Showing posts with label Hamida Bano. Show all posts
Showing posts with label Hamida Bano. Show all posts

Thursday, August 5, 2021

ચર્ચાની એરણે : ૧૯૪૪ નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - ઝોહરાબાઈ અંબાલેવાલી + હમીદા બાનો

 ઝોહરાબાઈ અંબાલેવાલીનાં  સૉલો ગીતો

ઝોહરાબાઈ અંબાલેવાલીનાં Memorable Songs of 1944માં ૧૬ ગીતો છે. અહીં હજુ થોડાં વધારે ગીતો મળ્યાં છે તે રજૂ કરેલ છે. -

સાકી સાકી દિલ બુઝ ગયા હૈ સીનેમેં – ગીત – ગીતકાર: ડી એન મધોક – સંગીતકાર: નૌશાદ અલી

રાતકી મલકા બન ઠન કે મુઝે દુલ્હન બનાને આઈ હૈ - ઇસ્મત – ગીતકાર: શમ્સ લખનવી સંગીતકાર: પંડિત ગોવર્ધન પ્રસાદ

નૈનોમે નૈના મત ડાલો ઓ જી બાલમ - જીવન ગીતકાર: ડી એન મધોક – સંગીતકાર: નૌશાદ અલી

My Dear My Dear I Love You, મોરા જીયા ના લાગે – જીવન - ગીતકાર: ડી એન મધોક – સંગીતકાર: નૌશાદ અલી

આયી દિવાલી આયી દિવાલી, દીપક સંગ પતંગા રતન ગીતકાર: ડી એન મધોક – સંગીતકાર: નૌશાદ અલી


હમીદા બાનોનાં સૉલો ગીતો

Memoravle Songs of 1944માં આવરી લેવાયેલ હમીદા બાનોનાં ગીતો ઉપરાંત હિંદી ફિલ્મ ગીત કોશ પરનાં ગીતોમાંથી યુ ટ્યુબ ૪ ગીતો સિવાય પર આટલાં ગીતો મળ્યાં છે.  

ક્યોં દરદ દેકે ભૂલ ગયે શ્યામ સલોને – અનબન – ગીતકાર:પંડિત મધુર – સંગીતકાર: જ્ઞાન દત્ત

યાદ નહીં જાતી બીછડ ગયા પીછલા પાગલપન - લલકાર – ગીતકાર: પંડિત મધુર – સંગીતકાર:સી. રામચંદ્ર

ગુલશનમેં રંગ લાઈ હૈ બહાર લૂટ લે ઓ યાર લૂટ લે – મૌજી જીવન – ગીતકાર: બાબા પાગલ – સંગીતકાર: ગુલશન સફી

ઓ બાલમ ઓ સાજન ઓ બાલમ હમારે બતા – મૌજી જીવન – ગીતકાર:બાબા પાગલ – સંગીતકાર: ગુલશન સફી

આંખ ભર આઈ દિલ ભર આયા, દિલકો લગાકે યે ફલ પાયા – પહલે આપ ગીતકાર: ડી એન મધોક – સંગીતકાર: નૌશાદ અલી

  

છેડ ગયા બેદર્દ મેરી દિલરૂબા કે તાર ક્યોં – શહેનશાહ બાબર – ગીતકાર: પંડિત ઇન્દ્ર – સંગીતકાર: ખેમચંદ પ્રકાશ


Thursday, November 12, 2020

ચર્ચાની એરણે : ૧૯૪૫ નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો : મોહનતારા તલપડે । રાજકુમારી । હમીદા બાનો

 મોહનતારા તલપડેનાં સૉલો ગીતો

મોહનતારા તલપડે '૪૦ના દાયકામાં જે પ્રમાણમા જાણીતાં હતાં તેના પ્રમાણમાં ૧૯૪૫ વર્ષ માટે તેમનાં સૉલો ગીતોની સંખ્યા બહુ પાંખી જણાય છે.

ઘટ ઘટકી તુમ જાનતેભૂલ ન જાના હે ગિરધારી - ધન્ના ભગત – સંગીતકાર: ખેમચંદ પ્રકાશ – ગીતકાર: પંડિત ઈન્દ્ર

મૈં જનમ જનમકી દુખીયારી - ધન્ના ભગત – સંગીતકાર: ખેમચંદ પ્રકાશ – ગીતકાર: ખાવર જમાં


રાજકુમારીનાં સૉલો ગીતો

હાલ પુરતું તો રાજકુમારીના જેટલાં ગીતો હિંદી ફિલ્મ ગીત કોષમાં વર્ષ ૧૯૪૫ માટે નૉંધાયેલ છે તેનાં ત્રીજા ભાગથી થોડાં વધારે ગીતોની જ યુ ટ્યુબ પર ડિજિટલ લિંક મળી છે.

ઓ પીને વાલે પી લે,પી લે, પીને કે દિન આયે - દિન રાત – સંગીતકાર: દાદા ચંદેકર – ગીતકાર: સંતોષ નદીમ

મેરી આંખોં કે આંસુ આંખો હી મેં સમા ગયે - ઘર – સંગીતકાર: અલ્લા રખા – ગીતકાર: રૂપબાની

ઉન્હેં યાદ આયે….ગુજ઼રા જમાના  - નસીબ – સંગીતકાર: પંડિત ગોવિંદરામ – ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર  

મેરી પુકાર સુન લો ઓ જગ કે રખવાલે - રત્નાવલી -  સંગીતકાર: પંડિત ગોવિંદરામ – ગીતકાર: ઈશ્વર ચંદ્ર કપૂર

સો જા મેરે પ્યારે મેરે જીવન કે સહારે - યતીમ – સંગીતકાર: ખુર્શીદ અન્વર – ગીતકાર: ઝીઆ સરહદી



હમીદા બાનુનાં સૉલો ગીતો

વિન્ટેજ એરાનાં '૪૦ના દાયકાનાં વર્ષોમાં જે પ્રમણમાં હમીદાબાનુણાં સૉલો ગીતોની સંખ્યા જોવા મળતી હતી તે કરતાં ૧૯૪૫નાં વર્ષમાં સંખ્યા ઓછી જણાય છે.

આનેવાલે જબ આયેંગે જીવનકી શામ હો જાયેગી - ધર્મ - સંગીતકાર સજ્જાદ હુસૈન 

આ ગીત જોકે હિંદી ફિલ્મ ગીત કોષમાં નોંધાયેલ દેખાતું નથી.


ભલી નિભાયી પ્રીત રે પરદેસી, મૈંને જૂઠે ગાયે ગીત - મૂર્તિ - સંગીતકાર બુલો સી રાની - ગીતકાર પંડિત ઈન્દ્ર

સાવન આયા સાજન નહીં આયા રે દઈયા-દઈયા - મૂર્તિ - સંગીતકાર બુલો સી રાની - ગીતકાર પંડિત ઈન્દ્ર


દિલ તૂ હી બતા દે, યેહ પ્યાર હૈ ક્યા - શરબતી આંખેં - સંગીતકાર: ફિરોઝ નિઝામી બી એ - ગીતકાર: તનવીર નક઼્વી

આ ગીતનું એક કરૂણ વર્ઝન પણ હિંદી ફિલ્મ ગીત કોષમાં નોંધાયેલ છે, પરંતુ તેની યુ ટ્યુબ પરની ડિજિટલ લિંક નથી મળી.


 

હવે પછી ઝીનત બેગમ નાં વર્ષ ૧૯૪૫ નાં સૉલો ગીતો ચર્ચાની એરણે સાંભળીશું.

Thursday, August 1, 2019

ચર્ચાની એરણે - ૧૯૪૬નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - હમીદા બાનુ, ઝીનત બેગમ


હમીદા બાનુનાં સૉલો ગીતો
તેમને '૬૦ અને તે પછીના દાયકામાં હિંદી ફિલ્મનાં ગીતોને સાંભળતી થયેલી પેઢીએ ઈન્ટરનેટ પર જ સાંભળ્યાં હશે. વિન્ટેજ એરાની ગાયકીની જે શૈલી હતી તેમાં તેમનો અવાજ બહુ બંધ બેસતો હતો. ૧૦૪૬ માટેનાં તેમનાં સોલો ગીતો પૈકી ઘણાં ગીતો યુ ટ્યુબ પર ગીતો અપલોડ કરનારા મહારથીઓને પણ મળ્યાં નથી, જોકે જેટલાં ગીતો સાંભળવા મળે છે તેમાં પણ હમીદા બાનોનો અંદાજ જરૂર નીખરી રહે છે.
મન મોરા કાગઝ કોરા કોરા, સંદેશ લિખ દિજો - ધરતી – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર

ફૂલ કલી ક્યોં મારી, સાજન મોરી ઊંચી અટારી - ધરતી – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર  

અપની દુનિયા મિટા કે કિસકી દુનિયા બસા ચલે - મગધરાજ – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર

મોર બોલે હો ઊંછે મેવાડી પર્વત પર કોઈ મોર બોલે – રાજપુતાની -– સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર
યુ ટ્યુબ પર અપલોડ કરનારે આ ગીત અમીરબાઈ કર્ણાટકીનું ગણ્યું છે.

ઝીનત બેગમનાં  સૉલો ગીતો
લાહોરથી હિંદી ફિલ્મ જગતમાં કામ કરવાને કારણે મુંઅઈ આવીને સ્થિર થયેલાં અનેક કળાકારોમાં ઝીનત બેગમ સારાં એવાં સફળ કલાકાર તરીકે સ્થાન મેળવી ચુકેલ કળાકાર તરીકેનું આદરણીય સ્થાન શોભાવે છે ૧૯૫૧માં તેઓ પાછાં પાકિસ્તાન જતાં રહ્યાં. આમ હિંદી ફિલ્મ સંગીત જગતમાં તેમનો સક્રિય કાર્યકાળ વિન્ટેજ એરા તરીકે જાણીતા સમયકાળનાં અંતિમ વર્ષો દરમ્યાન રહ્યો ગણી શકાય.
૧૯૪૬નાં વર્ષ માટે ઝીનત બેગમનાં આટલાં બધાં ગીતોની યુ ટ્યુબ લિંક મળશે તેવો અંદાજ નહોતો. પણ આટલાં ગીતો સાંભળવા મળવાનો લાભ તો હવે મળ્યો જ, પરંતુ તે સમયે પણ તેમનાં ગીતો કેટલાં વ્યાપકપણે ઉપલ્બધ રહેતાં હશે તેનો અંદાજ લગાવીએ તો તેમની લોકપ્રિયતાનો પણ ખયાલ આવે.
પરદેસી રે પરદેસી રે કાહે છોડા મેરા દેશ સાવન આયા - ડૉ. કોટનીસ કી અમર કહાની - સંગીતકાર વસત દેસાઈ - ગીતકાર દિવાન શરાર

દિલ દર્દ કા મારા બેચારા, બદનામ ભી હૈ મજબૂર ભી હૈ - જીવન યાત્રા - - સંગીતકાર: વસત દેસાઈ - ગીતકાર: દિવાન શરાર

અય રાત સિયાહ રાત છૂપી રાત બતા દે - જીવન યાત્રા - - સંગીતકાર: વસત દેસાઈ - ગીતકાર: દિવાન શરાર

ઉસને દેખા મૈને દેખા અબ દુનિયા દેખનેવાલી હૈ - ઝૂમકે – સંગીતકાર: અમર નાથ -

ઝૂમ રહે ઝૂમ રહે મતવારે મોરે ઝૂમકે ઝૂમ રહે - ઝૂમકે – સંગીતકાર: અમર નાથ

બસ ઈક નિગાહમેં ફિટને જગ તો સકાતી હૂં - ઝૂમકે – સંગીતકાર: અમર નાથ

બેકાર જિયે કોઈ બેમૌત મરે કોઈ - ઝૂમકે – સંગીતકાર: અમર નાથ

ઓ ભૂલનેવાલે બતા યાદ આ રહા ક્યું - ઝૂમકે – સંગીતકાર: અમર નાથ

ઉનકી યાદ ભુલા દું કૈસે, અપના આપ મિટા દું કૈસે - ઝૂમકે – સંગીતકાર: અમર નાથ

દુનિયામેં ભી નઝર કર ઓ આસમાનવાલે, અય ઓ જહાં વાલે - નેક પરવીન – સંગીતકાર: ફિરોઝ નિઝામી – ગીતકાર: વાહિદ ક઼ુરૈશી 

સુન લે તુ ઇલ્તઝા મેરી, સુન લે ખુદા મેરી દુઆ - નેક પરવીન – સંગીતકાર: ફિરોઝ નિઝામી – ગીતકાર: વાહિદ ક઼ુરૈશી 

સુને કૌન મુઝસે જુબાની મેરી, બહુત દુખ ભરી હૈ - પરાયે બસ મેં – સંગીતકાર: નિયારા હુસ્સૈન 

અપનો સે શિકાયત હૈ ન ગૈરોંસે ગીલા હૈ - પરાયે બસ મેં – સંગીતકાર: વિનોદ 

ફરિયાદ સુનો મેરી બેદર્દ જહાંવાલે - રેહાના – સંગીતકાર: ક઼ાદીર ફરીદી – ગીતકાર: તુફૈલ હોશિયારપુરી

હવે પછી આપણે નુરજહાંનાં ૧૯૪૬નાં સોલો ગીતો ચર્ચાની એરણે યાદ કરીશું.

Thursday, September 13, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો - અન્ય સ્ત્રી ગાયિકાઓ અને લતા મંગેશકર : [૫]


હમીદા બાનુનાં સૉલો ગીતો
હમીદા બાનુ હિદી ફિલ્મ જગતની 'લાહોર ક્લબ'નાં એવાં સભ્ય છે જેને એ સમયની સ્પર્ધામાં નસીબે યારી ન આપી. ૧૯૪૭નાં વર્ષ મટે પણ હિંદી ફિલ્મ ગીત કોષમાં ઘણાં સૉલો ગીતો તેમનાં નામે બોલે છે, પણ એ બધામાંથી આટલાં જ ગીતોની યુ ટ્યુબ લિંક મળી શકી છે.
ચંપાકલી હૈ ઉદાસ, ભંવરા ન જાયે પાસ - છીન લી આઝાદી – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: પંડિત ઈન્દ્ર

હમારા માસ્ટર ખુદા કરે બીમાર હો જાએ - દેખોજી – સંગીતકાર: સાબીર હુસૈન – ગીતકાર: વલી સાહબ

હમ તો બરબાદ હુએ અબ તો કોઈ આબાદ રહે - કૌન હમારા – સંગીતકાર: બુલો સી રાની -

હમ તુમ્હારે તુમ હમારે આઓ કરે પ્યાર - લાખોંમે એક – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: પંડિત ઈન્દ્ર

તુ કહાં છૂપા ભગવાન, તેરા મિલતા નહીં નિશાન - લાખોંમે એક – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: પંડિત ઈન્દ્ર

બીનાપાની મુખર્જીનાં સૉલો ગીતો
લાખોં કે બોલ સહે, સાંવરિયા તેરે લિયે મૈને - લીલા - સંગીરકાર: સી રામચંદ્ર - ગીતકાર: જી એસ નેપાલી

નયન જલ ભર આયે - સમ્રાટ અશોક - સંગીતકાર: જ્ઞાન દત્ત - ગીતકાર: શમ્સ લખનવી

સીતારા દેવીનાં સૉલો ગીતો
અહીં જે સૉલો ગીતો રજૂ કર્યાં છે તેની ગાયિકા તરીકે  હિદી ફિલ્મ ગીત કોષમાં 'સીતારા'નો ઉલ્લેખ જોવા મળે છે. એટલે મેં માની લીધું છે કે તેઓ 'સીતારા કાનપુરી'થી અલગ છે.
ભૂલે સે દિલ તુઝે ન ભુલાયે તો ક્યા કરૂં - અમર આશા - સંગીતકાર શાન્તિ દેસાઈ - ગીતકાર ક઼ાબીલ અમૃતસરી

સોઝ-એ-ગમ દેકે મુઝે ઉસને યે ઈર્શાદ કિયા - શાહઝાદી  -સંગીતકાર એસ કે પાલ 

લતા મંગેશકરનાં સૉલો ગીતો
લતા મંગેશકરએ ૧૯૪૭નાં વર્ષમાં પાર્શ્વગાયક તરીકે પદાર્પણ કર્યું છે. આ વર્ષ એટલે જ એવું વર્ષ છે જેમાં તેમના નામે માત્ર ત્રણ સૉલો ગીતો બોલતાં હોય. બહુ થોડા સમયમાં એવી પરિસ્થિતિ પણ જોવા મળવાની છે કે મોટા ભાગની અન્ય પાર્શ્વ ગાયિકાઓ કરતાં તેમણે ત્રણ ગણાં સોલો ગીતો એ વર્ષમાં ગાયાં હશે.
એક નયે રંગ મેં - આપ કી સેવામેં - સંગીતકાર: દત્તા દાવજેકર - ગીતકાર: મહિપાલ 

પા લાગુ કર જોરી રે - આપ કી સેવામેં - સંગીતકાર: દત્તા દાવજેકર - ગીતકાર: મહિપાલ 

અબ કૌન સુનેગા મેરે મનકી બાત - આપ કી સેવામેં - સંગીતકાર: દત્તા દાવજેકર - ગીતકાર: મહિપાલ 


નોંધ: જે ગીતોની યુ ટ્યુબ લિંક મળી નથી શકી એવાં ગીતો અહીં નથી સમાવ્યાં.

સ્ત્રી ગાયિકાઓનાં ૧૯૪૭નાં વર્ષનાં સૉલો ગીતોની આટલી લાંબી ચર્ચા બાદ પણ હજૂ અહી આવરી ન શકાયાં હોય એવાં ઠીક ઠીક પ્રમાણનાં સૉલો ગીતો હિંદી ફિલ્મ ગીતકોષમાં જોવા મળે છે. આ ગીતો ક્યાં તો એવાં ગાયકોનાં છે જેમનાં આ વર્ષમાં એક બે ગીતો જ મળે છે અથવા તો એવાં ગીતો છે જેની યુ ટ્યુબ લિંક નથી મળી શકી.

હવે પછીના અંકમાં આપણે મને સૌથી વધારે ગમેલાં, ૧૯૪૭નાં વર્ષનાં, સ્ત્રી સૉલો ગીતોની સમીક્ષા કરીશું

Thursday, November 3, 2016

૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે : યુગલ ગીતો - મોહમ્મદ રફીનાં અન્ય ગાયિકાઓ સાથેનાં યુગલ ગીતો


૧૯૪૯ના વર્ષનાં મોહમ્મદ રફીનાં યુગલ ગીતોમાં આપણે અલ્પસંખ્યક ઈજારાનું બહુ નમૂનારૂપ ઉદાહરણ જોવા મળે છે. લતા મંગેશકર સાથેનાં યુગલ ગીતોની સંખ્યાની ટોચની આસ પાસ શમશાદ બેગમ અને સુરૈયાનાં મોહમ્મદ રફી સાથેનાં યુગલ ગીતોની સંખ્યામાં થતો ઘટાડો ધ્યાન ખેંચે છે. અને તે પછીથી અન્ય સ્ત્રી ગાયિકાઓ સાથેનાં યુગલ ગીતો એકેક બબ્બેની સંખ્યામાં ફેલાતાં જોવા મળે છે.

તો વળી હવે પછીના અંકમાં જોઈશું તેમ અન્ય સ્ત્રી-પુરુષ યુગલ ગીતોની સંખ્યા તો મોહમ્મદ રફીનાં કુલ યુગલ ગીતો સામે સાવ જ પાંખી પડે છે. જો કે લોકચાહનાના માપદંડ પર આ તારણો સાવ સાચાં નહીં ઉતરે.

                                          ગીતા રોય સાથે

ગીતા રોય સાથે મોહમ્મદ રફીનાં બે જ યુગલ ગીતો મને મળે છે.

કાંટે બનેગી કલિયાં - હમારી મંઝિલ - હુસ્નલાલ ભગતરામ - રાજેન્દ્ર કૃષ્ણ
ગયા અંધેરા, હુઆ સવેરા જાગ ઊઠા ઈન્સાન - કરવટ - હંસ રાજ બહલ - સરસ્વતી કુમાર 'દીપક'

                                શ્યામા (અને સાથીઓ) સાથે

ફરિયાદ ના કરના, કહીં ફરિયાદ ના - ઘરાના - મોહમ્મદ શફી - (?)

                                  અમીરબાઈ કર્ણાટકી સાથે

મૈં કૈસે કહ દૂં - જીવન સાથી - એસ મોહિન્દર - (?)

                              જોહરાબાઈ અંબાલેવાલી સાથે

ન કહ સકે, ન તડપ સકે - ધ લાસ્ટ મેસેજ (અંતિમ સંદેશ) - આબિદ હુસૈન - શરીન ભોપાલી

(આ ગીતની ઇન્ટરનેટ પરની હાયપરલિંક નથી મળી શકી)

                                 બિનાપાની મુખર્જી સાથે

ઓ લચ્છી ઓ લચ્છી તૂમ મન કો લગે અચ્છી - રૂમાલ - હંસ રાજ બહલ - મુલ્કરાજ ભાકરી

                                આશા ભોસલે (અને સાથી) સાથે

લો દુમ દબાકર ભાગે, હમ સબ કે સબ હોશીયાર - રૂમાલ - હંસ રાજ બહલ - નઝીમ પાનીપતી

                                        હમીદા બાનુ સાથે

મેહમાન બનકે આયે થે - શોહરત – અઝીઝ (હિંદવી) -?

આ ગીતનું મોહમ્મદ રફીનું સોલો વર્ઝન પણ આ ક્લિપમાં સાથે જ સાંભળવા મળે છે

                                           મોહનતારા સાથે

સંદેશ મેરા પા કે, મુઝે દરસ દીખા જા - વીર ઘટોત્કચ - એસ એન ત્રિપાઠી - અન્જુમ રેહમાની

હવે પછીના અંકમાં સંખ્યા અને લોકપ્રિયતામાં નોંધપાત્ર હિસ્સા સાથેનાં મુકેશનાં સ્ત્રી ગાયકો સાથેનાં યુગલ ગીતો સાંભળીશું.