Showing posts with label Vande Mataram's Musical Odyssey. Show all posts
Showing posts with label Vande Mataram's Musical Odyssey. Show all posts

Sunday, August 16, 2026

રાષ્ટ્રીય ગાન 'વંદે માતરમ્'ની ૧૫૦ વર્ષની સંગીત યાત્રા - અનેક કલાકારો દ્વારા વિવિધ શાસ્ત્રીય રાગોમાં

 આ પહેલાં રાષ્ટ્રીય ગાન 'વંદે માતરમ્'ની ૧૫૦ વર્ષની સંગીત યાત્રા - સ્વાતંત્ર્ય સંગ્રામ સમયની 'વંદે માતરમ્'ની વિદ્રોહ ગાથા માં આપણે સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે વંદે માતરમનો એક કાવ્યમાંથી રાષ્ટ્ર ગીત તરીકેન ઉદયની રાજકારણીય તાણાવાણામાં વણાયેલ સંગીતમય વિદોહ ગાથાની વાત કરી હતી.

 
હવે આગળ.....


રાગ કંબવતીમાં  જયપુર - અત્રૌલી ઘરાના શૈલીની સટીક રાગદારીમાં મોગુબાઈ કર્ડીકર નું ૧૯૪૭માં રજૂ થયેલું સંસ્કરણ


૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ 'વંદે માતરમ્'નાં પહેલાં બે પદને રાષ્ટ્રગીત તરીકે સ્વીકૃત કરાયું તે પછી ઑલ ઇન્ડીયા રેડીયો (હવે આકાશવાણી) એ દિવસની શરૂઆતમાં રજૂ થતાં સિગ્નેચર ટ્યુન પછી, ૬૫ સેક્ડમાં રેકર્ડ થયેલું વંદે માતરમના બે અંતરા રજૂ કરવાનું શરૂ કર્યું.



૨૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ભારત સરકારે લીધેલ નિર્ણય અનુસાર આકાશવાણીએ વંદે માતરમના બધાં અંતરા આવરી લેતું સંસ્કરણ પંડિત ચંદ્રશેખર વાઝેના સ્વરમાં રાગ દેશમાં રજૂ કરવાનું શરૂ કર્યું છે.

સ્વતંત્ર ભારતમાં 'વંદે માતરમ્અનેક કલાકારો વિવિધ શાસ્ત્રીય રાગોમાં રજૂ કરતા રહ્યા છે,

પંડિત ભીમસેન જોશીએ સ્વાતંત્ર્યની સુવર્ણ જયંતિના અવસરે સંસદના સેન્ટ્રલ હૉલમાં રાગ દેશમાં વંદે માતરમને રજૂ કરી સમગ્ર દેશને મંત્રમુગ્ધ કરી દીધેલ.


સંગીતા કુટ્ટી કુલકર્ણીએ પણ રાગ દેશમાં વંદે માતરમનું સંપૂર્ણ સંસ્કરણ ગાયું છે.

દરભંગા ઘરાનાના પંડિત પ્રેમ કુમાર મલિક દ્વારા રાગ દેશમાં


ભાર્ગવી વેંકટરામ રાગ દેશમાં મા ભારતીની સ્તુતિ સ્વરૂપે વંદે માતરમ રજૂ કરે છે

સ્વાતંત્ર્યના ૭૫ વર્ષ્હની ઉજવણી સમયે વીણા સહસ્ત્રબુદ્ધે એ રાગ કાફીમાં કરેલી રજૂઆત


ભારતીય શાસ્ત્રીય ગાયન અને રૉક સંગીતનાં ફ્યુઝન સ્વરૂપે -


વિવિધ નૃત્યકારો અને નૃત્ય અકાદમીઓએ પણ વંદે માતરમને શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપે રજૂ કરેલ છે. અહીં એકાદ ઉદાહરણો લીધેલ છે

ડૉ. અંજના ઝા - કથક નૃત્ય


પદ્મરંગ નૃત્ય અકાદમી દ્વારા ભરત નાટ્યમ નૃત્ય 

 

ચાની જણીતી બ્રાન્ડ 'તાજ'એ ઉસ્તાદ અમજદ અલી ખાન અને તેમના પુત્રો અય્યાન અલી ખાન અને અમ્માન અલી ખાન પાસે સંતુર પર, સ્વાતંત્ર્યનો સ્વાદ એ ટૅગ લાઈન સાથે, વંદે માતરમને રજૂ કરાવેલ  



નેટ પર વધારે શોધખોળ કરતાં વંદે માતરમનાં શાસ્ત્રીય રાગોમાં થયેલ બીજાં કેટલાય સંસ્કરણો મળી શકશે. આપણે તો આટલાં આચમનથી વિરામ લઈએ.

સ્વ્હાભાવિક રીતે વંદે માતરમને ફિલ્મોમાં શી રીતે રજૂ કરાયું હશે એ જાણવાની હવે ઉત્સુકતા થાય.  

તેની વાત હવે પછીના અંકમાં ..... 

Saturday, November 29, 2025

રાષ્ટ્રીય ગાન 'વંદે માતરમ્'ની ૧૫૦ વર્ષની સંગીત યાત્રા - સ્વાતંત્ર્ય સંગ્રામ સમયની 'વંદે માતરમ્'ની વિદ્રોહ ગાથા

 

બંકિમચંદ્ર ચેટર્જીની કલમમાંથી સ્ફૂરીને લઈને આકાશવાણીના વાયુતરંગો પર વહીને, પંડિત ડી વી પલુસ્કરના આહ્વાનથી લઈને એ આર રહેમાનના રીમિક્સ સુધી, વંદે માતરમ્ મધુર સૂરાવલી, ગીત, રાષ્ટ્રગીત, અને યાદગીરી જેવાં અનેક સ્વરૂપમાં સર્જાતું રહ્યું છે, ભારતના વિકાસ સાથે જ વિકસ્યું, અનુકૂલિત થતું રહ્યું અને ઘુંટાતું રહ્યું છે.

'વંદે માતરમ્' દેશનાં રોમરોમમાં ગુંજતું રહ્યું છે

૧૭૭૦ના બંગાળના ભિષણ દુકાળ અને ૧૭૭૩ના ઉત્તર બંગાળના સાધુઓના વિદ્રોહનું શબ્દચિત્રણ કરતી નવલકથા 'આનંદમઠ' બંકિમચંદ્ર ચેટર્જીએ ૧૮૮૨માં પ્રકાશિત કરી. આ નવલકથામાં વદે માતરમ બંગાળી અને સંસ્કૃતનાં સંમિશ્રણમાં એક ગીતકાવ્ય તરીકે લખાયું.

ગીતનાં બહુ જ શરૂઆતનાં મુદ્રિત સંસ્કરણ નીચે પાદ નોંધમાં લખેલું હતું કે આ ગીત રાગ મલ્હારમાં કાઓલી તાલમાં રચાયું છે. એવી નોંધ જોવા મળે છે કે ગીતનું ગેય સંસ્કરણ દેશપ્રેમી સાહિત્ય રસિકોના નાના મેળાવડાઓમાં, બંકિમચંદ્રને સંગીત શીખવાડતા એ પંડિત જદુ ભટ્ટ (જદુનાથ ભટ્ટાચાર્ય) દ્વારા રજૂ કરાયું હતું. એ આદિ સંસ્કરણ તો હવે ઉપલબ્ધ રહ્યું નથી. પરંતુ એ સમયના બંગાળી સમાજમાં આ ગીત અનેક સ્વરૂપે ફેલાઈ ગયું હતું.

બંગાળી સંસ્કરણની એક રજૂઆત



સ્વાતંત્ર્ય સંગ્રામ સમયની 'વંદે માતરમ્'ની વિદ્રોહ ગાથા

૯૬નાં કોંગ્રેસનાં કલકત્તા અધિવેશનમાં રવિન્દ્રનાથ ઠાકુરે, પિયાનો પર જ્યોતિન્દ્રનાથની સંગતમાં, વંદે માતરમ્ ગાયું. પછી તો આ ગીત દેશમાં દાવાનળની જેમ પ્રસરી ગયું. આ ગીતની રેકર્ડ્સ પણ બહાર પડી. ૧૯૦૭માં એચ બોઝ રેકર્ડ કંપનીના માઇક, હેમેન્દ્ર મોહન બોસે રવિન્દ્રનાથ ઠાકુરના સ્વરમાં એ સમયે વપરાતાં ફોનોગ્રાફ નળાકાર પર આ ગીત રેકોર્ડ કર્યું. તે પછી તરત પડેલા પોલિસના દરોડામાં એચ. બોઝ કંપનીની ફેક્ટરી નાશ પામી. નસીબજોગે, રેકોર્ડીગની થોડીક નકલો બચી ગઈ, જેના પરથી ૭૮ આર પી એમની લાખની રેકર્ડ પર ૧૯૧૨માં આ ગીત ફરીથી જાહેરમાં આવ્યું.


ગુરુવર રવિન્દ્રનાથ ઠાકુરની ધુન પરથી હરિપાદ ચટ્ટોપાધ્યાયએ આ સમુહગાનની રચના કરી. શ્રીમતી જયા દાસ, બિજોય દાસ, પ્રવ રોય અને ધીરેન ગુપ્તના સ્વરમાં આ રચનાને ૧૯૩૭માં હિન્દુસ્તાન રેકર્ડ્સ દ્વારા જાહેરમાં રજૂ કરાઈ.

એ પછી 'વંદે માતરમ્' કોંગ્રેસ અધિવેશનોના પ્રારંભમાં ગવાવા લાગ્યું. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન તો કોઈ પણ સભા સરઘસમાં તે જનતાનો વિદ્રોહનો સુર બની ગયું. ૧૯૦૯માં તમીળ સામયિક 'વિજય'નાં મુખપૃષ્ઠ પર ભારતમાતાનાં ચિત્રની સાથે 'વંદે માતરમ્'ની હાકલ આ કાવ્યની દેશવ્યાપી સ્વીકૃતિઓનું એક ઉદાહરણ છે.

૧૯૨૭માં દિલીપ કુમાર રોયે આ ગીતને ગાંધીજી સમક્ષ રજૂ કર્યું.

તે પછીથી તેમણે એમ એસ સુબ્બલક્ષ્મી સાથે યુગલ સ્વરમાં કર્ણાટકી થાટમાં પણ આ ગીતની રચના કરી.

યુ ટ્યુબ પર હજુ એક સંસ્કરણ મળે છે જેમાં એવી નોંધ જોવા મળે છે કે ૧૯૬૩માં દિલીપ કુમાર રોયે નેતાજી ભવનમાં ૧૯૬૩માં આ ગીત લાઈવ ગાયું હતું.

૧૯૩૩નાં કાકીનાડાનાં કોંગ્રેસ અધિવેશનમાં પંડિત ડી વી પલુસકરના પિતા વિષ્ણુ દિગંબર પલુસકર 'વંદે માતરમ્' ગાવા ઊભા થયા ત્યારે મૌલાના અહમદ અલી અને તેમના ભાઈ શૌકત અલીએ તેમને રોકવાની કોશિશ કરી. પંડિતજીએ બહુ જ કડક શબ્દોમાં આ વિરોધને ફેંકી દીધો અને હિંમતપૂર્વક આખું કાવ્ય રાગ કાફીમાં ગાયું. એ મૂળ રચના તો ઉપલ્બધ નથી પણ મહદ અંશે એ રાગ પર જ આધારિત આ વૃંદ ગાન સાંભળીએ - 

 

નેતાજી સુભાષચંદ્ર બોઝે બહુખ્યાત બંગાળી સંગીતકાર તિમિર બરન (ભટ્ટાચાર્ય)ને આ ગીત કુચની લયમાં સ્વરબદ્ધ કરવા સુચવ્યું. આ રાગ દુર્ગામાં સ્વરબદ્ધ આ ધુન આઝાદ હિંદ સેનાની પરેડમાં નિયમિત રીતે ગવાતી. સિંગાપોર રેડિયોએ તેની રેકર્ડ પણ બહાર પાડી.

દેશને સ્વાતંત્ર્ય મળ્યું તેની સત્તાવાર જાહેરાત સ્વરૂપે સરદાર વલ્લભભાઈ પટેલે પંડિત ઓમકારનાથ ઠાકુરને ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના મધ્ય રાત્રિએ મળેલ ખાસ બેઠકમાં આખું ગીત  ગાવા આમંત્રણ આપ્યું. પંડિતજીએ તેમના ગુરૂ વી ડી પલુસકરની રાગ કાફીની રચનાને રાગ બંગીયા કાફીમાં તેને વિલંબિત લયમાં રજુ કર્યું. આખા દેશને આ અલભ્ય રજૂઆતનો લાભ મળે એટલે સરદાર પટેલે પંડિતજીને આકાશવાણી પર ફરીથી ગાવાની વિનંતિથી એ દિવસે આકાશવાણીના કાર્યક્રમનો સવારે ૬.૩૦ વાગ્યે આરંભ પંડિતજીનાં 'વંદે માતરમ્'ની રજૂઆતથી થયો. પંડિતજીએ આખું ગીત આકાશવાણીનાં માઈકની સામે ઊભીને ગાયું હતું!

સ્વાતંત્ર્ય સંગ્રામ સમયની 'વંદે માતરમ્'ની આ વિદ્રોહ ગાથા માસ્ટર કૃષ્ણરાવ ફુલામ્બ્રીકરની સુગઠિત ધૈર્યભરી લડતની નોંધ લીધા વગર અધુરી જ રહે. 'વંદે માતરમ્'ને રાષ્ટ્ર ગીત તરીકે સ્વીકૃતિ આપવા માટે આ ગીત કુચ લયમાં લશ્કરનાં બેન્ડ દ્વારા પણ રચી શકાય એ માટે તેમણે તત્કાલીન બ્રિટિશ પોલિસ બેન્ડના વડા સી આર ગાર્ડનર અને સ્ટેન્લી હિલ્સની મદદ લઈને કુચની લયમાં એક ધુન બનાવી. એવું માનવામાં આવે છે કે ૧૯૩૬ના બર્લિન ઑલિમ્પિક્સમાં ભારતના ખેલાડીઓનાં બિનસત્તાવાર પ્રતિનિધિત્વ રૂપે બ્રિટિશ પોલિસ બૅન્ડનું વંદે માતરમ્'નું એ સંસ્કરણ વગાડવામાં આવ્યું હતું. બીજી એક ધુન સ્વાગત ધુન તરીકે અને ત્રીજી રાષ્ટ્રગીતને ઉપયુક્ત ધુન તરીકે બનાવી. આ ત્રણેય રચનાઓ તેમણે પંડિત જવાહરલાલ નેહરૂને સંભળાવી પંડિત નેહરૂના વિરોધને પીગળાવી દીધો. તેમણે આ ગીતને લોકભોગ્ય બનાવવા માટે જુદા જુદા રાગોમાં રચનાઓ પણ રજૂ કરી. તે પૈકી રાગ ઝિંઝોટીમાં તેમની એક રચના -

સીઆરપીએફનાં સેન્ટ્રલ બેન્ડ દ્વારા કુચની લયમાં તૈયાર કરેલું એક સંસ્કરણ

એ સમયમાં આ ગીતને જાહેરમાં ગાવા પર બ્રિટિશ શાસકોએ મનાઈ હુકમ કરેલો તેમ છતાં પંડિત વિષ્ણુપંત પગણીસે રાગ વૃંદાવની સારંગમાં આ ગીતને એ સમયનાં સરઘસોમાં ગાયું હતું.

૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ 'વંદે માતરમ્'નાં પહેલાં બે પદને રાષ્ટ્રગીત તરીકે સ્વીકૃત કરાયું. 

સ્વતંત્ર ભારતમાં 'વંદે માતરમ્અનેક કલાકારો વિવિધ શાસ્ત્રીય રાગોમાં રજૂ કરતા રહ્યા છે, તેની વાત હવે પછીના અંકમાં .....