તલત મહેમૂદનાં યુગલ ગીતો: આશા ભોસલે સાથે - ૧૯૫૪ - ૧૯૫૫
હિંદી ફિલ્મનાં ગીતોની તવારીખમાં તલત મહેમૂદનાં અન્ય સ્ત્રી ગાયિકાઓ સાથેનાં
યુગલ ગીતો એક અનોખું
પ્રકરણ છે. તેથી, તલત મહેમૂદના જન્મ દિવસના
મહિનામાં તેમનાં ગીતોને યાદ કરવાના આપણા ઉપક્રમમાં આપણે ઓછાં સાભળવા મળતાં તલત
મહેમૂદનાં યુગલ ગીતોની સફરની કેડી પકડી છે. તે અનુસાર, આપણે
૨૦૧૭માં તલત મહેમૂદનાં વિસારે પડેલાં કેટલાંક
યુગલ ગીતો
૨૦૧૮માં તલત મહેમૂદ: ઓછો સંગાથ થયેલાં સહકલાકારો
સાથેનાં યુગલ ગીતો
૨૦૧૯માં તલત મહમુદનાં મુબારક બેગમ અને મધુબાલા
ઝવેરી સાથેનાં યુગલ ગીતો,
૨૦૨૦માં તલત મહેમૂદનાં યુગલ ગીતો - ગીતા (રોય)
દત્ત સાથે - ૧૯૫૦થી ૧૯૫૨,
૨૦૨૧માં તલત મહેમૂદનાં યુગલ ગીતો ગીતા
દત્ત સાથે - ૧૯૫૪ થી ૧૯૫૭,
૨૦૨૨માં તલત મહેમૂદ અને શમશાદ બેગમનાં યુગલ ગીતો અને
૨૦૨૩માં
તલત મહેમૂદ અને આશા ભોસલેનાં વર્ષ ૧૯૫૧, ૧૯૫૨
અંને ૧૯૫૩નાં યુગલ ગીતો
સાંભળ્યાં છે
આપણે ગત મણકામાં જોયું કે તલત મહેમૂદ અને આશા ભોસલેની કારકીર્દીઓ અલગ અલગ સમયે પોતપોતાની પરાકાષ્ટાએ પહોંચતી હતી તેમ છતાં તેમનાં દરેક સમયનાં યુગલ ગીતોમાં બન્નેના સ્વરનું એક અજબ સંયોજન રચાતું હતું. એ મણકામાં ૧૯૫૧, ૧૯૫૨ અને ૧૯૫૩ના વર્ષોનાં તલત મહેમૂદ અને આશા ભોસલેનાં યુગલ ગીતોને યાદ કર્યા પછી હવે ૧૯૫૪ અને ૧૯૫૫નાં વર્ષોનાં યુગલ ગીતોને યાદ કરીશું.
ચલી કૌનસે દેશ ગુજરીયા તુ સજ ધજ કે -
બુટ પોલિશ (૧૯૫૪) - ગીતકારઃ શૈલેન્દ્ર - સંગીતઃ શંકર જયકિશન
શૈલેન્દ્રનાં અનેક ભાવવાહી ગીતોને શંકર
જયકિશને એટલી જ ભાહવાહી ધુનોથી સજાવ્યાં છે. પ્રસ્તુત ગીતમાં આશા ભોસલે સાવ નાની
છોકરી માટે ગાય છે તો પણ પોતાના 'પિયા'ને
ઘેર સજ ધજ કે,
પરણીને જવા
માટેની ઉત્કંઠા,
આનંદ
તેમના સ્વરમાં બાળસહજ ભોળપણ રીતે અનુભવાય છે.
દિલકી દુનિયા જગમગાયી .... ન જાને આજ ક્યું આજ ક્યું મુસ્કુરાયે આજ ક્યું દિલકી દુનિયા - ડાક બાબુ (૧૯૫૪) - ગીતકારઃ ચાંદ પંડિત -સંગીત ધનીરામ
ધનીરામ બહુ જાણીતા સંગીતકાર નથી, પણ
આ ગીતમાં તેઓ જે પ્રેમભીની લાગણી લઈ આવ્યા છે તે આ ભુલાયેલાં રત્નને અન્મોલ બનાવી
દે છે.
બુરા હુઆ જો ઇનસે નૈના લડ ગયે જી, બનકે મુસીબત યે જો હમારે પીછે પડ ગયે જી - લાડલા (૧૯૫૪) - મોહમ્મદ રફી, શમશાદ બેગમ સાથે - ગીતકારઃ રાજા મહેંદી અલી ખાન - સંગીતઃ વિનોદ
મોહમ્મદ રફી અને શમશાદ બેગમના સ્વરોની
મસ્તી સાથે તલત મહેમૂદ પણ સુર મેળવીને મજાક મસ્તીમાં ભળે છે.
યે ખોઈ ખોઈ સી નજરોંમેં પ્યાર કિસકા હૈ યે ઢૂંઢતે હો કિસે ઈંજ઼ાર કિસકા હૈ, પ્યાર નહીં છુપતા છુપાને સે... દેખ લિઆ સુના થા - લાડલા (૧૯૫૪) - ગીતકારઃ કૈફ ઈર્ફાની - સંગીતઃ વિનોદ
ગીતની સાખીના બોલ અપરિચિત લાગે પણ
મુખડાના ઉપાડ સાથે ગીતની યાદ તરોતાજા બની રહે છે.
આડ વાતઃ
'લાડલા' નામની બીજી બે ફિલ્મ ૧૯૬૬ અને ૧૯૯૪માં રજુ થઈ છે.
શમા પર જલકે ભી પરવાના ફના હોતા નહીં -
મિનાર (૧૯૫૪) - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ સી રામચંદ્ર
મૂળ ગીતમાં જે તલત મહેમૂદના સ્વરમાં જે
સાખી છે તે ફિલ્મમાં નથી લેવાઈ. એટલે ગીતની વિડીયો ક્લિપમાં સાખી આશા ભોસલેના સ્વરમાં છે.
મેરે જીવનમેં આયા હૈ કૌન - પ્યાસે નૈન (૧૯૫૪) - ગીતકારઃ વાહીદ ક઼ુરૈશી - સંગીતઃ એસ કે પાલ
ગીતમાં આશા ભોસલે તો કાઉન્ટર મેલોડી સ્વરૂપના આલાપમાં જ સાથ આપે છે.
દિલ - એ -નાદાં જમાનેમેં મુહોબ્બત એક ધોખા હૈ, યે સબ કહને કી બાતેં હૈ કિસી કા કૌન હોતા હૈ - મસ્ત કલંદર (૧૯૫૫) - ગીતકારઃ અસદ ભોપાલી - સંગીતઃ હંસરાજ બહલ
યુગલ ગીતમાં તલત મહમૂદ પોતાનાં દુઃખોની
પીડાઓ કહે છે એતો આશા ભોસલે પ્રેમનો મલમ લગાડવાની ભૂમિકા ભજવે છે.
શ્રેષ્ઠ યુગલ ગીતોમાં આ યુગલ ગીતનું
સ્થાન હજુ પણ જળાવયેલું રહે છે.
દિલ કી મહેફિલ સજાને રોજ આ જાઓ તો જાને, મુલાક઼ાત હો બાત હો રાત હો જી હો - મસ્ત કલંદર (૧૯૫૫) - ગીતકારઃ અસદ ભોપાલી - સંગીતઃ હંસરાજ બહલ
આ સુમધુર યુગલ ગીત વિસારે પડેલું રત્ન
છે.
અભી તક હૈ યે રાઝ જીના બસ જીના મોહબ્બતમેં મુશ્કિલ હૈ મરના કે જીના, મોહબ્બત્મેં જીના હૈ, તુફાન મેં જીના, મચલતે હૈ અરમાં ધડકતા હૈ સીના - રફ્તાર (૧૯૫૫) -ગીતકારઃ નક્શાબ ઝરાચ્વી - સંગીતઃ શિવરામ
યુગલ ગીત અજાણ્યું છે. પરંતુ, ગીતકાર
જ ફિલ્મના દિગ્દર્શક છે અને તલત મહમૂદ ફિલ્મના નાયક છે એ વાત નોંધપાત્ર બની રહે!
યું હી કરકે બહાના ચલી આયા કરો ...... મુઝે હર રોજ મુખડા દિખાયા કરો, દર્દ - એ -દિલકી હસીં ન ઉડાયા કરો . … જાઓ જાઓ ના બાતેં બનાયા કરો - શાહ બેહરામ (૧૯૫૫) - ગીતકારઃ અસદ ભોપાલી - સંગીતઃ હંસરાજ બહલ
પ્રેમની મીઠી નોકઝોકની લાગણીઓ બન્ને
ગાયકો ખુબ સહજતાથી તાદૂશ કરે છે.
પથ્થર દિલ હો ગયા દુનિયાકા ન કોઈ તેરી સુને ન કોઈ મેરી સુને ….. ફરીયાદોંંમેં કોઈ અસર ન રહા ન કોઈ તેરી સુને ન કોઈ મેરી સુને - શાહ બેહરામ (૧૯૫૫) - ગીતકારઃ અસદ ભોપાલી - સંગીતઃ હંસરાજ બહલ
હવે બન્ને પ્રેમીઓના સ્વરમાં પોતાના
પ્રેમની દુનિયા દ્વારા થતી રૂખી અવગણનાની ફરિયાદ છે.
કફસમેં ડાલા મુજ઼ે અપને રાઝદારોંને મેરે ચમન કો હૈ લુટા મેરી બહારોંને, ખુદા ગવાહ હૈ સનમ મેરી બેગુનાહીકા દિયા ફરેબ તક઼દીર કે સિતારોંને - તાતર કો ચોર (૧૯૫૫) - મુબારક બેગમ સાથે - ગીતકારઃ પ્રેમ ધવન - સંગીતઃ ખય્યામ
તલત મહેમૂદ, આશા
ભોસલે અને મુબારક બેગમ, એમ ત્રણ સાવ અલગ જ પ્રકારના સ્વરોનું
અહીં એક અનોખું સંયોજન રચાયું છે જે મુખડાના બોલથી જ પોતાનો જાદુ પ્રસારે છે.
તલત મહેમૂદનાં આશા બોસલે સાથેના યુગલ ગીતોની સફર હજુ આગળ ધપતી રહેશે ........
આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને
નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.
No comments:
Post a Comment