હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ
યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વના બ્લૉગોત્સવના ૧૪ મા સંપુટના મણકા - ૧_૨૦૨૬માં આપનું સ્વાગત છે.
આજના અંકમાં અંજલિઓ અને યાદોને સાંકળતા લેખો તરફ વળીશું –
OP Nayyar at 100: How his music set a young India’s heart
beating with rhythm and desire – Suanshu Khurana - ઓ પી નય્યરની જન્મ શતાબ્દીના
તેમનાં સંગીત દ્વારા હિંદી ફિલ્મોનાં ગીતોમાં સાંભળવા મળેલી રોમાંચની અભિરૂચિને
યાદ કરતાં નોંધ લઈએ કે તેમણે આશા ભોસલેની એવી આગવી ઓળખ ઊભી કરી કે સમયની બદલતી
તાસીર સાથેની પસંદનાં ગીતો માટે લતા મંગેશકરની જરૂર ન પડી.
OP Nayyar: The Composer Par Excellence - OP Nayyarની જન્મ શતાબ્દીની ઉજવણી રૂપ
શ્રેણીના પાંચમા અને છેલ્લા લેખ[1]માં તેમની કારકિર્દી પર નજર કરવાની
સાથે તેમના જીવનનાં વિવિધ રંગોની વાત કરાઈ છે.
Mehefil Mein Meri O P Nayyar’s Birth Centenary ની ઉજવણી ઓપી નય્યરે Geeta Dutt, Asha Bhosle, Rafi, Shamshabad Begum, Kishore Kumar, અને Mahendra Kapoor જેવા ગાયકોનાં ગીતોને યાદ કરીને
કરી. આ ઉપરાંત પણ ઓ પી નય્યરે ૩૦+ગાયકો સાથે કામ કર્યું તે પૈકી સી એચ અત્મા, રાજકુમારી, તલત મહમૂદ, મુકેશ, સુરૈયા, મન્ના ડે, હેમંત કુમાર, ઉસ્તાદ અમીરખાં સાહેબ, ઉસ્તાદ અમાનત અલી અને ઉસ્તાદ બડે
ફતેહ અલી, સુમન કલ્યાણપુર, ઉષા અંગેશકર, નિર્મળા દેવી, સુધા મલ્હોત્રા, એસ ડી બાતિશ અને જગમોહન સાથે
કરેલાં ગીતો આ પહેલા ભાગમાં યાદ કરાયાં છે.
ओ पी नैयर @100 : धुनों के जादूगर का अनोखा अंदाज़ – ઓ પી નય્યરનો પ્રભાવ સમજવા માટે એક ઉદાહરણ જ પુરતું થઈ રહે -
દો ઉસ્તાદ (૧૯૫૯)નાં નિર્માણ દરમ્યાન ઓ પી નય્યર અને રાજ કપૂર વચ્ચે કંઈ મતભેદ
થયો. એ વિશે રાજ કપૂરને સમજાવતી વખતે શેખ મુખ્તારે કહ્યું કે હું અને ઓ પી નય્યર આ
ફિલ્મના બે ઉસ્તાદ છીએ. .
A Heartfelt Tribute to O.
P. Nayyar : A Composer Who Broke the Rules
When Geetmala Ruled Hindi Film Music - Ratnottama Sengupta એ બુધવારો, શુક્રવારો અને રવિવારો યાદ કરે છે જ્યારે શાળા જતી વિદ્યાર્થીનીઓ અને કૉલેજ છાત્રો પોતાનાં જન્મ દિવસોની અને બીજી પાર્ટીઓ અમીન સાયાની માટે જતી કરવા તૈયાર ન થતાં. રેડીયો અને બિનાકા ગીતમાલાના સુવર્ણ યુગની એક સફર અહીં માણી શકાય છે.
Salil Chowdhury: Creating Music ‘Outside the Rules’ - NS Rajan - સલીલ ચૌધરીના આ કાવ્યમય ચરિત્રાલેખનમાં તેમની ક્રાન્તિકારી
શરૂઆત, ભારતીય અને પાશ્ચાત્ય સંગીત સાથેનો સંગમ, તેમનાં ચીરકાલીન ગીતો, કળાત્મક ગહન મૈત્રીઓ અને ભાષા,
સમય અને ગીતોના પ્રકારને અતિક્રમતો વારસો જોવા મળે છે. બંગાળના
ફુટબૉલ સાથેના દિવાનગી સમક્ક્ષ લગાવ સાથે પોતાનાં સંગીતને સરખાવતાં તેમણે એક વાર
કહેલું કે “ ફૂટબૉલની રમતમાં નિયમો છે, પણ પેલે જેવા ખેલાડીઓ નિયમોની અંદર રહીને પણ નિયમોની બહાર રમે છે. હું
સંગીતનો પેલે છું.”
Shakti Samanta centenary: ‘There wasn’t a
moment when he wasn’t thinking of films’ - Nandini
Ramnath - શક્તિ સામંત જોખમ ખેડનાર સાહસિક દિગ્દર્શક હતા.
ઇન્ડિયન એક્ષપ્રેસનાં Sampada Sharma નાં અઠવાડીક કોલમ,
Bollywood Rewind,
ના લેખો –
· Mohammed Rafi, Lata Mangeshkar had a ‘cold war’ after he addressed her ‘maharani’ sarcastically; banned each other for 3 years - મોહમ્મદ રફી રોયલ્ટીના આગ્રહી નહોતા અને લતા મંગેશકર એ મુદ્દે રફી તેમનો સાથ આપે એવો આગ્રહ રાખતાં હતાં. પરિણામે, બન્ને વચ્ચે 'શીત યુદ્ધ'ની રેખા તણાઈ ગઈ હતી.
Learning with Mani Kaul:
‘He unlocked something you did not yet know you knew’- ફિલ્મ નિર્માતા અને સાક્ષર Soudhamini લખે છે: “તેમણે મારા વિચારોમાં એક પ્રકારની સુસંગતતા લાવી આપી, જે મનની સુસંગતતા પણ હતી.”
વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો ના ૧૧મા સંસ્કરણના જાન્યુઆરી
૨૦૨૬ના જયદેવની તેજસ્વી સંગીત પ્રતિભાનું મૂલ્ય હંમેશાં ઓછું
અંકાયું : 'રામનગરી' અને 'સમીરા (૧૯૮૨) નાં ગીતોને યાદ કર્યાં. અત્યાર સુધી આપણે
·
૨૦૧૮ માં ૧૯૫૪થી ૧૯૬૩નાં વર્ષોનાં તેમની સૌથી વધારે સફળ ફિલ્મો ગણી શકાય એવી ફિલ્મોનાં ગીતો
·
૨૦૧૯માં તેમની ૧૯૬૪થી ૧૯૭૦નાં વર્ષોની ઓછી જાણીતી ફિલ્મોનાં ઓછાં જાણીતાં ગીતો,
·
૨૦૨૦ માં ૧૯૭૧ નાં અસફળ રહેલી ફિલ્મોનાં તેમનાં ખુબ વખણાયેલાં ગીતોને,
·
૨૦૨૧માં ૧૯૭૨-૭૩માં ફિલ્મોની નિષ્ફળતાએ જે ગીતોને પણ ભુલાવી દીધાં તે ગીતોને,
·
૨૦૨૨માં ૧૯૭૪ - ૧૯૭૫નાં વર્ષોની ભુલાવા લાગેલી ફિલ્મોની કેટલીક સુરાવલીઓને,
·
૨૦૨૩માં વર્ષ ૧૯૭૬ - ૧૯૭૭ની ફિલ્મો લૈલા મજનુ, આલાપ અને ઘર્રૌંદામાં જયદેવની બીજી ઈનિંગ્સ નવપલ્લિત થતી રચનાઓ,
·
૨૦૨૪માં ૧૯૭૮નાં વર્ષની ફિલ્મો ગમન, સોલવાં સાવન અને તુમ્હારે લિયેનાં ગીતો, અને
·
૨૦૨૫માં ૧૯૭૯ની ફિલ્મ ‘દુરિયાં’નાં અને ૧૯૮૦ની ફિલ્મ ‘આઈ મેરી યાદ’નાં ગીતો
આપણે યાદ કરી ચુક્યાં છીએ.
હવે નજર કરીએ અન્ય વિષયો પરના કેટલાક લેખો પર –
Book
Review: “Soulfully Yours – Ravi” - રવિની જીવનકથા, “Soulfully Yours: Ravi” ની શરૂઆત માણેક પ્રેમચંદ Overview: Composer Ravi – The Man, and His Music,થી કરતાં રવિનાં કેટલાંય કાલાતીત ગીતો સહિતનાં હિટ ગીતોની વણઝાર રજૂ કરે છે અને સવાલ કરે છે, 'આવો વિરોધાભાસ કેમ - રવિનું સંગીત નીખરે પણ તેમનું નામ ઝાંખું પડે? ”
Soulfully
Yours: Ravi | Author: Manek Premchand
Published by: Blue Pencil, Delhi 2025 | ISBN: 978-81-943921-4-9
| Price: ₹675 (Paperback on Amazon) | Pages: 455
Khuda Nigehban Ho Tumhara: An Unforgettable
Farewell - મુગ઼લ - એ આઝમનાં આ ગીતને યાદ કરતાં Shirish Waghmode લખે છે કે ફિલ્મનાં ચિત્રાંકનની દૃષ્ટિએ ભવ્ય કૃતિ અને યાદગાર સંગીત હોવા છતાં ખુદા નિગેહબાન હો તુમ્હારા નું મૂલ્ય ઓછું અંકાયું.
Book Review: Anirudha Bhattacharjee and
Parthiv Dhar’s ‘Kishore Kumar: The Ultimate Biography’ માત્ર કિશોર કુમારનાં ગીતો, ફિલ્મો પુરતું જ નથી પણ ભાઈ, દીકરા, પતિ, પિતા, બૉસ, સહકાર્યકર, મિત્ર, અને જુલમી સરકાર સામે પોતાનો અવાજ ઉઠાવનાર ગુસ્સાવાળા નાગરિક તરીકે તેનાં મત પાસાંઓનું પણ ચિત્રણ છે.
The Lost Heart Songs! - દિલ ખોવું, તેમાં પણ કોઈ ખાસ વ્યક્તિ માટે, એ તો કદાચ બહુ જ સારું થયું કહેવાય.
Madhabi Mukherjee autobiography: ‘That face
makes you want to take care of her’ - Madhabi
Mukherjee - 'માધબીકનન' શીર્ષક હેઠલ ૨૦૧૨માં બંગાળીમા પ્રકાશિત થયેલ માધવી મુખર્જીની આત્મકથાના અરૂણવ સિન્હાએ કરેલ અનુવાદમાંથી…
Songs Ordering the Agents of Nature - અમુક ગીતોમાં કુદરતી પરિબળોને માત્ર સંદેશવાહક જ ન બનાવતાં ક્યારેક મનાવી ને તો ક્યારેક આદેશ આપીને સંદેશવાહક બનવા માટે કે ન થવા માટે કહેવાતું હોય છે. સારી વાત છે કે કુદરત માનવીની આવી વાતો પર ધ્યાન નથી આપતી, નહિતર તો બહુ ઉથલ પાથલ મચી જાય.
અને હવે વિવિધ વિષયો પરની નિયમિત શ્રેણીઓના લેખો તરફ નજર
કરીએ:
જાન્યુઆરી ૨૦૨૬માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
બીરેન કોઠારીની ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સ સાથે વાગતાં ટાઈટલ સોંગની સુનયના
(૧૯૭૯) નાં ટાઈટલ ગીતને રજૂ કરે છે.
વાદ્યવિશેષ શ્રેણીમાં પિયૂષ પંડ્યા અને બીરેન કોઠારી આ મહિને તાલવાદ્યો
ઃ (૩) ઢોલક ને લગતાં યાદગાર ગીતોને રજૂ કરે છે..
દિપક સોલીયાની શ્રેણી 'ધિક્કારનાં ગીતો' માં ભૂતકાળ ખરડાયેલો છે એવું જાણવા મળે એટલે
હીરો માની લે કે બધી જ સ્ત્રીઓ ખરાબ હોય છે એટલે તે તેરી બેવફાઈ પે હંસે જગ સારા જેટલી મનમાં આવે એટલી ખરી ખરી ખોટી
સંભળાવી દે છે
આ બ્લૉગોત્સવના
દરેક અંકના અંતમાં આપણે આજના અંકમાં ઉલ્લેખાયેલ કોઈ પણ પોસ્ટ સાથે સંકળાયેલ હોય
એવાં મોહમ્મદ રફીનાં ગીત યાદ કરતાં હોઈએ છીએ. ૨૦૨૫માં આપણે ઓ પી નય્યર રચિત મોહમ્મદ
રફીનાં યુગલ ગીતો યાદ કરીશું. હમણાં મોહમ્મદ રફીએ આશા
ભોસલે સાથે ગાયેલાં ઓ પી નય્યર નાં યુગલ ગીતો સાંભળી રહ્યાં છીએ. ......
જો વક઼્ત પર કામ આ
જાયે વોહી સહારા અચ્છા હુઆ - ફરિશ્તા (૧૯૫૮) - ગીતકારઃ ક઼મર જલાલાબાદી
દેખ કે તેરી નઝર બેક઼રાર હો ગયે - હાવરા બ્રિજ (૧૯૫૮) - ગીતકારઃ ક઼મર જલાલાબાદી
ગોરા રંગ ચુનરિયા કાલી મોતીયોંવાલી હોયે હોયે હોયે કે દિલ મેરા લૂટ લિયા - હાવરા બ્રિજ (૧૯૫૮) - ગીતકારઃ ક઼મર જલાલાબાદી
મોહબ્બત કા હાથ જવાની કા પલ્લા સુભાન અલ્લા - હાવરા બ્રિજ (૧૯૫૮) - ગીતકારઃ ક઼મર જલાલાબાદી
