૨૦૧૫નાં વર્ષ માટે આપણે બ્લૉગોત્સવના આ માસિક સંસ્કરણની રજૂઆતમાં થોડા ફેરફારના પ્રયોગો કરીશું.
આ વર્ષમાં દરેક સંસ્કરણને ત્રણ ભાગમાં વહેંચી નાંખીશું:
પહેલો ભાગ (ગુણવત્તા, પ્રક્રિયા, કામગીરી, વ્યક્તિગત જેવી કોઇ પણ બાબતને લગતી) સુધારણા વિષેના લેખોની ખોજનાં પરિણામોને રજૂ કરશે.
બીજા ભાગમાં Influential Voices Blogroll Alumniના સભ્યોના બ્લૉગની મુલાકાત કરીશું.
અને ત્રીજો ભાગ હાલ પણ ચાલુ છે તેવા ASQ CEO, બિલ ટ્રોયના બ્લૉગ પરનો કોઇ એક વિષયની ચર્ચા છેડતો લેખ, તેના પરની વ્યાપક ચર્ચા, ASQ TVનાં વૃતાંત અને ASQ’s Influential Voice ની શ્રેણીના નિયમિત વિભાગો આવરી લેશે.
આ મહિનાનાં સંસ્કરણની શરૂઆત 'સુધારણા' પરના કેટલાક લેખોથી કરીશું. આ વિષય વિષે આપણે આખાં વર્ષ દરમ્યાન વિચારણા કરવાનાં છીએ એટલે,જીવનનાં કોઇ પણ ક્ષેત્રમાં 'સુધારણા'ની કોઇ પણ ચર્ચા કદી પણ સિમિત ન જ કરી શકાય એ સત્યનો સ્વીકાર કરવાની સાથે સાથે દરેક મહિને ૩ થી ૫ લેખો પૂરતી શોધ સુધીની મર્યાદાનું સ્વૈચ્છીક બંધન રાખીશું.
Six Things to Keep in Mind Before Goal Setting- જેસ્સૅ લીન સ્ટૉનર
એક વાતનો તો પ્રામાણિકપણે જવાબ આપીએ - દર વર્ષે આપણે જે નક્કી કરતા ધ્યેય સિદ્ધ કરવાનું નક્કી કરતાં હોઇએ છીએ તેમાના કેટલા પાર પડે છે?The 90-day Performance Improvement Cycle
જો કે ધ્યેય એ સમસ્યા નથી. ધ્યેય તો આપણને એક ચોક્કસ દિશા સૂચવવામાં, ગતિમાન થવામાં અને રાહ ભટકી ન જવામાં મદદરૂપ થવા માટેનું મહત્ત્વ ધરાવે છે.
ખરી સમસ્યા તો યથોચિત ધ્યેય નક્કી કરવાની અને તેની સિદ્ધિના અમલ માટે જરૂરી પર્યાવરણતંત્ર ઊભું કરવાની પ્રક્રિયામાં જ છે.
૧. વર્તમાન ધ્યેયથી શરૂઆત કરવી જોઈએ. આ પહેલાનાં ધ્યેયને નજર સમક્ષ રાખવાથી સાતત્ય અનુભવી શકાતું રહે છે.
૨. ધ્યેયને બૃહદ હેતુ સાથે સાંકળી લેવા જોઇએ, જેથી તેમનું અગત્ય સ્પષ્ટ બની રહે અને એક વાર સિદ્ધ થયા પછી 'હવે શું' જેવા સવાલના સ્વાભાવિક જવાબ મળી રહે.
3. ધ્યેય નક્કી કરવાની પ્રક્રિયા હંમેશ તાર્કિક જ હોયે તેમ જરૂરી નથી. કોઇ કોઇ વાર આપણે કંઇ નિશ્ચિતપણે કરવું જે હોય તે પણ આ બાબતે મહત્વનું યોગદાન આપી રહી શકે છે, પછી ભલે ને તે કેમ સિદ્ધ થશે તે વિષે સ્પષ્ટ ચિત્ર અત્યારે આપણી સમક્ષ ન પણ હોય.
૪. ધ્યેયને લખી રાખી અને નજર સમક્ષ જ રહે તેમ વ્યવસ્થા કરો.
૫. આપણાં ધ્યેયને રહસ્યના પર્દામાં ઓઝલ ન થવા દઇએ.
૬. ધ્યેય સિદ્ધિના અમલમાં સીધી યા ઉદ્દીપક સ્વરૂપે મદદરૂપ બને તે રીતની જ પ્રક્રિયાઓ અને કાર્યપદ્ધતિઓ હંમેશાં ઘડી કાઢીએ.
વાર્ષિક પદ્ધતિને બદલે દર ત્રણ મહિને સમીક્ષા કરતી કામગીરી સુધારણાની પદ્ધતિમાં કોઇ એક ચોક્કસ પ્રવૃત્તિ પર ધ્યાન આપવાનું રહે છે. એક વર્ષને બદલે ત્રણ મહિનાનો ગાળો નજરની સામે પણ વધારે રહી શકે છે. આટલા સમયગાળાને આપણે અનુભવી પણ શકીએ છીએ, જેથી તેના અંતની સમયરેખાને તાદૃશ્ય કરી શકાય છે. દર ત્રણ મહિને ધ્યેય સિદ્ધ કરવાથી વધારે મહત્ત્વનું છે કે નિયમિત અને સમજભેર પ્રગતિ થતી રહે... માત્ર વિચારો અને આયોજનથી જ નહીં પણ અમલનાં અસરકારક પગલાંઓથી વિકાસની આગેકૂચ થતી રહે છે.
The Hardest Part of Lean is to See the Waste - વિલિયમ એ. લૅવીન્સન, પ્રિન્સીપાલ, લૅવિન્સન પ્રોડક્ટીવીટી સીસ્ટમ્સ - ઉતરતી ગુણવત્તાની જેમ વ્યય પણ કોઇ પણ કામમાં એવો વણાઇ ગયો હોય છે કે આપણે તેને પ્રક્રિયાનો સ્વાભાવિક ભાગ માની લઇએ છીએ....
The Performance Improvement Blogમાં સંસ્થાના અગ્રણીઓ અને સંચાલકોની સમજણ અને અસરકારકતા વધારવાનો પ્રયાસ છે. વર્ષ ૨૦૧૪ની સમીક્ષા રૂપે, સ્ટીફન જે ગીલ એવા પાંચ લેખોને પસંદ કરે છે જેમાં વાચકોને સહુથી વધારે રસ પડ્યો હોય. એ પાંચ લેખો આ મુજબ છે:
• Eight Leader Habits of a Learning CultureInternational Society for Performance Improvement ® - ISPI - અને તેના સભ્યો પુરાવા આધારિત કામગીરી સુધારણા સંશોધન અને પદ્ધતિના ઉપયોગ વડે લાંબા સમય સુધી ટકી રહે તેવાં, માપી શકાય તેવાં પરિણામો લાવવા પર અને ખાનગી તેમ જ જાહેર ક્ષેત્રનાં હિતધારકો માટે મૂલ્યવૃદ્ધિ થતી રહે તેના પર ભાર મૂકે છે. ૧૯૬૨માં સ્થાપના થયેલ આ સંસ્થા કાર્યસ્થળે ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધારવા માટે કાર્યરત આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. સમગ્ર અમેરિકા, કેનેડા અને અન્ય ૪૪ દેશોના કામગીરી સુધારણા વ્યાવસાયિકોનું તે પ્રતિનિધિત્વ કરે છે.
• The World is Fast...And Learning Must Be Faster
• Cultural Barriers to Organizational Learning
• Why Your Organization Needs a Learning Culture
• Learning to Learn Collectively
Influential Voices Blogroll Alumni બ્લૉગના બીજા ભાગમાં આ મહિને આપણે Complexified's Blogની મુલાકાત કરીશું. બ્લૉગ પર સામગ્રીનું વૈવિધ્ય ધ્યાન ખેંચે તેવું, અને તેટલું, છે. આપણે તેમાંથી બે લેખ અહીં નમૂના રૂપે લીધા છે:
• Do You Listen To Your Food?... ધ્યાનથી સાંભળીએ તો ઘણું શીખી શકીએ..સમજી શકીએ.. પરિવર્તન. એ સ્વાભાવિક છે.
• Success Leaves Clues: The Core Principles of Government Improvement
“કામ સારૂં, ખર્ચ ઓછું”. ધ્યાનાકર્ષક શબ્દપ્રયોગ, સરસ સૂત્ર. સરકારનાં કામની વાત કરીએ, પછી તે કોઇ પણ પ્રકારના રાજકીય અભિગમ ધરાવતી હોય, બધાં એટલું જ તો ઇચ્છે જે કે શક્ય એટલું સારૂં કામ તો તે કરે જ.
સરકારની અંદર કે બહાર, રીત કોઇ પણ અખત્યાર કરી હોય, સુધારણાની બાબતે સફળ સંસ્થાઓમાં આટલું તો સામાન્યપણે જોવા મળશે:
૧) લોકો પર નહીં, પણ પ્રક્રિયા પર ધ્યાન આપવું. ડેમિંગ અને બીજાંઓએ શીખવાડ્યું છે કે પેદાવાર કે પરિણામોને લગતી ૮૦-૯૦% સમસ્યાઓનું અસંતોષપ્રદ પ્રક્રિયા જ હોય છે, તેમાં લોકોનો વાંક નથી હોતો.અને હવે આપણે અત્યાર સુધીના આપણા નિયમિત વિભાગો તરફ નજર કરીએ:
૨) અર્થપૂર્ણ પરિવર્તન લાવવા માટે સંબંધિત દરેક વ્યક્તિએ પ્રવર્તમાન પ્રક્રિયાનું ઊંડાણથી જ્ઞાન મેળવેલ હોય.
3) નિર્ણયો આંકડા અને હકીકતોના આધારે લેવાતા હોય, નહીં કે કોઇની મુન્સફી પ્રમાણે.
૪) મતમતાંતરોની ચર્ચા, એકબીજાનાં આત્મસન્માનને અનુરૂપ સંવાદભર્યાં વાતાવરણમાં, મુકતપણે થતી હોય.
૫) નિષ્ફળતા એ નવું કંઈ શીખવાની તક ગણાતી હોય. બધાં જ પરિણામો ભવિષ્યની સુધારણા માટેનાં ચાલક બળ ગણી શકાય તેવી માહિતી પૂરી પાડતાં હોય.
૬) "વધારે સારું, વધારે ઝડપથી ,ઓછાં ખર્ચે" બનાવવું એટલું જ પૂરતું ન હોય. ગ્રાહકો, માલ-સેવાઓ પૂરી પાડનાર વેપારીઓ અને કર્મચારીઓના ચહેરા પર કામ કરવાની મજા અને સંતોષનો આનંદ દેખાય તે વધારે મહત્ત્વનું ગણાતું હોય.
આટલી બાબતો મહત્ત્વની ગણાય. ખાનગી ક્ષેત્રથી પણ વધારે મહત્ત્વની એક વાત સરકારી ક્ષેત્રને લાગૂ પડે છે -
૭) સતત પ્રક્રિયા સુધારણામાટેની પ્રતિબદ્ધતા ટકાવી રખાતી હોય. અગ્રણીઓ હળવા મળવા, કામ કરવા અને શીખવા માટેનાં જરૂરી સંસાધનો પૂરાં પડવાની સાથે લોકોને કામ માટે પૂરતો સમય આપતાં હોય.
જો સરકારની કામગીરીમાં સુધારણાનું ખતપત્ર બનાવાય તો આ પ્રકારની યાદીને તમે ટેકો આપશો? આ સિવાય કોઇ બીજા મુદ્દા તમને ધ્યાનમાં આવે છે? સરકારી તંત્ર આવાં ખતપત્રને સ્વીકારે તે માટે આપણે શું કરી શકીએ?
ASQ CEO, Bill Troy આ વખતે ચર્ચા છેડવા માટે કંઇ જૂદો પ્રયોગ કરી રહ્યા છે. તેમના લેખ - Is Quality Ambitious Enough?/ ગુણવત્તા મહત્ત્વાકાંક્ષી છે? -માં તેઓએ બ્રૂક્સ કાર્ડરે રજૂ કરેલ કૂટ પ્રશ્નની વાત કરે છે. બ્રૂક્સ કાર્ડરનું કહેવું છે કે ASQના વિશિષ્ટ હેતુ - વિશ્વની અનેકવિધ જરૂરિયાતોના સંદર્ભમાં ગુણવત્તાનો ઉપયોગ અને અસર વધારવાં -માં પૂરતી મહત્ત્વાકાંક્ષા જણાય છે ખરી, ખાસ કરીને જ્યારે ગુણવત્તા જીવનનાં ઘણાં પાસાંઓને બહેતર બનાવવામાટે જવાબદાર છે.
Julia McIntosh, ASQ communications તેમના December Roundup: What Does Ambition Look Like in Quality?’માં નોંધે છે કે ખાસ કોઇ આશ્ચર્ય નથી કે આ વિષય અહીં થોડો વધારે ચર્ચાસ્પદ બની રહ્યો છે.
આ માસનું ASQ TVવૃતાંત છે: The Lighter Side of Quality--Stop Saying That, Please, જે એક નાટ્યાંકરણ છે જેમાં તેમના સહ-કાર્યકરોએ શું ન કહેવું તે ગુણવત્તા વ્યાવસાયિકો આપણને સામાજિક માધ્યમો દ્વારા જણાવે છે.
આ મહિનાનાં ASQ’s Influential Voice છે– જેનીફર સ્ટેપ્નિઓવ્સ્કી.
જેનીફર સ્ટેપ્નિઓવ્સ્કી એ એવી વ્યક્તિઓમાંનાં છે જેમને પોતે જે કરે છે તે બહુ જ ગમે છે. તેમનું દિવાનાપન તેમને ગુણવત્તા પરિષદમાં પણ “Got Quality?” શર્ટ પહેરીને જવા પ્રેરે. તેઓ Pro QC Internationalનાં કમ્યુનિકેશન્સ ડાયરેક્ટર અને હિલ્સબરો કમ્યુનિટી કૉલેજમાં સંલગ્ન પ્રશિક્ષક છે. Pro QC Internationalમાં તેમની મુખ્ય જવાબદારીઓ પુરવઠાકાર વિકાસ, પ્રક્રિયા આલેખન અને સ્થળ પરનાં પ્રશિક્ષણ સંસાધનોના વિકાસનો સમાવેશ થતો હતો.હાલમાં તેઓ સંસ્થાની માર્કેટીંગની વ્યૂહરચનાનું ઘડતર અને અમલ કરે છે. બજાર સંશોધન અને પ્રચાર તેમ જ વ્યાવસાયિક સમારંભોમાં હાજરી આપવાનું તેમને પસંદ છે. Quality Time એ તેમનો બ્લૉગ છે.
આપણા આ મહિનાના મુખ્ય વિષયને અનુરૂપ એવા તેમના લેખ, My Family Is SMART! New Year’s Resolution Success વડે આપણે તેમના બ્લૉગનો પરિચય કરીશું.
'ધ્યેય નક્કી કરવામાં SMART પદ્ધતિનો પ્રયોગ કરવા છતાં, તેને વળગી રહેવામાં અમને સફળતા નહોતી મળતી. શરૂ કરતાં પહેલાં જ નિષ્ફળ બની રહેવાતું હતું…અમારે જે સિદ્ધ કરવું હતું તે નજરની સામે જ દેખાયા કરે તેવાં સ્વરૂપે હોય તે જરૂરી જણાતું હતું…મને કૂંડામાં વાવેલા છોડ સાથે અમારી ધ્યેય સિદ્ધિને સાંકળી લેવાનો વિચાર આવ્યો…જેમ જેમ સમય જાય તેમ તેમ પેલા છોડ (અને આપણે જે બદલવા માગીએ છીએ તે ટેવો) ફૂલે ફાલે છે, બશર્તે આપણે તે વિષે સભાન રહીએ, તેની માવજત કરીએ અને તેના પ્રત્યે ધ્યાન આપતાં રહીએ….આને પણ આપણે SMART ગણીશું? હું એવું જરૂર ઇચ્છું, પણ નક્કી તો સમય જ કરી આપશે.'
તેમના અન્ય લેખો :
Quality Progress (ASQ Print Publication) § Blog Boom (7/14) § Quality in the 1st Person – Be the Change (12/13)
Pro QC Newsletter (Editor and Content Developer)
§ A Systematic Issue Management Process – Manufacturing Quality Application§ Classifying Quality Defects: Is it Major, Minor or Critical § Determining the Costs of Quality § ISO 26000: Introducing the New Social Responsibility Guideline § Marketing Quality: The Big Picture § Quality Tools for Successful New Year’s Resolutions § Understanding the Inspection Process
MasterControlઆપણા બ્લૉગોત્સવનાં સંસ્કરણનાં આ નવાં સ્વરૂપ વિષે આપના પ્રતિભાવો જરૂરથી જણાવજો……
§ Four Common Quality Misconceptions § Grid Analysis for Simplified Supplier Selection § Quality Inspiration
Pro QC Blog (Editor and Content Development)
§ http://blog.proqc.com
No comments:
Post a Comment