ઉસે પુકારા (સપના, ૧૯૬૯, જયદેવ)ની પણ નોંધ લઇએ.
ફિલ્મ સંગીતની સાથે સંકળાયેલા સાજીંદાઓ અને ઑર્કેસ્ટ્રાની ગોઠવણી કરનારા, અને મુખ્યત્વે સંગીતકારની પાછળ નેપથ્યમાં રહેનારા વીરલાઓની વાત કર્યા વિના કોઈ પણ વાત અધૂરી જ રહે. આવા કેટલાક મહત્ત્વના કલાકારોમાં એન્થની ગોન્સાલ્વેઝ, ઍન્ટનીઓ વૅઝ (ચિક ચૉકલૅટ), સબાસ્ટીઅન ડી'સોઝા, ફ્રૅન્ક ફરનાન્ડ, એનૉખ ડૅનીઅલ્સ, વૅન શીપ્લે, મનોહરી સિંઘ, કેર્સી લૉર્ડ, મારૂતી રાવ કીરનાં નામો ફિલ્મ સંગીતના પ્રેમીઓની જાણમાં છે. આવા જ એક સંગીત ઍરેન્જર હતા, ભાવનગરના કિશોર દેસાઇ. એ સમયનાં જે કેટલાંક ગીતોમાં તેમણે મેન્ડલીન કે સરોદની સંગત કરી હતી તે ગીતો છે :
ગીત
ફિલ્મ
સંગીતકાર
યાસ્મીન (૧૯૫૫)     
સી. રામચંદ્ર
હલાકુ (૧૯૫૬)     
શંકર જયકિશન
દેખ કબીરા રોયા (૧૯૫૭) 
મદન મોહન
મધુમતી (૧૯૫૮)     
સલીલ ચૌધરી
ચિત્રલેખા (૧૯૬૪) 
રોશન
વક્ત (૧૯૬૫)        
રવિ
પ્યાર કા મૌસમ (૧૯૬૯) 
આર ડી બર્મન
કિશોર દેસાઇએ ઘણાં ગેરફિલ્મી ગીતો આપ્યાં છે. પ્રસ્તુત લેખમાં તેમનાં બહારોં સે કહ દો મેરે ઘર ના આયે (૧૯૬૫, મુકેશ, ગીતઃ શિવ કુમાર સરોજ)ને યાદ કરાયું છે. મજાની વાત એ છે કે કેપ્ટન નરેન્દ્ર ફણસેના આ પહેલાં યાદ કરાયેલા લેખ - સમયની ઝુલ્ફોની નીચે સંતાયેલાં કર્ણફૂલ- માં તેમનું આ જ ટીમ સાથેનું તેરે લબોં કે મુકાબિલ ગુલાબ ક્યા હોગા યાદ કરાયું છે.
આપણે ૨૦૦૭માં બોલતી ફિલ્મોની પ્લેટીનમ જયંતિ નિમિત્તે 'સ્ક્રીન'માં આવેલાં, આર્થિક, સાંસ્કૃતિક અને ભૌગોલિક સીમાઓને પાર કરતાં, મહા-લોકપ્રિય એવાં ૭૫ ગીતોની યાદની નોંધ લેતા લેખ, Text of 75 Cult Songs (1931-2006),ની પણ નોંધ લઈએ.
SoY પર એક ગીતનાં અન્ય સ્વરૂપોની રજૂઆત કરતી શ્રેણી, Multiple Version Songs,ને Multiple Versions Songs (20): Male Solo and Duet or Chorus વડે આગળ ચલાવાઇ છે.
અને હવે મોહમ્મદ રફી પરના લેખો...
§  JIS RAAT KE KHAWB AAYE- મોહમ્મદ રફી- (રજૂ ન થયેલી) ફિલ્મ- હબ્બા ખાતૂન - નૌશાદ  
§  A Tribute to Mohd Rafiભાગ -૧, જેમાં રજૂ કરાયેલા ૨૫ સોલો ગીતોમાંથી આપણે બહુ ન સાંભળવા મળતું તૂમ પૂછતી હો ઈશ્ક બલા હૈ કે નહીં હૈ (નકલી નવાબ, ૧૯૬૨, સંગીત ઃ બિપીન-બાબુલ) ખાસ યાદ કરીશું.
§  A Tribute to Mohd Rafi – Part 2માં યુગલ ગીતોનાં વૈવિધ્યની રજૂઆત છે, જેમાંથી આપણે આ ગીતોને અહીં યાદ કર્યાં છેઃ
o   મત પૂછીયે દિલ હૈ કહાં, દિલકી મંઝિલ હૈ કહાં (હમ મતવાલે નૌજવાં,૧૯૬૧, મુકેશ સાથે, સંગીત : ચિત્રગુપ્ત)
o   તુમ્હે દિલ સે ચાહા તુમ્હેં દિલ દિયા હૈ (ચાંદ ઔર સૂરજ, ૧૯૬૫,સુમન કલ્યાણપુર સાથે, સંગીત : સલીલ ચૌધરી)
o   દિલ તો પહલે સે હી મદહોશ હૈ (બહારેં ફિર ભી આયેંગી, ૧૯૬૬, આશા ભોસલે સાથે, સંગીત : ઓ પી નય્યર)
§ અને મેરી આવાઝ સૂનો પર પ્રકાશિત થયેલ આ લેખો તો છે જ -
જાન્યુઆરી ૨૦૧૫માં વેબ ગુર્જરીની 'ફિલ્મ ગીતની સફર'માં
પ્રકાશિત થયેલ છે.
૨૦૧૫નાં વર્ષમાં આપણા બ્લૉગોત્સવને વધારે સમૃદ્ધ અને રસપ્રદ બનાવવા માટે આપનાં સુચનો આવકાર્ય છે........
         

No comments: