Showing posts with label Mahendra Kapoor. Show all posts
Showing posts with label Mahendra Kapoor. Show all posts

Sunday, February 14, 2016

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ફેબ્રુઆરી, ૨૦૧૬



૨૬ જાન્યુઆરી, ૨૦૧૬ના ભારતના ૬૭મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીઓમાં દેશભક્તિનાં ગીતોનું સ્થાન અદકેરૂં જ રહ્યું છે.
આજના આ સંસ્કરણમાં સમીર ધોળકિયાએ આપણને મોકલેલ સી. રામચદ્રએ સ્વરબદ્ધ કરેલ, 'લડકી'(૧૯૫૩)નું, લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલ મેરે વતનસે અચ્છા કોઈ વતન નહીં હૈથી આપણે પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લઈશું.

આ ગીત માટેનો ઈ_મેલ મળતાં જ નરેશ માંકડે એ જ ફિલ્મનું  મૈં હૂં ભારતકી એક નાર યાદ કરાવી આપ્યું.
હરીશ રઘુવંશી એ આપણને ૧૯૪૦ના દાયકાના અંતનું એક ગીત યાદ કરાવી આપ્યું છે
મૈં તો ઉદાસ હૂં મગર, વોહ ભી હૈ સોગવાર ક્યૂં, ઉનકે ભી દિલમેં દર્દ હૈ, અય દિલ-એ-બેક઼રાર ક્યોં - કમલ (૧૯૪૯) - સુરેન્દ્ર - એસ ડી બર્મન - પ્રેમ ધવન 

Main to udaas hoon magarમાં આ આખું ગીત શબ્દોમાં વાંચી શકાશે. અતુલ'સ સોંગ અ ડે પર 'કમલ'નાં બીજાં નવ ગીતો વિષે પણ માહિતી રજૂ કરાયેલ છે.
સમીર ધોળકિયાદુનિયા રહે ના રહે ક્યા પતા (મિટ્ટીમેં સોના, ૧૯૬૦, આશા ભોસલે, ઓ પી નય્યર, એસ એચ બિહારી) યાદ કરેલ  છે.
તેને સાંભળીને, ભગવાન થાવરાણી તેનાથી ચારેક વર્ષ પહેલાંનું, કહીં ચલ ન દેના (એક શોલા, ૧૯૫૮, મોહમ્મદ રફી, આશા ભોસલે, મદન મોહન) યાદ કરાવી આપે છે.
તેમના મોટા ભાઈ હમણાં થોડા સમય પહેલાં ભગવાન થાવરાણી ને ત્યાં આવ્યા હતા. તેઓ પણ હિંદી ફિલ્મનાં ગીતોના એટલાજ રસીયા, અને જાણકાર છે. તેમની સાથે થતી બેઠકોમાં કોઈ એક સંગીતકાર કે ગાયક,કે ગીતકાર કે રાગ પરનાં ગીતોની યાદોનો એક દૌર ચાલે. એવી એક ચર્ચામાં સુમન કલ્યાણપુરનું આ ગીત યાદ કરાયું હતું
લિખ દે પિયા કા નામ, સખી રે લિખ દે પિયા કા નામ - સારંગા (૧૯૬૧) - સરદાર મલિક - ભરત વ્યાસ
ઓ પી નય્યર પછી કદાચ આશા ભોસલેના સ્વરનો સૌથી વધારે વૈવિધ્યપૂર્ણ અને વ્યાપક ઉપયોગ રવિએ કર્યો હશે. આ વિદાય ગીતને યાદ કરીએ
જારી સખી સજ ધજ કે - ઘુંઘટ (૧૯૬૦) – ગીતકાર : શકીલ બદાયુની
મહેન્દ્ર કપૂરને અંજલિ આપતાં ભગવાનભાઈ જણાવે છે કે યાદોની ધુળ ખંખેરી, ફિલ્મ સંગીતના ચાહકોને પેશ કરવા જેવું આ યુગલ ગીત ભલે ન ગણાય, પણ તેમને બે કારણોસર તેના માટે લગાવ છે.. એક કારણ તો  તેમની પોતાની, કોઈ અકળ કારણોસરની, અંગત પસંદ હે અને બીજું કારણ હેલન ! ફિલ્મના પર્દા પર નૃત્યોની અનોખી રજૂઆતમાં હેલનની બરાબરીએ કોઈ ઉતરી ન શકે. આ ગીતના દરેક અંતરા દરમ્યાન પણ તેમની દેહભંગિઓ જૂઓ ! છેને વીજળી, મોહક, નશીલી અને એવું બધું ય એક જ સાથે...
છોડ કર તેરે પ્યાર કા દામન, યે બતા દે કે હમ કિધર જાયેં....હમ કો ડર હૈ કે તેરી બાહોંમેં, હમ ખુશી સે મર ન જાયેં... - વોહ કૌન થી (૧૯૬૪) - લતા મંગેશકર સાથે - મદન મોહન, રાજા મહેંદી અલી ખાન
મહેન્દ્ર કપૂરનાં ગીતોની વાત નીકળતાં જ મને તેમનાં ભૂલાવે ચડી ચૂકાયાં હોય તેવાં આ સૉલો  ગીતો યાદ આવે છે:
  • ખો ગયા હૈ મેરા પ્યાર - હરિયાલી ઔર રાસ્તા (૧૯૬૧) - શંકર જયકિશન - હસરત જયપુરી

  • તુમ કિતની ખુબસુરત હો - વહાં કે લોગ (૧૯૬૭) - સી રામચંદ્ર - શકીલ બદાયુની  

ડિસેમ્બર, ૨૦૧૫ના અંતમાં મૂળે બંગાળી એવા ગાયક સુબિર સેને પણ આખરી વિદાય લીધી હતી. તેમની યાદમાં સમીર ધોળકિયા કનુ રોયે સ્વરબદ્ધ કરેલ અનુભવ (૧૯૭૧)નું આ ગીત યાદ કરાવેલ છે
દેદિન દુજાને દુલેછીનુ બોને, ફુલોદોરે બંધ ઝૂલોના
રવિન્દ્ર સંગીતની ધૂન પરનાં આ ગીતને બહુ બધાં ગાયકો પોતપોતાની રીતે પણ રજૂ કર્યું છે. એ પૈકી આપણે એસ ડી બર્મને તેને આપેલ હિંદી ફિલ્મનાં ગીતનો દેહ - નૈન દિવાને (અફસર, ૧૯૫૦, સુરૈયા) - અને એ જ ક્લિપમાં હેમંત કુમાર (મુખોપાધ્યાય)ની મૂળ બંગાળી રજૂઆતને યાદ કરીશું.
જુન ૨૦૧૧ના લંડનમાના એક સમારોહમાં પંડિત રવિશંકરે આ ગીતને પોતે ગાયું હતું અને સિતારના સૂર પર ઉતાર્યું હતું.
ન જાને ક્યોં હોતા હૈ યે જિંદગીકે સાથ - છોટી સી બાત (૧૯૭૬) - લતા મંગેશકર - સલીલ ચૌધરી - યોગેશ  અને સુબિર સેને ગાયેલું બંગાળી સ્વરૂપ - પોગોલ હવા
સુબિર સેને ૧૯૫૦ના દાયકાથી બંગાળી સંગીત ક્ષેત્રે મોનાલિસા તુમી કી બોલોના જેવાં ગીતોથી આગવી કડી કંડારી લીધી હતી.


તેમની યાદમાં તેમનાં ઓછાં સાંભળવા મળતાં કેટલાંક યુગલ ગીતોને યાદ કરીએ -
ગોરી તેરે નટખટ નૈના - હમ ભી ઈન્સાન હૈ (૧૯૫૯)ગીતા દત્ત સાથે - હેમંત કુમાર - શૈલેન્દ્ર 
દિલ લે કે જાતે હો કહાં - એ તેરા ક્યા કહના (૧૯૫૯) - કમલ બારોટ સાથે - કલ્યાણજી વીરજી શાહ - ફારૂક઼ કૈસર
પ્યારમેં મિલના સનમ - અર્ધાંગિની (૧૯૫૯)- લતા મંગેશકર સાથે વસંત દેસાઈ - મજરૂહ સુલ્તાનપુરી
ગ઼ર તુમ બુરા ન માનો - મહેલોં કે ખ્વાબ - આશા ભોસલે સાથે  - એસ મોહિન્દર - રાજા મહેંદી અલી ખાન

આજના આ અંકના સમાપનમાં આપણે પીયૂશ શર્માFifty Years Ago: Films and Music of 1965માં યાદ કરેલાં મોહમ્મદ રફીનાં ઓછાં સાંભળવા મળતાં ગીતોને સાંભળીએ-
  • સબમેં શામિલ હો મગર સબ સે જુદા લગતી હો - બહુ બેટી  - રવિ - સાહિર લુધ્યાનવી 
  • ઝીંદગી કે મોડ પર જો કોઈ રાસ્તા મિલા, તેરી ગલી સે જા મિલા - બેદાગ઼ - રોશન - શકીલ બદાયુની
  • ફિર તેરી યાદ નયે ગીત સુનાને આયી - બેખ઼બર - એસ મોહિન્દર - રાજા મહેંદી અલી ખાન 
  •  મેરા બન જાયે કોઈ યે મેરી તક઼દીર નહીં - એક સપેરા એક લૂટેરા - ઉષા ખના - અસદ ભોપાલી
  •  મેરી નિગાહ ને ક્યા કામ લાજવાબ કિયા - મોહબ્બત ઈસકો કહતે હૈં - ખય્યામ - મજરૂહ સુલ્તાનપુરી
  • હમેં ક્યા જો હર સુ ઉજાલે હુયે હૈં, કે હમ તો અંધેરેમેં પલે હુએ હૈં નમસ્તે જી - જી એસ કોહલી - અનજાન ઉર્ફ લાલ જી પાંડે
  • કુછ ઐસી પ્યારી શક્લ મેરે દિલરૂબાકી હૈ, કુદરત ખુદા કી હૈ નયા કાનૂન - મદન મોહન - હસરત જયપુરી
  • દિલ તડપે તડપાએ, જો ઉનકે મિલન કો તરસે વો તો ન આયે, મૌસમ આયે જાયે  - પુનમ કી રાત - સલીલ ચૌધરી - શૈલેન્દ્ર (પીયૂશ શર્મા ટાંક મારે છે કે તેમની સાથેની ત્રણ મુલાકાતો દરમ્યાન સલીલ ચૌધરીએ કબૂલ કર્યું હતું કે આ ગીત માટે તેમણે રફીને નહોતા જ લેવા. મુકેશ, મન્ના ડે વગેરે સાથે પ્રયત્નો થઈ ચૂક્યા ત્યારે પછી કિશોર સાહૂએ કહ્યું કે આવી અઘરી ધૂનને ન્યાય આપવા હવે તો રફીને જ બોલાવો...અને કેવો બેનમૂન ઈન્સાફ કર્યો છે મોહમ્મદ રફીએ આ ગીત માટે !)
તેરી મહેરબાની હોગી બડી મહેરબાની, હાયે તેરી મહેરબાની - રાકા - આશા ભોસલે અમે સાથીઓ સાથે - દત્તા રામ - અસદ ભોપાલી 
આજના અંકપર પર્દો પાડતાં બીરેન કોઠારીએ મોકલેલ આ વિરલ ગીત પણ સાંભળી જ લઈએ
માર ગંડાસા મર જાના - છઈ (૧૯૫૦) હંસરાજ બહ્‍લ - વર્મા મલિક - પંજાબી ફિલ્મનાં આ ગીતમાં સુદંર અને ખૈરાતી સાથે પ્રાણની પેટી સાથે સંગત આ ગીતની ખૂબીઓમાં ચાર ચાંદ પૂરે છે
તો આ ગીતની પ્રેરણા કહી શકાય તેવું માર કટારી મર જાના - શેહનાઈ (૧૯૪૭) (મોહમ્મદ રફી અને અમીરબાઈ કર્ણાટકી - સી રામચંદ્ર) તો હજૂ ક્યાં ભૂલાયું છે……………….  

આવતા મહિનાના બીજા રવિવારે આપણી યાદમાં વિસરાતાં જતાં બીજાં આવાં જ અવિસ્મરણિય ગીતો સાથે ફરી મળીશું...તમને આવાં અવિસ્મરણીય ગીતો યાદ આવે તો જરૂરથી જણાવશો……